Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

વિન્ટરવિચાર : વ્હાલ, વાસના અને વેરાનની 'ઓસમ' મોસમ !

એકાંતમાં વિચારોનો યજ્ઞા પણ પ્રજ્જવલિત થાય. અંદરના અવાજને સાંભળવાનો ને સમજવાનો મોકો મળે. એકાંત એ સાધનામાત્રની પૂર્વશરત છે. પછી એ આધ્યાત્મિક હોય કે સર્જનાત્મક

એલાર્મ બંધ કરીને, સરખી રજાઈ ખેંચીને,
સવારમાં જોવાયેલા ખ્વાબ એટલે શિયાળો!
થીજી ગયેલું તેલ, પિયર્સની સુગંધ અને,
નાસ્તામાં ગરમાગરમ રાબ એટલે શિયાળો!
પાંદડા ખરતા હોય ત્યારે ગુલાબી ઠંડીમાં,
હુંફાળા તડકાનો છાબ એટલે શિયાળો!
સ્વેટર, ટોપી, મોજા અને મફલર,
કડકડતી ઠંડીને જવાબ એટલે શિયાળો!
દિવાળી, નાતાલ અને મકરસંક્રાંત,
છાંટે તહેવારો રુઆબ એટલે શિયાળો!
વાત કરીએ ને ધુમાડો નીકળે ત્યારે,
રાત, મિત્રો ને તાપણું લાજવાબ એટલે શિયાળો!
ધાબળા કાઢો, અડદિયા બનાવો,
આવ્યો તુઓનો નવાબ એટલે શિયાળો!

ઈન્ટરનેટ પર ભટકતી રચનાઓ શ્રાપિત આત્માની જેમ મૂળ સર્જકનું ખોળિયું છોડીને ફેલાવા લાગે છે. આ વર્ર્ષાેથી વાઈરલ કૃતિના ય સર્જકનું નામ ખબર નથી. પણ સાવ સાદા શબ્દોમાં આપણા મિડલ ક્લાસ શિયાળાનો આખો અસબાબ નજર સામે મૂકી દીધોે છે.

હીટર ના હોય તો ચૂલાના અંગારા પાસે જઈ ગરમી મેળવવી પડે એ દિવસોવાળા 'દેવતા'થી ચેતનવંતા ચૂલા ય ગયા અને એવી કડકડતી ટાઢ પણ હવે બહુ દિવસો લંબાતી નથી ગુજરાતમાં. ( મુંબઈનો શિયાળો તો ટવીટર જેવો છે. ટૂંકમાં જ પતી જાય છે !) નાના હતા ત્યારે સાંભળેલું કે ''ટાયઢ ટાયઢ કરીએ નહિ ને ટાયઢના માર્યા મરીએ નહિ !'' પણ એવી કાતિલાના ઠંડી તો અમેરિકામાં પડે છે. આપણે તો એલાર્મ સાંભળીને ફરી રજાઈમાં લપાઈ જવા મળે એટલે ભયો ભયો.

આજકાલ આધુનિક ઘરો યેલો એલઈડી લાઈટ્સની જેમ ઓઢવા માટે ફલાલીનના ઓરસચોરસ ટુકડાઓનું ચલણ છે. લાગે રંગબેરંગી ને રૃડારૃપાળા. પણ આમ એની જૂની રૃ ભરેલી રજાઈ કે ગોદડા જેવી લિજ્જત નહીં ! એ મજા તો બ્લેન્કેટ કે ઢૂસા / કામળા / ધાબળામાં ય નહીં. શરૃઆતમાં ઠંડી હોય તો મજા આવે પણ પછી કરડે. કમ્બલમાં ઘૂસીને રોમેન્ટિક ગીતો ગાવાના જમાના તો બોલીવૂડમાં ય પુરા થઇ ગયા!

