Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગ્વાલિયર ઘરાના

રાજા માનસિંહ તોમરે ગ્વાલિયર ઘરાનાની સ્થા૫ના કરી હતી

મોગલોના આગમન પહેલાં ભારતીય સંગીત મુખ્યત્વે ભક્તિપ્રધાન અને જેને ધુ્રપદ ગાયકી તરીકે ઓળખાવાય છે એ પ્રકારનું હતું.  એટલે લગભગ દરેક ઘરાનાના આદિપુરુષ (સ્થાપક મનાતા કલાકાર) આરંભે તો ધુ્રપદ શૈલીના જ ગાયક હતા.

ધુ્રપદ શૈલીના ગાયનના ચાર પ્રકારો વાણી કે બાની તરીકે ઓળખાય છે. એનો આવિષ્કાર કે મુખ્ય પ્રચાર ગ્વાલિયરના રાજા માનસિંહ તોમરે કર્યો હોવાનંુ મનાય છે. પાછળથી સદારંગ અદારંગ નામના બે ભાઇઆએ આજે ખયાલ તરીકે ઓળખાતી ગાયન શૈલી શરૃ કરી ત્યારબાદ મોટે ભાગે ખયાલ ગાયકીના ઘરાના શરૃ થયા.

ગ્વાલિયર ઘરાનાના દિગ્ગજ કલાકારોને યાદ કરવા હોય તો ગરવા ગુજરાતી પંડિત ઓમકાર નાથ ઠાકુર, રાષ્ટ્રપિતા ગાંધીજીના સાબરમતી આશ્રમ માટે રાગદારી આધારિત ભજનો તૈયાર કરાવનારા પંડિત નારાયણ મોરેશ્વર ખરે અને દુનિયાભરમાં ફિલ્મગીતોને લોકપ્રિય કરનારી ગાયિકા લતા મંગેશકરનાં નામ લઇ શકાય. લતાજીના પિતા પંડિત દીનાનાથ મંગેશકર ગ્વાલિયર ઘરાનાના સ્વરસાધક હતા.

ભારતીય સંગીતના અજોડ પ્રચારક પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કર આ ઘરાનાના હતા. ગ્વાલિયર ઘરાનાની ખૂબી એ છે કે એમાં આકારમાં લેવાતા આલાપ, ગીતના શબ્દોને બહેલાવીને લેવાતા આલાપ, આકારમાં લેવાતી તાન અને શબ્દો સાથેની તાન- આ ચારે અંગોનું સંતુલન જળવાઇ રહેતું. મોટે ભાગે આ શૈલીના ગાયકો મધ્ય લયમાં ગાવાનું પસંદ કરે છે. રાગની બંદિશો કેટલીક વાર ત્રણથી ચાર આવર્તન ધરાવતી હોય છે.

આ શેૈલીના ગાયકો તાલની પહેલી માત્રા એટલે કે સમ અને ખાલી એની બરોબર ચોક્સાઇ રાખીને ગાય છે. દ્રુત અને અતિ દ્રુત એવી શૈલી પણ આ ઘરાનાની ખૂબી ગણી શકાય. મંદ્ર, મધ્યમ અને તાર ત્રણે સપ્તકમાં ગાવાનો આ શૈલીના કલાકારો પુરુષાર્થ કરે છે.

ગ્વાલિયર ઘરાનાના જાણીતા કલાકારો

પંડિત ઓમકાર નાથ ઠાકુર, પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કર, ગુરુરાવ દેશપાંડે, દત્તાત્રેય વિષ્ણુ પળુષ્કર, અબ્દુલ રાશિદ ખાન, માલિની રાજકુમાર, નીલા ભાગવત.

 

Post Comments