Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શું વૃક્ષો રડે છે ?.. હા તેને કોઇ કાપે તો રડે છે !!

- દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીના અભાવે વૃક્ષો તંગ સ્થિતિમાં જીવે છે; વૃક્ષો પાણી માટે સાદ પાડે છે..

- મૂળિયામાંથી રીંગોનો વૃક્ષો 'સ્ટ્રો' તરીકે ઉપયોગ કરે છે

- મધમાખી ફૂલો પાસેથી પરાગરજ લેતા પહેલાં કૉમ્યુનિકેશન કરે છે:અવાજ સાંભળવાનો ડીવાઇસ..

- યુકેલિપ્ટ્સના ઝાડમાંથી આવતો અવાજ સાંભળવા બ્રિટનના રૉયલ બૉટોનીકલ ક્યૂ ગાર્ડનમાં હેડ ફોન અપાય છે
-હવામાન પ્રમાણે વૃક્ષોનો અવાજ બદલાય છે


શું વૃક્ષો રડે છે ? જવાબમાં 'હા' છે. જ્યારે તે પાણી માટે ઝૂરે છે ત્યારે તે કણસે છે અને અવાજ કરે છે. કમનસીબે આપણે આ અવાજ સાંભળી શકતા નથી. કેમ કે તે અલ્ટ્રાસોનિક સાઉન્ડ હોય છે. જે આપણે સાંભળી શકતા નથી. જો કે હવે વિજ્ઞાાનીઓએ શોધી કાઢ્યું છે કે વૃક્ષો આપણી મદદ માગવા રડે છે !!

એવું નથી કે માત્ર પાણીની ડીમાન્ડ માટે તે રડે છે પણ તે ભયથી રડે છે, દુખાવાથી રડે છે, ઠંડી લાગવાથી રડે છે.
વૃક્ષો ખુબ ઉંચા હોઈ આ ટયુબોએ પાણી ઉપર સુધી પહોંચાડવા ખુબ જોર લગાવવું પડે છે. જેમ કે નીચે મુકેલા પાણીના ગ્લાસમાં થોડું પાણી હોય અને તેને ઉપર સુધી પહોંચાડવામાં જેટલું જોર લગાવવું પડે એટલું જોર ટયુબો કરે છે. દરેક પાંદડા કે ડાળી સુધી પાણી પહોંચાડવા વધુ પ્રેસર કરવું પડે છે. દુકાળગ્રસ્ત વિસ્તારોમાંના ઝાડ નીચે પાણી ઓછું હોય છે. જ્યારે મૂળીયામાંની ટયુબો તે ખેંચે છે ત્યારે અંદર હવાના પરપોટા આવી જાય છે જે સમગ્ર ટયુબોને કામ કરતી અટકાવી દે છે. કેમ કે તે પરપોટાથી જામ થઇ જાય છે.

ફિઝીક્સ વિજ્ઞાાની એલેકઝાંડર પોનોમારકીનોના નેતૃત્વ હેઠળ ફ્રાંસની ગ્રેનાબલ યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓની ટીમે વિવિધ અવાજો જુદા પાડીને પ્રયોગ કર્યા હતા. (હકીકતે તો વૃક્ષને જ્યારે કાપવામાં આવે છે ત્યારે પણ તે રડે છે, જો કે આ બાબતના પ્રચારથી વૃક્ષ કાપવાના ધંધા પર મોટો ફટકો પડી શકે છે)

ઝાડ પાણી કેવી રીતે પીવે છે ? તેના લાંબા મૂળીયા 'સ્ટ્રો' સમાન હોય છે. આ મૂળીયામાં ખાસ પ્રકારની ગૂંચડાવાળી ટયુબ જેવા રેસા હોય છે. આવા રેસા-ટયુબને ઝાયલેમ કહે છે જે પાણીને ખેંચીને પાંદડા તેમજ ડાળીઓ સુધી પહોંચાડે છે.

આ સ્થિતિને કેવીએશન (પોલાણનો અવાજ) કહે છે. જેના કારણે કેટલાંક વૃક્ષ લીલોતરી ગુમાવે છે તો કેટલાંક સૂકાઇને મોતને ભેટે છે.

સીધી ભાષામાં લખીએ તો વૃક્ષના મૂળીયા-થડનું મુખ્ય કામ પાણીનું ઉપર તરફ વહન કરવાનું છે. જ્યારે પાણી ખેંચવા જોર કરતી વખતે વૃક્ષ તંગ સ્થિતિ અનુભવે છે. આ સ્થિતિમાં તેની વોટર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અટકી જાય છે.
કેવીયેશનનો અવાજ માઇક્રોફોન પકડી શકે છે. જ્યારે વૃક્ષને ઓછું પાણી મળે છે ત્યારે કેવીએશનનો અવાજ વધે છે અને મૂળીયાની પેશીઓમાં બબલ વધે છે. પાણીની અછત વખતે વૃક્ષોના અવાજના મોજાં તીવ્ર બને છે.

વિચારો કે કોઈ એવું ડીવાઇસ હોય કે જે વૃક્ષ સાથે બાંધેલું હોય અને તેને પાણી જોઈએ ત્યારે અવાજ કરે ! અવાજ એક સંશોધન માટે એરીઝોનાના જીવશાસ્ત્રીઓની બે કંપનીઓએ ઓછી કિંમતનું એકોસ્ટીક ડીટેકટર વિકસાવ્યું હતું. જેનાથી વૃક્ષો સાથે વાત થઇ શકે છે. આપણે ઇચ્છીએ કે તે લોકો એવી લેંગવેજનું કોડીંગ કરે કે જેનાથી વૃક્ષો ઠંડી કે ગરમી અંગે બોલે તો સમજી શકાય.

