Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સારાંશ - વિનોદ ડી. ભટ્ટ

- યઝીદી કોમને ખતમ કરી નાંખવા માગે છે

- ISISના કટ્ટરપંથીઓ આખા ઈરાકમાંથી

- ઈસ્લામિક મિલિટન્ટસના ડરથી અમારા નાનકડા કોચો ગામમાં સન્નાટો વ્યાપી ગયો
- હિટલર યહૂદીઓ પાછળ પડી ગયો'તો તેમ ઈસ્લામિક આતંકીઓ યઝીદી પાછળ પડયા છે

ISISના આતંકીઓના ડરથી આસપાસના ઘણાં ગામોના હજારો યઝીદી લોકોએ ભાગીને આ સિંજર પર્વત પર આશરો લીધો છે. સિંજર પર્વત પરની ગુફાઓ અને ઊંડી ખીણોમાં છુપાયેલા સેંકડો યઝીદીઓની પાછળ પડીને ઇસ્લામિક ત્રાસવાદીઓએ તેમને મોતને ઘાટ ઊતારી દીધા હતા.- કેટલાકને રહેંસી નાખ્યા, કેટલાકને લમણે કે છાતીમાં ગોળીઓ ધરબી દઇને ઢાળી દીધા તો કેટલીક સ્ત્રીઓ પર ગેંગરેપ કર્યા બાદ આ નરાધમોએ પર્વત પરથી નીચે સીધી ખીણમાં ફંગોળીને પિશાચી આનંદ માણ્યો હતો.

પર્વત પર આશરો લઇ રહેલા નિઃશસ્ત્ર અને નિઃસહાય યઝીદીઓને સલામત સ્થળે ખસેડવા માટે ઇરાકી લશ્કરના એક હેલિકોપ્ટરે સિંજર પર્વત પર ઊતરાણ કરતા જ તેમાં બેસવા માટે લોકોએ ભારે પડાપડી અને ધક્કામુક્કી કરી મુકતા આખું હેલિકોપ્ટર ખીચોખીચ ભરાઇ ગયું. એક સિટ પર ચાર-ચાર, પાંચ-પાંચ જણ બેસી ગયા અને કેટલાય લોકો વચ્ચેની હરોળમાં ભીંસાઇને ઉભા રહી ગયા, જાણે બસમાં મુસાફરી કરવાની હોય તેમ આ બધા ઊભા હતા. પાયલોટે આ બધાને હાથ જોડીને વિનંતી કરી કે, હેલિકોપ્ટરની ક્ષમતા કરતાં એક પણ વધારાનાં માણસને નહીં લઇ જઇ શકાય. પ્લીઝ, વધારાના બધા નીચે ઊતરી જાવ, પાછળ બીજા હેલિકોપ્ટર તમને લેવા માટે આવી રહ્યા છે.

કચવાતા જીવે માંડમાંડ લોકો નીચે ઊતર્યા. નીચે ઊતરેલી એક મહિલા હેલિકોપ્ટર ઊડાન માટે જેવું સ્ટાર્ટ થયુ કે તુરત દોડીને તેની જમણી તરફની પાંખ પર લટકાઇ ગઇ. લોકોએ બૂમો પાડી પણ પાયલોટને શું થયું તેની કશી જાણ થાય તે પહેલાં તો એ મહિલાની, હેલિકોપ્ટરની પાંખ સાથેની પક્કડ છૂટી જતાં એક કારમી ચીસ સાથે એ મહિલા ઊંડી ખીણમાં ભેખડ સાથે જોસભેર ભટકાઇને કાયમ માટે શાંત થઇ ગઇ.

મારા ભાઇ હેઝનીએ પણ બીજા યઝીદીઓ સાથે સિંજર પર્વત પર આશરો લીધો હતો. પર્વત પર દિવસે ભારે ગરમી લાગતી હતી અને રાત્રે ઠરી જવાય એવી ઠંડી પડતી હતી. અહીં ખાધાખોરાકીની પણ બહુ જ અછત હતી. ઘણાં યઝીદીઓના ભૂખમરાને કારણે મોત નિપજ્યા હતાં.

