Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે વ્હોટ્સ એપથી પણ કરી શકાશે Payment, આ નવી સુવિધાથી પૈસા મોકલવાનું થશે સરળ

- હાલ ટેસ્ટીંગ માટે આ સુવિધા વ્હોટ્સ એપના બીટા બિલ્ડમાં ઉપલબ્ધ છે

- વ્હોટ્સ એપ ઘણાં સમયથી UPI માટે ભારતીય બેંકો સાથે કામ કરી રહ્યું છે

નવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2018, સોમવાર

વ્હોટ્સ એપ પોતાના યુઝર્સ માટે નવી નવી સુવિધા આપવા માટે પ્રચલિત છે ત્યારે હવે વ્હોટ્સ એપ વન સ્ટોપ સોલ્યુશન તરીકે ઉભરી રહ્યું છે.

દુનિયામાં સૌથી વધારે ઉપયોગ કરવામાં ઇનસ્ટન્ટ મેસેજીંગ એપ તરીકે વ્હોટ્સ એપ ઓળખાય છે. પરંતુ જે રીતે વ્હોટ્સ એપ પોતાના યુઝર્સને સુવિધા આપી રહ્યું છે તે પરથી વ્હોટ્સ એપ વન સ્ટોપ સોલ્યુશન બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

ભારતીય યુઝર્સ માટે વ્હોટ્સ એપ દ્વારા આ સુવિધાનું ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સુવિધા તમામ લોકો માટે હજૂ ઉપલબ્ધ નથી. વ્હોટ્સ એપના બીટા બિલ્ડમાં આ સુવિધા આપવામાં આવી છે. વ્હોટ્સ એપ ઘણાં સમય પહેલાથી UPI માટે ભારતીય બેંકો સાથે મળીને કામ કરી રહ્યું છે. આ સુવિધામાં જેમ યુઝર્સ ફોટો મોકલવામાં આવે છે તેવી રીતે જ પૈસા મોકલવાની સુવિધા આપવામાં આવશે.

વ્હોટ્સ એપની આ નવી સુવિધાનો લોકો કેટલો ઉપયોગ કરે છે તે તો સમય જણાવશે પરંતુ આ સુવિધા આવવાથી લોકો ડિઝીટલ ટ્રાનઝેક્શન તરફ વળશે તેવી પુરી સંભાવના છે. જ્યારે બીજી તરફ વ્હોટ્સ એપની આ યોજનાથી ડિઝીટલ પેમેન્ટની સુવિધા અપતી અન્ય મોબાઇલ એપ્લીકેશનના હરીફોમાં ઉમેરો થયો છે.

Post Comments