Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાળકોને સતાવતા કેટલાક પ્રચલિત રોગોની આયુર્વેદિક સારવાર

હળદર એ કાકડાનું શ્રેષ્ઠ ઔષધ છે

મધમાં મેળવીને હળદરનું ચૂર્ણ ચાટવાથી, લીલી હળદરનો રસ મધ મેળવીને પીવાથી કે ગરમ પાણીમાં નાખીને કોગળા ભરવાથી કાકડા મટે છે

કાકડા : TONSILITIS
બાળકોને સતાવતો આ એક અતિ પ્રચલિત વ્યાધિ છે.

સ્વભાવથી જ બાળકો કફ પ્રકૃતિના હોય છે. આવી સ્થિતિમાં આઇસક્રીમ, ઠંડાપીણા, કુલ્ફી ગોળા, ઠંડું પાણી, શેરડીનો રસ, ટમેટા, ગોળ, કેળા, દહીં જેવા પદાર્થો વારંવાર કે વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શરદી, તાવ અને કાકડા થવાની શક્યતા છે.

હળદર એ કાકડાનું શ્રેષ્ઠ ઔષધ છે. મધમાં મેળવીને હળદરનું ચૂર્ણ ચાટવાથી, લીલી હળદરનો રસ મધ મેળવીને પીવાથી કે ગરમ પાણીમાં નાખીને કોગળા ભરવાથી કાકડા મટે છે.

બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ, સિતોપલાદિ ચૂર્ણ તથા હરિદ્રાખંડ જેવા ઔષધો કાકડામાં ખૂબ સારું પરિણામ આપે છે. કાકડા કપાવશો નહીં કેમકે તેનાથી બાળકોની ઇમ્યુનિટિ-રોગપ્રતિકાર શક્તિ-ઘટી જાય છે.

કૃમિ- WORMS

કફ કરે તેવા કે મધુર રસવાળા દ્રવ્યોનો અતિરેક કૃમિ કરવામાં નિમિત્ત બને છે. ગોળ, ખાંડ, ચોકલેટ, ક્રીમ બિસ્કીટ, પેંડા, મીઠાઈ, સુખડી, શીરો, દૂધમાં ગોળ નાખીને ખાવાથી કે દૂધમાં કેળા અથવા ફળો ક્રશ કરીને ખવરાવવાથી કૃમિ થવાની શક્યતા વધે છે. જેને કૃમિ થયા હોય એવા બાળકોને ગોળ કે મીઠાઈ ખૂબ ભાવે છે.

જાજરૃની જગ્યાએ ખંજવાળ આવે છે. ઊંઘમાં જ પથારીમાં પેશાબ થઈ જાય છે. રાત્રે સૂવરાવ્યા પછી ફર્યા કરે છે. તરફડે છે. જિદ્દી કે ચીડિયો સ્વભાવ થઈ જાય છે.

શરીર સૂકલકડી રહે છે. ચામડીનો વર્ણ કાળો થતો જાય છે. ઊંઘમાં દાંત કચકચાવવાની કે લાળ પાડવાની તકલીફ જોવા મળે છે.

આવી સ્થિતિમાં ગળપણ બંધ કરી કૃમિકુઠાર રસ, કૃમિ મુદ્ગર રસ, કૃમિ વિકાર હર ચૂર્ણ મેળવીને ચટાડવું. કૃમિની મૂળગામી સારવાર સવેળા શરૃ કરી દેવી.

સસણી - વરાધ - ઊંટાંટિયું - જૂની શરદી

બાળકોને સતાવતો અને સમજપૂર્વકની સારવાર માગી લે એવો આ એક ચિંતાજનક વ્યાધિ છે. કેમકે જો એની સમયસર કે મૂળગામી સારવાર ન થાય તો એમાંથી જ બાળકને એલર્જિક બ્રોન્કાઈટીસ, એલર્જિક અસ્થમા કે આગળ જતા શ્વાસ જેવી બીમારી શરૃ થતી હોય છે.

શ્વાસકુઠાર રસ, શુદ્ધ ટંકણખાર, શૃંગ્યાદિ ચૂર્ણ તથા ખોખલીનું સંમિશ્રણ કરી તેમાંથી ઉંમર પ્રમાણે માપ નક્કી કરી (અથવા તો ચપટીક-ચૂર્ણ) મધમાં ચટાડી દેવું.

અળસી, કાકડાશિંગી, કાયફળ અને આંબા હળદરનું બારીક ચૂર્ણ બનાવી બકરીના મૂત્રમાં (શિવામ્બુ કે માત્ર પાણીમાં) ખદખદાવી છાતી પર લગાવવાથી બાળકોની વરાધ મટે છે.