જયારે પેલું આધુનિક સિન્થેટિક ઓઢવાનું તો શરીરથી દૂર દૂર જ રહે. ચપોચપ ચોંટે નહીં. એના કરતા ગોદડા-રજાઈ કે શાલ સારી. એ ત્વચાને વીંટળાઈ વળે ટાઢમાં ! જાણે કોઈ ફરતે આપણને હગ કરીને હૂંફ આપતું હોય એવી ફીલિંગ થાય ! એમાં ય ડામચિયામાં પડેલા ગોદડાં આઠ મહીનાની સુષુપ્તાવસ્થામાંથી આળસ મરડીને બહાર નીકળે ત્યારે એમાં મુકેલી નેપ્થાલીનની ગોળીઓની એક મીઠી નશીલી વાસ આવતી હોય ! જામી ગયેલા કોપરેલ જેવી આ ય શિયાળુ ગંધ હોય છે. એમાં વળી માનો જુનો સાડલો ફરતે ખોળમાં હોય તો ફરી એની ગોદમાં સુઈ જ્ઞાાની અનુભૂતિ થાય ! ગોદ ને ગોડ કેટલા નજીક નજીકના શબ્દો છે નહિ ?

એમાં ય પા ભાગની રાત તો એના છેડા શોધીને સરખા કરવામાં જાય !

નટવર પંડયાનો એક હળવો લેખ છે, શિયાળાની સવારે ઉઠવા વિશે. જરા એના અંશો મમળાવો :

''માનવી 'ગરમ-સમીપે' હોય છે. પછી 'ઊંઘ સત્ય, જગત મિથ્યા'...એટલે સાત વાગ્યા સુધીમાં જાગે તેને 'જાગ્યો' કહેવાય, દશ પછી 'ઊઠયો' કહેવાય. યશોધરા અને રાહુલનો ત્યાગ કરી રાજકુમાર સિદ્ધાર્થ રાત્રે ચાલી નીકળ્યા તેમાં પણ તેમનો પથારી-ત્યાગ સૌથી મોટો છે. કારણ કે પથારી-ત્યાગ પછી જ સંસાર-ત્યાગ શક્ય બન્યો... ઉસ્તાદ સિતારવાદક સિતાર છેડતો હોય એવી નજાકતથી પત્ની પતિના પડખામાં કોમળ ટેરવાથી ગલગલિયાં કરે, મધુર સંબોધનો કરે,

છતાં પતિ જાગતો નથી.. આ રીતે જ્યારે પ્રત્યક્ષ પદ્ધતિ દ્વારા જગાડી શકાતો નથી. ત્યારે ન છૂટકે પરોક્ષ પદ્ધતિનો આશરો લેવામાં આવે છે. જેમાં સવારમાં બાળકોનો બુલંદ સ્વર, પત્ની દ્વારા પછાડાતાં વાસણોનો વિધ્વંસક ધ્વનિ અને હાઈ વોલ્યુમની હદ વટાવી ચૂકેલા ટીવીનો દેકારો આવા કર્ણભેદી અવાજોનાં સંયોજનનો સવારમાં સૂતેલા પુરુષ પર બેરહમથી મારો ચલાવવામાં આવે છે...

'જીવો અને જીવવા દો'ની જેમ શિયાળામાં 'સૂઓ અને સૂવા દો' એ સોનેરી સૂત્રનેઅનુસરવું જોઈએ. કારણ કે સૂતેલા મનુષ્ય સંપૂર્ણપણે અહિંસક હોય છે. ભારતીય પરંપરામાં ગળાડૂબ થઈ ગયેલા સંયમીઓ ક્યારેય સૂતેલા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા નથી. સૂતેલા પર એકાદ વધારાનો ધાબળો, રજાઈ નાખી તેના અંતરના આશીર્વાદ મેળવતા નથી.હું 'સૂતો નથી સૂવા દેતો નથી.

' એ જ એમનો મુદ્રાલેખ હોય છે. વહેલી સવારમાં તે દુ:શાસનની જેમ ગોદડાંહરણ કરવાના મૂડમાં હોય છે. આવા દુ:શાસનો સૂતેલાને શબ્દોના બાણ મારે છે, 'આ લોકો દસ-દસ વાગ્યે ઊઠે છે તે જિંદગીમાં શું ઉકાળવાના ?' પણ અહીં જ તેઓ ભીંતભૂલે છે. કારણ કે જિંદગીમાં કરવા જેવું ઉત્તમ કાર્ય તો તેમણે ઓલરેડી કરી જ લીધું છે.''
    
શિયાળામાં વિટામીન ( સાચો ઉચ્ચાર વાઈટામીન, પણ આપણે દેશભરની જીભે ચડેલો એ જ સાચો ) ને પ્રોટીન ફટાફટ પચી જાય. પણ શિયાળાના બે દેશી વિટામીન છે,'વિટામીન ઘી' ને 'વિટામીન શી' ! અંદર-બહારની હૂંફ શોધવાની આ મોસમ છે.

