Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગેટ સેટ ગો.... મહારથીઓ વચ્ચે મહા મુકાબલો

32 દેશો, 8 ગ્રુપ અને એક વર્લ્ડ કપ

જર્મની આ વખતે ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરિટ માનવમાં આવે છે

રોનાલ્ડો અને મેસ્સી વચ્ચેની ટક્કર આ વર્લ્ડકપનું સૌથી મોટું આકર્ષણ

રશિયામાં સૌ પ્રથમ વખત વર્લ્ડ કપ ફૂટબોલનું આયોજન થઇ રહ્યું છેે

ફિફા વર્લ્ડકપ-૨૦૧૮માં કુલ ૩૨ ટીમ ભાગ લઇ રહી છે અને તેમને 'એ' થી 'એચ' એમ કુલ ૮ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં ચાર-ચાર ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટુર્નામેન્ટની ફોર્મેટ અનુસાર દરેક લીગ રાઉન્ડમાં સૌથી સારું પ્રદર્શન કરનારી ટોચની ૨-૨ એમ કુલ ૧૬ ટીમ નોક આઉટ એટલે કે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિજેતા મેળવનારી ૮ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરશે. વર્લ્ડકપ એટલે વિશ્વની શ્રેષ્ઠ  ટીમ વચ્ચે ખરાખરી અને બરાબરીનો જંગ. આ વખતે કયા ગ્રુપમાંથી કઇ ટીમને કેટલી તક છે તેનું 'કિક ઓફ' કરીએ....


ગ્રુપ 'એ'
ઉરુગ્વે ફેવરિટ, રશિયા, સાઉદી અરેબિયા (૬૭), ઇજીપ્ત (૪૬), ઉરુગ્વે (૧૭)

રશિયા (ફિફા રેન્ક : ૬૬) : યજમાન હોવાને નાતે રશિયાએ વર્લ્ડકપ માટે આપોઆપ ક્વોલિફાઇ કર્યું છે. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ૧૯૬૬માં ચોથું સ્થાન, ટ્રમ્પ કાર્ડ : એલેક્ઝાન્ડર કોકોરિન.

સાઉદી અરેબિયા ( ફિફા રેન્ક : ૬૭) છેલ્લા કેટલાક વર્ષનો દેખાવ જોવામાં આવે તો સાઉદી અરેબિયાનો દેખાવ સાધારણ રહ્યો છે. ૧૯૯૪માં તે વર્લ્ડકપના નોકઆઉટમાં ક્વોલિફાઇ થનારી એકમાત્ર એશિયન ટીમ બની હતી અને આ પછી તેનો દેખાવ કથળતો રહ્યો છે. ૨૦૦૨ના વર્લ્ડકપમાં જર્મનીએ તેને ૮-૦થી મસળી નાખ્યું હતું. તેની બીજા રાઉન્ડમાં પહોંચવાની સંભાવના ઓછી જણાઇ રહી છે. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : પ્રી ક્વાર્ટર ફાઇનલ (૧૯૯૪). ટ્રમ્પ કાર્ડ : મોહમ્મદ અલ-સાહલાવી.

ઇજીપ્ત (ફિફા રેન્ક : ૪૬) : છેલ્લા ત્રણ વર્ષમાં ઇજીપ્તનો દેખાવ ખૂબ જ સારો રહ્યો છે. ૨૦૧૭ના આફ્રિકન કપમાં તે રનર્સ અપ હતું અને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ગ્રુપ મુશ્કેલ હોવા છતાં તે વર્લ્ડકપ-૨૦૧૮ની ટિકિટ મેળવવામાં સફળ રહ્યું છે.   ઇજીપ્ત ૧૯૩૪, ૧૯૯૦ બાદ આ વખતે માત્ર ત્રીજી વાર વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થયું છે. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ૧૩મો ક્રમ (૧૯૩૪). ટ્રમ્પ કાર્ડ : મો સાલાહ.

ઉરુગ્વે (ફિફા રેન્ક : ૧૭) : ઉરુગ્વેની ટીમ છેલ્લા કેટલાક સમયથી સાતત્યતા વિનાનો દેખાવ કરી રહી છે. તેમણે વર્લ્ડકપ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું પરંતુ છેલ્લી બંને કોપા અમેરિકા ટુર્નામેન્ટમાં તેનો દેખાવ નિરાશાજનક રહ્યો છે.   ઉરુગ્વે ૨૦૧૪ના વર્લ્ડકપમાં ૧૨મા સ્થાને આવ્યું હતું. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ચેમ્પિયન (૧૯૩૦, ૧૯૫૦). ટ્રમ્પ કાર્ડ : લુઇ સુઆરેઝ.

