Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મચ્છર અને મેલેરિયા પર દવાની અસર થતી નથી

- છાણની ટેબલેટ બનાવવાનું સંશોધન ચાલે છે જે મચ્છર ભગાડી શકેઃ માનવજાત મેલેરિયાથી ત્રસ્ત છે

- લેમનગ્રાસ અસરકારક છે એમ લીંબોળીનું તેલ અને નાળિયેરના ટીપાં પણ આશ્ચર્યજનક પરિણામ આપે છે

સંવેદના - મેનકા ગાંધી

જે લોકો મચ્છરોનો શિકાર બને છે તેમણે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ક્યાં તો મચ્છરો કરડે તેનાથી ગભરાવવું ના જોઈએ અથવા તો સાંજના સમયે માથાથી અંગૂઠા સુધી ઢાંકીને બહાર નીકળવું પડે છે. તેમ છતાં મચ્છર ટી-શર્ટમાં કે મોજામાં ઘૂસીને કરડે છે તેનાથી મેલેરીયા કે ડેન્ગ્યૂ થવાની શક્યતા છે. મચ્છર કરડવાથી રોજના બે બાળકોના મૃત્યુ થાય છે. જેમ જેમ ગ્લોબલ વોર્મીંગની માત્રા વધે છે એમ એમ મચ્છરોની સંખ્યા વધે છે, જેના પગલે રોગચાળો વધે છે.

મચ્છરોથી બચવા સિવાય અંગૂઠાથી માથા સુધી ઓઢીને સુઈ જવા સીવાયના વિકલ્પમાં મચ્છર ભગાડતી અગરબત્તી કે ઈલેક્ટ્રીક પ્લગ આવે છે. આવી ચીજો પર 'પોઈઝન'ની માત્રા લખે છે અને તે હાનીકારક છે એમ પણ દર્શાવ્યું હોય છે.

મચ્છર ભગાડવાની ચીજો અને સ્પ્રે વગેરેમાં ડાઈ ઈથાઈલ મેટા ટોલ્યુમાઈડ આવે છે. આ એક એવું કેમિકલ છે કે જે શરીર પર ચકામા પાડે છે, તેના કારણે ચામડી પર ખંજવાળ આવે છે, આંખોમાં ખંજવાળ આવે છે તેમજ બાળકોના મગજ પર સોજો લાવે છે. એવા ફાયલેક્ટરીક શૉક, લો બ્લડપ્રેશર એ કદાચ મોત સુધી ખેંચાઈ જવાય છે.

આવું કોઈ મચ્છર ભગાડતું ક્રીમ શરીર પર ઘસી નાખશો તો તેમાંથી આવતી દુર્ગંધથી કદાચ મચ્છરો નજીક નહીં આવે એવી જ રીતે આવી દવામાં ડૂબાડેલી અગરબત્તી વાપરી શકાય તેમ છતાં એક વાત ના ભૂલવી જોઈએ કે આ બધા જ ઝેરી તત્વો છે.

આ સ્થિતિમાં આપણે શું કરી શકીએ? મચ્છરો ભગાડવાના કેટલાક અસરકારક પગલાં લઈ શકાય છે. જેમકે તમારા ઘરના વરંડામાં કે બારીની આગળની જગ્યા પર લેમન ગ્રાસ ઉગાડો. (જેનું બોટોનીકલ નામ છે કમ્બોફોગન સાઈટ્રેટસ) આ લેમન ગ્રાસ થોડા સમયમાં ઘટ્ટ થઈ જશે. તમારા ઘરમાં સલાડની ડીશમાં પણ તે મુકી શકાય. તે ઝડપથી ઉગે છે.

મચ્છરોને દૂર ભગાડવાની તેની ક્ષમતા છે. તે સિટ્રોનેલા ઓઈલ જેવું જ તત્ત્વ ધરાવે છે જે વધુ અસરકારક હોય છે. આ ગ્રાસના લાંબા ઘસવાથી તેનામાંથી રેસાવાળો ઘટ્ટ પ્રવાહી તૈયાર થશે. આ ઘટ્ટ પ્રવાહીને તમારા શરીર પર ઘસો. જ્યાં ચામડી બહાર દેખાતી હોય ત્યાં તે પ્રવાહી ઘસી શકાય છે.

તેની સ્મેલ સુંદર હોય છે અને તે ચારથી પાંચ કલાક સુધી રહે છે. કેટલાક લોકો આ લેમન ગ્રાસને જીન કે વૉડકાની સાથે મસળે છે. આ પાંદડાને સ્પીરીટ સાથે મેળવીને ગ્રાઈન્ડરમાં મીક્સ કરીને તેનો સ્પ્રે બનાવાય છે.

ખરેખર તો લેમન ગ્રાસને આલ્કોહોલમાં ડૂબાડવાની જરૃર નથી. તમે તેને પાણી સાથે મિલાવીને પણ છાંટી શકાય છે. જો તમે લેમન ગ્રાસ ખરીદી શકતા ના હોવ તો લેમન ગ્રાસનું ઓઈલ ખરીદી શકો છો તે બહુ મોંઘુ નથી હોતું. તેને વધુ અસરકારક બનાવવા સિટ્રીનોલા કે યુકેલીપ્ટસ ઓઈલ ઉમેરી શકો છો. આવા ઓઈલ આખો દિવસ રક્ષણ કરે છે.

મચ્છરો સિટ્રીનોલા, લીંબુના પાંદડા, યુકેલીપ્ટસ અને પેનાઈરોયલ જેવા ઓઈલથી દુર રહે છે. કપાતા જંગલો અને ગટરની વ્યવસ્થા વગર આડેધડ ઉભા થયેલા શહેરોના કારણે મચ્છરોનો ઉપદ્રવ મોટાપાયે વધ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવેલ છે કે ગ્લોબલ વોર્મીંગના કારણે મેલેરીયાના મચ્છરો વધ્યા છે. જેના કારણે માનવ સમુદાય મુશ્કેલીમાં મુકાયો છે. એનોફીલીસ પ્રકારના મચ્છરો મેલેરીયા ફેલાવે છે.

