Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેસબુક સ્ટોરીના મેસેજ હવેથી 24 કલાકમાં ગાયબ થશે નહીં, રિપ્લાય મેસેન્જરમાં રહેશે

- હવેથી મેસેન્જર ડે અને ફેસબુક સ્ટોરી થશે એક

- ફેસબુક સ્ટોરી અથવા મેસેન્જર ડેમાં પોસ્ટ કરેલી સ્ટોરી બંને પ્લેટફૉર્મમાં જોવા મળશે

અમદાવાદ, તા. 14 નવેમ્બર 2017, મંગળવાર
 
સોશિયલ મીડિયા પર યૂઝર્સ માટે કેટલાય ઇન્ટરેસ્ટિંગ ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. ફેસબુકે પણ થોડાક સમય પહેલા સ્નેપચેટની જેમ સ્ટોરીઝની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા કંપની ફેસબુક એપ, મેસેન્જર અને વૉટ્સએપ પર સ્ટોરી ફીચર આપે છે. ફેસબુક અને મેસેન્જર એપ પર એક જ જેવા ફીચર છે જે યૂઝર માટે મુંઝવણ ઉભી કરે તેવા છે. 
 
મેસેન્જર ડે અને ફેસબુક સ્ટોરી થશે એક
ફેસબુકે પણ યૂઝર્સની આ પરેશાની સમજી છે અને હવે તેમાં કેટલાક ફેરફાર કરવાનું વિચાર્યુ છે. ટેક ક્રન્ચની એક રિપોર્ટ અનુસાર હવે ફેસબુક મેસેન્જર ડે અને ફેસબુક સ્ટોરીને એક સાથે જોડવાની તૈયારીમાં છે. હાલમાં ફેસબુક એપ અને મેસેન્જર એપમાં અલગ અલગ નામથી સ્ટોરી ફીચર આપવામાં આવ્યા છે. મેસેન્જરમાં આ મેસેન્જર ડેના નામથી છે, જ્યારે ફેસબુક એપમાં આ ફેસબુક સ્ટોરીઝના નામથી છે. 
 
હવે કંપની ફેસબુક સ્ટોરીઝને મેસેન્જરની સાથે પણ સિન્ક કરી દેશે. આટલું જ નહીં રિપોર્ટ અનુસાર સ્ટોરી પર કરવામાં આવતા ડાયરેક્ટ મેસેજ ફીચર પણ હટાવવાની તૈયારીમાં છે. હવે ફેસબુક અથવા મેસેન્જર પર સ્ટોરી પોસ્ટ કરશો તો બંને પ્લેટફૉર્મ પર જોવા મળશે. આ નવા ફીચર બાદ પણ ફેસબુક એપ અને મેસેન્જરમાં કેમેરા ઑપ્શન મળશે અને તેમાં આપવામાં આવતા ફિલ્ટર્સ પણ એકબીજાથી અલગ હશે. 
 
ફેસબુકમાં આપવામાં આવતા કેમેરા ફિલ્ટર્સ ઑગ્મેન્ટેડ રિયાલિટી બેઝ્ડ હોય છે, જ્યારે મેસેન્જરના ફિલ્ટર્સ સ્ટાઇલિશ હોય છે અને અટ્રેક્ટિવ હોય છે. એટલા માટે આ બંને ફિલ્ટર્સ રાખવામાં આવશે. 
 
રિપ્લાય મેસેન્જરમાં જોવા મળશે
ટેક ક્રન્ચની રિપોર્ટ અનુસાર ફેસબુક સ્ટોરી પર કરવામાં આવતા રિપ્લાય/મેસેજ હવે મેસેન્જરમાં જ જોવા મળશે. આ પહેલા મેસેજ યૂઝર્સને અલગ જોવા મળતા હતા. ફેસબુક એપ સ્ટોરી પર પોસ્ટ કરવામાં આવેલી સ્ટોરી મેસેજ 24 કલાકમાં ગાયબ થઇ જતા હતા, પરંતુ હવે તે મેસેન્જરમાં રહેશે, એટલા માટે તે મેસેજ જાતે ગાયબ થશે નહીં. આ બધા ફેરફાર ટૂંક સમયમાં જોવા મળશે.  

Post Comments