યુ નો, આમ તો યુગોથી આપણા સંસ્કૃત મુક્તકોમાં કાલિદાસ જેવા કવિઓ શિયાળુ ઈરોટિક રોમાન્સના રોમહર્ષક દ્રશ્યો મુકે છે. આજકાલ 'આ બધું તો આપણી પાસે જ હતું' જેવા ફાંકા સાયન્સના નામે સાયન્સના સાચા અભ્યાસ વિના જ મારવાની ફેશન ચાલે છે. પણ આ મામલે સાચ્ચે જ આપણે કલેઈમ કરી શકીએ એમ છીએ.

હાર્વર્ડ યુનિવર્સીટીનો સેકસ્યુઆલિટી પરનો એક લેટેસ્ટ રિસર્ચ છે. જેમાં અલગ અલગ સીઝનમાં પુરુષોને ીના કામણગારા કર્વ્ઝ દેખાય એવી તસવીરો બતાવી. અને એમનો બ્રેઈન રિસ્પોન્સ ચેક કર્યો. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબુ્રઆરી મહિનામાં મોસમની જેમ પુરુષમાં એરાઉઝલ યાને ઉત્તેજનાનો દૌર આવે છે, એવું નોંધાયું.

પશ્ચિમમાં તો આકરા શિયાળામાં ત્વચા ય ભાગ્યે ક્યાંય ખુલ્લી જોવા મળે એ કારણ હોય કે કોલ્ડ વેધરમાં સ્પર્મ કાઉન્ટની ક્વોલિટી સુધરે એ સીઝન હોય, પણ જગતભરમાં સૌથી વધુ બાળકોનું શિયાળામાં જ ગર્ભાધાન થાય છે, ને સપ્ટેમ્બરથી નવેમ્બર આસપાસ જ મોટા ભાગના બર્થડે આવે છે. એ તો હકીકત છે. મતલબ શિયાળો માદક મોસમ છે, એનો અહેસાસ આપણા સંસ્કૃત કવિઓને આગોતરો જ થઇ ગયો હતો ! ઠંડી વધે એમ જ ગરમીનો તલસાટ વધતો હશે ?

શિયાળાની રાતમાં જગત જંપી ગયા પછી આપણા ધબકારા ને શ્વાસ સાંભળી શકીએ તેવી નીરવ શાંતિમાં કરવા જેવા કામ હોય છે : કોઈ રણઝણતા સંગીતવાળી ફિલ્મ જોવી કે કોઈ ગરમાગરમ અંગ્રેજી નોવેલ વાંચવી ! જેમ કે 'લોલિતા'વાળા વ્લાદીમીર નોબાકોવની એટલી જ ચર્ચાસ્પદ 'અદા'( એડા પણ કહેવાય)ની નાયિકા જે પુરુષના સ્પર્શને ડંખ જેવો ગણીને એને મીઠું ઝેર કહે. ઉન્માદના ઘર્ષણથી ચામડી પર ઉપસતાં લાલ ચકામાને અંદર ઉમડેલી આગના તાપણા ગણે ! કે પછી હેનરી મિલરની 'ટ્રોપિક ઓફ કેન્સર' જેનો પેરિસમાં ભટકતો નાયક કહે છે કે : ''આઈ લવ એવરીથિંગ ધેટ ફ્લોઝ ! મને એ બધું જ ગમે છે, જે વહી શકે છે.

પાણી, લાવા, મૂત્ર, વીર્ય, રક્ત, તેજાબ, શબ્દો, વાક્યો.... !'' અને વહે છે એની યાદો... તમારા ફેઈથ બર્જરની 'મેઈડનહેડ' જેની ષોડશી નાયિકા બીચ પર વેકેશન ગાળતારેતીમાં રગદોળાતા યુવા બમ્સમાં જ્યુસી ફ્ટ્સ નિહાળે અને નિકોલ્સન બેકરની 'ફેરામાતા' જેનો નાયકવક્ષની જળમાં ઝબોળતી ી જેવા રસિકરંગીન અનુભવો લેવા માટે સમયને 'પોઝ' કરી થંભાવે !

