Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

પાકિસ્તાનનું ૭૦ વર્ષો પૂર્વેનું ખ્વાબ ધૂળમાં રગદોળાઈ ગયું.... !!

કાશ્મીર પચાવી પાડવા આગેકૂચ કરતી કબાઈલીયોની ફૌજને રૃપલલના હસીના બેગમે અધવચાળે રોકી લીધી

કાશ્મીરને બચાવવા આખરે મહારાજ હરિશ્ચંદ્ર સિંહે ત્યારે ભારતની લશ્કરી સહાય માંગી

ભારતની આઝાદી બાદ કાશ્મીર હડપ કરવા નાપાક પાકિસ્તાને 'ઓપરેશન ગુલમર્ગ' પ્લાન ઘડયો હતો

(ભાગ-૧)
૧૪મી ઓગસ્ટ- ૧૯૪૭ની મધ્યરાત્રીએ અખંડ ભારતના વિભાજન બાદ વિશ્વના નકશા ઉપર અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાન નામના નાપાક રાષ્ટ્રે ત્યારથી જ ભારતના સ્વર્ગ સમાન કાશ્મીરને પચાવી પાડવાના ખૂની ખેલની શરૃ કરેલી તરેહ-તરેહની પેંતરાબાજી આજેય લગાતાર ચાલુ રાખી છે. પાકિસ્તાને આઝાદી બાદ તુરત જ કાશ્મીરને હડપ કરવા આક્રમણ કર્યું હતું અને કેટલોક વિસ્તાર કબજે કરી લીધો હતો. જે આજે 'પાકિસ્તાન ઓકયુપાઇડ કાશ્મીર' તરીકે ઓળખાય છે.

ભારતીય સેનાએ વર્ષોના વર્ષોથી વિવાદીત બની રહેલા આ પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશમાં તાજેતરમાં સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપીને વિશ્વભરમાં ડંકો વગાડી દીધો છે. સન ૨૦૧૭ના નૂતન વર્ષનો શુભારંભ થઈ ચૂકયો છે ત્યારે 'ક્રાઇમ સ્ટોરીઝ'ની કથાઓની ચીલાચાલુ લકીરથી સહેજ હટીને આજે પાકિસ્તાને કેવા સંજોગોમાં કાશ્મીરનો આ પ્રદેશ પચાવી પાડયો હતો તેની કડીબધ્ધ કહાણી અત્રે પ્રસ્તુત કરી છે.

આજથી ૬૯ વર્ષો પૂર્વે ભારતના વિભાજનના કટોકટીભર્યા તે દુઃખદ સમયગાળામાં તત્કાલીન સેંકડો રાજ-રજવાડાના રાજા-મહારાજાઓને ત્યારે ભારતમાં ભળી જવું કે પછી નવા બનેલા પાકિસ્તાનમાં વીલીન થઈ જવું તેની વિકટ સમસ્યાનો આખરી ફેંસલો કરી લેવાની જવાબદારી તેમની મુનસફી ઉપર છોડી દેવામાં આવી હતી. કાશ્મીરના મહારાજા હરિશ્ચંદ્ર સિંહ ત્યારે એવી અવઢવભરી હાલતમાં મૂકાઈ ગયા હતા કે તેઓએ અંતિમ નિર્ણય લેવાનું ટાળ્યું હતું.

ભારત માં ભળી જવું કે પછી પાકિસ્તાન સાથે જોડાઈ જવાનો નિર્ણય કરી લેવાની અંતિમ તારીખ તા. ૧૪મી ઓગષ્ટ-૧૯૪૭ની મુકરર કરવામાં આવી હતી. આમ છતાં કાશ્મીરના મહારાજાએ કોઈ આખરી નિર્ણય જાહેર કરવાનું ટાળ્યું હતું. આવી અનિર્ણયાત્મક પરિસ્થિતિ વચ્ચે ૧૪મી ઓગષ્ટની મધરાત વીતી ગઈ અને બસ ત્યારથી જ કાશ્મીરનું કોકડું આજેય ગુંચવાયેલું જ રહ્યું છે.

