Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલિબ્રેશન - ચિંતન બુચ

'નિન્દ્રાસન'ની પારાયણ

૧૭ માર્ચ : વર્લ્ડ સ્લીપ ડે

સૂનિરાંતે ! ગડગડ થવા સિન્ધુને ટેવ જૂની! એની ભાષા સમજી ન શક્યો કોઇ એ છે ખલાસી. તોફાનો આ પ્રણય રચતા વ્હાણની સાથ છો ને!  સૂ નિરાંતે! રમત કરતાં કોઇ જીતે : પડે છે ! સૂ નિરાંતે ! મગર તરતાં આવડે કૈ ત્હને છે? તે શીખેલું નવ ભૂલી શકે, ઊંઘ ક્યાંથી નિરાંતે! ભૂલી જા કે હજુ વધુ જરા મ્હાવરો કરી લ? વા પી પ્યાલો હરિ હરિ કરી, ઊંઘ લે તું નિરાંતે.
-કલાપી

૧૯૫૦નો દાયકાનો સમય છે. મુંબઇના રાજભવન ખાતે ટોચના એક અધિકારી ડઝન જેટલી ફાઇલ સાથે તત્કાલીન રાજ્યપાલ સર ગિરિજા શંકર વાજપેઇની કેબિનમાં પ્રવેશવા જાય છે ત્યાં જ દરવાન તેમને બહારથી અટકાવે છે. અધિકારી કહે છે, 'હું જાણું છું કે એપોઇનમેન્ટ વિના જ આવ્યો છું પણ કેટલીક ફાઇલમાં હસ્તાક્ષર માટે મારે ગવર્નર સરને મળવું જરૃરી છે. '

જેની સામે દરવાન વિનમ્રતાથી એવો જવાબ આપે છે ક 'સર, વાત એમ છે કે અત્યારે બપોરના ૨:૩૦ થયા છે અને આ ગવર્નર સરનો ઉંઘ લેવાનો સમય છે. બપોરનો અડધો કલાક તેઓ વામકુક્ષી ફરમાવતા હોય ત્યારે તેમાં શક્ય હોય ત્યાં સુધી ખલેલ પહોંચાડવી નહીં તેવો તેમનો આદેશ છે. ' આ સંવાદ ભલે કાલ્પનિક હોય પણ સ્વ. ગિરિજા શંકર વાજપેઇ ૧૯૫૨થી ૧૯૫૪ દરમિયાન મુંબઇના રાજ્યપાલ હતા ત્યારે તેઓ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ  ૨૦ થી ૩૦ મિનિટનો સમય વામકુક્ષી માટે ચોક્કસ ફાળવી દેતા હતા તે હકીકત છે.  

ઇશ્વરે માનવીના ચિત્ત જેટલી જ કોઇ ગહન ચીજ બનાવવી હોય તો તે નિન્દ્રા છે. તંદુરસ્તી માટે પણ શરિરની જરૃરિયાત અનુસાર દિવસના ૨૪માંથી કેટલાક કલાક 'નિન્દ્રા દેવી'ની સાધના પાછળ ફાળવવા જરૃરી છે. જોકે, વિશ્વના ૪૫% લોકો અપૂરતી ઉંઘ-અનિન્દ્રાની સમસ્યાથી પરેશાન છે.  તંદુરસ્ત જીવન માટે પૂરતી ઉંઘ લેવી ખૂબ જ જરૃરી છે તેવી જાગૃતિ વિશ્વભરમાં ફેલાય તેવા આશયથી 'વર્લ્ડ એસોસિયેશન ઓફ સ્લીપ મેડિસિન' દ્વારા માર્ચ મહિનાના બીજા શુક્રવારને 'વર્લ્ડ સ્લીપ ડે' તરીકે ઉજવવાનું શરૃ કરવામાં આવ્યું છે.

