Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇધર-ઉધર - વિક્રમ વકીલ

કઈ રીતે નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ફોલોઅરને સુ:ખદ આઘાત આપ્યો ?
નરેન્દ્ર મોદીના ચાહક અને ટ્વિટર ફોલોઅર શિલ્પી તિવારી હજી પણ સુ:ખદ આઘાતમાં છે. એમને ખબર નથી પડતી કે તેઓ સપનું જોઈ રહ્યા છે કે જાગૃત છે ! વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે શાલ કે ગમછો ખભા પર વિંટાળેલો રાખે છે. મોદીએ વિંટાળેલા ભૂરા રંગનો આવા એક ગમછાની તસવીર જોઈને શિલ્પીએ ટ્વિટ કરી કે, 'મને આ ગમછો જોઈએ છે !' ૨૪ કલાકની અંદર શિલ્પીના ઘરે એક પાર્સલ પહોંચી ગયું જેમાં પેલો ગમછો હતો. ગમછાની સાથે એમણે કરેલી ટ્વિટનું પ્રિન્ટઆઉટ હતું અને એના પર વડાપ્રધાનનાં હસ્તાક્ષર હતા. સ્વાભાવિક છે કે શિલ્પીબહેનને પ્રશ્ન થાય જ કે તેઓ સ્વપ્ન જોઈ રહ્યા નથી ને ?

વૈજ્ઞાનિક ભેજાવાળો ગઠિયો
કેટલાક લોકો વિજ્ઞાાનનો ગેરલાભ ઊઠાવે છે. એક જણે અમેરિકાની ફર્સ્ટ ટેનેસી નેશનલ બેન્કમાં ખાતું ખોલાવીને ચેકબુક લીધી. આ માણસે પછી રાસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એવા રસાયણની માહિતી મેળવી જે રસાયણ ચેકબુકને લગાવાય તો તેનો ચેક બેન્કમાં જાય અને પાસ થઈ જાય પછી અડધા કલાકમાં તે ચેકની અંદર રસાયણિક પ્રક્રિયા થાય અને આખા ચેક ભરરરર ભૂક્કો થઈ જાય .સાવ પાઉડર જેવી હાલત થઈ જાય. આમ થવાથી આ માણસે ૧૦ લાખ ડોલરનો ચેક લખ્યો હોય તે પાસ થઈ જાય ! આ પ્રકારે લાખ્ખો રૃપિયા રકમ આ માણસે ઉપાચત કરી છે અને અમેરિકાનું જાસૂસીતંત્ર તે માણસની શોધ કરે છે !

અમૂલ્ય સિક્કો: કિંગ ઓફ કોઇન્સ
ન્યુ યોર્ક ઓક્શન હાઉસમાં યોજાયેલી હરાજીમાં એક સિક્કો ૪૧.૪ લાખ ડોલર (આશરે ૨૫ કરોડ રૃપિયા)માં વેચાયો. વિશ્વમાં અગાઉ ક્યારેય કોઈ સિક્કાની આટલી ઊંચી કિંમત ઊપજી નથી. સિક્કા પર ૧૮૦૪ ની સાલ લખાયેલી છે, પણ વાસ્તવમાં તે ૧૮૩૪ માં બનાવવામાં આવ્યો હતો અને અમેરિકાએ તેને ૧૮૩૫ માં મસ્કતના સલતાનને ભેટરૃપે આપ્યો હતો. ત્યાર બાદ 'કિંગ ઓફ કોઈન્સ' તરીકે ઓળખાયેલો આ સિક્કો વરમોન્ટના વોલ્ટર ચાઈલ્ડ પરિવારે ૧૯૪૫ માં ૫૦૦૦ ડોલરમાં ખરીદેલો. તેના ૪૧.૪ લાખ ડોલર ઊપજ્યા. જોવા જેવી વાત એ છે કે આ સિક્કાની હરાજીમાં બે મિનિટથી પણ ઓછો સમય લાગ્યો હતો.

કોમળ તડકાનો મહિમા
સૂર્યસ્નાનનો મહિમા નિસર્ગોપચારકોએ તો ગાયો જ છે પણ એક ડોક્ટરે 'ડે-લાઈટ' નામનું પુસ્તક લખ્યું છે તેમાં સૂર્યનો કોમળ તડકો લેવાથી ઘણા રોગો સારા થઈ જાય છે. સૂર્યનો તડકો લેવાથી ઈન્ફેકશન ઓછું થાય છે દાંતનો દુખાવો થતો નથી, વાળ કાળા થાય છે અને ડિપ્રેશનમાંથી બચાય છે. 'સાયન્ટિફિક અમેરિકન' નામના પ્રતિષ્ઠિત મેગેઝિનમાંય ડો. રિચાર્ડ વર્ટમેને સૂર્યસ્નાનનો મહિમા ગાયો છે. સૂરજનો તડકો લેવાથી માનસિક શક્તિ વધે છે. બાળકોમાં હાઈપર એક્ટિવિટી ઘટે છે.

