નાસાનું 'ટેસ' ટેલિસ્કોપ આજે લૉન્ચ થશે:રોજનો ૨૭ જીબી ડેટા મોકલશે
- ધ ટ્રાન્સિટિંગ એક્સોપ્લાનેટ સર્વે સેટેલાઈટ (ટેસ)નું કામ પૃથ્વી જેવા ગ્રહો શોધવાનું છે
- બે વર્ષમાં 'ટેસ' 'કેપ્લર' ટેલિસ્કોપ કરતાં ૪૦૦ ગણો વધુ અવકાશી વિસ્તાર સર્ચ કરશે, ૨ લાખ જેટલા ગ્રહ-ત
કેપ કેનેવરેલ, તા.16 એપ્રિલ 2018, સોમવાર
અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાનું મહાત્વાકાંક્ષી મિશન 'ધ ટ્રાન્સિટિંગ એક્સોપ્લાનેટ સર્વે સેટેલાઈટ (ટીઈએસએસ-ટેસ)' આજે સાંજે લોન્ચ થવા જઈ રહ્યું છે. અમેરિકી સમય પ્રમાણે સોમવારે સાંજે સાડા છ કલાકે જ્યારે ભારતીય સમય પ્રમાણે મંગળવારે વહેલી સવારે લોન્ચ કરવાનું નાસાનું આયોજન હતું. એ પ્રમાણે જો મિશન સફળ રહ્યું હશે તો અત્યાર સુધીમાં આ પ્લાનેટ હન્ટર એટલે કે ગ્રહો શોધી કાઢનારું ટેલિસ્કોપ લોન્ચ થઈ ચૂક્યુ હશે.
કેપ્લર કરતાં ચડિયાતું
આ ટેલિસ્કોપનું મૂળ કામ પૃથ્વી જેવા ગ્રહો (એક્સોપ્લાનેટ) શોધી કાઢવાનું છે. હાલ એ કામ કેપ્લર ટેલિસ્કોપ કરે છે. પરંતુ નાસાનું આ મહત્ત્વાકાંક્ષી મિશન કેપ્લરથી ચડિયાતું છે. તેનો કાર્યકાળ ૨ વર્ષ છે. આ દરમિયાન કેપ્લરે અત્યારે જેટલો આકાશી વિસ્તાર તપાસ્યો છે, તેનાથી ૪૦૦ ગણો વધારે વિસ્તાર તપાસશે. એ વિસ્તારમાં રહેલા લગભગ ૨ લાખથી વધુ તારા-ગ્રહ ટેસની નજર તળેથી પસાર થશે.
સુર્યમાળાની બહાર તપાસ
નાસાના કેપ કેનેવરેલ લોન્ચિંગ મથકેથી ખાનગી રોકેટ સ્પેસ એક્સ ફાલ્કનમાં સવાર થઈને ૩૫૦ કિલોગ્રામનો આ સેટેલાઈટ એટલે કે ટેલિસ્કોપ લોન્ચ કરવામાં આવશે. સુર્યમાળાની બહાર પૃથ્વી જેવા, પૃથ્વી સાથે સામ્યતા ધરાવતા ગ્રહો શોધવા એ દુનિયાભરના અવકાશ વિજ્ઞાાનીઓ માટે પ્રાયોરિટી છે. નાસાએ એટલે જ એક્સોપ્લાનેટ કહેવાતા આવા ગ્રહો શોધવા માટે આ ટેલિસ્કોપ રવાના કરવાનો નિર્ણય લીધો હતો.
૨૭ જીબી જેટલી માહિતી
નાસાના ટ્વીટર એકાઉન્ટ પર રજૂ થયેલી માહિતી પ્રમાણે ટેસ રોજની ૨૭ ગીગાબાઈટ જેટલી સામગ્રી એટલે કે સ્પેસ અંગેની માહિતી કન્ટ્રોલ મથકને મોકલશે. આ કામગીરી બે વર્ષ સુધી ચાલશે. સંશોધકો એ માહિતીનું વિશ્લેષણ કરી તેમાંથી વિવિધ તારણ કાઢતા રહેશે. સેટેલાઈટ પ્રકારનું આ ટેલિસ્કોપ ભ્રણકક્ષામાં સતત ફરતું રહેશે અને લગભગ પૃથ્વીના ૧૩.૭ દિવસ થાય ત્યારે એક પરિભ્રમણ પુરું કરશે. આ ટેલિસ્કોપ પૃથ્વીથી ૧,૦૮,૦૦૦ કિલોમીટરથી લઈને ૩,૭૫,૦૦૦ કિલોમીટર સુધીના ફલકમાં ફરતું રહેશે.
૨૮.૭ કરોડ ડોલરનાં ચશ્માં
પૃથ્વીથી જેમ ટેલિસ્કોપ ઊંચી ભ્રમણકક્ષામાં હોય એમ તેની કાર્યક્ષમતા વધી જાય. કેમ કે અવકાશમાં પૃથ્વીના વાતાવરણમાં હોય એવી અશુદ્ધિ નડતી નથી. માટે આ ટેલિસ્કોપની નજર અગાઉના કોઈ મિશનની નજર ન પહોંચી હોય ત્યાં સુધીના દૂરના બ્રહ્માંડમાં પહોંચશે. ટેલિસ્કોપ તૈયાર કરવામાં નાસાએ ૨૦ કરોડ ડોલરનો ખર્ચ કર્યો છે. જ્યારે બીજા ૮.૭ કરોડ ડોલરનો ખર્ચ લોન્ચિંગ માટે થશે. એ રીતે કુલ ૨૮.૭ કરોડ ડોલરના ખર્ચે મિશન પૂર્ણ થશે. પૃથ્વીને ૨૮.૭ કરોડ ડોલરના ચશ્માં પહેરાવ્યા હોય એવુ કહી શકાય.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
રણવીરની ફિલ્મ સંજૂનું ટીજર રિલીઝ, જુઓ...
સોનમનાં લગ્નમાં દીપિકા હાજર નહીં રહી શકે
પહેલા દિવસે તો સતત કારમાં ધૂ્રજતી હતી
રેસ થ્રીની ટીમ સોનમર્ગ પહોંચી
ટીનેજર્સને શૂટિંગના સ્પોર્ટ તરફ વાળવા છે
મનમર્ઝિયાંને કાનૂની નોટિસ મળી
ટોટલ ધમાલમાં કર્ઝનું હિટ ગીત ફરી સંભળાશે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News