Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

થાકેલા પતિનું સ્વાગત હસતા ચહેરે અને સજી-સંવરીને કરો

- ઢળતી વયના ડિપ્રેશનને માત આપવા હમેશાં નવપરિણીત યુગલની જેમ જીવો

કોડભરી કન્યા પતિગૃહે જઇને તેનું નવજીવન શરૃ કરે ત્યારે તે સાંજ પડયે પતિની રાહ જોવા લાગે છે. પરિવારજનોની નજર બચાવીને તે હળવો મેક-અપ કરી લે છે. સાડી અથવા પંજાબી સુટ બદલી લે છે અથવા વ્યવસ્થિત કરી લે છે. પતિ  આવે ત્યારે હસતા ચહેરે તેનું સ્વાગત કરે છે. પતિના આવવાથી પહેલાં તેના ભાવતાં ભોજન તૈયાર કરી લે છે, જેથી  તેના  આવ્યા પછી રસોડામાં ઘૂસીને પરસેવાથી રેબઝેબ ન થવું પડે. રાતની તો વાત જ નિરાળી હોય છે.

નવદંપતિને એકબીજાનું જબરું  આકર્ષણ હોય તે સ્વાભાવિક છે. પણ શરૃઆતનો ઊભરો શમી જાય પછી બધું ફીકું ફીકું થવા લાગે છ. પતિ ઘરે આવે ત્યારે પત્નીના લઘરવઘર વસ્ત્રો, મેક-અપ વિનાનો ચહેરો, આંખોમાં થકાવટ જોઈને પતિ ઉદાસ થઈ  જાય છે. બેડરૃમમાં ઘૂસતા વેંત  પત્નીના સાસુ-નણંદ વિરુધ્ધ ફરિયાદના ઢગલા જોઇને પતિના મોતિયા મરી જાય છે. લગ્નની શરૃઆતના દિવસોમાં ઘરે જવા ઉતાવળો બનતો પતિ, ઘરે જવામાં શક્ય એટલું મોડું કરવાનો પ્રયત્ન કરે છે. તેને એમ થાય છે કે છેક જમવાના સમયે જ ઘરે જવાનું અને જમીને સુઇ જવાનું.

સામાન્ય રીતે આ 'કહાની ઘર ઘર કી' છે. પણ ઘણી સમજદાર મહિલાઓ આવા ચીલાચાલુ રુટિનમાં ગોઠવાઇ જવાને બદલે પતિને ખુશ કરવા ચીલો ચાતરીને ચાલે છે. સુવર્ણાની જ વાત કરીએ તો પચાસમાં વર્ષે પણ સુવર્ણા એવી દેખાય છે, જાણે તેના સંતાનો કોલેજમાં ભણતા હોય. હકીકતમાં તેના બે દીકરા અને એક દીકરીના લગ્ન થઇ ગયા છે અને બધાના ઘરે પારણાં પણ બંધાઇ ગયા છે.

આમ છતાં સુવર્ણાએ નવપરણેતર હતી ત્યારે રોજ સાંજે પડયે જે રીતે પતિ માટે તૈયાર થઇને બેસતી, તે રીતે જ આજે પણ તૈયાર થઇને બેસવાનું ચાલુ રાખ્યું છે. બાળકોના ઉછેર વચ્ચે પણ તે પતિ માટે સમય કાઢી લેતી. પતિ સુચેત ઘરે આવે તેનાથી પહેલાં બાળકોનું હોમવર્ક, સાંજની રસોઇ અને ઘરના બીજાં કામો આટોપી લેતી, સુચેત ઘરે આવે પછી બધા ભેગાં મળીને જમવા બેસતા. બાળકોને સુવડાવ્યા પછી તે પતિની શારીરિક-માનસિક જરૃરિયાતો પૂર્ણ કરવામાં ક્યારેય કચાશ ન રાખતી.

આજે દાદી-નાની બની ગયા પછી પણ તેણે આ નિયમ  જાળવી રાખ્યો છે. તેથી જ લગ્ન પછી બહારગામ વસતા સંતાનોની ખોટ સાલ્યા છતાં તેના જીવનમાં ખાલીપો નથી આવ્યો. આજે પણ જમ્યા પછી થોડીવાર હિંચકે બેસીને સુવા ગયેલા પતિ-પત્ની પ્રેમની મીઠી  ગોઠડી કરી લે છે. લગ્નના દીર્ઘકાળ બાદ પણ બેડરૃમમાં  આરોમા કેંડલની અથવા પરફ્યુમની ખૂશ્બુથી વાતાવરણને રોમેન્ટિક બનાવવામાં સુવર્ણાને સંકોચ નથી થતો. તેથી જ સુચેત પણ ઓફિસેથી છૂટયા પછી સીધી ઘરની  વાટ પકડે છે.