આવા મચ્છરો એવા વિસ્તારમાં ફેલાયા છે કે જ્યાં તે ક્યારેય નજરે પડતા ના હોય!! વિશ્વનો ઈતિહાસ બતાવે છે કે વિશ્વભરના યુધ્ધમાં જેટલા લોકો નથી મર્યા તેનાથી વધુ મચ્છર કરડવાથી મોતને ભેટયા છે.

દર વર્ષે ૧૧૦ મીલીયન લોકોને મેલેરીયા થાય છે. આ જીવાણુઓ ધીરે-ધીરે દવાઓનો સામનો કરતા થઈ ગયા છે. સમસ્યા તો વધુ વણસી છે. જંતુનાશક દવાઓની બનાવેલ મચ્છર નિયંત્રણ માટેની દવાઓ હવે બીન અસરકારક પુરવાર થઈ રહી છે.

ભારત જેવા દેશો કે જ્યાં હજુ ડીડીટી જેવા ડ્રગ પ્રતિબંધ નથી ત્યાં તો મેલેરીયાથી મોટા પ્રમાણમાં લોકો મરે છે. દર વર્ષે ડેન્ગ્યૂના કેસોમાં ૫૦ મીલીયન જેટલો વધારો થાય છે. ખાટલા પર નાખવાની મચ્છરદાનીનો ઉપયોગ વધ્યો છે. આફ્રિકામાં મચ્છરદાનીનું મફત વિતરણ થાય છે. આવી મચ્છરદાની પર કેમીકલ લગાડેલી હોય છે.

જો કે લેન્સેટ મેગેઝીનમાં પ્રસિધ્ધ થયેલા એક અભ્યાસ અનુસાર આવી કેમીકલવાળી મચ્છરદાનીઓ હવે મચ્છર પર કોઈ અસર ઉપજાવી શકતી નથી.એટલે જ સલામત, અસરકારક, સ્થાનિક સ્તરે ઉપલબ્ધ એવી કોઈ ચીજ શોધવાની જરૃર છે. જે જંતુનાશક દવાના વિકલ્પ તરીકે વપરાય. એવી જ રીતે હાલની મેલેરીયા ટ્રીટમેન્ટ અસરકારક બને એવા ડ્રગ્સની જરૃર છે. કેટલાક પ્લાંટ પણ મચ્છરો પર અસરકારક રહ્યા નથી.

ભારતના ઘરોમાં ઘરમાં બનાવાતી એક મચ્છરો ભગાડતી ઔષધિ બનાવાય છે. લીમડાના ઝાડની લીંબોળીમાંથી બનાવેલ તેલમાં નારીયેળના તેલના એક-બે ટીપાં નાખીને બનાવેલું મિશ્રણ અસરકારક પરિણામ આપે છે.

આમ પણ લીમડો મેલેેેરીયા પર અસરકારક રહે છે. તેનામાં રહેલું જીડુનીન નામનું તત્વ મેલેરીયાની અસરવાળા સેલનો સફાયો કરે છે.

મેલેરીયા, ફાઈલેરીએસીસ, ડેન્ગ્યૂ ફીવર અને લાર્વા વગેરે પર પીપરમીંટ ઓઈલ પણ અસરકારક પુરવાર થયું છે. પીપરમીંટ ઓઈલ માત્ર મચ્છરો નથી મારતું પણ મચ્છરોના લાર્વાને પણ મારે છે. ખાસ કરીને એનોફીલીસ મચ્છરો પર તે વધુ અસર કરે છે.

મચ્છરો પર અસર કરતા એક તત્વનું નામ 'નેપાટેસેક્ટોન' છે. કેટનીપમાં આ તત્વ રહેલું છે. કેટનીપ એ ખુશ્બુદાર છોડ છે. મચ્છર ભગાડતી દવાઓમાં વપરાતા DEET (ડાઈ ઈથાઈલ મેટા ટોલ્યુમાઈડ) કેટનીપમાંના તત્વો વધુ અસરકારક છે.

મારા સંસદીય મત વિસ્તાર પીલીભીતમાં મહિલાઓ પાસે મચ્છરો ભગાડવાની દવા છે. ગાયના છાણને મોટા વાસણમાં રાખીને તેમાં દર્શાવ્યા પ્રમાણેની સામગ્રી મીક્સ કરવાની હોય છે. આ છાણની ટેબ્લેટ બનાવવા પર સંશોધન ચાલે છે. ઘરમાં પૂજા, હવન, યજ્ઞા થતાં હોય તો તેના ધૂમાડાથી પણ મચ્છરો ભાગી જાય છે. આવા છાણા વગેરેના પ્રયોગ અસરકારક બન્યાં છે.

કેટલાક મહિનાઓથી સંશોધકો તેના પર કામ કરી રહ્યાં છે. અમદાવાદની આઈઆઈએમ ગુ્રપના પ્રોફેસર અનીલ ગુપ્તા અને તેમની ટીમ આ સંશોધન કરે છે. લાગે છે કે ટીમનું સંશોધન ગામડામાંની વર્તમાન સ્થિતિમાં કે નવા સંશોધનો ગામડાની મહિલાઓની આવકમાં વધારો કરી શકશે. ગૌશાળામાં છાણ નીકાલની વ્યવસ્થા પણ થઈ શકશે. સાથે સાથે ભારતમાં મચ્છરોની સમસ્યા દુર કરી શકાશે.

Post Comments