Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સારાંશ - વિનોદ ડી. ભટ્ટ

વારિસ, B.B.C. તારી ડોક્યુમેન્ટ્રિ બનાવવા ઈચ્છે છે

લંડનથી એક દિવસ મોડલિંગ એજન્સીમાંથી મારા પર ફોન આવ્યો...

સુપર્બ મોડલની સુપર આત્મકથા ભાગ-૨૨

BBCના ડોક્યુમેન્ટ્રિ ડાયરેક્ટર ગેરીએ ફોન પર મારા વિશે ઘણી પૂછપરછ કરી

BBCની ટીમ સાથે શૂટિંગ માટે સોમાલિઆ જવાનો પ્લાન પણ ઘડાયો

એ મોડલિંગનું કામ કરતી હતી. એની વાતો સાંભળીને મોડલિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની મને ચાનક ચઢી હતી. ફેશન મેગેઝિનોમાં છપાયેલા એના ફોટોગ્રાફસ જોઈ હું ઘણી પ્રભાવિત થઈ હતી. મેં તેના કેટલાય ફોટોગ્રાફસ મેંગેઝિનોમાંથી કાપીને મારી નાનકડી ઓરડીની દીવાલ પર ચોંટાડયા હતા.

એક દિવસ ઈમાન સાથે લાંબી વાત કરવાની તક મળતાં મેં મારા મનમાં ઘુમરાતો પ્રશ્ન તેને પૂછ્યો, ઈમાન, તારી જેમ મારે પણ મોડલ બનવું છે, તો હું કેવી રીતે મોડલ બની શકું ? મારે આ બાબતમાં તારી સલાહ જોઈએ છે.

એ વખતે મને મોડલિંગ વિશે કશી જ જાણકારી નહોતી. પણ મારા મનમાં હું વિચારતી કે ઈમાન પણ સોમાલિઆની છે, જો એ, મોડલ બની શકતી હોય તો હું શા માટે મોડલ ના બની શકું ?

ઇમાન સાથે વાત આગળ વધારતા મેં કહ્યું, ઇમાન તારા ઘણાં ફોટાગ્રાફ્સ મારી પાસે છે અને તારી કેટલીય તસ્વીરો મેં મારા રૃમની દીવાલો પર ચોંટાડી છે. તું મોડલ કઇરીતે બની ? મોડલ બનવું સહેલું છે કે અઘરૃં ?

દશ વર્ષ અગાઉ લંડનમાં અન્કલના બંગલાના રૃમમાં ઇમાન સાથે મોડર્લિંગ અંગે થયેલી આ બધી વાતો અચાનક જ આજે મારા સ્મૃતિપટ પર સળવળી ઊઠી. આ વાતને દશકો વીતી ગયો છે અને આજે ન્યૂયોર્કના સ્ટુડિઓમાં રેવલોન શેમ્પૂના મોડર્લિંગ માટે ફેશન ફોટોગ્રાફર મારા ફોટોગ્રાફ્સ લઇ રહ્યો હતો તેવામાં મેકઅપ આર્ટિસ્ટે આવીને ખબર આપી કે બાજુની રૃમમાં ઇમાન એક જાણીતી અમેરિકન કંપનીના કોસ્મેટીક્સ માટે મોડલ્સની ફોટોગ્રાફી કરી રહી છે.

હું તુરત બાજુના રૃમમાં દોડી ગઇ. ઇમાનને જોતાં જ મેં કહ્યું, હાય, ઇમાન તું તો મોડર્લિંગની સાથે હવે નવા ઉત્પાદનો માટે ફોટોગ્રાફી પણ કરી રહી છે ? તો એક સોમાલિઅન સ્ત્રી તરીકે તું મને ચાન્સ આપને ?

તેણે મારી સામે એક નજર નાંખીને કહ્યું, 'વારિસ, તારો ભાવ બહુ ઊંચો છે, તારો ભાવ મને ના પોષાય.'

મેં તેને સોમાલિ ભાષામાં જવાબ આપતા કહ્યું, 'ઇમાન તારા માટે તો હું મફતમાં પોઝ આપવા તૈયાર છું.'

એક સમય હતો કે જ્યારે મારા અન્કલના  બંગલે મેઇડ સર્વન્ટ તરીકે હું તેને માટે ચા બનાવીને લાવતી હતી અને આજે એ સમય છે કે ઇમાનને મોડલ તરીકેની મારી 'પ્રાઇસ' પોષાતી નથી...!

