Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સારાંશ - વિનોદ ડી. ભટ્ટ

બ્લેક બ્યૂટી વારિસ ડિરીની રોમાંચક આત્મકથા

૧૧ વર્ષની કુમળી વયે ઘરમાંથી ભાગી, ૨૨મા વર્ષે ટોચની મોડલ બની જનાર

સુપર્બ મોડલની સુપર આત્મકથા ભાગ-૧
 

'નોટ વિધાઉટ માય ડોટર' અને 'પોલર ડ્રીમ' પછી ત્રીજી સાહસિક સ્ત્રીની જિન્દાદિલ વાત

પરંપરાના નામે આધુનિક યુગમાં પણ મધ્યયુગીન ક્રૂર રિવાજો...

બે સાહસિક સ્ત્રીઓની જિન્દાદિલ આત્મકથાની રોમાંચક ઘટનાઓ 'સારાંશ' કોલમના નિયમિત વાંચકોના સ્મૃતિપટ પર હજી પણ અંકિત થયેલી હશે.

પહેલી આત્મકથા ‘Not Without My Daughter' અમેરિકન લેડી બેટ્ટી મહેમુદીએ લખેલી છે. અમેરિકામાં મેડિકલના અભ્યાસ માટે ગયેલા ઇરાનના યુવાન સૈયદ મહેમુદી સાથે અમેરિકન લેડી બેટ્ટીએ પ્રેમલગ્ન કર્યા. પાંચેક વર્ષ સુખરૃપ વીતી ગયા. બેટ્ટીએ એક પુત્રીને જન્મ આપ્યો. એક દિવસ અચાનક ડો. મહેમુદીએ પત્ની બેટ્ટીને કહ્યું, 'આપણે મારા સગા-સંબંધીઓને મળવા વતનમાં જઇએ. ઇરાનના પાટનગર તહેરાનમાં રહેતા મારા સગાઓને મળીને પંદર દિવસમાં આપણે અમેરિકા પાછા આવી જઇશું.'

બેટ્ટીને મનમાં સહેજ દહેશત તો પેઠી કે છેલ્લા કેટલાક સમયથી વધારે રૃઢિચુસ્ત બની ગયેલો મારો પતિ મહેમુદી ઇરાન ગયા પછી મને ઇરાનમાં જ રહી પડવાનું દબાણ તો નહીં કરેને ? પણ આવી દહેશતને મનની કેવળ શંકા જ હોવાનું માનીને બેટ્ટી નાનકડી દીકરીને લઇ પતિ સાથે તહેરાન જવા તૈયાર થઇ ગઇ.
તહેરાન ગયા પછી બેટ્ટીના મનમાં અગાઉથી જે આશંકા સળવળતી હતી, તે કડવી વાસ્તવિકતા બનીને સાથે આવી ગઇ.

મહેમુદીએ બેટ્ટીને ઘરમાં નજરકેદ હેઠળ રાખી અને તેનો બદઇરાદો ખુલ્લો કરી દીધો કે આપણે અમેરિકા પાછા નથી જવાનું, હવે આખી જિન્દગી તારે અહીં જ વીતાવવાની છે.

અમેરિકાના મુક્ત વાતાવરણમાં ઉછરેલી બેટ્ટીને તહેરાનના રૃઢિચુસ્ત માહોલમાં ગુંગળામણ થતી હતી, અજાણ્યો દેશ, અજાણી ભાષા અને અજાણ્યા લોકો, વચ્ચે બેટ્ટી નિ:સહાય થઇ ગઇ. આવા અતિ કપરા અને બધી જ રીતે પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ આ સ્ત્રી હિંમત ન હારી. પતિ અને તેના પરિવારજનો વચ્ચે નજરકેદમાં હોવા છતાં બેટ્ટી નાસીપાસ ના થઇ.

ધીરજ રાખીને બેટ્ટીએ કોઇપણ ભોગે તહેરાનથી નાસી છૂટવાનો મક્કમ નિર્ધાર કરી દીધો. મહિનાઓની મથામણ પછી બેટ્ટીને એક એજન્ટ મળી ગયો જેણે બેટ્ટીને તેની નાની દીકરી સાથે ઇરાનની બોર્ડર ક્રોસ કરી અમેરિકા જવામાં પુરી મદદ કરવાની ખાતરી આપી. તહેરાન શહેરથી છેક ઇરાન દેશની સરહદ સુધીની મુસાફરી પોલીસના ચેકિંગથી બચીને તેમજ સરહદે લશ્કરી જવાનોની ચાંપતી નજરથી બચીને બોર્ડર ક્રોસ કરવા સુધીના બેટ્ટીના સાહસિક પ્રવાસની દિલધડક ઘટનાઓ કોઇ થ્રિલરથી જરાય કમ નથી. 'સારાંશ' કોલમમાં બેટ્ટીની આ રોમાંચક સ્ટોરી વાંચીને ઘણાં વાંચકોએ બેટ્ટીની ગજબનાક હિંમતને બિરદાવી હતી.

