Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લગ્ન કરતાં પહેલા એકબીજા માટે સર્જાયા છો કે નહીં એ સમજી લો

'આઈ લવ  યુ 'ત્રણ શબ્દોનું  ઉચ્ચારણ કરો અને રીલેશનશીપમાં રહો પછી લગ્ન કરવા માટે કેટલી રાહ જોવી  જોઈએ.  છ મહિના, એક વર્ષ કે પછી પાંચ વરસ.  મહત્ત્વ માત્ર સમયનું  નથી.  અભ્યાસ  સૂચવે  છે કે  અમુક સીમાચિહ્ન ઓળંગો  પછી  લગ્ન કરવાનો નિર્ણય  લો.

પ્રતિકૂળતાઓ  પ્રત્યેક વ્યક્તિના જીવનમાં  ચાલતી  હોય છે. અને કપરાં  સંજોગોનો  સામનો વ્યક્તિ  કઈ રીતે કરે  છે એ  મહત્ત્વનું નછે. અને પૂરતાં આર્થિક સંસાધનો  ન  હોવા  જેવો  બીજો પડકાર કોઈ નથી.  તમે વીસી  વટાવી હોય તો સ્વાભાવિક છે કે તમારી રિલેશનશીપ નાણાના અભાવે વારંવાર તૂટી હશે. આવું તમારા એક પાર્ટનર સાથે થવા  દો.  બંને  આર્થિક  તંગીનો  કેવી રીતે  રહો છો, કેવી રીતે બહાર નીકળો  છો એ જુઓ સમજો અને પછી  આજીવન  સાથે રહેવા કટિબધ્ધ થાઓ.

તમે તમારા પાર્ટનરની વરવી બાજુ જોઈ છે.  તમને  પાર્ટનર સાથે રહેવાના વિચાર માત્રથી થરથરો છો. પરંતુ આમ છતાં એની યાદ મનમાંથી દૂર નથી થતી.   તમારી વારંવારની નારાજગી છતાં તમારો કમભાગી પાર્ટનર પણ તમારો તિરસ્કાર નથી કરતો. કોન્ગ્રેચ્યુલેશન. તમે એકબીજા માટે સર્જાયા  છો.

જો તમે  આજીવન  સાથે રહેવાના હો તો એવું  ઘણી વાર બનશે જ્યારે બંને વચ્ચે વાતચીત કરવાનો   વિષય  માત્ર  ન જડે.  જે અત્યંત સામાન્ય  છે. ઉભયપક્ષે  લગભગ મૌન રાખ્યું  હોય એવા મયગાળામાં  તમે કમ્ફર્ટેબલ છો.  એકબીજાનો  તિરસ્કાર નથી કરતા.  તો આજીવન  સાથે રહેવાનો કોલ આપી શકો.

વળી પાછી  એક એવી પરિસ્થિતિ જે પ્રત્યેક વ્યક્તિના  જીવનમાં  ઉદભવતી  હોય છે.  બંને  એકબીજાને  અનહદ ચાહો છો. એક બીજા વગર  રહી નથી શકતા.  પરંતુ આમછતાં  બંનેને કોઈ  બીજી  વ્યક્તિના  મોહમાં  તણાય  છે.  ક્રશ ઈઝ નોર્મલ.  પણ આવા સંજોગોમાં  પણ બંને એકબીજાની પડખે ઊભા છો અને સાથ નથી છોડતા. વેલ,   તો ભવિષ્યમાં  પણ વાંધો નહિ આપે.

ઘણીવાર   ફિલ્મોમાં જોયું હશે અને અખબારોમાં  વાંચ્યું હશે. દંપતી એટલી હદે  લડે છે કે  સંબંધ બ્રેક-અપની  હદે પહોંચી જાય છે. પરંતુ હકીકતમાં એવું થતી નથી પછી  તમે ભેગા થાઓ  છો ત્યારે  સંબંધ વધુ મજબૂત બને છે.  તમે   ક્રાઈસીસને  સરળતાથી ઓળંગો  છો. ફાઈન- ગો અહેડ.

સારો સંબંધ  માત્ર એને ન કહી શકાય જ્યાં જીવનમાં  મુશ્કેલીઓનો  સામનો કરવો  પડતો હોય ત્યારે તમે એકબીજાની પડખે  હો. એવું નથી  કે પ્રતિકૂળ સંજોગોમાં  જ એકબીજાને  ટેકો આપવો અને પછી ભૂલી જવું. તમે બંને ખુશ  હો અને બધુ સમુસૂતરું હોય  ત્યારે  પણ એકબીજાની પડખે હોવું  જરૃરી  છે. જો તમે કોઈ પણ પરિસ્થિતિમાં સાથ નિભાવી  શકતા  હો તો આગળ વધો.

આપણાના  ઘણા  માટે  સાથે મુસાફરી કરવાનો અર્થ ''ઉઠો ત્યારે  પાર્ટનરની  પલંગ પર  બાજુમાં  હાજરી''  આ વલણ ખોટું  છે. તમે પાર્ટનર  ફાઈનલ કરો એ  અગાઉ ઘણી બધી મુસાફરી  કરો. પછી  ભલે  એ પ્રવાસ બે દિવસનો હોય.  તમારા અને પાર્ટનરના  પ્રવાસના  અનુભવોમાં  દ્રષ્ટિકોણ  શું  છે. એ અંગે મતે  કેળવો.
તમે  માત્ર એક વ્યક્તિને નથી પરણતા.  તમે પાર્ટનરના  કુટુંબ  (અને હવે મિત્રો) સાથે પણ  લગ્નના બંધનમાં  બંધાઓ છો. પાર્ટનરના  ઈનર સર્કલમાં  પ્રવેશતા  પહેલા અને પાર્ટનરને  તમારા આંતરિક  વર્તુળમાં  આમંત્રણ વઆપતા પહેલા  મિત્રો- સંબંધીઓને  મળો :  આમ કરવાથી  ભવિષ્યમાં  અનેક લાભ મળશે.
- હમીર 

Post Comments