Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રાઈમ ટાઈમ

પરદો નાનો, પૈસો મોટો!

જો સિરિયલો ટીવીની બહાર નીકળીને એક સ્માર્ટફોનના પાંચ ઇંચના પરદા પર પહોંચી હોય, જેને પોતાની ફૂરસતે જોઈ શકાય તેવી સુવિધાઓ હોય ત્યારે એ વિચારવું રહ્યું કે તેમાં પાત્ર ભજવતાં એક્ટર્સને મળતી રકમ શું હશે?

આજકાલ લિમિટેડ એપિસોડિક ટીવી સિરીઝની બોલબાલા વધી રહી છે, તેવા સમયે ડેઈલી સોપ્સ હજુયે એવરગ્રીન છે. અનલિમિટેડ ઈન્ટરનેટ દ્વારા આંગળીને ટેરવે અઢળક ઓનલાઈન એપ્લિકેશન થકી દેશ-દુનિયાની બેનમૂન ફિલ્મો, ટીવી શોઝ, ફેવરિટ સિઝન્સ અને મ્યુઝિકને માણી શકીએ છીએ. એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર, વૂટ, જિયો સિનેમા જેવી એપ્લિકેશન્સ પર હવે અલગ-અલગ ચેનલો પર પ્રસારિત થતી વિવિધ ટીવી સિરિયલો જોઈ શકાય છે.

કાલેજમાં અભ્યાસ કરતાં બેચલર હોય કે કિચનમાં નવી વાનગી બનાવતી ગૃહિણી, દરેક પોતાની મનપસંદ ડેઈલી સોપ્સ જોવાનું ચૂકતા નથી. વધતા જતાં માર્કેટિંગ માધ્યમો વચ્ચે વિવિધ એપ્લિકેશન્સમાંથી કોઈ એકની પસંદગી પોતાની મનપસંદ સિરિયલ ક્યાં જોવા મળશે તેના આધારે થતી હોય છે. આજે ટીવી સિરિયલોના ડિરેક્શન એટલાં ક્રિએટીવ થવા માંડયા છે કે કોઈપણ વ્યક્તિને તે પ્રાથમિક તબક્કે જોવા મજબૂર કરે જ!

વળી સોશિયલ મીડિયા પર જે-તે ફિલ્મ, સિરિયલ કે વેબ સિરીઝ વિષે અભિપ્રાય આપવા ખાતર પણ જોવા માટે આપણે પોતાનો સમય તેમાં ઇન્વેસ્ટ કરતાં થયાં છીએ. જો સિરિયલો ટીવીની બહાર નીકળીને એક સ્માર્ટફોનના પાંચ ઇંચના પરદા પર પહોંચી હોય, જેને પોતાની ફૂરસતે જોઈ શકાય તેવી સુવિધાઓ હોય ત્યારે એ વિચારવું રહ્યું કે તેમાં પાત્ર ભજવતાં એક્ટર્સને મળતી રકમ શું હશે?

'શાકાલાકા બૂમ બૂમ'ની ષોડશી પિયાએ ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા આધારિત અને સંજય લીલા ભણસાલી નિમત 'સરસ્વતીચંદ્ર'ની કુમુદસુંદરી બનીને ટીવી પર ધૂમ મચાવી. ત્યારબાદ તે હાલમાં, બહુચચત અને ટીઆરપી લિસ્ટમાં ટોપ પર રહેતી 'બેહદ' નામની ટીવી સિરિયલમાં માયાનું પાત્ર ભજવતી જેનિફર વિન્ગેટ એક એપિસોડના ૧ લાખ રૃપિયા વસૂલે છે.

'ઈશ્ક કા રંગ સફેદ'નો લીડ એક્ટર મિશાલ રહેજાએ દિવસના ૧.૬ લાખની માંગણી કરી છે. ફિલ્મ 'મિકી વાઈરસ'નો એક્ટર મનીષ પોલ ફિલ્મમાં ફ્લોપ અને હોસ્ટિંગમાં હીટ સાબિત થયો છે. કલર્સ ચેનલ પરના આવનારાં કાર્યક્રમ 'ઝલક દિખલા જા' ટીવી શોની સંપૂર્ણ સિઝન દરમિયાન હોસ્ટિંગ માટે તે ૧.૫ કરોડની અધધધ...કિંમતની માંગણી મૂકી છે.