મહાભારતમાં ઉનના શુભ્રકંબલ અને રાંકવ (યાને ઘેટાંના ઊન)નો ઉલ્લેખ છે. કૌટિલ્યના અર્થશામાં 'આવિક' શાલનો ઉલ્લેખ છે. આચારાંગ સૂત્રોમાં આજક યાને બકરાની ખાલમાંથી વણાતું વ 'અજરોમ' કિંમતી ગણાતું એવી વાત છે.

'અમરકોશ'માં 'રલ્લક' યાને ઉની ધાબળાનો સ્પષ્ટ ઉલ્લેખ છે! પ્રાકૃત 'ગાથાસપ્તશતિદમાં એવા ખેડૂત યુવકની વાત છે , જે નવવધૂ પ્રિયાના પુષ્ટ ઉરોજ જોયા પછી, હવે મહા મહીનાની ઠંડી છતાં 'પ્રાવરણ' યાને જાડી કામળીની જરૃર ( નેચરલ હીટર પ્રિયતમા મોજુદગીથી) ન હોઈને એ વેંચીને બળદ ખરીદી લે છે !'કં બલવંત ન બાધતે શીતં' પરથી કમ્બલ શબ્દ આવ્યો. એવા બળવાન કે જેણે એ ઓઢયા પછી શીત યાને ઠંડી ન લાગે !

શરદમાં યુવતીઓ ચોળીની જેમ શ્વેત રેશમી 'કાશાંશુક' ધારણ કરતી, તો હેમંતમાં 'કૂર્પાસક' ( આખી બાંયનો કોટની ગરજ સારતો કમખો ) પહેરતી. ઉપર ઋતુ સંહારમાં વર્ણવાયેલ 'જ્યોત્સના દૂકૂલ' એટલે ખેસ-દુપટ્ટાનો પૂર્વજ ! શિશિરમાં ભારે ચામડાના વો ટાઢ સામે રક્ષણ મેળવવા પહેરાતા ! આ મુકુટ કાનટોપીનો વિકલ્પ નહિ હોય, એની શું ખાત્રી ?

પણ એ ખરું કે વન્સ અપોન એ ટાઈમ ઇન ઇન્ડિયા શિયાળાનો રોમાન્સ ફુલગુલાબી હશે.... એની અસરને લીધે જ વોટ્સએપ પર આજે વનલાઈનર ફરતા હશે : ''થીજેલી ઠંડીમાં હુંફાળો એક ખ્યાલ આપ, રહેવા દે શાલ તારી પાસે, એક ઉષ્મા ભરેલું વ્હાલ આપ !'' કે પછી  ''કાશ, તને મારા પ્રેમની ઠંડી લાગે, અને તડપીને તું સ્વેટરની જગ્યાએ મને માંગે !'' અહા, કોલ્ડનો એન્ટીડોટ એટલે નાગચૂડ જેવી ભીંસ આપતું આલિંગન !

સ્ટીફન કિંગની નોવેલ પરથી ઘણા ખરા ઓપિનિયન પોલમાં આજે ય જગતની નંબર વન ગણાતી હોરર ફિલ્મ 'શાઈનિંગ' જીનિયસ ફિલ્મમેકર સ્ટેન્લી કુબ્રિકે બનાવી. સિનેમાનું ગ્રામર જરા જુદું પડે અને એ રીતે વાર્તા કરતા ફિલ્મ અલગ જ છે. પણ પશ્ચિમ ગોળાર્ધના આકરા હિમાચ્છાદિત શિયાળામાં પડઘાતી એકલતાની ભૂતાવળ એમાં આબાદ ઝીલાઈ છે. એક નિષ્ફળ પતિ, એની કુરૃપ પત્ની અને નાના બાળક સાથે એવી હોટલમાં કેરટેકર તરીકે રહે છે,

જ્યાં શિયાળા દરમિયાન આસપાસના વિશ્વનો સંપર્ક જ કપાઈ જાય ! ટેલીફોનથી ટ્રાન્સપોર્ટેશન બધું ઠપ્પ. દૂર દૂર સુધી નજર કરો ત્યાં માત્ર છવાઈ ગયેલો બરફ ને વૃક્ષોના ઠૂંઠા. આમાં વિશાળ ભવ્ય હવેલી જેવી હોટલમાં સાવ એકલા જ રહેવાનું આવે, તો વિન્ટર કેવો હોરર લાગે એની આબાદ કથા શાઈનિંગમાં છે. ધીમી બળે અને વધુ લહેજત આપે એવા તરીકાથી કહેવાઈ છે. સાંજના લાંબી લોબીમાં છવાતા લાંબા પડછાયા અને એકલતાના અંધકારમાં ધુમ્મસની જેમ હળવે હળવે ફરી વળતો ડર ! માણસ પાગલ થઇ જાય !