લીગ રાઉન્ડ બાદ સંભવિત સ્થિતિ : ૧. ઉરુગ્વે, ૨. ઇજીપ્ત, ૩. રશિયા, ૪. સાઉદી અરેબિયા.


ગ્રુપ 'બી'
સ્પેન, પોર્ટુગલ નોકઆઉટ માટે ફેવરિટ

પોર્ટુગલ (ફિફા રેન્ક : ૦૪) : યુરો કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પોર્ટુગલે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૧૦માંથી ૯ મેચમાં વિજય મેળવી આસાનીથી વર્લ્ડકપ-૨૦૧૮ની ટિકીટ મેળવી છે.પોર્ટુગલના સારા દેખાવનો સઘળો મદાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર રહેશે, જેને વર્તમાન સમયનો સર્વશ્રે ફૂટબોલર ગણવામાં આવે છે. યુવા પ્લેયર આન્દ્રે સિલ્વા પ્રતિભાશાળી પણ છે પણ તે સિરી એમાં એસી મિલાન માટે કોઇ કમાલ કરી શક્યો નથી. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ત્રીજો ક્રમ (૧૯૬૬). ટ્રમ્પ કાર્ડ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

સ્પેન (ફિફા રેન્ક : ૦૮) : સ્પેનના દિગ્ગજો રામોસ, પિક, સર્ગીયો બસ્કેટ્સ, ડેવિડ સિલ્વા , આન્દ્રે ઇનિએસ્તા સંભવતઃ છેલ્લી વખત વર્લ્ડકપમાં જોવા મળશે. આ ઉપરાંત એલ્વેરો મોરાટા, માર્કો એસેન્સિયો, ઇસ્કો જેવા યુવા પ્લેયર પણ પોતાના પ્રથમ વર્લ્ડકપમાં શ્રે દેખાવ કરવાનો પૂરો પ્રયાસ કરશે. સ્પેનિશ ટીમનો દેખાવ અણધાર્યો રહ્યો છે. વર્લ્ડકપમાં ૨૦૧૦માં ચેમ્પિયન બન્યા બાદ ૨૦૧૪માં તે ગ્રુપ સ્ટેજમાંથી બહાર  ફેંકાઇ ગઇ હતી.  વર્લ્ડકપમાં શ્રેષ્ઠ  દેખાવ : ચેમ્પિયન (૨૦૧૦). ટ્રમ્પ કાર્ડ : સગયો રામોસ.

ઇરાન (ફિફા રેન્ક : ૩૬) : ઇરાનને આસાની હરાવી શકાશે તેમ હરીફો માની રહ્યા હોય તો ભૂલ કરી રહ્યા છે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ઇરાને પરાજયનો સ્વાદ ચાખ્યો નથી. ફિફા વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ૧૪મો ક્રમ (૧૯૭૮ ફિફા વર્લ્ડકપ). ટ્રમ્પ કાર્ડ : સરદાર એઝમૌન.

મોરક્કો (ફિફા રેન્ક : ૪૨) : વર્લ્ડકપની વાત કરવામાં આવે તો મોરક્કોને નામે ઈતિહાસ છે. ૧૯૮૬માં તે વર્લ્ડકપના નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનારી સૌપ્રથમ ટીમ બની હતી.   ફિફા વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : પ્રી ક્વાર્ટર ફાઇનલ (૧૯૮૬). ટ્રમ્પ કાર્ડ : મેહદી બેનેટિયા.
લીગ રાઉન્ડ બાદ સંભવિત સ્થિતિ : ૧. સ્પેન, ૨. પોર્ટુગલ, ૩. મોરક્કો, ૪. ઇરાન.


ગ્રુપ 'સી'
ફ્રાન્સને આસાન ડ્રો
ફ્રાન્સ (ફિફા રેન્કિંગ :૦૭) : કાગળ પર ફ્રાન્સની ટીમ ખૂબ જ મજબૂત જણાય છે. જેમાં સેન્ટ્રલ મિડફિલ્ડ પોલ પોગ્બા , એન'ગોલો કાન્તે, એડ્રિયન રેબિયોટ જેવા  તેમજ મિડફિલ્ડમાં કેલિન એમ્બેપ્પે, એન્ટોઇન ગ્રિઝમેનનો ધરખમનો સમાવેશ થાય છે.ફ્રાન્સની ટીમ ક્ષમતા અનુસાર રમશે તો તેમને અટકાવવી હરીફો માટે પડકાર રહેશે. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ચેમ્પિયન (૧૯૯૮), ટ્રમ્પ કાર્ડ : પોલ પોગ્બા.

