Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગ્રીષ્મ ઋતુનું મધુર રસીલું ફળ:લીચી

કુદરતે મનુષ્યને ફળ જેવી દેણગી આપી તે ખૂબ જ ઉપકાર કર્યો છે. પ્રાચીન સમયથી મનુષ્યના ભોજનમાં ફળનો સમાવેશ થતો આવ્યો છે. ફળો સ્વાદમાં જ મધુર નહીં પરંતુ ગુણોથી પણ ભરપુર છે. ખેતીની શોધ થયા પૂર્વે આદી માનવ ફળ, કંદ, વનસ્પતિના આહાર પર જીવિત રહેતો હતો. એ સૌ જાણે છે. ત્યારબાદ મનુષ્ય ખેતી કરતા શીખ્યો અને નવા નવા ધાન્ય ઉગાડી તેનો પોતાના ખોરાકમાં સમાવેશ કરતો ગયો. પરંતુ ફળોનું મહત્ત્વ ઓછું થયું નહીં. ફળો પ્રત્યે મનુષ્યનો પ્રેમ કાયમ જ રહ્યો છે. તે ઋતુ પ્રમાણે ફળોનો ઉપયોગ વર્ષોથી કરતો આવ્યો છે.

કેરી એ ગ્રીષ્મ ઋતુનું ફળ છે. ઉપરાંત જાંબુ અને લીચી પણ ગ્રીષ્મ ઋતુના મધુર ફળ છે. લીચીનું ફળ  ચીનના દક્ષિણ ભાગમાંથી ૧૮૦૦ની સાલમાં પૂર્વ ભારતમાં આવ્યું. આ ફળની ખેતી ક્લીરિડામાં ખૂબ જ લોકપ્રિય છે. દક્ષિણ આફ્રિકાના નાતાલ અને ટ્રાન્સવાતમાં પણ લીચીનું મોટે પાયે વાવેતર થાય છે. લીચીના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમાંકે આવે છે. ભારતમાં બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં લીચીનો પાક મબલખ પ્રમાણમાં ઊતરે છે.

ગરમીના દિવસોમાં ઉત્તર બિહારમાં લાલધૂમ ફળોથી લદાયેલા લીચીના ઝાડ નજર આવશે. બિહાર ઉપરાંત આસામ અને નીલગિરીના પહાડો પર  લીચીની ખેતી કરવામાં આવે છે. લીચી સેપિન્ડેસિયા વનસ્પતિના કુળની માનવામાં આવે છે. લીચી સ્વાદિષ્ટ અને રસદાર ફળ છે. આ ફળ મે જૂનના સમયમાં ઉત્તર ભારતનાં બજારમાં જોવા મળે છે. આ સમયે અન્ય મૌસમી ફળો બજારમાં દેખાતા નથી.

લીચીના ખૂબસૂરત ઝાડના પત્તા સદાબહાર અને ચમકીલા હોય છે. સામાન્ય પરિસ્થિતિમાં લીચીના વૃક્ષો દસ મીટરના અંતરે લગાવવામાં આવ્યા છે. લીચી વૃક્ષને પલ્લવિત થવા ગરમ હવાની જરૃર છે. આથી જ્યાં ગરમ હવા વધુ હોય તે જગ્યાએ આ વૃક્ષ ૮ મીટરના અંતરે પણ લગાડી શકાય છે. આ રીતે લીચીના વૃક્ષો વચ્ચેનું અંતર તે પ્રદેશની હવા પર આધાર રાખે છે. સાધારણ રીતે તેને ૬ થી ૧૬ મીટરના અંતરે લગાડવામાં આવે છે.

લીચીનું વૃક્ષ છ વર્ષો પછી ફળ આપવા શરૃ કરે છે. દર વર્ષે ફેબુ્રઆરી મહિનામાં લીચીના વૃક્ષ પર માંજર આવે છે. માંજરના ગુચ્છામાં લગભગ ૧૦૦૦ ફૂલ હોય છે પરંતુ તેમાંથી માત્ર ૨૦ ફળ જ પાકીને તૈયાર થાય છે. લીચીનું ફળ અંડાકાર  હોય છે. તેની અંદર એક મોટું બી હોય છે કાચા ફળનો રંગ લીલો હોય છે. ધીરે ધીરે આ ફળ ગુલાબી રંગમાં ફેરવાઈ જાય છે. સંપૂર્ણ રીતે પાક્યા પછી તેનો રંગ ઘેરો લાલ    થઈ જાય છે.

ફળનું કોચલું કાઢ્યા પછી સફેદ રંગનો પદાર્થ મળે છે જે મીઠો અને રસદાર હોય છે. આ ફળોને ચપટી ટોપલીમાં ૨૫ સે.મી. ઊંડાઈ સુધી મૂકી પેક કરવામાં આવે છે. ફળ તોડયા પછી થોડા જ દિવસોમાં એની લાલરંગ ભૂરા રંગમાં ફેરવાઈ જાય છે. આ ફળ તોડયા પછી લાંબા સમય સુધી રાખી શકાતું નથી. તેને શીતગાર (કોલ્ડ સ્ટોરેજ)માં પણ  વધુમાં વધુ ત્રણ મહિના સુધી સંઘરી શકાય છે.

શાહી ચાઈના, પૂરબી, બેદાના, કસબા, રેડ મુંબઈ જેવી તેની વિવિધ જાતોમાં આ ફળ ઉપલબ્ધ છે.

લીચીની માંગ દેશભરમાં છે. તે ગરમીની મોસમનું ફળ હોવાથી લોકોને વિશેષ પસંદ છે. પાક તૈયાર થતા પહેલા જ તેને નિકાલ કરવાની તૈયાર કરવામાં આવી છે. હજારો લોકોની રોજી-રોટી આ ફળ પર આધારિત છે અને મોસમમાં આનું વેચાણ કરોડ રૃપિયાની ઉપર ચાલ્યું જાય છે. શરૃઆતમાં વાહનની સગવડ ન હોવાને કારણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની તકલીફ થતી નથી. અને મોટાભાગના ફળ બગાડી જતા હતા. પરંતુ હવે આ મુશ્કેલીનો અંત આવ્યો છે. આજે આ ફળ વિદેશોમાં પણ સહેલાઈથી પહોંચાડવામાં આવે છે.

લીચીમાંથી બનેલા ફળમાંથી શરબત, જામ, સ્કવોશ, મુરબ્બા જેવી વસ્તુઓનું પણ એક આગવું બજાર છે. આયુર્વેદમાં  લીચીનું   શીતળ, મધુર, રક્તશોધક, શક્તિવર્ધક તેમજ કબજિયાત મટાડનાર તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ ફળ અનેક વિટામીનોથી  ભરપૂર છે. જોકે હજી સુધી લીચીના બીમાં રહેલાં ગુણધર્મો  ઓળખવામાં  સફળતા મળી નથી.

Post Comments