Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલિબ્રેશન - ચિંતન બુચ

રોમાંચની ફિરકી+ઉલ્લાસનો પતંગ = ઉત્તરાયણ

૧૪ જાન્યુઆરી  :  ઇન્ટરનેશનલ કાઇટ ડે

પતંગનો ઓચ્છવ એ બીજું કંઇ નથી, પણ મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ!નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા નભની ભડભડતી એકલતા ભૂંસવા, જુઓ મનુષ્યો ઉમંગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ નભમાં! ઉજ્જડ નભને નમણું નજરાણું ઉર્ફે આ પતંગ! આભ, તને આ પતંગ રૃપે છે નિમંત્રણ નીચે આવી ચાખ ઉમળકો, ચાખ જુવાની, ચાખ લાગણી, ચાખ પ્રેમને ચાખ હૃદયના ભાવ. આભ, તું જરાક નીચે આવ...
- રમેશ પારેખ

કુંભકર્ણ પાક્કો ગુજરાતી હોત અને તેને નિન્દ્રામાંથી જગાડવાની નોબત આવત તો ઢોલ-નગારા પીટવાને બદલે તેના કાનમાં માત્ર 'ઉત્તરાયણ', 'પતંગ' એમ માત્ર બે શબ્દો જ કહેવાની જરૃર હતી. ભારતભરમાં પતંગનું આવું પર્વ મનાવતી જાતિ તો ગુજરાતી જ છે.

નવરાત્રિ અને ઉત્તરાયણ એ ગુજરાતની મોનોપોલી બની ગયા છે. દિવાળી, ધૂળેટી અને ઉત્તરાયણ આ તહેવારો અંદર રહેલા બાળકને જીવંત રાખે છે, બશર્તે તેને માણતા આવડતું હોય તો. ઉત્તરાયણ તહેવારની અન્ય એક ખાસિયત એ છે કે તે કોઇ દેવી-દેવતાને સમપત નથી. આ તહેવાર મનુષ્યની ભીતર શ્વસતા આનંદી યુવાન-નટખટી બાળકને સમપત છે, તેની ઉજવણી આપણને હળવા બનાવી દે છે. દિવસભર દોરીની ખેંચખેંચ કર્યા પછી બાવડા ભલે દુખતા હોય પણ દર્દ થતું નથી, થાક હોય છે તેનો અહેસાસ નથી. 

આ તહેવારનો નશો જ એવો હોય છે કે રાત્રે પથારીમાં પડતા જ દિવસભર લડાવેલા એક-એક પેચની રીલ આંખ સામેથી જાણે પસાર થાય છે. પતંગથી પેચ લડાવવામાં એવો રોમાંચ મળે કે તેની તોલે પ્લેસ્ટેશન-૪ની ગેમ પણ આવે નહીં. ચટાકેદાર ઉંધીયુ, બોર-ચિક્કી, ખીચડા વિના ઉત્તરાયણનો તહેવાર અધૂરો ગણાય છે. નાગર પરિવારોમાં આજે પણ ઉત્તરાયણના પર્વમાં ઉપર ઘી લાડુ બનાવવાની પ્રથા આજે પણ અકબંધ છે.

ઉત્તરાયણનો તહેવાર માત્ર મોજ નહીં ઘણા બધા 'લાઇફ લેસન્સ' પણ શિખવી જાય છે. જેમકે, આપણો પતંગ તો જ ઊંચે જઇ શકે જો આપણે બીજાનો પતંગ સમયસર કાપતા રહીએ!, ગમે તેવો સુંદર-મોંઘોદાટ પતંગ હોય પણ તે દુકાનમાં કે ધાબામાં પડયો રહે ત્યાં સુધી પતંગ કેવો? પતંગનું પતંગપણું ત્યારે જ સાર્થક થયું કહેવાય જ્યારે તે વહેતા વાયરા સામે છાતીએ બાથ ભીડીને ઉડાન ભરે, આકાશમાં મુક્તપણે લહેરાય.

પતંગનું જન્મદાતા કોણ તે અંગે વિવિધ વાયકાઓ પ્રવર્તે છે. કેટલાક તજજ્ઞાાોનું માનવું છે કે પતંગ ગ્રીક સંસ્કૃતિની દેન છે તો કેટલાક દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે પતંગનો જન્મ આપણી સાથે હંમેશા પેચ લડાવવા તૈયાર એવા ચીનમાં થયો છે. ચીનમાં પતંગનો ઈતિહાસ ૨ હજાર વર્ષ પુરાણો છે. ચીનના એક સેનાપતિ હાનસિને દૂરના અંતરે ચોકી કરી રહેલી પોતાની સેનાને સંદેશો પહોંચાડવા પતંગ ઉડાડયા હતા.  ચીનમાં આજે પણ પતંગ ઉડાડવાની પરંપરા અકબંધ છે.

આપણે ત્યાં ૧૪ જાન્યુઆરીએ તો ચીનમાં ૯ સપ્ટેમ્બરે પતંગનું પર્વ ઉજવાય છે. ભારત,ચીન  ઉપરાંત દક્ષિણ કોરિયા, જાપાન, ગ્રીસ, સાયપ્રસ, બ્રાઝિલ, ચિલીમાં પણ પતંગ ખૂબ જ લોકપ્રિય છે. એવું પણ માનવામાં આવે છે કે ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણની જાહેર રજા માટેનું શ્રેય સુરતના પતંગરસિક એવા નાનાભાઇ હરિદાસને જાય છે.

બન્યું એમ કે ૧૮૮૪ના વર્ષમાં નાનાભાઇ હરિદાસ બોમ્બે હાઇકોર્ટના જજ બન્યા અને ત્યારે નજીકના દિવસોમાં જ ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું હતું. નાનાભાઇએ બ્રિટિશ હાઇકમાન્ડને ઉત્તરાયણની મહત્તા દર્શાવતો પત્ર લખી એ દિવસે રજા જાહેર કરવાનો અનુરોધ કર્યો હતો. બ્રિટિશ હાઇકમાન્ડે તેના પર 'એગ્રિડ'ની મહોર લગાવી દીધી અને ત્યારથી ઉત્તરાયણના જાહેર રજાની શરૃઆત થઇ ગઇ. ગુજરાતમાં કેટલાક શહેર એવા પણ છે કે જ્યાં  ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવાતી નથી.

આઝાદી પૂર્વે ઉના, પ્રભાસપાટણ, વેરાવળમાં નવાબોનું શાસન હતું. ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવામાં કોઇ ખલેલ પહોંચે નહીં તેના માટે નવાબે પોતાના સિવાય કોઇએ પતંગ ચગાવવી નહીં તેવું ફરમાન બહાર પાડયું હતું. પ્રજામાંથી કોઇ ભૂલથી પતંગ ચગાવે તેને કડક સજા કરાતી. બસ, ત્યારથી જ ત્યાં ઉત્તરાયણના પતંગ ચગાવવાનું બંધ છે. નવાબીકાળથી આ વિસ્તારોમાં દિવાળી પહેલા ભાદરવા અને આસોમાં લોકો પતંગોતત્સવ ઉજવી લે છે.

Post Comments