ઓસ્ટ્રેલિયા (ફિફા રેન્કિંગ : ૪૦) : ઓસ્ટ્રેલિયા ભલે સતત ચોથી વખત વર્લ્ડકપ માટે ક્વોલિફાઇ થવામાં સફળ રહ્યું હોય પરંતુ આ વખતે તેમનું ફોર્મ અપેક્ષા મુજબનું જોવા મળ્યું નથી.  

વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : પાંચમો ક્રમ (૧૯૭૪). ટ્રમ્પ કાર્ડ : આરોન મૂડી.

પેરુ (ફિફા રેન્કિંગ : ૧૧) : ૧૯૮૨ બાદ પેરુની ટીમ પ્રથમવાર ફિફા વર્લ્ડકપ માટે ક્વોલિફાઇ થઇ છે.  વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ક્વાર્ટર ફાઇનલ (૧૯૭૦). ટ્રમ્પ કાર્ડ : ક્રિસ્ટિન ક્યુએવા.

ડેન્માર્ક (ફિફા રેન્કિંગ : ૧૨) : ડેન્માર્કની ટીમે ૧૯૯૮ના વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ફૂટબોલ વિશ્વને ચોંકાવ્યું હતું. પરંતુ આ મેજીકલ ેદેખાવ બાદ ડેન્માર્કની ટીમ માત્ર બીજી વખત વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થઇ શકી છે.  વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ક્વાર્ટર ફાઇનલ (૧૯૯૮). ટ્રમ્પ કાર્ડ : ક્રિસ્ટિન એરિક્સન.
લીગ રાઉન્ડ બાદ સંભવિત સ્થિતિ : ૧.ફ્રાન્સ,૨. ડેન્માર્ક, ૩. પેરુ, ૪.ઓસ્ટ્રેલિયા


ગ્રુપ 'ડી'
આર્જેન્ટિનાનો હાથ ઉપર

આર્જેન્ટિના (ફિફા રેન્કિંગ : ૦૫) : ક્વોલિફાઇંગ રાઉન્ડના નબળો દેખાવ તેમજ  મેસ્સી, એગ્યુરો, એન્જેલ ડી મારિયા જેવા સ્ટાર હોવા છતાં આર્જેન્ટિના છેલ્લા કેટલાક સમયથી અપેક્ષા અનુસાર શા માટે દેખાવ કરી શક્યું નથી તે રહસ્યનો વિષય છે. આર્જેન્ટિનાની ટીમ ૨૦૦૬, ૨૦૧૦માં ક્વાર્ટર ફાઇનલિસ્ટ જ્યારે ૨૦૧૪માં રનર્સ અપ રહી હતી. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ચેમ્પિયન (૧૯૭૮, ૧૯૮૬). ટ્રમ્પ કાર્ડ : લિયોનેલ મેસ્સી.

આઇસલેન્ડ (ફિફા રેન્કિંગ : ૨૨) : અમદાવાદની વસતિ ૬૦ લાખ છે અને  આઇસલેન્ડની વસતિ માત્ર ૩.૫૦ લાખ છે.  આઇસલેન્ડ વર્લ્ડકપમાં ભાગ લેનારો સૌથી ટચૂકડો દેશ છે.  

વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : પ્રથમવાર વર્લ્ડકપમાં ભાગ લઇ રહી છે. ટ્રમ્પ કાર્ડ : ગ્યાલફિ સિગુરોસોન.

ક્રોએશિયા (ફિફા રેન્કિંગ : ૦૩) : ક્રોએશિયાની ટીમ ૧૯૯૮થી ૨૦૦૬ એમ સતત ત્રણ વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થવામાં સફળ રહી હતી. ૧૯૯૮ના વર્લ્ડકપમાં ક્રોએશિયાએ ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું અને આ વખતે પણ તેવા જ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ત્રીજું સ્થાન (૧૯૯૮). ટ્રમ્પ કાર્ડ : લ્યુકા મોડરિક.