પણ અમેરિકાના ન્યુ ઇંગ્લેન્ડ ખાતે દરિયાકિનારે ૪૩ એકરમાં પથરાયેલી હોટલ સ્ટાર આઈલેન્ડ છે. જેની આજે પ્રૌઢ કેરટેકર એલેકઝાન્ડ્રા છેલ્લા ૧૯ વર્ષથી દર શિયાળે એકલા જ ત્યાં સમય વીતાવીને પ્રોપર્ટીની સંભાળ લે છે ! ભલભલા મર્દોના ગાત્રો ગળી જાય એવી ચેલેન્જ આસાનીથી લેતી આ ીએ એના વિડિયોઝ પણ હવે બનાવ્યા છે.

યુરોપ અમેરિકામાં કેટલીય જગ્યાઓ એવી છે કે આમ આખો દિવસ ચહલપહલ સમર ટાઈમમાં હોય. પણ વિન્ટર આવે એટલે ભૂત રુંવે ભેંકાર જેવો ઘાટ થઇ જાય. ફ્રાંસના નીસ જેવા દરિયાકાંઠાના ગામમાં ટુરિસ્ટસ ઢગલો હોય ઉનાળામાં. પણ શિયાળામાં ઘણા સ્થાનિક દુકાનદારો એ ગામ પણ છોડીને જતાં રહે ! બજાર આખી વગડા જેવી વેરાન !

પણ આ જ એકાંતમાં વિચારોનો યજ્ઞા પણ પ્રજ્જવલિત થાય. અંદરના અવાજને સાંભળવાનો ને સમજવાનો મોકો મળે. એકાંત એ સાધનામાત્રની પૂર્વશરત છે. પછી એ આધ્યાત્મિક હોય કે સર્જનાત્મક. એમ અંદર કોઠે ટાઢક હોય ત્યારે કુન્દનિકા કાપડિયા જેવા મૌલિક નિરીક્ષણ શિયાળા માટે કરી શકો.

જેમ કે, ''ઠંડી હવાની લહેરો, ચોકઠાં પાસે અંદર ઘૂસવાની વાટ જોઇને જ ઉભી હોય, એમ ઓરડામાં ધસી આવે છે. વૃક્ષોના પાન પાંખા થઈ ગયા છે. સૂરજનો તડકો બહુ કુમળો લાગે છે. ઉંચી નાળિયેરીના સૌથી ઉપરના આછા લીલા રંગના પાન પર શિશુતડકો પથરાય ત્યારે સોનેરી રંગ આવો કૂણો કૂણો હોઈ શકે એ જોઇને વિસ્મય થાય છે.

માટલામાં હવે પાણી ફ્રિજના પાણી જેટલું જ ઠંડું થઈ ગયેલું છે. ચૂલા પર દૂધ ગરમ કરતા હવે થોડી મિનિટ વધારે લાગે છે. આખો દિવસ થોડો થોડો પવન ફૂંકાયા કરે છે. ચોમાસામાં ન્હાઈધોઈને તાજગીનું તિલક કરી વૃક્ષો ઉભા હતા, તે હવે ધૂળથી મેલાં થઈ ગયા છે.

કાલે કેવળ ડામરનો કાળો રસ્તો હતો, તેની બે ય બાજુ આજે સોનેરી ઝૂલ લગાડી દીધી છે - પાનખરની સવારીનો રથ આ રસ્તેથી નીકળવાનો હશે તેના માનમાં સ્તો ! કેટલાક રમતિયાળ પાંદડા રથમાંના રાજાને જોવા રસ્તાની વચ્ચોવચ્ચ દોડી જાય છે, પણ હવા તેમનો કાન આમળી પાછા રસ્તાના કાંઠે મોકલી દે છે. બુઢી હવા ગુસ્સે થઈને બોલે છે : 'જરાય ભાન નથી, આવા ઘરડાખખ્ખ થયા, તો ય નાદાનની જેમ દોડાદોડ કરી મુકો છો ! કાલે તો બધા મરવાના છો !' પાંદડા ચુપચાપ સાંભળી રહે છે અને પછી એકસામટા ગાજી ઉઠે છે થ 'કાલે મરવાના છીએ !' અને મહેફિલને છેડે ઉભેલું એક અવળચંડુ પાન બોલે છે થ 'પણ હસતા હસતા !'

