Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાવધાન! ગૂગલ પર ભૂલથી પણ સર્ચ ન કરો આ 5 વસ્તુઓ

- ગૂગલ પર સર્ચ કરતા પહેલા તે જાણવું જરૂરી છે કે શું સર્ચ કરવાનું અને શું નહીં

નવી દિલ્હી, તા. 13 નવેમ્બર 2017, સોમવાર 
 
ગૂગલનો લોકો સૌથી વધારે સર્ચ કરવા માટે ઉપયોગ કરે છે. લોકોને વિશ્વાસ છે કે જે ક્યાંય નહીં મળે તે ગૂગલ પર મળશે. પરંતુ, શું તમે સર્ચ કરતી વખતે થોડું વિચારો છો કે આપણે શું સર્ચ કરવાનું છે? ગૂગલ પર સર્ચ કરતા પહેલા તમે જાણી લો કે શું સર્ચ કરવાનું છે અને શું નથી કરવાનું. સારું રહેશે કે તમે ગૂગલ પર આ પાંચ ચીજ સર્ચ ન કરો. ભૂલથી પણ જો તમે આ પાંચ વસ્તુઓ સર્ચ કરી તો તમે મુસીબતમાં ફંસાઇ શકો છો. જાણો, કઇ છે તે 5 વસ્તુઓ...
 
1. ઓળખ :- ગૂગલ પર સર્ચ કરતી વખતે ભૂલથી પણ ક્યારેય પોતાની ઓળખ જાણવા માટે સર્ચ ન કરો. કારણ કે, ગૂગલ પાસે તમારી સર્ચ હિસ્ટ્રીનો ડેટાબેઝ હોય છે અને વારે-વારે સર્ચ કરવાથી તેના લીક થવાનું જોખમ રહે છે. હૈકર્સ રાહ જોઇને જ બેઠા હોય છે કે કઇ વસ્તુ તેમને સરળતાથી હેક કરવા માટે મળી જાય. 
 
2. શંકાસ્પદ વસ્તુ :- મોટાભાગે ગૂગલ પર લોકો કેટલીક એવી ચીજવસ્તુઓ સર્ચ કરે છે, જેનાથી તેમને કોઇ મતલબ નથી પરંતુ ખાલી જોવા માટે સર્ચ કરી લેતા હોય છે, આ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુઓને સર્ચ ન કરો. કારણ કે, સાયબર સેલની નજર મોટાભાગે આ પ્રકારના લોકો પર જ હોય છે, જે કંઇ શંકાસ્પદ વસ્તુ સર્ચ કરવાનો પ્રયાસ કરતા હોય છે. એવામાં તમે મુસીબતમાં ફંસાઇ શકો છો. સાયબર સેલના કેસમાં જેલ સુધીની સજા થવાની જોગવાઇ હોય છે 
 
3. ઇ-મેલ :- પર્સનલ ઇ-મેલ લોગઇનને ગૂગલ પર સર્ચ કરવાથી પણ ટાળો. આમ ન કરવા પર તમારું એકાઉન્ટ હૈક અને પાસવર્ડ લીક થઇ શકે છે. એક સ્ટડી અનુસાર, દુનિયાભરમાં સૌથી વધારે ઇ-મેલ હૈક થવાના કિસ્સા હોય છે. તેની કેટલીય ફરિયાદ સાયબર સેલમાં પણ નોંધાવવામાં આવી ચૂકી છે. 
 
4. મેડિસિન :- જો તમે બીમારી અને મેડિસિન વિશે ગૂગલમાં સર્ચ કરી રહ્યા છો તો તેનાથી પણ બચવું જોઇએ. કારણ કે સર્ચ ડેટા થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. જેના કારણે તમને સતત તે બીમારી અને તેની ટ્રીટમેન્ટ સંબંધિત જાહેરાત દર્શાવવામાં આવશે. 
 
5. જાહેરાત :- ગૂગલ પર ક્યારેય પણ અસુરક્ષા સાથે સંકળાયેલ કોઇ પણ જાણકારી સર્ચ ન કરવી જોઇએ. જો તમે આમ કરો છો તો તમને એના સંબંધિત જાહેરાત આવવા લાગે છે. જેનાથી તમે જાણી શકો છો કે કોઇ તમને ઇન્ટરનેટ પર ફૉલો કરી રહ્યા છે. જો તમે ઇચ્છો છો કે અસુરક્ષા સાથે સંકળાયેલ જાહેરાત તમને પરેશાન ન કરે તો તમે તેને સર્ચ કરવાનું ટાળો. 

Post Comments