નાઇજીરિયા (ફિફા રેન્કિંગ : ૪૭) : સુપર ઇગલ તરીકે ઓળખાતી નાઇજીરિયાની ટીમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ઝામ્બિયા, કેમરુન, અલ્જીરિયાને પાછળ મૂકી વર્લ્ડકપમાં ક્વોલિફાઇ કર્યું છે. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : પ્રી ક્વાર્ટર ફાઇનલ (૧૯૯૪, ૧૯૯૮, ૨૦૧૪). ટ્રમ્પ કાર્ડ : એલેક્સ આઇવોબી.

લીગ રાઉન્ડ બાદ સંભવિત સ્થિતિ : ૧. આર્જેન્ટિના, ૨. નાઇજીરિયા, ૩.ક્રોએશિયા, ૪. આઇસલેન્ડ.


ગ્રુપ 'ઇ'
બ્રાઝિલનું છઠ્ઠી વાર ચેમ્પિયન બનવા લક્ષ્યાંક

બ્રાઝિલ (ફિફા રેન્કિંગઃ  ૦૨) : ક્રિકેટ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા જેવો જ ફૂટબોલ વર્લ્ડકપમાં બ્રાઝિલ દબદબો ધરાવે છે. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલે ૧૮ ક્વોલિફાઇંગ ગેમ્સમાં ૪૧ ગોલ કર્યા છે અને એકમાં તેનો પરાજય થયો છે. વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થનારી બ્રાઝિલ પ્રથમ ટીમ બની હતી. ૨૦૧૪ના વર્લ્ડકપમાં બ્રાઝિલ ચોથા સ્થાન પર હતું.વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ :પાંચ વખત ચેમ્પિયન(૧૯૫૮, ૧૯૬૨, ૧૯૭૦, ૧૯૯૪, ૨૦૦૨). ટ્રમ્પ કાર્ડ : નેમાર.

સ્વિત્ઝર્લેન્ડ (ફિફા રેન્કિંગ : ૦૬) : ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સ્વિત્ઝર્લેન્ડે ૧૨માંથી ૧૦ મેચમાં વિજય મેળવ્યો હતો. સ્વિસ ટીમ ૧૯૫૪ બાદ વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકી નથી.  વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ક્વાર્ટર ફાઇનલ (૧૯૩૪, ૧૯૩૮, ૧૯૫૪). ટ્રમ્પ કાર્ડ : હેરડાન શાકિરી.

કોસ્ટા રિકા (ફિફા રેન્કિંગ : ૨૫) : ૨૦૧૪ના વર્લ્ડકપમાં કોસ્ટા રિકાની ટીમે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી ફૂટબોલ જગતને સ્તબ્ધ કર્યું હતું.  વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ  : ક્વાર્ટર ફાઇનલ (૨૦૧૪). ટ્રમ્પ કાર્ડ : કેલોર નવાસ.

સર્બિયા(ફિફારેન્કિંગઃ૩૫) : સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સબયાનો ત્રીજો વર્લ્ડકપ છે. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ત્રીજું સ્થાન (૧૯૩૦). ટ્રમ્પ કાર્ડ : નેમાન્જા મેટિક.
લીગ રાઉન્ડ બાદ સંભવિત સ્થિતિ : ૧. બ્રાઝિલ, ૨. સ્વિત્ઝર્લેન્ડ, ૩. સબયા, ૪. કોસ્ટા રિકા.


ગ્રુપ 'એફ'
જર્મની, મેક્સિકો માટે આસાન માર્ગ

જર્મની (ફિફા રેન્કિંગ : ૦૧) : ફિફા વર્લ્ડકપમાં કઇ ટીમ સતત બે વાર ચેમ્પિયન બની હોય તેવું છેલ્લે ૧૯૬૨માં બન્યું હતું. હવે જર્મની માટે ૫૬ વર્ષ બાદ આ અનોખી સિદ્ધિ મેળવવા તક છે.   વર્લ્ડકપમાં શ્રેષ્ઠ  દેખાવ : ચેમ્પિયન (૧૯૫૪, ૧૯૭૪, ૧૯૯૦, ૨૦૧૪). ટ્રમ્પ કાર્ડ : થોમસ મુલર.

મેક્સિકો(ફિફા રેન્કિંગઃ૧૫):મેક્સિકો ૧૬મી વખત વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થયું છે પરંતુ તે ક્યારેય ક્વાર્ટર ફાઇનલથી આગળ વધી શકી નથી.  વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ક્વાર્ટર ફાઇનલ (૧૯૭૦,૧૯૮૬). ટ્રમ્પ કાર્ડ : હેક્ટર મોરેનો.

