Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝોમેટોનાં ડેટાબેસમાંથી 17 મિલિયન યુઝરનાં રેકોર્ડની ચોરી

- ક્રેડિટ કાર્ટ સંબંધીત કોઈ પણ માહિતિ ચોરાઈ નથી: ઝોમેટો -

- ડેટાની ડાર્કવેબ બજારમાં અનુમાનિત કિંમત 65,૦૦૦ જેટલી છે

નવિ દિલ્લી, 18 મે 2017, ગુરુવાર

તેમના ડેટાબેસમાંથી 17 મિલિયન યુઝરનાં રેકોર્ડની ચોરી થઈ છે. એક બ્લોગ પોસ્ટ દ્વારા કંપનીએ જણાવ્યુ કે હેક્ડ પાસવર્ડ સાદા ટેક્સ્ટમાં બદલાઈ શક્તા નથી એટલે ઝોમેટોમાં નોંધાયેલા યુઝરના પાસવર્ડની માહિતિ સુરક્ષિત રેહશે. કંપનીએ તેના યુઝરને જણાવ્યું છે કે તેઓ પોતોના પાસવર્ડ સુરક્ષા માટે બદલી નીખે.  

ચુકવણી સંબંધીત ઝોમેટો પરની તમામ માહીતિ અલગથી હાઈ સિક્યોરિટી વાળા PCI ડેટા સિક્યોરિટિ સ્ટાનડર્ડ કમપ્લાઈન્ટ વોલ્ટમાં રાખવામાં આવી છે. કોઈ પણ ચુકવણીની માહિતી અથવા ક્રેડિટ કાર્ડનો ડેટા લીક અથવા ચોરી નથી થયો. ચોરી થયેલા ડેટામાં ઝોમેટો યુઝરના ઈમેલ અને પાસવર્ડ "*"નો ડેટા છે.  

જાણકારી મુજબ એક ઓનલાઈન "એનક્લે" નામથી જણાતા યુઝરે ઝોમેટો હેક કરવાનો દાવો કર્યો છે. એવી આશંકા છે કે આ યુઝર ચોરેલા ડેટાને એક ડાર્કવેબ બજારમાં વેચે છે. આ ડેટાની કિંમત આસરે 65,000 રૂપિયા (USD 1,000) જેટલી લગાવામાં આવી છે.   

આ પહેલી વાર નથી જ્યારે ઝોમેટોને હેકિંગના હુમલાનો નિશાનો બનાવામાં આવ્યું છે. 2015માં પણ કંપની એક વાઈટ હેટ હેકર દ્વારા હેક થઈ હતી જેને ઝોમેટોની અમુક ખામીઓથી સંબંધિત વિગતો બહાર પાડી દીધી હતી. જોકે આ વખતે જાણકારી મુજબ ચોરાયેલા યુઝરનેમ અને પાસવર્ડ ઓનલાઈન વેચાઈ રહ્યા છે.  

 

Post Comments