પર્વત પર ક્યારેક કોઈ ઘેટુ ચરવા આવી ચઢે, તો જુવાનીયા એને કાપીને એના માંસનો એક એક ટૂકડો બધાને વહેંચી દેતા હતા, જેથી તેમનો એક દિવસ હળવો થતો હતો. ક્યારેક હેઝની અને બીજા યુવાનો ઢળતી સાંજે સિંજર પર્વત ઉતરીને તળેટીમાં પૂર્વ તરફના યઝીદીઓના  એક ગામમાં જતા હતા, જ્યાં હજી ઇસ્લામિક સ્ટેટના આંતકીઓ પહોંચ્યા નહોતા. એ ગામમાંથી જે કાંઈ ખાધાખોરાકીની સામગ્રી મળે એ લઈને પાછા પહાડ ચઢીને ઉપર આવી જતા હતા.

સિંજર શહેરમાં ૫૦,૦૦૦ જેટલા યઝીદીઓની હત્યા કર્યા પછી ઈસ્લામિક આતંકીઓ માર્યા ગયેલા યઝીદીઓના ઘરોમાથી કોથળાઓમાં કિંમતી ઘરેણાં, મોબાઈલ ફોન અને અન્ય મોંઘી ચીજવસ્તુઓ ભરીને લઈ ગયા હતા. યઝીદીઓની મોટરકારો અને તેમના ઘેટા-બકરા તેમજ ગાયો પણ ઉઠાવી ગયા. યઝીદી કોમની સેંકડો સ્વરૃપવાન છોકરીઓને ઈરાક તેમજ સિરિયાના આતંકીઓને પહોંચતી કરાઈ જ્યાં તેમના પર આ હવસખોરો રોજ બળાત્કાર કરતા હતા.

હજારોની સંખ્યામાં મારી નંખાયેલા યઝીદીઓને શહેર બહારના ખુલ્લા મેદાનમાં મોટા ખાડા કરીને સામુહિક રીતે દફનાવી દેવાયા હતા. આ બાજુ આંતકીઓએ અમારા ગામ કોચોમાં અમને બધાને નજરકેદમાં રાખ્યા હતા. અમે ક્યારેક ઘરની બહાર બીતા બીતા નીકળતા હતા.

પણ ગામ બહાર નીકળવાનું તો અમારા કોઈ માટે શક્ય જ નહોતુ. કોચો ગામમાં અમારી બધાની આ દશા હતી સિંજર શહેરમાં યઝીદી સ્ત્રી-પુરૃષોનેISISના આતંકીઓએ ઝનૂનપૂર્વક આડેધડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઊતારી દીધાની વાત સાંભળીને અમારા નાનકડા કોચો ગામમાં સન્નાટો વ્યાપી ગયો. અમારા ગામને આતંકીઓએ ઘેરો ઘાલ્યાને લગભગ બે અઠવાડિયાનો સમય વીતી ગયો હતો.

અમને બધાને મનમાં ઊંડે ઊંડે એક એવી આશા હતી કે કોચો ગામનો આતંકીઓનો ઘેરો ઉઠાવડાવી લેવા માટે અમેરિકાનું સૈન્ય ગમે તે ઘડીએ આવી પહોંચશે. કારણ કે ઇસ્લામિક મિલિટન્ટસની હિંસક આગેકૂચ રોકવા માટે અમેરિકન સૈન્યના જવાનો ઇરાકમાં ઊતારાયા હતા.

અમેરિકી સૈન્યના જવાનોનું ઇરાકમાં આગમન થયું તે પછી મારા બીજા એક ભાઇ જાલોને તલ અફાર એરપોર્ટ પર ડયુટી સોંપાઇ હતી, એટલે જાલો લગભગ રોજ અમેરિકાના હ્યુસ્ટન ખાતે રહેતા તેના મિત્ર હૈદર સાથે ફોન પર વાતો કરતો હતો. હૈદર અમારી યઝીદી કોમનો હતો અને અમેરિકન સરકારે તેને અમેરિકામાં રાજ્યાશ્રય આપ્યો હતો.

હૈદર જો કે જાલોને ચેતવતો હતો કે, જાલો, મને રોજ રોજ ફોન ના કરીશ. ભૂલેચૂકે ઇસ્લામિક મિલિટન્ટ તારો ફોન કદાચ ચેક કરે અને તેમાંથી અમેરિકાનો નંબર નીકળશે તો એ લોકો તને ત્યાંને ત્યાં જ ઠાર મારી નાંખશે.
હૈદર અને અમેરિકામાં રહેતા અન્ય યઝીદીઓએ એક ગુ્રપ બનાવ્યું હતું અને ઇરાકમાં મિલિટન્ટસ દ્વારા યઝીદીઓની થઇ રહેલી હત્યાઓ અટકાવવા માટે અમેરિકા અને ઇરાક એમ બન્નેની સરકારોને વારંવાર રજૂઆતો કરતા રહેતા હતાં.