મહારાજ હરિશ્ચંદ્ર કદાચ ત્યારે કાશ્મીરને અલગ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાના શમણામાં રાચી રહ્યા હતા. મહારાજા હરિશ્ચંદ્રસિંહે કાશ્મીર ઉપર ત્યારે પચ્ચીસ-પચ્ચીસ વર્ષો સુધી શાન-ઔર-શૌકતથી શાસન કર્યું હતું આથી તેઓ પોતાની હકૂમત હાથમાંથી ચાલી જાય તે વાત સ્વીકારવા તૈયાર ન હતા. જો કે અંગ્રેજોને મહારાજાની આવી અનિર્ણયાત્મકતા માન્ય ન હતી.

ભારત છોડીને બ્રિટન પાછા ફરતાં પહેલાં ત્યારે વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન કાશ્મીર સંબંધિત આખરી પતાવટ કરી દેવા ઉતાવળા બન્યા હતા. આમ કાશ્મીરની ત્યારની ગુંચવાડાભરી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ભારતના છેલ્લાં વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન ખુદ કાશ્મીર પહોંચી ગયા હતા અને ચાર દિવસ સુધી શ્રીનગરમાં મુકામ રાખીને મહારાજાને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જો કે લોર્ડ માઉન્ટ બેટનને તેમના પ્રયાસોમાં સફળતા સાંપડી ન હતી.

આ સાથે જ વિશ્વના નકશા ઉપર તા. ૧૪મી ઓગસ્ટ- ૧૯૪૭ની મધરાત તથા તા. ૧૫મી ઓગસ્ટની સોનેરી સવારે બે નવા રાષ્ટ્રનો જન્મ થયો હતો.

જેમાં એક પાકિસ્તાન હતું જયારે બીજુ ભારત હતું. આમ છતાં કાશ્મીરનું કોકડું ગુંચવાયેલું જ રહી ગયું હોવા છતાંયે મહારાજા હરિશ્ચંદ્રસિંહને આખરી ફેંસલો કરી લેવા માટે ત્યારે ફરી એક વાર લોર્ડ ઇસ્ટમેનને શ્રીનગર રવાના કરવામાં આવ્યા હતા. લોર્ડ ઇસ્ટમેનની સમજાવટ ત્યારે મહારાજા હરિશ્ચંદ્રસિંહે માન્ય રાખી ન હતી. આ પછી તો છેલ્લાં વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન અખંડ ભારતની ધરતી ઉપર ફરકતો બ્રિટીશ સલ્તનતનો 'યુનિયન જેક' ધ્વજ ઉતારીને તેમના સ્વદેશ પાછા ફર્યા હતા.

દેશ આઝાદ થવાને હજુ તો માત્ર બે જ મહિના પસાર થયા હતા ત્યારે પાકિસ્તાની શાસકોએ કાશ્મીર પચાવી પાડવાની નાપાક હરકતો શરૃ કરી દીધી હતી. ૧૯૪૭ના ઓકટોબર મહિનામાં જેની શરૃઆત થઈ હતી.

પાકિસ્તાને ઉત્તર- પશ્ચિમ પ્રાંતમાંથી ત્યારે હથિયારોથી સજ્જ એવા કબાઈલીયો (તાયફાવાળા)ના હિંસક ટોળાને તૈયાર કરીને કાશ્મીરને પચાવી પાડવાનો પ્લાન ઘડી કાઢયો હતો. પાકિસ્તાનના તત્કાલીન માંધાતાઓ એવા ખ્યાલોમાં રાચી રહ્યા હતા કે એકવાર શ્રીનગરનો કબજો મળી જાય તો પછી કાશ્મીર ખીણનો સમગ્ર વિસ્તાર જોત જોતામાં જ તેમના હાથમાં આવી જશે.

પાકિસ્તાનની લશ્કરી-સેનાના સીધા જ સહકારથી કાશ્મીર પચાવી પાડવાની આ વ્યુહાત્મક યોજનાનું ગુપ્તનામ ત્યારે 'ઓપરેશન ગુલમર્ગ' રાખવામાં આવ્યું હતું.

