Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાયમ ફેશનમાં રહેતો રાતો રંગ

'હવા મેં ઉડતા જાયે, મોરા લાલ દુપટ્ટા મલમલ કા......', 'ઓ લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા....', હિન્દી ફિલ્મોના આ ગીતોમાં લાલ રંગનો મહિમા દેખાય છે. જોકે રાતો રંગ ભારતીયોને હંમેશાંથી  પ્રિય રહ્યો છે. મોટાભાગની દરેક જાતિના લોકોમાં નવોઢાઓ માટે લાલ રંગ સૌથી પહેલા પસંદ કરાય છે.

બલ્કે, ગુજરાતીઓ તો રાતા રંગને શુકનવંતો માને છે. માત્ર વિવાહ જ નહીં, કોઇપણ શુભ પ્રસંગે આપણે સૌથી પહેલા લાલ રંગ પર પસંદગી ઉતારીએ છીએ. આનું કારણ કદાચ એ હોઇ શકે કે આ કલર તરત જ ઉડીને આંખે વળગે છે. અને અત્યાર સુધી ઇંગ્લિશ કલરના ગુણગાન ગાતાં આપણાં ફેશન ડિઝાઇનરો પણ હવે કહે છે......,

લાલ રંગ ઉત્સાહ પ્રેરક છે. રાતો રંગ બધા રંગો પર રાજ કરે છે. તે  અત્યંત આકર્ષક છે. આ કલર છૂપો નથી રહેતો. આપણું હૃદય રાતું હોય છે, આપણું લોહી લાલ હોય છે. આ રંગ આપણને શક્તિ અને ઊર્જા પૂરી પાડે છે. રાતું ગુલાબ પ્રેમનુે પ્રતિક છે. લાલ રંગ વિના તો સૂર્યોદય કે સૂર્યાસ્ત પણ ન થઇ શકે.દુનિયાની ખૂબસુરત રમણીઓ લાલ જાજમ પર ચાલે છે, વગેરે વગેરે વગેરે.....

મઝાની વાત એ છે કે રેડ કાર્પેટ પર ચાલવું મોભાનુંપ્રતિક ગણાય છે. પણ અત્યાર સુધી લાલ જાજમ પર ચાલતી સુંદરીઓ રાતા રંગના ગાઉન નહોતી પહેરતી. તેઓ હળવાં રંગના ડિઝાઇનર ગાઉન પહેરતી. પછી ભલે તે હીરે મઢ્યા હોય. ખાસ કરીને વાઇટ, ે બ્લેક, બીજ  જેવા કલર રેડ કાર્પેટ પર ફેવરિટ ગણાતા. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષમાં અહીં પણ લાલ રંગ ફેવરિટ બનતો જાય છે. તેથી જ જૂલિયા રોબર્ટ્સ જેવી સેલિબ્રિટી માનુનીઓ લાલ રંગ પસંદ કરવા લાગી છે. જોકે ૧૯૯૧માં સિન્ડી ક્રોફર્ડે ઓસ્કારમાં લાલ રંગનું ગાઉન પહેરીને આકર્ષણ જમાવ્યું હતું.

તાજેતરમાં દીપિકા પાદુકોણે ફેશનની સૌથી મોટી નાઇટ ગણાતી મેટ ગાલામાં રેડકલરનું ગાઉન પહેરીને બધાને દંગ કરી દીધાં હતાં. જોકે આ અભિનેત્રીએ અગાઉ પણ એક એવોર્ડ ફંક્શનમાં રાતા કલરનું ગાઉન પહેર્યું હતું. તેના ગોરા અંગ પર આ કલર ખૂબ જચે છે. જોકે મહત્વની વાત એ છે કે માનુની ગોરી હોય, ઘઉં વર્ણી હોય કે શ્યામ વર્ણી, લાલ રંગ દરેક પ્રકારની ત્વચા પર શોભી ઉઠે છે.

'સિલસિલા'માં રેખાની રાતી શિફોન સાડી અને 'જાંબાઝ'માં શ્રીદેવીની લાલ શિફોન સાડી તેના અચ્છા ઉદાહરણો છે. જોકે આ રંગ માટે ફેશન ડિઝાઇનરોનો થોડો જુદો મત છે. આપણે પરંપરાગત રીતે લાલ સાથે લીલો રંગ મિક્સ એન્ડ મેચ કરીને પહેરતા આવ્યા છીએ. લાલ-લીલાનું કોમ્બિનેશન આપણને શ્રેષ્ઠ લાગે છે. પરંતુ ફેશન ડિઝાઇનરો કહે છે કે રેડ સાથે ગ્રીનનું કોમ્બિનેશન ન કરવું.

આપણને હંમેશાંથી આ કલર બહુ આસાન લાગે છે. જ્યારે ફેશન ડિઝાઇનરોને તે મુશ્કેલ લાગે છે. તેઓ કહે છે કે આ કલર ખાસ્સો ડિફિકલ્ટ છે. તેથી જ્યારે તમે રાતા રંગની સાડી કે અન્ય કોઇ ડ્રેસ પહેરો ત્યારે ચોક્કસ વાતોનું ધ્યાન રાખો. જેમ કે....,

લાલ રંગ સાથે અન્ય એક્સેસરી સાવ જ ઓછી પહેરો જેથી રાતો રંગ જ આકર્ષણનું કેન્દ્ર રહે. આ કલર સાથે ડલ ગોલ્ડ અથવા બ્રોન્ઝના ઘરેણાં પહેરો. તમે સ્ટેટમેન્ટ લુક માટે લાલ વસ્ત્રો પહેરી શકો. જોકે આ વાત પાર્ટી માટે ઠીક છે. પરંતુ પરંપરાગત પ્રસંગોમાં આપણે તેમની વાતનું અનુસરણ કરવાની બિલકુલ જરુર નથી. શું તમે કોઇ લગ્ન પ્રસંગે લાલ સાડી પહેરો તો દાગીના પહેરવાનું ટાળો ખરાં?

ફેશન ડિઝાઇનરો વધુમાં કહે છે કે પાર્ટીમાં રેડ ગાઉન સાથે ફર, ગ્લિટર કે ફ્રીલ ટાળો. જોકે તેમની એ વાતમાં તથ્ય છે કે રાતા રંગના પોશાક સાથે લાલ આંતર વસ્ત્રો જ પહેરવા જોઇએ. જો તમારો રેડ પોશાક ટ્રાન્સપરન્ટ હશે તો તેની સાથે વાઇટ કે બ્લેક કલરના અંડર ગારમેન્ટ્સ બહુ ખરાબ દેખાશે.તેઓ વધુમાં કહે છે કે લાલ રંગ સારો લાગશે કે નહીં એવી ભીતિ સેવવાની જરુર નથી. તમે નિશ્ચિંત થઇને રાતા રંગના વસ્ત્રો પહેરો.
- વૈશાલી ઠક્કર

Post Comments