બેટ્ટીની આ અપ્રતિમ સાહસકથા પછી ‘Polar Dream' નામના બેસ્ટ સેલર પુસ્તકની લેખિકા હેલન થાયેરની ઉત્તર ધુ્રવની સાહસિક સફરની વાત પણ આ કોલમમાં લખાઇ ચુકી છે. હેલન થાયેર વિશ્વની એવી પ્રથમ મહિલા છે જેણે એકલપંડે ઉત્તર ધુ્રવ સુધીનો પગપાળા પ્રવાસ ખેડયો છે. ચોતરફ બરફના અફાટ રણમાં તદ્દન નિર્જન પ્રદેશ કે જ્યાં ૩૮૦ માઈલના વિસ્તારમાં એકેય માણસની વસ્તી નથી અને માર્ગમાં ધુ્રવ પ્રદેશના અલમસ્ત સફેદ રીંછોના હુમલાનો ડર રહે છે. આવા પ્રદેશમાં ૫૦ વર્ષની હેલને ૨૭ દિવસ સુધી એકલીએ પ્રવાસ ખેડીને ઉત્તર ધુ્રવ પહોંચીને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો.

આ બે સાહસિક સ્ત્રીઓની વાત પછી હવે ત્રીજી એક આવી જ સાહસિક સ્ત્રીની વાત 'સારાંશ' કોલમમાં આજથી શરૃ થઇ રહી છે. માત્ર દશેક વર્ષની નાજુક વયે ઘરમાંથી ભાગીને નીકળેલી નાની છોકરી આફ્રિકાનો પોતાનો દેશ છોડીને ઇંગ્લેન્ડ પહોંચી ગઇ, ત્યાંથી અમેરિકા ગઇ, આંતરરાષ્ટ્રીય કક્ષાની મોડેલ બનીને વિશ્વમાં ખ્યાતનામ બની ગઇ. નાની છોકરીઓની સુન્નત કરવાના ક્રુર રિવાજ વિરૃધ્ધ તેણે અભિયાન ઉપાડયું.

આ સાહસિક સ્ત્રીનું નામ છે વારિસ ડિરી અને તેની રોમાંચક આત્મકથાનું નામ છે ‘The Desert Flower.' વારિસ પાંચ વર્ષની હતી ત્યારે તેની સુન્નત કરાઇ હતી.

વારિસના બાળપણની આ અત્યંત ક્રૂર અને પીડાદાયક ઘટનાની વાત ભલભલાની આંખમાં આંસુ લાવી દે તેવી છે. વિશ્વસ્તરે ખ્યાતનામ થયા પછી વારિસે એક ફેશન મેગેઝીનની લેખિકાને આપેલા ઇન્ટરવ્યૂથી વાતની શરૃઆત કરીએ...

મોડેલિંગ ક્ષેત્રે દેશ-વિદેશમાં અત્યંત નામાંકિત થઇ ગયેલી વારિસ ડિરીને 'મેરી કલેર' નામના ફેશન મેગેઝીનની લેખિકા લોરા ઝીવનો એક દિવસ ફોન  આવ્યો.

'અમારા ફેશન મેગેઝિન માટે મારે તમારો ઇન્ટરવ્યૂ લેવો છે.''

મેં ઇન્ટરવ્યૂ માટે  હા પાડી.

નક્કી કરેલા દિવસે અમે મળ્યા પહેલી જ મુલાકાતમાં લોરા ઝીવની વાતચીત કરવાની શૈલી અને તેની નિખાલસતા મને સ્પર્શી ગઇ.

મનોમન મેં નક્કી કર્યૂં કે હવે યોગ્ય સમય આવી ગયો છે. બાળપણમાં મારા વતનના દેશ, સોમાલિઆના નાનકડા ગામડામાં મારા પર જે વીત્યુ છે, તે વાત હવે કોઇપણ પ્રકારના સંકોચ કે શરમ અથવા ડર રાખ્યા વગર મારે ખુલ્લેઆમ કહી દેવી જોઇએ. મારા દેશની રૃઢિ અને પરંપરાના નામે માત્ર મારા પર જ નહી, કિંતુ મારા જેવી લાખ્ખો સ્ત્રીઓ પર તેમના બાળપણ દરમિયાન જે સિતમ ગુજરાય છે, તેની સામે કોઇકે તો અવાજ ઉઠાવવો જ પડશે.