સ્વિડન (ફિફા રેન્કિંગ : ૨૩) : સ્વિડનની ટીમ ૨૦૦૬ બાદ પ્રથમવાર વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થઇ છે અને તેનું શ્રેય ટીમના યુવા પ્લેયરોને જાય છે.   વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : રનર્સઅપ (૧૯૫૮). ટ્રમ્પ કાર્ડ : ઝ્લાટાન ઇબ્રામોવિક.

દક્ષિણ કોરિયા (ફિફા રેન્કિંગ : ૬૧) : દક્ષિણ કોરિયાના ફિફા વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થવા માટે તેમના નસિબે ખૂબ જ સાથ આપ્યો છે.  વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ચોથું સ્થાન (૨૦૦૨). ટ્રમ્પ કાર્ડ : સન હ્યુંગ-મિન.
લીગ રાઉન્ડ બાદ સંભવિત સ્થિતિ : ૧. જર્મની, ૨. મેક્સિકો, ૩. સ્વિડન, ૪. દક્ષિણ કોરિયા.


ગ્રુપ 'જી'
 પનામા, ટયુનિશિયા ઇંગ્લેન્ડનું ગણિત બગાડી શકે
બેલ્જિયમ (ફિફા રેન્ક : ૦૩) : થોમસ વર્માલેન, વિન્સેન્ટ કોમ્પની, ઈડન હેઝાર્ડ, મૌસા ડેમ્બેલે, રોમેલુ લ્યુકાકુ જેવા પ્લેયર્સને કારણે બેલ્જિયમની ટીમને ગોલ્ડન જનરેશન કહેવાય છે.૨૦૧૪માં બેલ્જિયમ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યુ હતું. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ચોથું સ્થાન (૧૯૮૬). ટ્રમ્પ કાર્ડ : કેવિન ડુ બ્રુયન.

પનામા (ફિફા રેન્ક : ૫૫) : અમેરિકાની ટીમને પાછળ મૂકીને પનામાએ પ્રથમવાર વર્લ્ડકપ માટે ક્વોલિફાઇ કર્યું છે.   વર્લ્ડકપમાં શ્રેષ્ઠ  દેખાવ : પ્રથમવાર ભાગ લઇ રહી છે. ટ્રમ્પ કાર્ડ : આર્માન્ડો કૂપર.
ટયુનિશિયા(ફિફા રેન્ક ૧૪) : આફ્રિકા કપ જેવી ટુર્નામેન્ટમાં ટયુનિશિયા હંમેશાં નોકઆઉટ સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ગ્રુપ સ્ટેજ (૧૯૭૮,૧૯૯૮,૨૦૦૨,૨૦૦૮). ટ્રમ્પ કાર્ડઃ યુસ્સેફ  એમ્સકાની.

ઇંગ્લેન્ડ (ફિફા રેન્ક : ૧૩) : ઇંગ્લેન્ડની ટીમ ૫૨ વર્ષથી વર્લ્ડકપમાં ચેમ્પિયન બની શકી નથી અને આ વખતે પણ તે આવી કમાલ કરી શકે તેની સંભાવના ઓછી જણાય છે. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ : ચેમ્પિયન (૧૯૬૬). ટ્રમ્પ કાર્ડ : જે પણ ગોલ ફટકારી શકે !
લીગ રાઉન્ડ બાદ સંભવિત સ્થિતિ : ૧. બેલ્જિયમ, ૨ ઇંગ્લેન્ડ, ૩. ટયુનિશિયા, ૪. પનામા.

ગોલ

ફાઈનલ મેચોમાં સૌથી વધુ ગોલ કરનાર

૧૬-મિરોસ્લાવ કલાસ-જર્મની-૨૦૦૨ થી ૨૦૧૪

એક ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર

૧૩-જસ્ટ ફોન્ટેઈન ફ્રાન્સ-૧૯૫૮

એક મેચમાં સૌથી વધુ ગોલ કરનાર

૫- ઓલેગ સાલેન્કો - રશિયા - ૧૯૯૪, કેમરૃન વિરુદ્ધ

ફાઇનલની એક મેચમાં સૌથી વધુ ગોલ કરનાર

૩- જ્યોરૃ હુર્સ્ટ - ઇંગ્લેન્ડ - ૧૯૬૭ - પ. જર્મની વિરુદ્ધ

એકથી વધુ ફાઈનલ રમનાર ખેલાડીઓના સૌથી વધુ ગોલ

૩ ગોલ (૧) વાવા-બ્રાઝિલ-૧૯૫૮ (૨) અને ૧૯૬૨ (૧)