વાસ્તવમાં હકીકત એ છે કે મોડર્લિંગમાં કામ શોધવા હું ક્યારેય નીકળી નથી, મને સામે ચાલીને આ ક્ષેત્રમાં કામો મળ્યા છે. 'સુપરમોડલ' કે 'સ્ટાર' બન્યાનો મને રોમાંચ કે થ્રિલ એટલા માટે નથી થતો કે હજી આજે પણ મને સમજ નથી પડતી કે મોડલ્સ આટલી બધી ફેમસ કેમ થઇ જાય છે ?

મોડલિંગ પોઝની ફોટોગ્રાફી માટે ક્યારેક મારે કોઇ અતિ સુંદર ટાપુ પર જવાનું થતું, ત્યારે કામ પત્યા પછી હું એકલી એકલી દરિયા કાંઠે જતી રહેતી, કુદરતના સાનિધ્યમાં હું ખોવાઇ જતી. વૃક્ષ નીચે બેસી પક્ષીઓનો મધુર કલરવ સાંભળ્યા કરતી. આંખો બંધ કરી આસપાસ ખીલેલા પુષ્પોની સુગંધ માણતી. દરિયા કાંઠે સુતી સુતી 'સન બાથ' લેતી. નિસર્ગના ખોળે બેસીને મારા વતન સોમાલિઆમાં હોઉં એવી મને અનુભૂતિ થતી. સોમાલિઆમાં રણ પ્રદેશના મારા સાદા નાનકડા ઘરમાં મને જે પરમ શાંતિ મળતી હતી, એવી અત્યંત આલ્હાદક શાંતિનો મને ફરી એહસાસ થતો.

વર્ષ-૧૯૯૫ની એક બપોરે હું ટ્રિનિદાદ ટાપુ પર આરામ ફરમાવી રહી હતી. યુરોપ અને અમેરિકાના કેટલાય મોટા શહેરોમાં ફોટો શૂટ અને ફેશન શોના વ્યસ્ત શેડયૂલ બાદ રિલેક્સ થવા હું આ ટાપુ પર આવી હતી.

એક બપોરે અચાનક લંડનથી મારા એજન્ટનો ફોન આવ્યો.

'વારિસ, BBCમાંથી અમને મેસેજ મળ્યો છે કે તેઓ તારા વિશે એક સરસ ડોક્યુમેન્ટ્રિ બનાવવા માંગે છે. તું કયા દેશમાંથી આવી છે, ત્યાં તારૃં જીવન કેવું હતું. અને હવે સુપર મોડલ બની ગયા પછી તારી લાઇફ સ્ટાઇલ બદલાઇ ગઇ છે, તને તારી આ નવી લાઇફ સ્ટાઇલ જૂનાની સરખામણીએ કેવી લાગે છે? વગેરે વગેરે વાતોને વણી લેતી તારા જીવન વિશેની રોચક ડોક્યુમેન્ટ્રિ બનાવવાનો BBCએ પ્લાન તૈયાર કર્યો છે. એ લોકોને આ અંગે તારી સાથે વાત કરવી છે. તો તું તાત્કાલિક એ લોકો સાથે વાત કરી લેજે'.

હું BBCવાળા સાથે હાલને હાલ વાત કરવાના મુડમાં નહોતી. મેં એજન્ટને કહ્યું કે, 'હમણાં વાત કરવાની મારી ઇચ્છા નથી. અહીં આરામ કરીને ન્યૂયોર્ક પાછી ગયા બાદ બે-ત્રણ દિવસમાં હું લંડન આવવાની જ  છું. તે વખતે હું તેમની સાથે વાત કરીશ.'

પણ બીજે જ દિવસે મારી એજન્સીમાંથી ફોન આવ્યો, 'BBCવાળા તારી સાથે વાત કરવા માંગે છે. એ લોકોનું કહેવું છે તેમને તારી સાથે અગત્યની વાત કરવી છે. BBCમાંથી તને આવતીકાલે આ ટાઇમે ફોન આવશે'.

'અત્યારે હું મારા વ્યસ્ત શેડયૂલમાંથી સમય કાઢીને અહીં આરામ માટે આવી છું પ્લીઝ હાલમાં હું કોઇની સાથે વાત કરવા નથી માંગતી.'

મારા આવા નકાર છતાં એજન્સીવાળાએ બહુ દબાણ કરતાં મેં કહ્યું, 'ઓ.કે. કાલે આ સમયે હું BBCના ફોનની રાહ જોઇશ.'

