Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સારાંશ - વિનોદ ડી. ભટ્ટ

ના, ના સોરી, મેં અહીં આવવાની ભૂલ કરી છે

સ્ટુડિઓમાં ફેશન ફોટોગ્રાફરે મને મારું 'ટોપ' કાઢી નાખીને 'પોઝ' આપવા કહ્યું

સુપર્બ મોડલની સુપર આત્મકથા

ભાગ-૧૫


એક સ્ટુડિઓમાં મારા માત્ર અડધા ચહેરાનો મેકઅપ કરીને તેના ફોટા પાડયા...

બીજા સ્ટુડિઓમાંથી રડતી રડતી હું ઉતાવળે ભાગીને બહાર નીકળી ગઈ

મારો મેક અપ કરેલો અડધો ચહેરો જોઇ હું ખુશ થઇ ગઇ હતી. પરંતુ બાકીના અડધા ચહેરા પર તમે કેમ મેકઅપ નથી કર્યો? એવો સવાલ કરતા મેકઅપવાળી સ્ત્રીએ જવાબમાં કહ્યું, ફોટોગ્રાફર માલ્કોમ તારા અડધા ચહેરાનો જ ફોટો પાડવાનો છે.

પછી એ સ્ત્રી મને સ્ટુડિઓની અંદરના રૃમમાં લઇ ગઇ જ્યાં માલ્કોમે મને એક સ્ટૂલ પર બેસાડી. મેં આજુબાજુ નજર કરી ત્યાં બે મોટા કેમેરા, જુદી જુદી લાઇટો અને રૃમમાં સઘળે સાપોલિયાની જેમ વાયરો લટકતા હતા.

તેણે બરાબર મારી સામે એક કેમેરો ગોઠવતા કહ્યું, ઓ.કે. વારિસ હવે તારા બન્ને હોઠ બીડી દે, અને સીધી આ કેમેરા તરફ નજર નાંખ. સરસ, બહુ જ સરસ.

રૃમમાં બધી જ લાઇટો બંધ કરી દેવાઇ, પછી એક સેકન્ડ માટે લાઇટનો ઝબકારો થયો. મારો ફોટો પડી ગયો.

થોડીવારમાં માલ્કોમે કેમેરામાં મને મારો ફોટો દેખાડયો. હું ખુદ મારા જ ફોટાને ન ઓળખી શકી, જમણી તરફના અડધા ચહેરાનો એ ફોટો હતો. ઘરની નોકરાણી વારિસના બદલે કોઇ મોડલ જેવો એ ફોટો હતો. માલ્કોમના સ્ટુડિઓના આગલા રૃમમાં જે સૌંદર્ય સામ્રાજ્ઞાીઓના  ફોટા હતા એવી કોઇ ગ્લેમરસ યુવતી હું હોઉં એવો એ ફોટો હતો.

અઠવાડિયા પછી માલ્કોમે ફાઇનલ ટચીંગ કરેલા મારા ફોટાની પ્રિન્ટ મને આપી. મેં તેને પૂછ્યું તમે મારા હજી વધારે ફોટા પાડશો ?

તેણે કહ્યું, આવા ફોટા પાડવાનો ખૂબ ખર્ચ થાય છે. મને આ ખર્ચ ન પોષાય.

બે-ચાર મહિના પછી અચાનક માલ્કોમનો મારા પર ફોન આવ્યો, 'વારિસ તને મોડેલિંગમાં રસ છે કે નહીં તેની મને ખબર નથી પરંતુ જો તારે મોડેલિંગ ક્ષેત્રે કામ કરવું હોય તો કેટલાક લોકો તને મળવા માગે છે. એક મોડલિંગ એજન્સીના માણસોએ મારી પાસેના તારા ફોટા જોઇ તને રૃબરૃ મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો તારી ઇચ્છા હોય તો તું તેમની એજન્સી સાથે કોન્ટ્રાકટ કરે તો એ લોકો તને નોકરી આપશે.'

'ઓ.કે. હું એ લોકોને મળવા તૈયાર છું'

'હું તારી સાથે નહી આવી શકું, પણ હું તને એજન્સીનું એડ્રેસ આપું છું.'

માલ્કોમે મને મોડલિંગ એજન્સીનું પુરૃં સરનામું આપ્યું.

