Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Google Mapsમાં હવેથી 'મારિયો' માર્ગ દર્શાવશે

- ગૂગલ મેપ્સ હવેથી તમને તમારા બાળપણની યાદ અપાવશે

સેન ફ્રાન્સિસ્કો, તા. 14 માર્ચ 2018, બુધવાર 
 
ગૂગલ મેપ્સ હવે વધારે રસપ્રદ બની ગયું છે, જે તમને તમારા બાળપણની યાદ અપાવશે. ગૂગલે મેપ્સમાં એક નવું ફીચર લોન્ચ કર્યુ છે, જે કોઇ પણ મુસાફરીને રસપ્રદ મુસાફરીમાં બદલી શકે છે કારણ કે હવે યૂઝર્સ એપનો ઉપયોગ કરીને નેવિગેશન ઇન્ટરફેસમાં મારિયો કાર્ટ એડ કરી શકે છે. 
 
ગૂગલ મેપ્સના એન્જિનિયર (યૂઝર એક્સપીરિયન્સ) મુનીશ દબાસે કહ્યુ કે કંપનીએ જાપાનની વીડિયો ગેમ કંપની નિનટેન્ડૉની સાથે ભાગીદારી કરી છે, જેથી 'મારિયોને આ અઠવાડિયે ગૂગલ મેપ પર તમારી સાથે ડ્રાઇવિંગ એડવેન્ચર્સ પર એડ કરી શકે છે.'
 
તેને શરૂ કરવા માટે યૂઝર્સે પહેલા ગૂગલ પ્લે અથવા એપ સ્ટોર પર જઇને ગૂગલ મેપને અપડેટ કરવાનું રહેશે. ત્યારબાદ ગૂગલ મેપ એપ ખોલીને સ્ક્રીનની જમણી બાજુ નીચેના ભાગમાં પીળા આઇકોન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ મેપ તમને પૂછશે કે શું તમે મારિયો ટાઇમને સક્રિય કરવા માંગો છો. 
 
તેની ખાતરી કરતા જ મારિયો સક્રિય થઇ જશે અને સામાન્ય રીતે દેખાતાં નેવિગેશન એરોની જગ્યા પર '1990ના દશકની સૌથી લોકપ્રિય વીડિયો ગેમ પાત્ર મારિયો' જોવા મળશે. જણાવવામાં આવ્યું છે કે ભારતમાં આ અપડેટ સોમવારે ઉપલબ્ધ થશે. 

Post Comments