(૨) પેલે - બ્રાઝિલ-૧૯૫૮  (૨) અને ૧૯૭૦ (૧)

(૩) ઝિનેદિન ઝિડાને - ફ્રાંસ - ૧૯૯૮ (૨) અને ૨૦૦૬ (૧)

ઓછામાં ઓછો એક ગોલ સૌથી વધુ મેચમાં કરનાર ખેલાડી

૧૧ ગોલ - રોનાલ્ડો - બ્રાઝિલ - ૧૯૯૮ થી ૨૦૦૬

મિરોસ્લાવ કલોસ- જર્મની-૨૦૦૨ થી ૨૦૧૪

સૌથી વધુ હેટ્રીક નોંધાવનાર ખેલાડી

૨ - સેન્ડોર કોકસિસ- હંગેરી - ૧૯૫૪

જસ્ટ ફોન્ટેઈન - ફ્રાન્સ - ૧૯૫૮

ગર્ડ મુલેર - પ. જર્મની-૧૯૭૦

ગેબ્રિએલ બાટિસ્તુતા - આર્જેન્ટિના - ૧૯૯૪-૧૯૯૮

બ્રાઝિલ સૌથી વધુ પાંચ વખત વર્લ્ડકપ વિજેતા

જર્મની ડિફેન્ડીંગ ચેમ્પિયન તરીકે ઉતરશે

વર્લ્ડકપ-રેકોર્ડસ

સૌથી વધુ ટાઇટલ

બ્રાઝિલ

૫ વખત (૧૯૫૮, ૬૨, ૭૦, ૯૪, ૨૦૦૨)

સૌથી વધુ ફાઈનલ

જર્મની

૮ વખત (૧૯૫૪, ૬૬, ૭૪, ૮૨, ૮૬, ૯૦, ૨૦૦૨, ૧૪)

સૌથી વધુ વર્લ્ડકપ રમનાર

બ્રાઝિલ

૨૧ વખત (બધા જ વિશ્વકપમાં)

બે ટાઈટલ વચ્ચે સૌથી મોટો ગેપ

ઇટાલી

૪૪ વર્ષ (૧૯૩૮-૧૯૮૨)

યજમાન દેશ ચેમ્પિયન 

(૧) ઉરૃગ્વે-૧૯૩૦  (૩) ઇંગ્લેન્ડ-૧૯૬૬(૫) આર્જેન્ટિના-૧૯૭૮ઔ(૨) ઇટાલી ૧૯૩૪  (૪) પ.જર્મની-૧૯૭૪   (૬) ફ્રાન્સ-૧૯૯૮

બેસ્ટ ડિફેન્ડીંગ ચેમ્પિયન

૨       

(૧) ઇટાલી-૧૯૩૮,  (૨) બ્રાઝિલ-૧૯૬૨

વર્લ્ડકપમાં પ્રવેશતા જ ચેમ્પિયન

(૧) ઉરૃગ્વે-૧૯૩૦ (૨) ઇટાલી-૧૯૩૪

સૌથી વધુ ફાઈનલ રમવા છતા

 ચેમ્પિયન ક્યારેય ન થનાર

નેધરલેન્ડસ ૧૯૭૪, ૭૮ અને ૨૦૧૦

એકપણ મેચ નહીં જીતનાર ટીમ

બોલિવિયા-૧૯૩૦, ૫૦, ૯૪ઔહોન્ડુરાસ-૧૯૮૨, ૨૦૧૦, ૨૦૧૪

સૌથી વધુ ફાઈનલ રમનાર

આર્જેન્ટિના,  જર્મની ૧૯૮૬, ૯૦, ૨૦૧૪

ચેમ્પિયન ટીમ બીજા વિશ્વકપમાં

પ્રથમ રાઉન્ડમાં જ બહાર થનાર ટીમ

(૧) ઇટાલી-૧૯૫૦ અને ૨૦૧૦ (૨) બ્રાઝીલ-૧૯૬૬ઔ(૩)ફ્રાન્સ-૨૦૦૨ (૪) સ્પેન-૨૦૧૪

યજમાન ટીમ પ્રથમ રાઉન્ડમાં જ બહાર

દ. આફ્રિકા ૨૦૧૦

Post Comments