મારી પાસે કોઇ મોંઘા ડ્રેસ તો હતા નહી એટલે મારી પાસેનો સસ્તો રેડ ડ્રેસ અને સફેદ સેન્ડલ પહેરીને બીજે દિવસે હું મોડલિંગ એજન્સીમાં પહોંચી ગઇ. મેં પહેરેલો ડ્રેસ બહુ ખરાબ હતો પરંતુ સારો નવો ડ્રેસ ખરીદવાના મારી પાસે પૈસા જ નહોતા.

એજન્સીની ઓફિસમાં પહોંચી તો રિસેપ્શનિસ્ટે મને પૂછ્યું, 'તું તારા ફોટોગ્રાફ્સ લઇને આવી છે ?'

મેં કહ્યું, મારી પાસે મારો એક જ ફોટોગ્રાફ છે.

રિસેપ્શનિસ્ટે મારી પાસેનો ફોટો લીધો અને થોડે દૂરની એક અલગ કેબિનમાં મને લઇ ગઇ. કેબિનમાં અતિ સુંદર ડ્રેસ પરિધાન કરેલી એક અત્યંત બ્યૂટિફુલ સ્ત્રી બેઠી હતી.
વેરોનિકા નામની આ સ્ત્રીએ મને તેની સામેની ખુરશીમાં બેસવા કહ્યું.

'વારિસ, તારી ઉંમર કેટલી ?

વેરોનિકા તેની પાસેના ફોર્મમાં મારી બધી વિગત લખી લેતી હતી.

'તું ક્યાં રહે છે ?'

'હું YMCA ની એક રૃમમાં રહું છુ.'

મારા આ જવાબથી તેના ચહેરાના હાવભાવ થોડા બદલાઇ ગયા. તેણે ફરી એ જ સવાલ કર્યો. મેં ફરી મારો જવાબ દોહરાવ્યો, તું નોકરી કરે છે ? 'હા, હું મેકડોનાલ્ડમાં નોકરી કરૃં છું' 'તને મોડલિંગ વિશે કશી ખબર છે ?' પછી તેણે મારો ફોટો માંગ્યો.

'તારી સાથે તારા પરિવારના બીજા કોઇ અહીં રહે છે?'

'ના, મારા કુટુંબનું અહીં કોઇ નથી.'

તારા કુટુંબીજનો ક્યાં છે ?

'મારા પરિવારજનો આફ્રિકાના સોમાલિઆ દેશમાં રહે છે.'

'ઓ.કે. કોઇ વાંધો નહીં, હવે અહીંથી તારે ઇન્ટરવ્યૂ આપવા જવુ પડશે.' આટલું કહી વેરોનિકાએ મને ઇન્ટરવ્યૂ માટેના સ્થળનું એડ્રેસ આપ્યું.

'હું ત્યાં ફોન કરીને મેસેજ આપી દઉ છું કે ઇન્ટરવ્યૂ માટે તું થોડીવારમા ત્યાં પહોંચીશ.  ટેક્સીના પૈસા તારી પાસે છેને ?

'ના, હું તો ચાલતી જતી રહીશ.'

'ના, ત્યાં સુધી તું ચાલતી નહીં જઇ શકે. એ સ્થળ અહીંથી ખાસ્સું દૂર છે. તારે ટેક્સીમાં જ ત્યાં જવું પડશે. લે હું તને ૧૦ પાઉન્ડ આપું છું. તારો ઇન્ટરવ્યૂ પતી જાય પછી તુ મને ફોન કરજે.'

એજન્સીની ઓફિસમાંથી બહાર નીકળી મેં ટેક્સી કરી લીધી. મનોમન હું આકાશમાં વિહાર કરતી હતી, 'ઓહ, હવે હું  મોડલ બની જવાની.

હું મનને ખુશ કરી દે એવા વિચારોમાં ડૂબેલી હતી, પણ મને ક્યાં ખબર હતી કે થોડીવારમાં જ મને જબ્બર આંચકો લાગે એવી ઘટના બનવાની હતી...!

ટેક્સીમાં હું મારા બીજા ઇન્ટરવ્યૂના સ્થળે પહોંચી. ત્યાં સંખ્યાબંધ પ્રોફેશ્નલ મોડલ્સ બેઠી હતી. આ બ્યૂટિફુલ યુવતીઓએ ભરપૂર મેકઅપ કરેલો હતો. હું એ બધી મોડલ્સની વચ્ચેની એક ખાલી ખુરશીમાં જઇને બેસી ગઇ, થોડીવાર બેઠા પછી મેં બાજુમાં બેઠેલી યુવતીને પૂછ્યુ, અહીં આપણને શા માટે અથવા તો કેવા પ્રકારના કામ માટે બોલાવ્યા છે?