પાકિસ્તાની સેનાના મેજર જનરલ અકબરખાનને કબાઈલીયોની ટોળકીના સર સેનાપતિ બનાવવામાં આવ્યા હતા. અકબરખાન કબાઈલીયોની ટોળકીને કાશ્મીર પચાવી પાડવા માટે પાનો ચડાવ્યો હતો અને શ્રીનગરમાં મનફાવે તેવી રીતે લૂંટફાટ ચલાવવા સાથે મહિલાઓ ઉપર ખૂલ્લેઆમ બળાત્કાર ગુજારવાનો પરવાનો આપી દીધો હતો. આમ શસ્ત્રાશસ્ત્રોથી સજ્જ એવી કબાઈલીયોની ક્રૂર ટોળકીને 'અબ આગે બઢો... હમ તુમ્હારે સાથ હૈ...!' ની સુચના આપીને કૂચ કદમ કરવા તૈયાર કરી હતી.

મેજર અકબરખાને ત્યારે પાકિસ્તાનના રાજનેતાઓ તથા ફૌજના વરિષ્ઠ અધિકારીઓને કોઈપણ પ્રકારની ફિકર-ચિંતા નહીં કરવા અને ચપટી વગાડતાં જ કાશ્મીર કબજે કરી લઈશું તેવી છાતી ઠોકીને ખાત્રી આપી હતી. એટલું જ નહીં ઓપરેશન ગુલમર્ગ કાર્યવાહી માત્ર ત્રીસ કલાકમાં જ પૂરી થઈ જશે અને કાશ્મીરની ધરતી ઉપર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકતો જોવા માટે સહુને રાહ જોવાનો સંપૂર્ણ વિશ્વાસપૂર્વક વાયદો કર્યો હતો.

શ્રીનગર કબજે કરવા માટે મેજર અકબરખાને છત્રીસ કલાકની જે અવધિ માંગી હતી તેની પાછળ રણનીતિના નિષ્ણાતોનું એવું મંતવ્ય હતું કે - એકવાર શ્રીનગર હાથમાં આવી જાય તો પછી પૂરા કાશ્મીરને પચાવી પાડવાનો માર્ગ સાવ આસાન બની જાય. અકબરખાનની ઓપરેશન ગુલમર્ગની આ યોજના સર્વથા સંપૂર્ણ હતી તેવો અભિપ્રાય ત્યારે રણનીતિના નિષ્ણાતોએ વ્યકત કર્યો હતો.

કાશ્મીર કબજે કરવાની મેજર અકબરખાનની મેલી મુરાદ મનની મનમાં જ રહી ગઈ. કાશ્મીરનો કેટલોક વિસ્તાર પચાવી પાડયા પછી શ્રીનગર પહોંચી જવા થનગની રહેલી કબાઈલીયોની ટોળકીના મારગમાં એક ખુબસૂરત કાશ્મીરી રૃપ સુંદરી આવી ગઈ હતી.

હસીના બેગમ નામની આ તવાયફે તેના નાચ-ગાન તથા લટકા-ઝટકાથી કબાઈલીયોને ગાંડા-ઘેલા અને મદહોશ બનાવી દીધા હતા કે તે બધાએ આગેકૂચ કરવાનું ભૂલી જઈને ત્યાં જ મુકામ કરવાનું નક્કી કરી લીધું હતું અને હસીના બેગમની મારકણી અદાઓમાં લટુડા-પટુડા બનીને અધવચ્ચે જ રોકાઇ ગયા હતા. જયારે બીજી બાજુ મહારાજા હરિશ્ચંદ્રસિંહને પાકિસ્તાનની સેનાના આક્રમણની જાણ થઇ ત્યારે તેમણે કાશ્મીરને બચાવી લેવા માટે ભારત સરકાર સમક્ષ ખોળો પાથર્યો હતો. કબાઈલીયોની ઘાતકી ટોળકીના ખ્વાબોને ચકનાચૂર કરી દેનાર આ હસીના બેગમ કોણ હતી તેની વિશેષ રોમાંચક કથા આગામી લેખમાં ... !!

Post Comments