Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેસબૂકે 58.3 કરોડ નકલી એકાઉન્ટ, 86 કરોડ વાંધાજનક પોસ્ટ ડિલિટ કરી

- ફેસબૂક-ટ્વિટર પર પસ્તાળ પછી ફેક એકાઉન્ટ, વાંધાજનક પોસ્ટની સાફ-સફાઈ

- ટ્વિટરે એકાઉન્ટ ખોલવા માટેના નિયમો કડક બનાવ્યાં

-  ટ્વિટર પર અભદ્ર ભાષામાં થતી પોસ્ટમાં ૪ ટકા ઘટાડો નોંધાયો

પેરિસ, તા.૧૬ મે 2018, બુધવાર

ફેસબૂકે આજે જણાવ્યુ હતું કે ૨૦૧૮ના પહેલા ૩ મહિનામાં કંપનીએ મોટા પાયે સાફ-સફાઈ કરી છે. આ સમયગાળામાં ફેસબૂકે ૫૮.૩ કરોડ જેટલી મોટી સંખ્યામાં નકલી (ફેક) એકાઉન્ટ ડિલિટ કરી દીધા છે. સાથે સાથે વાંધાજનક હોય એવી ૮૬ કરોડ પોસ્ટ પણ હટાવી દીધી છે. આવી પોસ્ટમાં હિંસાત્મક લખાણ, સેક્સ સબંધિત સામગ્રી, આતંકનો પ્રચાર વગેરેનો સમાવેશ થાય છે. ફેસબૂકે પોતાના બ્લોગ પર એનફોર્સમેન્ટ રિપોર્ટ જાહેર કરી તેમાં આ વિગતો આપી હતી. ફેસબૂકે પ્રથમવાર જ આવો સાફ-સફાઈ અંગેનો રિપોર્ટ જાહેર કર્યો હતો.

ફેસબૂકે આ સફાઈ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની મદદ લીધી હતી. ફેસબૂકે હવે એવી સિસ્ટમ વિકસાવી લીધી છે, જેનાથી ભવિષ્યમાં ફેક એકાઉન્ટ કે વાંધાજનક પોસ્ટ સર્જાય એ પહેલા જ તેને અટકાવી શકાશે. અત્યાર સુધી ફેસબૂક પર આડેધડ એકાઉન્ટ ખુલી શકતાં હતા. માટે લોકો નકલી નામે એકાઉન્ટ ખોલી તેનો દુરુપયોગ કરતો હતા. ફેસબૂક પર હિંસાત્મક અને વાંધાજનક પોસ્ટ લખી તેનો પણ પ્રચાર કરવામાં આવતો હતો. તો વળી ચૂંટણી સમયે ઘણી વખત મતદારોને ભ્રમિત કરવા માટે ખોટા (ફેક) સમાચારો પણ પોસ્ટ કરવામાં આવતા હતા. માટે ફેસબૂકે પોતાની પોલિસી બદલાવી સોશિયલ મીડિયાને વધુ ઉપયોગી બનાવવા પ્રયાસ કર્યો હતો.

ટ્વિટરે પણ હવે ફેસબૂકની માફક આકરા નિયમો બનાવી નાખ્યા છે. મેઈલ દ્વારા કન્ફર્મ ન થાય એવા એકાઉન્ટને ટ્વિટર માન્યતા આપતું નથી. એક સમયે એકથી વધુ એકાઉન્ટ કોઈ ખોલવા પ્રયાસ કરે તો તેને પણ ટ્વિટર અટકાવે છે. જે લોકો ફોલો નથી કરતાં તેમને પણ વારંવાર ટ્વિટ કોઈ વ્યક્તિ કર્યા કરે તો તેના પર પણ ટ્વિટર નિયંત્રણ મુકશે. ફેસબૂકની માફક ટ્વિટર પર પણ ફેક એકાઉન્ટ, વાંધાજનક પોસ્ટ અને અભદ્ર ભાષાની ભરમાર જોવા મળે છે. ટ્વિટરે જણાવ્યું હતું કે કડક પગલાં પછી તેને મળતા એબ્યુઝ (અભદ્ર ભાષા) રિપોર્ટમાં ૪ ટકા ઘટાડો આવ્યો છે. પરંતુ ટ્વિટરે હજુ સુધી ફેસબૂકની માફક આકરાં પગલાં લીધા નથી.

ટ્વિટર ટ્રોલ માટે બદનામ છે. કોઈ વ્યક્તિ ટ્વિટ કરે તો તેની સામે તેના વિરોધીઓ એક સાથે મચી પડીને ટ્વિટ કરનારને ટ્રોલ (એટલે કે શાબ્દીક રીતે હેરાન) કરતાં હોય છે. ટ્વિટરનો એ મોટો ગેરફાયદો છે. અલબત્ત, ટ્વિટર કરતાં પણ તેમાં વધુ વાંક ટ્રોલ કરનારી ટોળકીનો છે. ઘણા ખરા ટ્રોલર્સ વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રેરિત હોય છે. હવે ટ્વિટરે ટ્રોલ સામે સ્ટ્રીક નિયમો લાગુ કર્યા છે.

Post Comments