આમ, આ વખતે ૧૭ માર્ચે આ દિવસની ઉજવણી કરવામાં આવશે. (હા, એ અલગ વાત છે કે આપણે ત્યાં માર્ચ એન્ડિંગ નજીક આવે તેમ ભલભલાની ઉંઘ ઉડવાનું શરૃ થઇ જતું હોય છે.) મનુષ્ય ગમે તેટલી પીડા કે દુ:ખમાં હોય તેના માટે ઉંઘ જેવી કોઇ શ્રે પેઇનકિલર નથી. સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઉંઘ જરૃરી છે. પૂરતી ઉંઘની વ્યાખ્યા દરેક વ્યક્તિ પ્રમાણે બદલાતી રહે છે. નેશનલ સ્લીપ ફાઉન્ડેશન દ્વારા કઇ ઉંમરના માટે ૨૪માંથી કેટલા કલાક ઉંઘ જરૃરી છે તે અંગેનું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

જેના અનુસાર ૩ મહિના સુધીના નવજાત બાળકે ૧૪ થી ૧૭ કલાક, ૪ થી ૧૧ મહિનાના બાળકે ૧૨ થી ૧૫ કલાક, ૧-૨ વર્ષના બાળકે ૧૧ થી ૧૪ કલાક, ૩-૪ વર્ષના બાળકે ૧૦ થી ૧૩ કલાક, ૧૮થી ૬૪ સુધી ધરાવનારે ૭ થી ૯ કલાક જ્યારે ૬૫થી વધુ વય હોય તો ૭થી ૮ કલાક ઉંઘવું જોઇએ.આપણે ત્યાં સમય ચોરીને લેવામાં આવતી બપોરની ઊંઘને એકપ્રકારની આળસ ગણવામાં આવે છે. બપોરે ભરપેટ જમ્યા પછી બે કલાક ઉંઘવા મળે તો જ એક  ગુજરાતીની રજા સાર્થક થઇ કહેવાય.  બપોરની આ ઊંઘને સ્પેનમાં 'સિએસ્તા', બ્રિટનમાં 'પાવરનેપ' અને આપણે ત્યાં 'વામકુક્ષી' તરીકે ઓળખવામાં આવે છે. આ વામકુક્ષી એક સંસ્કૃત શબ્દ છે. વામ એટલે ડાબું અને કુક્ષી એટલે પડખું.

આયુર્વેદના ગ્રંથોમાં જણાવ્યા અનુસાર બપોરના ભોજન પછીના સમયમાં અડધો કલાક ડાબા પડખે સુવાથી હૃદયને લાભ થાય છે તેમ માનવામાં આવે છે.હાલમાં ગૂગલ,  ઉબેર (સાનફ્રાન્સિસ્કોમાં  આવેલા મુખ્ય કાર્યાલય), પ્રાઇસવોટરહાઉસ કૂપર, કેપિટલ વન લેબ્સ જેવી મોખરાની આંતરરરાષ્ટ્રીય કંપનીઓ તેમના કર્મચારીઓ બપોરના લંચ બાદ થોડા સમય માટે ઉંઘીને નવેસરથી રીચાર્જ થઇ શકે માટે પાવરનેપ લેવા સમય આપે છે. આટલું જ નહીં વામકુક્ષી માટે વિશેષ લોન્જ (અલાયદો રૃમ) પણ તૈયાર કરવામાં આવેલી  છે. આ કંપનીઓનું માનવું છે કે તેમનો કર્મચારીઓને બપોરે અમુક સમય માટે ઉંઘવાની મંજૂરી આપવાથી તેમની પ્રોડક્ટિવિટિમાં વધારો થયો છે.

સફળ વ્યક્તિઓની વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી ૪ કલાક, બિલ ગેટ્સ ૭ કલાક, ઇન્દ્રા નુયી ૫ કલાક, બરાક ઓબામા ૬થી ૭ કલાક, શાહરૃખ ખાન સવારે ૩ થી ૭, અમિતાભ બચ્ચન સવારે ૫ થી ૧૧ની એમ છ કલાકની જ્યારે અક્ષયકુમાર રાત્રે ૧૦થી સવારે ૪ની ઉંઘ લે છે. કેટલાક પાંચ કલાકની ઊંઘ બાદ પણ તરોતાજા થઇ જાય છે તો કેટલાકને ૧૦ કલાકની ઊંઘ પણ ઓછી પડે છે.ટૂંકમાં ઊંઘમાં ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીનું વધુ મહત્વ છે.

Post Comments