શૈયામૂત્ર - પથારીમાં પેશાબ

અમુક ઉંમર સુધી બાળક પથારી પલાળે તે સામાન્ય વાત છે. પણ બાળક સમજણું કે મોટી ઉંમરનું થાય પછી પણ ઊંઘમાં પથારી પલાળે તે એક વ્યાધિ ગણાય. કૃમિ હોય એવા બાળકને આ તકલીફ થવાની શક્યતા છે.

આથી યોગ્ય ઉંમરે બાળકને સમજાવીને સૂતા પહેલા બાથરૃમમાં પેશાબ કરવાની ટેવ પાડવી જોઈએ. લાડપ્યારમાં આ તરફ જો ધ્યાન આપવામાં ન આવે તો મોટી ઉંમર સુધી શૈયામૂત્ર (પથારી પલાળવાની આદત) ચાલુ રહે છે.

શૈયામૂત્રની સારવાર આ પ્રમાણે છે.

(૧) રાત્રે બાળકને વધુ પડતું પ્રવાહી ન આપવું. ઊંઘવાનું થાય એ પહેલા એકાદ બે કદાક અગાઉથી પ્રવાહી બંધ કરી દેવું. ઊંઘતા પહેલા બાળકને બાથરૃમમાં લઈ જઈને પેશાબ કરાવી દેવો. ઘણીવાર દસબાર વર્ષ સુધી પણ બાળકને આ તકલીફ ચાલુ રહે છે અને કેટલાક વિશિષ્ટ કેસમાં પંદર સત્તર વર્ષ સુધી આ તકલીફ જોવા મળે છે માટે આ તરફ સજાગ બની સમયસર સારવાર શરૃ કરી દેવી જોઈએ.

(૨) લોધ્રાસવ તથા કૃમિ વિકારહર કાઢા સરખા ભાગે મેળવી તેમાંથી એક યા બે ચમચી પ્રવાહી એટલું જ પાણી મેળવીને પાવું.

(૩) બહુ મૂત્રાન્તક રસ, કૃમિકુઠાર રસ, અગ્નિતુંડી વટી તથા નીઓ  (NEO) ટીકડી એક એક સવાર સાંજ પાણી સાથે આપવી.

બાલ લકવા (ખંજ-પંગુ) POLIO
એક પગે લકવો થાય એને આયુર્વેદમાં 'ખંજ' અને બન્ને પગમાં લકવો થાય તેને 'પંગુ' નામ આપવામાં આવ્યું છે. આધુનિક તબીબી પદ્ધતિમાં પોલિયો એ વાયરસથી થતો રોગ ગણાય છે જ્યારે આયુર્વેદ એને વાયુથી થતો રોગ માને છે.

આયુર્વેદમાં બાળ લકવાની વ્યવસ્થિત અને પરિણામપ્રદ સારવાર છે. 'ષષ્ટિ શાલિ પિંડ સ્વેદ'થી હજારો બાળકોનો પોલિયો દૂર થયાના દાખલા છે. ચિકિત્સકને રૃબરૃ મળી 'ષષ્ટિ શાલી પિંડ સ્વેદ' કેવી રીતે કરવો તે પ્રત્યક્ષ જોઈને અથવા તો સમજીને પછી જ પ્રયોગ કરવો. ઔષધોમાં -

(૧) એકાંગવીર રસ, ખંજનિકારસ, વાત વિધ્વંસન રસની એક એક ગોળી સવાર સાંજ મધ સાથે ચટાડવી.

(૨) એક ચમચી અશ્વગંધારિષ્ટમાં એક ચમચી દશ મૂલારિષ્ટ મેળવી એટલું જ સામે પાણી ઉમેરી બાળક જમી લે પછી પીવું.

(૩) દૂધમાં અશ્વગંધા ચૂર્ણ નાખી ઉકાળીને પણ પાઈ શકાય.

(૪) ક્ષીરબલા તેલ, મહાનારાયણ તેલ અથવા તો મહા માષ તેલની માલિશ કરી પછીથી ષષ્ટિશાલી-પિંડસ્વેદનો પ્રયોગ કરવો. પગ ખૂબ પાતળો હોય તો - માલિશ માટે અશ્વગંધા તેલનો ઉપયોગ કરવો.
સંતોષકારક પરિણામ માટે સારવાર ત્રણથી છ માસ સુધી તો કરવી જ. જેથી રોગ મૂળમાંથી જાય. ચિકિત્સકની સૂચના પ્રમાણે પરેજીનું પણ ચુસ્તપણે પાલન કરવું.

- વત્સલ વસાણી

Post Comments