Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાણી એટલે જીવન અમૃત: પરંતુ વધુ પડતું પાણી પીવું જોખમકારક

- વધુ પાણી પીવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ ઘટી જાય છે.શરીરમાં સોડિયમની માત્રા ઓછી થઇ જાય તેવા સંજોગોમાં શરીરમાંની આંતરત્વચા શરીરના સુક્ષ્મ કોષમાંના લોહીમાંથી પાણી ખેંચીને સોડિયમનું પ્રમાણ સરખું કરવાનો પ્રયાસ કરે છે. પરિણામે કોષમાં સોજો આવે છે  અને પરિણામે દરદી કાંતો કોમામાં સરી પડે અથવા તેનું મૃત્યુ થાય.

હાલ ઋતુ પરિવર્તનનો સમય છે. ઉનાળાનાં કુદરતી પરિબળો ધીમે ધીમે જોર પકડી રહ્યાં છે.આવા સંક્રાન્તિ કાળમાં તાપમાન ઉપર તળે થતું રહે છે. હાલ લોકો ગરમી અને અકળામણમાં શેકાઇ રહ્યાં હોવાથી રાહત મેળવવા ઠંડુ પાણી,છાશ,લસ્સી,આઇસક્રીમથી લઇને નાળીયર પાણી વગેરેનો સહારો લઇ રહ્યાં છે.આમ પણ જળ તો જીવન છે કારણ કે જળમાંથી જ આ પૃથ્વી પર જીવ સૃષ્ટિ પાંગરી છે.આમ છતાં દરેક વ્યક્તિએ ખરેખર કેટલું પાણી પીવું જોઇએ,ઓછું કે વધુ પાણી પીવાથી શરીરમાં કેવી અસર કે નુકસાન થાય તેની ઉપયોગી માહિતી જાણવા જેવી છે.

આ તો ઉનાળાની વાત થઇ પરંતુ અમુક લોકો તો દરરોજ ઘણું પાણી પીતાં હોય છે.વળી,આવી વ્યક્તિઓ એકાદ નિષ્ણાત ડોક્ટરનું નામ લઇને એમ કહેતાં હોય છે કે શરીરની તંદુરસ્તી લીલીછમ રાખવા દરેક માણસે દરરોજ ત્રણ લિટર જેટલું પાણી પીવું જોઇએ.દરરોજ વધુ પાણી પીઓ અને શરીરનું વજન ઓછું કરો. જળ તો જીવન છે વગેરે વગેરે.અરે,આજકાલ તો ઘણી જગ્યાએ વોટર થેરાપીનો પણ જબરો પ્રચાર થઇ રહ્યો છે.કહેવાનો અર્થ એ છે કે શહેરી વિસ્તારોમાં  વધુ પાણી પીવાની જાણે કે એક ફેશન શરૃ થઇ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

બીજીબાજુ કીડનીના રોગના એક જાણીતા ડોક્ટરે બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું કે શહેરમાં થોડીક ગરમી શરૃ થાય એટલે મારી પાસે કેટલાંક દરદીઓ ગંભીર ફરિયાદ લઇને આવે છે.અમુકને  ચક્કર આવતાં હોય,કેટલાંકને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો વળી કોઇને કીડનીની સમસ્યા હોય.હું આવાં દરદીઓને સીધું જ પૂછું છું કે તમે દરરોજ કેટલું પાણી પીઓ છો ? મને જે જવાબ મળે છે કે તે જબરો આશ્ચર્યજનક હોય છે કારણ કે તેઓ એમ કહે છે કે અમે તો દરરોજ ત્રણ લિટર કરતાં વધુ પાણી ગટગટાવીએ છીએ.અમને અમુક લોકોએ એવી સલાહ આપી છે કે દરરોજ ઓછામાં ઓછું ત્રણ લિટર જેટલું પાણી પીવાથી શરીરની તંદુરસ્તી વધે છે.તન સાફ રહે છે.