'હસતા હસતા...' સોનેરી ઝૂલના એક છેડાથી બીજા છેડા સુધી હાસ્યની લહર વાંકીચૂંકી થતી દોડે છે. હવા બિચારી ઘા ખાઈને જોયા કરે છે !'

શિયાળો એટલે સાન્તાક્લોઝની ગિફ્ટ બેગની જેમ દોડતી લીલા કઠોળ, સફેદ મૂળા, જાંબલી મોગરી, શ્યામ ગુલાબી રીંગણા, લાલ ટમેટાં, કેસરી ગાજર, પીળા લીંબુથી છલોછલ છલકાતી આવતી લચકતી નમતી શાકની સુગંધીદાર વાદળી થેલી.

શિયાળો એટલે કેસર નાખેલા કાહવામાંથી ઉઠતી ભાપની નાસ, શિયાળો એટલે બામ ને વેસેલીનની ગંધ, શિયાળો એટલે મચ્છરનું સ્ટ્રોનાખીને પીવાતું બ્લડ ડ્રિંક. શિયાળો એટલે સુરા અને સુંદરીનો સોબતનો ગરમાટો. શિયાળો એટલે સ્વીસ આલ્પ્સના બરફ વચ્ચે બેસીને ઝાપટેલા 'ચીઝ ફોન્દેયુ'ની સોડમનું સ્મરણ....જેમાં તાજું ચીઝ વ્હાઈટ વાઈનમાં ઉકાળેલું હોય જરા હર્બ્સ ને ચિલી સાથે અને નીચે મીણબત્તીથી ગરમ રાખેલા પાત્રમાં ફ્રેશ મિની પાઉં લાંબા કાંટાથી ઝબકોળીને ખાવાનું. અને ઠંડીમાં ગરમીનો અહેસાસ ગળે ઉતારવાનો.  

અને શિયાળો એટલે પ્રકૃતિ પર પ્રભુએ પાડેલો ઝીણા શ્વેત મલમલનો પડદો ! જે બધું જ બદસુરત પણ ખૂબસુરત બનાવી દે છે. શેરીને હિલ સ્ટેશન બનાવી દે છે. જેમાંથી સૂરજ કે સ્ટ્રીટલાઈટના કિરણો ગોલ્ડન ફોગ રચે છે. જેમાંથી શાંત સન્નાટામાં મખમલી આમન્ત્રણ છલકાય છે : યે હૈ રેશમી ઝુલ્ફોં કાં અંધેરા ચલે આઇએ.... આઇએ મહેરબાં...રાત અકેલી હૈ....આજા રે પરદેસી...આજા સનમ..... અને આંગળીના ટેરવે આ પડદો સેરવવાને બદલે ચાલતા ચાલતા જ એમાં સૈર સાથે પ્રવેશ કરી શકાય છે !

પછી અનિલ ચાવડાના શબ્દોમાં : થયા કરે છે લઈ ટેરવે પ્રભાતનું આ ઝાકળબિંદુ આંખોમાં હું આંજું / એ રીતે આ પાંપણ નીચે પડી રહેલાં વર્ષો જૂનાં દ્રશ્યોને હું માંજું...તાજી તાજી સૂર્યકિરણની સળીઓને પણ લાવ ચામડી નીચેથી સીવી લઉં/ શિયાળુ ટાઢોડે થાતું નવશેકા આ તડકાની હું રાબ બનાવી પી લઉં...

ઝિંગ થિંગ

આહાહાહા શી ટાઢ!
જડબામાં જકડી લે સૌને, જાણે જમની દાઢ...
મને ગમે છે મોડે સુધી નીંદર કરવી ગાઢ.
આહાહાહા શી ટાઢ! (મીનપીયાસી)

 

Post Comments