પેલીએ કહ્યુ, 'પીરેલી કેલેન્ડર માટે'

મને એના જવાબમાં કશી જ સમજ ના પડી, પીરેલી કેલેન્ડર એટલે વળી શું? હું આમેય કંટાળી ગઇ હતી. થોડી નર્વસ પણ હતી. એટલે બાજુવાળી યુવતીને વધુ કાંઈ પુછવાને બદલે ચૂપચાપ બેસી રહી.

એટલામાં ઇન્ટરવ્યૂ માટે મારૃં નામ બોલાયું એટલે એક સ્ત્રી મને બાજુમાં રૃમમાં લઇ ગઇ. એ સ્ટુડિઓ રૃમ હતો.

ત્યાં એક મોટા કેમેરા પાછળ ઊભેલા ફોટોગ્રાફરે મને કેમેરાની બરાબર સામે નિશાની કરેલી જગ્યાએ ઊભા રહેવા ઇશારો કર્યો.

હું ફોટોગ્રાફરે ઇશારો કરેલી જગ્યાએ જઇને ઊભી રહી એટલે એ બોલ્યો, ઓ.કે. હવે તારૃં ટોપ કાઢી નાંખ..!
પહેલાં તો મને લાગ્યું કે, મેં પેલાએ જે કહ્યું તે કદાચ બરાબર સાંભળ્યું નથી, એટલે મેં તેને વળતો સવાલ કર્યો. 'તમે મને મારું આ ટોપ કાઢી નાંખવાનું કહ્યું.'

મારા સવાલથી ફોટોગ્રાફર જરા અકળાયો, 'હા, તારૃં ઉપરનું શર્ટ કાઢી નાંખ તને ખબર નથી કે અહીં તું શા માટે આવી છે?'

' પણ મેં ટોપ નીચે બ્રા નથી પહેરી'

ગુડ, તો તો અમને તારા સ્તન જોવા મળશે.'

મેં જોરથી મારૃ ડોકું હલાવી કહ્યું. ' 'ના, ના, હું ટોપ નહી કાઢું'

ના, ના શું કરે છે ? અહીં આ બધી છોકરીઓ તેના માટે તો આવી છે. તારે મોડલિંગ ક્ષેત્રે કામ નથી જોઈતું ?

'ના, ના,સોરી મેં અહી આવવાની ભૂલ કરી છે ' એટલું બોલી હું ઝડપથી બહાર નીકળવા ગઈ, એટલામાં ફોટોગ્રાફરે કોઈને બુમ પાડી,'ટેરેન્સ અહી નાની ગરબડ ઉભી થઈ છે.'

એક મજબૂત બાંધાના માણસે ઊતાવળે અંદર આવીને ઊંચા અવાજે પૂછ્યું, શું થયું છે ?

હું ત્યાં જ ઊભી રહી. મારી આંખોમાં આંસુ આવી ગયા. રડતા રડતા મેં એ માણસને કહ્યુ, ના, હું એવું નહીં જ કરું પછી સ્ટુડિઓની દીવાલ પર લટકાવેલા એક ટોપલેસ યુવતીના ફોટા તરફ આંગળી ચીંધી મેં કહ્યું, 'હું આવા પોઝમાં ટોપ કાઢીને ફોટો નહીં પડાવું.'

અંગ્રેજીમાં આટલું બોલ્યા પછી ગુસ્સામાં મારી માતૃભાષા સોમાલીમાં હું એમને ઝાટકતી રહી. ટેરેન્સ નામના એ માણસે મને પૂછ્યું, તું શું બોલી રહી છે ? વારિસ અત્યારે હું બહુ બીઝી છું '

પણ તેનું કહ્યું સાંભળવા રોકાયા વિના હું દોડતી બારણું ખોલીને ઓફિસ બહાર નીકળી ગઈ. મારી રૃમ પર પાછા જતા આખા રસ્તે હું રડતી રહી.

એ સાંજે મારી રૃમમાં બેડ પર હું આડી પડી પડી દિવસ દરમ્યાન ઘટેલી ઘટના વિષે વિચારતી'તી, એટલામાં મારી રૃમ પાર્ટનરે આવીને કહ્યું, વારિસ તારો ફોન છે.
 

Keywords saransh,17,april,2018,

Post Comments