એજન્સીએ આપેલા ટાઇમે બીજા દિવસે BBCમાંથી ફોન આવ્યો. BBC માટે ડોક્યુમેન્ટ્રિ બનાવતા ડાયરેક્ટર ગેરી પોમેરોયે મારા જીવન વિશે મને કેટલાક પ્રશ્નો પૂછ્યા.

વારિસ, તારી જીવનકથા પરથી ડોક્યુમેન્ટ્રિ બનાવવાનું BBCએ પ્લાનિંગ કર્યું છે. ‘The Day That Changed My Life'  નામના ટી.વી. શોમાં અડધો કલાકનો તારા જીવન વિશેનો એપિસોડ ટેલિકાસ્ટ કરવાનું અમે વિચાર્યું છે.

ગેરી પોમેરોય આ બધુ મને ફોન પર કહેતો હતો તે દરમિયાન મેં મનોમન એક અફલાતૂન આઇડિયા વિચારી લીધો. ગેરી પોમેરોયે તેની વાત પુરી કરી એટલે મેં કહ્યું, 'ઓ.કે. હું BBC સાથે ડોક્યુમેન્ટ્રિ બનાવવા માટેનું ડિલ કરવા તૈયાર છું. પણ મારી એક શરત છે, કે તમારે મને મારા વતનના દેશ સોમાલિઆ પાછી લઇ જઇને ત્યાં મારી માતાને શોધવામાં મદદ કરવી પડશે. મારી આટલી વ્યવસ્થા કરવાની તમારી તૈયારી હોય તો જ હું મારા જીવનની ડોક્યુમેન્ટ્રિ માટે તમારી સાથે ડિલ કરીશ, નહીં તો મારી ચોખ્ખી ના છે.'

ગેરી મારી વાત સાથે સંમત થઇ ગયો તેણે એવું વિચાર્યું હશે કે વારિસને લઇ BBCની ટીમ સોમાલિઆ જશે તો એપિસોડ વધારે 'લાઇવલિ' બનશે.

ગેરીએ કહ્યું, વારિસ તું વહેલી તકે લંડન આવી જા. આપણે રૃબરૃ મળીને એપિસોડની તૈયારી શરૃ કરી દઇએ.

ગેરી સાથેની વાતથી મને એક વાતની બહુ ખુશી થઇ કે ઘર છોડીને હું ભાગી આવી તે પછી આટલા વર્ષે મારા ઘેર પાછા જવાની BBCના કારણે મને તક મળશે. સોમાલિઆથી લંડન આવ્યા પછી પાસપોર્ટની બે વખત સમસ્યા સર્જાઇ તેથી હું મુસીબતમાં મુકાતા સોમાલિઆ જવાનું તો હું વિચારી જ શકતી નહોતી. વળી એક વખત બ્રિટિશ સરકારે સોમાલિઆમાં આંતરવિગ્રહના કારણે ત્યાં જવાનો મારા પર પ્રતિબંધ મુકી દીધો હતો. વળી સોમાલિઆમાં મારૃં પરિવાર રણ પ્રદેશમાં જ્યાં પાણી મળે ત્યાં ભટકતું ફરતું રહે છે. એટલે આટલા વર્ષે તેઓ કયાં વિસ્તારમાં રહેતા હશે તે શોધવાનું પણ મુશ્કેલ કામ છે. પણ BBCની ટીમ મારી સાથે હોય તો તેમની સહાયથી મારી માને શોધવામાં કદાચ મને સરળતા રહે.

BBCની ટીમ પહેલા તો મને ન્યૂયોર્ક અને લોસ એન્જેલસ લઇ ગઇ, જ્યાં કેટલુંક શુટિંગ પતાવીને ટીમ લંડન પાછી ગઇ. આ સમયગાળા દરમિયાન આફ્રિકાના BBC સ્ટાફે સોમાલિઆમાં મારા પરિવારનું લોકેશન શોધવાના પ્રયાસ શરૃ કરી દીધા હતાં.

BBCનાં સ્ટાફે મને સોમાલિઆના રણપ્રદેશનો વિસ્તૃત નકશો લાવીને બતાવ્યો, કે જેમાંથી હું મારા ઘરનું લોકેશન તેમને બતાવી શકું, તો તેમનો સ્ટાફ સહેલાઇથી મારી માને શોધી શકે.
 

Keywords sarans,05,june,2018,

Post Comments