આ ડોક્ટર તેમના બહોળા અનુભવના આધારે કહે છે કે  હકીકત તો એ છે કે આવી સલાહ અને સમજણ બંને હાનીકારક છે.એટલે કે વધુ પાણી પીવાથી શરીરમાં સોડિયમ(રૃપાના રંગ જેવું સફેદ તત્ત્વ)  નું પ્રમાણ ઘટી જાય છે.શરીરમાં સોડિયમની માત્રા ઓછી થઇ જાય તેવા સંજોગોમાં શરીરમાંની આંતરત્વચા શરીરના સુક્ષ્મ કોષમાંના લોહીમાંથી પાણી ખેંચીને સોડિયમનું પ્રમાણ સરખું કરવાનો પ્રયાસ કરે છે. પરિણામે કોષમાં સોજો આવે છે જે પરિસ્થિતિને તબીબી ભાષામાં હાઇપોનેટ્રેમિયા અથવા વોટર ટોક્સીટેશન કહેવાય છે.

ગંભીર બાબત તો એ પણ છે કે અમુક કિસ્સામાં તો દરદીના મગજમાંના  કોષમાં સોજો ચડી જાય અને પરિણામે દરદી કાંતો કોમામાં સરી પડે અથવા તેનું મૃત્યુ થાય.જોખમી બાબત તો એ પણ છે કે શરીરમાં પાણીની માત્રા જરૃર કરતાં વધી જાય તો કિડનીની કામગીરી ખોરવાઇ જાય કારણ કે કિડની રકત શુદ્ધ કરવાનું કાર્ય બંધ કરી દે છે.અમુક લોકો બહુ કામ કરતાં હોય તો તેને કામગરો(વર્કહોલીક) કહીએ છીએ પણ આવાં ઝાઝું જળ પીતાં લોકાને એક્વાહોલીક્સ કહેવા જોઇએ.

ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક મહિલા કહે છે,થોડા સમય પહેલાં મારી કિડનીમાં સમસ્યા થઇ હતી.મને કેટલાંક લોકોએ દરરોજ વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપી હતી. પરિણામ એ આવ્યું કે મારી કિડનીની કામગીરીમાં સુધારો થવાને બદલે ઉલટું તેને વધુ નુકસાન થયું.સરવાળે  મારે   લગભગ આઠેક મહિના સુધી ઘરે ડાયાલીસીસ કરાવવું પડયું હતું. ખરેખર તો ડોક્ટરની સલાહ અને દવાથી હું  ફક્ત એક જ મહિનામાં સાજી નરવી થઇ ગઇ હોત એવું ખુદ ડોક્ટરે કહ્યું હતું.

બીજીબાજુ વિશ્વ આરોગ્ય સંસ્થા(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-હૂ)ના એક અહેવાલમાં એવી સલાહ આપવામાં આવી છે કે ૬૦ કિલો વજન ધરાવતી કોઇપણ કોઇપણ મોટી વયની વ્યક્તિએ દરરોજ ૧.૫થી ૨એટલે કે દોઢથી બે લિટર જેટલું પાણી પીવું જોઇએ.તો વળી,નિષ્ણાત ડોક્ટરો એમ કહે છે કે હકીકત તો એ છે કે દરરોજ કેટલું જળ પીવું જોઇએ તેનો સંકેત તરસ દ્વારા મળે છે.સરળ રીતે સમજીએ તો તરસ લાગે તો જ પાણી પીઓ એ ઉત્તમ સલાહ છે અને આ સલાહનું પાલન કરવું જોઇએ.

હજી હમણાં સુધી હાઇપોનેટ્રેમિયા ( શરીરના કોષમાં સોજો આવવો)ની સમસ્યા રમતવીરોને થતી હોવાનું જાણવા મળતું હતું.ખેલાડીઓને રમત દરમિયાન પરસેવો થાય એટલે શરીરમાં પાણીની સમતુલા જળવાઇ રહે તે માટે તેઓ થોડા થોડા સમયે પાણી પીતા રહે છે.જોકે શરીરની જરૃરિયાત કંઇક જુદી જ હોય છે અને પરિણામે અમુક ખેલાડીઓ હાઇપોનેટ્રેમિયાનો ભોગ બનતા હોય છે.જોકે આજે ઘણાં લોકો તેમનું વજન ઘટાડવા દરરોજ ઝાઝું બધું જળ ગટગટાવતાં હોય છે.આવાં અધૂરું જ્ઞાાન કે માહિતી ધરાવતાં લોકો વોટર થેરપીના નામે પાણીનો પ્રયોગ કરતાં હોય છે અને પછી ગંભીર પરિણામ પણ ભોગવતાં હોય છે.

