Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PM મોદી પાસેથી શીખો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા : માર્ક ઝુકરબર્ગ

- ફેસબુકના CEOએ પોતાની ફેસબુક પોસ્ટમાં વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કર્યો

- સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા માટે મોદીની પ્રશંસા કરી

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

Facebookના કો-ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝુકરબર્ગે શેર કરેલા લાંબા ફેસબુક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો છે. આ પોસ્ટમાં ઝુકરબર્ગે 'Building Global Community' (વૈશ્વિક સમુદાયનું નિર્માણ) ના વિષય પર ચર્ચા કરી છે.

માર્ક ઝુકરબર્ગે જણાવ્યુ કે કેવી રીતે લોકો ચુંટણી પૂર્ણ થયા બાદ પણ પોતાના નેતા સાથે સંકળાયેલા રહે છે. કેવી રીતે સોશિયલ મીડિયા પ્રજાને તેમના દ્વારા ચુંટાયેલા નેતાઓ સાથે સીધો સંપર્ક સાધવામાં મદદ કરે છે. માર્ક ઝુકરબર્ગે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા લખ્યુ છે કે, વડાપ્રધાન મોદી પોતાના મંત્રીઓને ફેસબુક પર જાણકારી શેર કરવાની સલાહ આપે છે જેથી લોકો પાસેથી ડાયરેક્ટ ફીડબેક મેળવી શકે.



માર્ક ઝુકરબર્ગ દ્વારા શેર કરવામાં આવેલા પોસ્ટમાં તેમણે વૈશ્વિક રાજકારણ વિશે પણ લખ્યુ છે અને આ લખાણમાં તેમણે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો છે. તેમની ફેસબુક પોસ્ટમાં જણાવ્યુ છે કે કેન્યામાં બધા જ ગામડાઓ વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલા છે જેમાં તેમના પ્રતિનિધિ પણ સામેલ છે. તાજેતરમાં જ દુનિયાભરમાં ચલાવવામાં આવેલા અભિયાનમાં ભારતથી લઇને ઇન્ડોનેશિયા અને યૂરોપથી લઇને યૂનાઇટેડ સ્ટેટ સુધીના તમામ કેન્ડિડેટ્સને અમે જીત નોંધાવતા જોયા છે જે ફેસબુક પર વધારે સક્રિય રહે છે.

ફેસબુકના સીઇઓએ આગળ લખ્યુ છે કે પહેલાના જમાનામાં TV માહિતી પ્રદાન કરવાનું પ્રથમ માધ્યમ હતુ પરંતુ 21મી સદીમાં સોશિયલ મીડિયાએ TVની જગ્યા લઇ લીધી છે. વડાપ્રધાન મોદી લાંબા સમયગાળાથી સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે ખાસકરીને તેઓ ફેસબુક પર વધારે સક્રીય રહે છે.

Post Comments