'ઝલક દિખલા જા'ના પ્રતિસ્પર્ધી શો 'નચ બલિયે'માં ડાન્સ રિયાલીટી શોના જજ તરીકેની ભૂમિકા ભજવવા માટે શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ૧૪ કરોડની માંગણી કરી હોવાની અફવા ફેલાઈ છે. 'કસૌટી ઝિંદગી કી'ના મિ. બજાજ અને 'ક્યોંકિ સાંસ ભી બહુ થી'માં મિહિર વિરાણીના પાત્રમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ ફિલ્મોમાં ડાર્ક રોલ કરીને સારી પેઠે લોકચાહના મેળવનાર રોનિત રોય 'અદાલત'માં કે. ડી. પાઠકના રોલ માટે દિવસના૧.૨૫ લાખ વસૂલે છે.

૧૯૯૭માં 'ન્યાય' નામની ટીવી સિરિયલથી શરૃઆત કરીને આજદિન સુધી નાના પરદાનું સ્ટારડમ ભોગવનાર રામ કપૂરે એકતા કપૂરની શ્રેષ્ઠમાંની એક 'બડે અચ્છે લગતે હૈ' માટે દિવસના ૧.૨૫ લાખ વસૂલ્યા હતાં. ટીવી સિરિયલના ઈતિહાસમાં પ્રથમ વખત સાક્ષી તન્વર સાથે ઓન-સ્ક્રીન કિસિંગ સીન આપીને રામ કપૂરે ચર્ચા જગાડી હતી. 'દંગલ'માં આમિર (મહાવીરસિહ ફોગટ) ખાનની પત્ની તરીકે નાનો પરંતુ પ્રશંસનીય રોલ કરનાર સાક્ષી તન્વરે પણ 'બડે અચ્છે લગતે હૈ'માં તેના કા-સ્ટાર રામ કપૂરની જેમ જ દિવસના ૭૦ હજારથી ૧ લાખ સુધી વસૂલ્યા હતાં.

૧૯૯૭થી લઈને આજ સુધી એક જ પાત્રમાં કાર્યરત તેવા શિવાજી સાતમ કે જેમણે ભારતની સૌથી લાંબી ક્રાઈમ સિરીઝ 'CID'માં  ACP પ્રદ્યુમ્ન તરીકેનું પાત્ર ભજવ્યું. તેઓ એક દિવસના શૂટિંગ માટે પ્રોડયુસર પાસેથી એક લાખ વસૂલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાક્ષી તન્વર, શિવાજી સાતમ અને રામ કપૂર - ત્રણેય મહિનાના પંદર દિવસ જ શૂટિંગ કરે છે.

આ ઉપરાંત, ટીવીના રૃપેરી પરદાની 'સર્વ વયઃ સ્વીકાર્ય' તેવી 'ઈશી મા' કે 'ઈશિતા'ના નામે અત્યંત લોકપ્રિયતા મેળવનાર દિવ્યંકા ત્રિપાઠી દહિયા એક એપિસોડના ૮૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વસૂલે છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ હિના ખાન કે જે, અક્ષરાનું પાત્ર ભજવતી હતી. તે 'હર એક ઈમોશન કા વહી એક્સપ્રેશન' કરીને કંટાળીને સિરિયલ છોડી ગઈ હતી. તેને રોજના ૧ લાખથી ૧.૨૫ લાખ મળતા હતાં.

આ ભાવો તગડા જરાયે નથી. જ્યારે ટીવી સિરિયલોનું સંપૂર્ણ સ્થાન વેબ સિરીઝ લેશે ત્યારે આ ભાવો વધુને વધુ ઊંચકાશે. એમેઝોન પ્રાઈમ પર ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીએ ઇન્વેસ્ટ કરીને બનાવેલ 'ઇનસાઇડ એજ' પર એમેઝોને ૪૦ કરોડનો દાવ લગાવ્યો છે. એમેઝોને 'ઇનસાઇડ એજ'ના લોન્ચિંગ વખતે ભારતીય મૂળની નવ વેબ સિરીઝના લાઈન-અપ માટે તેમજ ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ પર ડેવલપ કરવાનું પ્રોમિસ આપ્યું હતું.

જોઈએ, ભવિષ્યમાં ટીવી સિરિયલ ફજ. વેબ સિરીઝ તેમજ એક્ટર્સની ફીમાં અનુક્રમે કેટલા ફેરફારો થશે?
 

Post Comments