આફ્રિકાના સંખ્યાબંધ દેશોમાં પાંચથી સાત વર્ષની માસુમ છોકરાઓની સુન્નત કરવાનો અતિક્રૂર રિવાજ ચલણમાં હતો, ત્યારની આ વાત છે. જો કે આજની ૨૧મી સદીમાં પણ આફ્રિકાના કેટલાક સમાજોમાં કાળજુ કંપાવતી આ પરંપરા હજી પણ અમલમાં હોવાનું કહેવાય છે.

ફેશન મેગેઝીનની લેખિકા લોરા ઝીવના નિર્દોષ અને નિખાલસ સ્વભાવથી પ્રભાવિત થયેલી વારિસ ડિરીએ લોરા તેને ઇન્ટરવ્યૂમાં પહેલો સવાલ પૂછે તે પહેલા તેણે પોતે જ આ ઇન્ટરવ્યૂને એક નવો વળાંક આપવાના નિર્ધાર સાથે લોરાને કહ્યું, ''મને ખબર નથી કે તમે મને આ ઇન્ટરવ્યૂમાં કેવા સવાલો પૂછશો.

વળી તમે મારી પાસેથી કેવી ન્યૂઝ સ્ટોરીની અપેક્ષા રાખો છો, તેની પણ મને ખબર નથી. ફેેશન મોડેલિંગ ક્ષેત્રે મારી નામના છે. પરંતુ આપણે બન્ને જણ સારી રીતે જાણીએ છીએ કે ફેશન મેગેઝીનોમાં મારા મોડેલિંગ વિશે કેટલીય વાર લેખ લખાઇ ચૂક્યા છે.

અને બીજી મોડેલો વિશેની પણ સંખ્યાબંધ ન્યૂઝ સ્ટોરીઓ ફેશન ડિઝાઇના જુદા જુદા મેગેઝીનોમાં અવારનવાર છપાતી રહી છે. પણ હું તમને એક સાચી ઘટનાની વાત કહેવા માંગુ છું, શરત માત્ર એટલી જ કે તમે જો એ સ્ટોરી છાપવાની ખાતરી આપો તો હું તમને એ વાત કરૃં''

વારિસ ડિરીને ફેશન ડિઝાઇનીંગ અને મોડેલિંગ ક્ષેત્રના બદલાતા પ્રવાહો વિશેના અવનવા સવાલો પૂછવાની તૈયારી સાથે આવેલી લોરા ઝીવ, વારિસની આ નવા જ પ્રકારની ઓફર સાંભળીને ચમકી ગઇ : વારિસ મને કેવા પ્રકારની રિઅલ લાઇફ સ્ટોરી કહેવા માંગતી હશે ?

લોરા ઝીવે મનોમન ક્ષણભર માટે આવું વિચારીને પછી તુરત જવાબ આપ્યો, ''ઓ.કે. વારિસ હું તારી આ સત્ય ઘટનાત્મક વાત મારા મેગેઝીનમાં છાપીશ.'' લોરાની હા સાંભળીને વારિસ ડિરીને મોટો હાશકારો થયો. વર્ષોથી જે વાત તેણે ભાગ્યે જ કોઇને કહી હતી, તે વાત આજે તે લોરાના ફેશન મેગેઝીન દ્વારા દેશ-વિદેશના તેના લાખ્ખો વાંચકોને કહેવા જઇ રહી હતી.

લોરા ઝીવે વારિસ ડિરીની એ સ્ટોરી ટેપ કરી લેવા ટેપ રેકોર્ડર ઓન કર્યું. વારિસે તેના જીવનની સૌથી અંગત, સૌથી દુ:ખદ અને સાંભળનારનું હૃદય વ્યથાથી દ્રવી ઊઠે એ વાત પુરી કરી ત્યારે લોરાની આંખમાંથી અશ્રુની ધારા વહેતી હતી.

વારસિ જ્યારે પાંચેક વર્ષની નાની બાળકી હતી ત્યારે અભણ જીપ્સી સ્ત્રીએ તેની ગંદી થેલીમાંથી એક ગંદી બ્લેડ કાઢીને તેના ખુદના થુંકથી સાફ કર્યા પછી નાનકડી વારિસના ગુપ્તાંગની જે રીતે સુન્નત કરી એ સઘળી વાત વારિસે લોરા સમક્ષ જાહેર કરી દીધી.
 

Keywords saransh,09,january,2018,

Post Comments