બ્રિટનના રોયલ બોટોનીકલ કયૂ ગાર્ડનમાં મુલાકાતીઓને હેડફોન આપીને યુકેલીપ્ટસના ઝાડમાંથી આવતી ધુ્રજારી સંભળાવવામાં આવે છે. નેચરલ એન્વાયોર્નમેન્ટ રિસર્ચ કાઉન્સીલે આ પ્રોજેક્ટને ફંડ આપ્યું છે. વૃક્ષોની વિવિધ જાતિઓ વચ્ચેના અવાજમાં થતા ફેરફાર પર પણ સંશોધન ચાલે છે. મૂળીયા મારફતે કયું વૃક્ષ વધુ પાણી ખેંચે છે તે પર પણ સંશોધનો શરૃ થયા છે.

નેચર મેગેઝીને નોંધ્યું છે કે સખત વરસાદવાળા વિસ્તારમાં કે રણ પ્રદેશમાંના વૃક્ષો વચ્ચેના ભેદ પારખવા માટે પણ સંશોધનો ચાલે છે. પાઇન ટ્રી જેવી કેટલીક જાતો ડગલસ ફલાય પર સંશોધન ચાલે છે. વૃક્ષની સ્થિતિ પરથી તેને મળતા પાણીનું પ્રમાણ નક્કી થઈ શકે છે એમ મનાય છે.

દુકાળગ્રસ્ત વિસ્તારોમાંના વૃક્ષો ગજબની સહનશક્તિ બતાવે છે. તે થોડા પાણીથી જીવીત રહે છે. કેટલાંક તો પાણી વિના પણ લાંબુ ખેંચે છે. તે પોતાની ચયાપચનની શક્તિ પણ પાણીના અભાવના કારણે બદલી નાંખે છે. જોકે જ્યારે પાણી મળે છે ત્યારે તે પોતાની સુકાયેલી નસો ફરી પુનર્જીવીત કરી શકતા નથી એટલે સુકાઇ જાય છે. વૃક્ષનું સુકાઇ જવું એટલે મોતને ભેટવું. કેટલાંક વૃક્ષોની નસો પાણી મળવાથી ફરી સક્રીય થઇ જાય છે.

ઍલેક્સ મૅટકાફ નામના આર્ટીસ્ટે વૃક્ષોનો અવાજ સાંભળી શકાય એવું ડીવાઇસ બનાવ્યું હતું.

 તો પછી વૃક્ષો કેવો અવાજ કરે છે ? જ્યારે બાળક આ અવાજ સાંભળે છે ત્યારે તેને મોટરબાઇક કે તોફાની પવનનો અવાજ લાગે છે. પરંતુ જ્યારે તેને ધ્યાનથી સાંભળવામાં આવે ત્યારે તે ટીક.. ટીક જેવો અવાજ કરે છે. એકવાર તમે તેને સાંભળવાનું શરૃ કરો તો તેને અવગણી ના શકો !! આ ટીક.. ટીક અવાજ વૃક્ષ પાણી પીવે તેનો છે. તેના મૂળીયામાં આવેલી રીંગો મારફતે તે પાણી પીવે છે.

મૅટકાફનું ડીવાઇસ ત્યારે અવાજ કરે છે કે જ્યારે વૃક્ષમાં કાણું પાડવામાં આવે છે ત્યારે પણ તે અવાજ કરે છે. ત્યારબાદ આ ડીવાઇસને મોડીફાઇડ કરીને તેમાં એમ્પલીફાઇડ કરીને અવાજ ૩૩ ગણો વધારાયો હતો, તેમજ આજુબાજુનો બીનજરૃરી અવાજ પણ અટકાવાયો હતો. જેમ હવામાન બદલાતું હતું એમ અવાજ પણ બદલાતો હતો.

બાયોલોજીસ્ટ જેક સ્કલ્ટએ અને લૅન બૅલ્ડવીને તો તેમના સંશોધનમાં એટલે સુધી લખ્યું છે કે કોઇ પોતાને ખાય કે પોતાને ત્યાં માળો બાંધે તે વૃક્ષને નથી ગમતું. વૃક્ષ એ એકદમ ધીમું પ્રાણી કહી શકાય. પ્રાણી અને એ બંનેમાં તફાવત એ છે કે જ્યારે કોઇ તેના પર હુમલો કરે ત્યારે તે ભાગી શકતું નથી.

ઘણાં ઉદાહરણો એવા છે કે જેમાં જીવાણુઓ અને વૃક્ષ વચ્ચે કોમ્યુનિકેશન થાય છે. ટોમેટો કે અન્ય ફુલો પરથી પરાગરજ લેતી વખતે મધમાખી તેમની સાથે કોમ્યુનિકેટ કરે છે.

 વિજ્ઞાાનીઓ હવે બે વૃક્ષોના મૂળીયા વચ્ચે જમીનની અંદર થતા કોમ્યુનિકેશન પર સંશોધન કરે છે. જે રીતે આપણે ઈન્ટરનેટના માળખા દ્વારા મેસેજ મોકલીએ છીએ એમ જમીનમાંના મૂળીયા ફંગસ મારફતે મેસેજ મોકલે છે.

પ્રાણીઓ અને વૃક્ષોનો અવાજ સાંભળીને સમજી શકાય એવા સંશોધનો થાય ત્યાં સુધી હું જીવતી રહીશ એવી મને શ્રધ્ધા છે. આ સંશોધન ખૂબ મહત્વના બની રહેશે.

સંવેદના મેનકા ગાંધી

Post Comments