આટલી બધી વખત રજૂઆતો છતાં અમારા કોચો ગામમાં હજી સુધી અમેરિકન સૈન્યની મદદ આવી નહોતી. મારા ભાઇ જાલોને અમેરિકી લશ્કરના જવાનોની ક્ષમતા પર પુરો ભરોસો હતો, કારણ તેણે તલ અફાર વિસ્તારમાં આ જવાનોની કામગીરી નજરોનજર જોઇ હતી.એથી જાલોને ચોક્કસપણે ખાતરી થઈ ગઈ હતી કે અમેરિકા તેના સૈનિકોને જો કોચો ગામની ઇસ્લામિક ચેક પોસ્ટો પર આક્રમણ કરવા મોકલે તો કોચો ગામ  ISISના આતંકીઓના ઘેરામાંથી મુક્ત થઈ જશે.

પણ મોટી મુશ્કેલી એ હતી કે મીડિઆમાં ઈરાકના મોટા શહેરો અને નગરોમાં આતંકીઓની હિંસાખોરીના ન્યુઝ પ્રસિદ્ધ થતા હતા પરંતુ અમારા નાનકડા કોચો ગામને મિલિટન્ટોએ ૧૫ દિવસથી ઘેરો ઘાલ્યો છે, તેના કોઈ ન્યૂઝ ક્યાંય છપાતા નહોતા. કોઈને જાણે અમારા ગામની પડી જ નહોતી. ભયના ઓથાર હેઠળ ચૂપચાપ દિવસો પસાર કર્યા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. આખો દિવસ ગામમાં સન્નાટો છવાયેલો રહેતો. ગામના ફળિયા અને ગામના રસ્તા દિવસ- રાત સૂમસામ રહેતા હતા. બધા પોતપોતાના ઘરોમાં ભરાઈ રહેતા'તા. ભાગ્યે જ કોઈ ઘરની બહાર નીકળતા હતા.

ઇસ્લામિક મિલિટન્ટસની ક્રૂરતા વિશે અને ગમે તેને ગમે ત્યારે બંદૂકની ગોળીથી ઉડાવી દેવાની આતંકીઓ વિશેની વાતો સાંભળીને અમારી ભૂખ મરી ગઈ હતી. પુરતું ખાવાના અભાવે ગામના લોકો કૃશકાય થઈ રહ્યા હતા, નિસ્તેજ દેખાતા ગ્રામજનોમાં સામા થવાની કે બળવો કરવાની હામ નહોતી રહી. ISISના આતંકીઓનો પ્લાન તો અમારી આખી યઝીદી કોમનું ઈરાકમાંથી નામોનિશાન મીટાવી દેવાનો હતો. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન હિટલર સમગ્ર યુરોપમાંથી યહૂદી કોમનો મૂલોચ્છેદ કરવા નીકળી પડયો'તો તેમ આ ઈસ્લામિક મિલિટન્ટસ અમારા બધાનો સફાયો કરી નાંખવા મેદાને પડયા હતા.

હિટલરે યહૂદી કોમના બધાનું જ સત્યાનાશ કાઢી નાંખવા માટે ખાસ ગેસ ચેમ્બરો બનાવડાવી હતી. લાખો યહૂદીઓને આ ગેસ ચેમ્બરમાં ધકેલી દઇ ગુંગળાવીને મારી નંખાયા હતા. યુરોપના દેશોમાંથી યહૂદી સ્ત્રી, પુરૃષ અને બાળકોને પકડી પકડીને કોન્સનટ્રેશન કેમ્પમાં મોકલી અપાતા હતા, જ્યાં ભયંકર ઠંડી વચ્ચે તેમને પુરતા કપડા પણ નહોતા અપાતા કે પુરતું ખાવાનું પણ નહોતુ અપાતું. બીજા વિશ્વયુધ્ધના ચારેક વર્ષમાં હિટલરના નાઝી સૈનિકોએ લગભગ ૬૦ લાખ યહૂદીઓને મારી નાંખ્યા હતા..!

પિશાચી આતંકની પરાકાષ્ઠા ભાગ-૨

Keywords Saransh,10,July,2018,

Post Comments