Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભંગારમાંથી ઇનોવેટિવ ટ્રેડમીલ બાઈસિકલ બનાવી

આદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજી-વિનસના વિદ્યાર્થીઓએ

આજના ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈટમેટ ચેન્જના યુગમાં પેટ્રોલ અને ડિઝલ વગેરેના વપરાશમાં વિપુલ પ્રમાણમાં વધારો થયો છે. જેના કારણે દિવસેને દિવસે પ્રદુષણ અને ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. જેને નિવારવાના પ્રયાસના ભાગરૃપે આદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજી-વિનસના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ભંગારમાંથી એક ઈકો ફ્રેન્ડલી ટ્રેડમીલ બાઈસીકલ બનાવી છે.

બે પૈંડાવાળી આ ટ્રેડમીલ બાઈસીકલ બનાવવા માટે જૂના ટાયર, જૂની તૂટેલી સાઈકલના જુદા જુદા પાર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ બાઈસિકલ પેડલથી નહીં પણ ટ્રેડમીલથી ચાલે છે. જેની લંબાઈ છ ફૂટ છે તથા ૩૦થી ૩૫ કિમી પ્રતિ કલાકથી ચાલી શકે છે. આ બાઈસીકલની ખાસ વિશેષતા એ છે કે એક જ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ પણ જઈ શકાય છે. તથા આખા શરીરની એક્સસાઈઝ પણ થઈ શકે છે.

આદિશ્વર કોલેજના મિકેનિકલ એન્જિનિયરના ચાર વિદ્યાર્થીઓ હર્ષ, હાર્દિક, રાહુલ અને રવિએ કોલેજના ફેકલ્ટી પ્રો. પાર્થ પટેલ અને પ્રો. સાગર રામાવતના માર્ગદર્શન  હેઠળ તૈયાર કરી છે. આ પ્રોજેક્ટના ગાઈડ પ્રો. પાર્થ કહે છે કે, ફીટ રહેવા માટે અને એકસરસાઈઝ કરવા માટે લોકોએ અલગથી ટાઈમ ફાળવવો પડે છે.

Post Comments