એથિકલ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસ
અમેરિકામાં ન્યુ યોર્કની શેરબજારમાં ''એથિકલ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસ'' (નૈતિક મૂડી રોકાણ સેવા) નામની દલાલની પેઢી છે. ઘણા અમેરિકનો દારૃ બનાવતી કંપનીમાં મૂડી રોકવાની સ્પષ્ટ ના કહે છે. અમુક શાકાહારી અમેરિકનો તો ડેરી ઉદ્યોગ કે માંસ વેચનારી કંંપનીમાં મૂડી રોકવાની ના કહે છે. અમુક અમેરિકનો કુદરતી આહારના આગ્રહી છે તે ફ્રૂટ ઉગાડનારી કે વેચનારી કંપનીના શેરો ખરીદવા રાજી હોય છે. પણ પ્રોસેસ્ડ ફૂડની કંપનીના શેરો ખરીદવા તૈયાર નથી.

રાજભવનમાં ગુરુદ્વાર, દરગાહ ભેગું હનુમાનનું મંદિર પણ બન્યું
થોડા સમય પહેલાં, બાડમોર રાજધરાનાના વંશજ વી. પી. સિંહની ચરણી પંજાબના ગવર્નર તરીકે થઈ વી. પી. સિંહે જોયું કે ચંદીગઢ ખાતે આવેલા રાજભવનમાં વિશાળ પ્રાંગળમાં ગુરુદ્વાર ઉપરાંત પીરની દરગાહ પણ હતી. ભિલવારાના પૂર્વ ભાજપના સંસદસભ્ય રહી ચૂકેલા સિંહે ભગવાન હનુમાનનું નાનકડું મંદિર પણ ગવર્નર હાઉસમાં બનાવી દીધું.

પ્રાચીન ઈજિપ્તની પ્રથાઓની અનન્ય ચાહકની આખરી ઈચ્છા
ઈંગ્લેન્ડની હેમિલ્ટન કાઉન્ટીમાં એક અજીબોગરીબ ઘટના બની. અહીંના એક એપાર્ટમેન્ટના અવાવરું ઘરમાંથી એક વૃદ્ધાનું 'મમી' (મસાલા ભરીને સાચવી રાખેલી લાશ) મળી આવ્યું. આ જ એપાર્ટમેન્ટમાં આ વૃદ્ધાનાં સગાસંબંધીઓ વસતાં હતાં. પણ છેલ્લાં અઢી વરસથી ઘરમાં પડી રહેલા આ મમી વિશે તેમને અણસાર પણ નહોતો. એ તો પેલા વૃદ્ધાના ઘરનું એસી બંધ પડી જતાં કોહવાઈ ગયેલી લાશ માથું ફાટી જાય એવી દુર્ગંધ મારવા લાગી, જેના કારણે સ્થાનિક રહીશોએ પોલીસ ફરિયાદ કરી.

પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે પહોચી આ શંકાસ્પદ ઘરનો દરવાજો ખોલ્યો ને તેમને એક રૃમની ખુરશીમાં આ વૃદ્ધાનું મમી મળી આવ્યું. વૃદ્ધાનાં સગાંવહાલાં ચોંકી ઉઠયાં : છેલ્લાં અઢી વરસથી આ મમી અહીં પડી રહ્યું છે અને આપણને જાણ સુધ્ધાં નથી ! પોલીસને શંકા ગઈ કે આ મહિલાનું રહસ્યમય સંજોગોમાં ખૂન કરી દેવામાં આવ્યું હશે. છેલ્લાં દિવસોમાં આ વૃદ્ધાની ચાકરી આધેડવયની એક મહિલા કરતી હતી, એ તો નેક અને ભલી બાઈ હતી, એમ મોટા ભાગનાં સગાસંબંધીએ જણાવ્યું.

તો આ મમી પાછળનું રહસ્ય શું ? પોલીસને ઈન્વેસ્ટિગેશન બાદ જાણ થઈ કે, વૃદ્ધા પ્રાચીન ઈજિપ્તની પ્રથાઓની અનન્ય ચાહક હતી. એમની આખરી ખ્વાહિશ એક જ હતી કે મૃત્યુ બાદ એમના પાર્થિવ શરીરને મસાલા ભરી, કાપડમાં વીંટી એક ખુરશી પર મૂકી રાખવામાં આવે, મમીની જેમ. આથી ચાકરી કરતી બાઈએ વૃદ્ધાની આખરી ઈચ્છા પૂરી કરવા તેમના મૃતદેહને કાપડમાં જેમતેમ લપેટી તેનું મમી બનાવી દીધું અને પોતે છૂ થઈ ગઈ.

Post Comments