Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ

- વોરન બફેટને પાછળ છોડી ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા

નવી દિલ્હી, તા. 07 જુલાઇ 2018, શનિવાર

સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. તેમણે દુનિયાના ત્રીજ સૌથી અમીર વ્યક્તી વોરન બફેટને પાછળ છોડી ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા છે.

બ્લૂમબર્ગ બિલિયનેર ઇન્ડેક્સ પ્રમાણે, ઇ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ અને માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સ તેમનાથી આગળ છે.

ફેસબુકના શેરમાં આવેલા ઉછાળાને કારણે માર્ક ઝુકર બર્ગની સંપત્તીમાં ઉછાળો આવ્યો છે. દુનિયાના ટોપ-3 અમીર વ્યક્તિઓ ટેક્નોલોજીના વ્યવસાય સાથે જોડાયેલા છે.

34 વર્ષીય ઝુકરબર્ગની સંપત્તી વોરન બફેટથી 2536.4 કરોડ રૂપિયા વધારે થઇ ગઇ છે. ઝુકરબર્ગની કુલ સંપત્તી હાલ 8160 કરોડ ડોલર ભારતીય ચલણ પ્રણાણે 5.55 લાખ  કરોડ રૂપિયા છે. બ્લૂમબર્ગ ઇન્ડેક્સ અનુસાર ટેક્નોલોજી સાથે જોડાયેલા લોકોની સંપત્તી 5 ટ્રિલિયન ડોલરથી વધારે છે. જે કોઇ પણ અન્ય ક્ષેત્ર કરતાં વધારે છે.

Post Comments