જ્યારે સંકલ્પ ઓફિસેથી છૂટયા પછી દરિયા કિનારે આંટા મારે છે. ક્યારેક મિત્રોને મળવા જાય છે, તો ક્યારેક ઓફિસમાં કામ કરતી સ્ત્રી કર્મચારીઓ સાથે રેસ્ટોરાંમાં જઇને સમય પસાર કરે છે. તે થાક્યો પાક્યો ઘરે પહોંચે ત્યારે ચોળાઇને ડુચા જેવો થઇ ગયેલો ગાઉન પહેરીને ઝપાટાભેર રસોઇ બનાવતી અને સાથે સાથે બાળકો પર બૂમરાણ મચાવતી સુનિધિના દર્શન થાય છે.

જમવા બેસતી વખતે પણ સુનિધિનો જીવ અધ્ધર હોય છે. તેને એમ લાગે છે કે જમવાનું ઝટ  આટોપાય તો પાછી બાળકોનું હોમવર્ક જોઇને તેમને સુવડાવે અને પોતે પણ પથારીભેગી થાય. લગ્ન જીવનના શરૃઆતના તબક્કામાં હતી તેવી સુવિધિને શોધવા સંકલ્પની  આંખો તરસે છે. પણ એને પહેલાની સુનિધિ ક્યાંય નજરે નથી ચડતી. તેમનું લગ્નજીવન થોડાં વર્ષોમાં જ સાવ  નિરસ થઇ ગયું છે.

ત્રીજો કિસ્સો ઋતિકાનો છે. તે ઘરમાં તદ્દન ફુવડની જેમ ફરે છે. પણ બહાર જવાનું થાય ત્યારે સરસ મઝાના વસ્ત્રો પહેરે છે. હળવો મેક-અપ કરે છે અને સરસ મઝાનું પર્સ લઇને નીકળી પડે છે. એકવાર રોશને ઋતિકાને આ બાબત  ટોકતા કહ્યું હતું કે જો તું બહારના લોકોને બતાવવા આટલી સુંદર રીતે તૈયાર થતી હોય તો મારી માટે કેમ નહીંં? ઋતિકાને રોશનની વાત હૃદય સોંસરવી ઊતરી ગઇ. તેને લાગ્યું કે રોશનની વાત સો ટકા સાચી છે.

જેને આપણે ઓળખતા પણ નથી હોતા એવા લોકો સામે બહાર જતી વખતે આપણે જો પોતાના સૌંદર્ય માટે આટલા બધા સભાન હોઇએ, તો પોતાના પતિ માટે કેમ નહીં? ત્યારથી ઋતિકાએ રોશનના ઘરે આવવાના સમયે તૈયાર થવાનું શરૃ કરી દીધું. તેને જોઇને રોશન તો ખુશ છે જ, પણ ઋતિકા પણ ઘણી ફ્રેશ થઇ ગઇ છે. આ તાજગી તેના  બેડરૃમમાં પણ પ્રતિબિંબિત થઇ રહી છે. એકબીજાથી દૂર જઇ રહેલું દંપતિ ફરી પાછું જાણે બીજું હનીમુન મનાવી રહ્યું હોય એ રીતે જીવી રહ્યું છે. પ્રણય રસના ફાગ ફરી ખેલાવા લાગ્યા છે, જેની ચમક બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.

મનોવૈજ્ઞાાનિકો પણ આ સ્થિતિને આદર્શ ગણે છે. તેઓ કહે છે કે સુખી દાંપત્ય જીવન માટે આવી નાની નાની બાબતો અત્યંત મહત્વની બની જાય છે. આવી વાતોને ક્ષુલ્લક ગણીને બેદરકાર રહેવાથી, ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો આવી શકે છે. જીવનને ઉલ્લાસમય બનાવવા માટે ઉંમરે ક્યારેય બાધારૃપ નથી બનતી. તમે ગમે તે ઉંમર નવપરિણીત યુગલની જેમ રહીને જીવનનો આનંદ  માણી શકો છો, જે પાછલી વયના ડિપ્રેશનને દૂર કરવામાં અત્યંત  મહત્વની ભૂમિકા ભજવે છે.
- નીપા

Post Comments