આ વાત કોંઇ મોટી ઉંમરનાં લોકોને જ લાગુ પડતી નથી પરંતુ ક્યારેક તો બાળકોને પણ લાગુ પડે છે.એક ઉદાહરણ લઇએ.ફક્ત આઠ વર્ષની એક બાળકી તેની શાળામાં વારંવાર બાથરૃમમાં જતી હતી.શિક્ષિકાને આ બાબતની જાણ થઇ ત્યારે તેણે પેલી બાળકીનાં માતાપિતાને શાળામાં મળવા બોલાવ્યાં અને જાણ કરી.બાળકીનાં માતાપિતાએ એમ કહ્યું કે અમારી દીકરી આખા દિવસમાં ફક્ત એક લિટર પાણી પીએ છે.આમ છતાં તે  તબીબી તપાસ કરાવવામાં આવી ત્યારે જાણવામળ્યું કે તે બાળકી ખરેખર દિવસમાં બે લિટર કરતાં પણ વધુ પાણી પીતી હતી.ઘરે સવારે દૂધ અને એકાદ ફળ ખાતી હતી તે જુદું.આમ તે બાળકીના શરીરમાં જરૃર કરતાં વધુ પ્રવાહી રહેતું હોવાથી તેને વારંવાર પેશાબ માટે જવું પડતું હતું.

* જળ એ જીવન શા માટે છે ?
  * શરીરનું તાપમાન જાળવી રાખે છે
 * મોઢું,આંખો અને નાકમાંના કોષ ભીના રાખે છે.
 * હાડકાં અને સાંધા લવચીક રહે છે
* આહારનું બરોબર પાચન થાય અને અપચો નથી થતો
* શરીરનાં અંગોની અને કાષોનું રક્ષણ કરે છે
 * કિડની અને લીવરને સાફ રાખે છે અને તેનો કચરો બહાર કાઢે છે
 * શરીરને પૂરતો પ્રાણવાયુ આપે છે

* કેટલું પાણી વધુ કહેવાય ? 
* વ્યક્તિનું વજન કેટલું તેના પર આધાર છે.વ્યક્તિનું વજન ૬૦ કિલો હોય તો તેણે દરરોજ ૧.૮૧થી ૩.૬૧ મિલિ લિટર જેટલું પાણી પીવું જોઇએ
 * માણસ કેવા પ્રદેશમાં રહે છે અને તે કેવી પ્રવૃત્તિ કરે છે તેના પર આધાર છે.
 * ઋતુ મુજબનાં ફળોમાંથી ૨૦ ટકા જેટલું પાણી મળવું જોઇએ.તરબૂચ,સક્કર ટેટી વગેરેમાં ૯૦ ટકા જેટલું પાણી હોય છે

 * ક્યારે પાણી પીવું ?
* શરીરે પરસેવો થાય તો પાણી પીવું જરૃરી છે કારણ કે પસીના દ્વારા શરીરમાંથી પ્રવાહી ઓછું થાય.
 એટલે શરીરમાં પ્રવાહીની સમતુલા જાળવવા વધુ પાણી પીવું જોઇએ. આમ છતાં એક સાથે ૫૦૦મિલિ લિટર પાણી ક્યારેય ન પીવું
 * ઉલટી કે ઝાડા  થાય ત્યારે પણ શરીરમાંથી પ્રવાહી ઘટી જાય.પરિણામે શરીરમાં પ્રવાહીની સમતુલા જાળવી રાખવા તે સમયે પાણી પીવું
 * સગર્ભાને તથા બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીએ પણ વધુ પાણી પીવું જોઇએ

* શરીરમાંથી પાણી ઓછું થઇ જવું :
જરૃર કરતાં ઓછું પાણી પીવાથી શરીરને થાક લાગે તથા ક્યારેક વ્યક્તિ બેહોશ પણ થઇ જાય
-નીપા

Post Comments