Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉનાળાની અતુલ્ય ભેટ - કેરીના ઔષધિય ઉપયોગો

ગ્રીષ્મઋતુમાં અનેક રોગોને દૂર કરી સ્વાસ્થ્યની સમતુલા જાળવી રાખવા માટે આપણને મળેલી પ્રકૃતિની ભેટ એટલે કેરી. કેરીનું લેટિન શાસ્ત્રીય નામ મેન્જીફેશ ઈન્ડીકા એ વાતની સાબિતી આપે છે કે, આ ફળનું મૂળ વતન ઈન્ડીયા-ભારત છે. ચીની યાત્રી હ્યુ ચેન ત્સંગે તેની યાત્રાપોથીમાં આપણા દેશના આ ફળને અદ્ભૂત સુંદર ફળ તરીકે વખાણ્યું, તો મોગલ બાદશાહ બાબરે કેરીને એના વિરલ સ્વાદને લઈને બીરદાવી. એ કાળમાં લખાયેલા પુસ્તક બાબરનામામાં પણ કેરીની ઘણી પ્રશંસા થઈ.

ઈતિહાસ કહે છે કે, રસનિવૃત્ત(?) બાદશાહ ઔરંગઝેબ પણ કેરીના આકર્ષણથી બચી ન શક્યા. કેરીના રસાસ્વાદથી અભિભૂત થઈ એમણે લાલબાગમાં એક લાખ આંબા ઉગાડવાનું ફરમાન કરેલું. જગવિખ્યાત કવિ અમિર ખુસરોથી લઈ કવિહૃદય પંડિત જવાહરલાલ આ આમ્રરસથી મોહિત-સંમોહિત થયા હતાં. અરે, વેદની ઋચાઓ અને પુરાણોમાં પણ આ અપ્રતિમ આમ્રફળ-કેરીના ઉલ્લેખો મળી આવે છે. સંસ્કૃત કવિઓએ કેરીને ફલાધિરાજ એટલે કે ફળોનો રસાળ, કલ્પવૃક્ષ, મધુદૂત અને કોયલનું પ્રિય વૃક્ષ હોવાથી પિકવલ્લભા જેવાં નામોથી અલંકૃત કરી.

હોળીના અરસામાં કેરીના મરવા બેસે. અખાત્રીજ પછી સાખ પડે અને રોહિણી નક્ષત્રમાં કેરી પાકીને તૈયાર થાય - એ કેરી ખાવાની શરૃઆતનો સાચો સમય છે. વરસાદ શરૃ થાય એટલે કેરી ખાવી બંધ કરવી. આપણે હવે કાર્બાઈડથી પકવેલી કેરી ખાતા થઈ ગયા છીએ ત્યારે એટલું યાદ રાખવું ઘટે કે, કમોસમી અને કૃત્રિમ રીતે પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્યને અચૂક નુકસાન થાય છે. વળી, દૂધ સાથે કેરી ન ખાવાની પ્રાચીનોએ ભલામણ કરી છે.

ભોજન સાથે કેરી ખાવાની રીતી આપણે અપનાવી તો લીધી છે પણ ભોજનના કલાક-એક પહેલાં કેરી ખાવી હિતાવહ છે. કેરીની સાતસો જેટલી વિવિધ જાતો બજારમાં ઉપલબ્ધ છે. પોષણ, સ્વાદ અને સુગંધની દ્રષ્ટિએ હાફુસ અને કેસર શ્રેષ્ઠ છે. કેરીના પોષણયુક્ત તત્વોની વાત કરીએ તો પ્રત્યેક સો ગ્રામ પાકેલી કેરીમાં પંચોતેરથી એંશી ટકા કિલોકેલરી રહેલી છે. તેમાં રહેલાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાના બંધારણ અને વિકાસ માટે ઉપયોગી થઈ રહે છે. તેમાં રહેલું આયર્ન જેવંહ ખનીજ રક્તની ગુણવત્તા સુધારે છે.

તેમાં રહેલાં વિટામીન 'બી' અને 'સી' રક્તનલિકાઓની આંકુચન ક્ષમતા વધારી રક્તભ્રમણ સુધારે છે અને અંત:સ્ત્રાવી ગ્રંથીઓનું કાર્ય સારી રીતે ઉપજે એ માટે મદદરૃપ થાય છે. કેરીમાં પ્રચૂર માત્રામાં રહેલું કેરોટીન (વિટામીન 'એ' બનવા માટે જરૃરી ઘટક) આંખોના સ્વાસ્થ્ય માટે અતિઉપયોગી છે. વળી, વિટામીન 'એ' શરીરની રોગપ્રતિકાર શક્તિ જાળવવા મહત્વનો ભાગ ભજવે છે. કેરીમાં રહેલાં સાઈટ્રેટ ક્ષારથી રક્તની ક્ષારિયતા જળવાઈ અમ્લતા ઘટે છે.

કેરી જેવું ફળ રક્તના રસાયણ મૂલ્ય જાળવી રાખી શરીરમાં પેદા થતાં વિષ તત્વોનો નિકાલ કરવા સમર્થ છે. જેથી પ્રાચીનોએ પાકી કેરીને ત્વચાનો વર્ણ સુધારી ક્રાંતિ આપનાર, બળ તથા સુખ આપનાર, ભૂખ લગાડનાર, વીર્ય તથા વજન વધારનાર અને હૃદયને હિતકારી કહી છે. ચૂસીને ખાધેલી કેરી ખાવા પ્રત્યે રૃચિ વધારનાર અને પચવામાં હળવી છે. જ્યારે ઘોળીને રસ કાઢેલી કેરી પચવામાં ભારે છે.

ઉનાળામાં રોજીંદા આહાર તરીકે કેરી ફાયદો તો કરે જ છે એ સિવાય વિશિષ્ટ રોગાવસ્થામાં આમ્રવૃક્ષના ઔષધીય ગુણો પણ પારાવાર છે.  

-  ઊલટીમાં આંબાના પાંચ કૂણા પાનનો રસ વાટી, સાકર ઉમેરી પીવો.
-  ગરમીને કારણે નસકોરી ફૂટતી હોય તો આંબાની ગોટલી ઘસી એના પાણીના બે-બે ટીપાં નાકમાં પાડવા.
 -  માથાના ખોડામાં આંબાની ગોટલી પથ્થર પર ઘસી, વાળના મૂળમાં લગાવી લેપ કરી રાખવો.
 -  ખીલ અને અળાઈ પર કેરીની ગોટલી પથ્થર પર બારીક લસોટી લેપ કરવો.
 -  ગરમીને કારણે થતાં અતિસાર-ઝાડામાં આંબાની છાલનો ઉકાળો લેવો.
-   ઉનાળામાં ગરમીને કારણે લાગતી લૂમાં કાચી કેરીનો બાફલો લેવો.
-   લાંબા સમય સુધી પુષ્કળ માત્રામાં માસિક આવતું હોય એવી સ્ત્રીઓએ આખો ઉનાળો એક ટંક ભોજન છોડી માત્ર પાકેલી કેરી ખાવી.
-   બરોળવૃધ્ધિને કારણે બ્લડ રિપોર્ટમાં શ્વેતકણો (ઉમ્ભ)  વધતાં હોય, જીરણતાવ અને અરુચિ રહેતી હોય તેવી વ્યક્તિઓએ આખો ઉનાળો નિયમિત એક ટંક માત્ર પાકી કેરી ખાવી.
-   અલ્સરેટીવ કોલાઈટીસ અને હોજરીમાં ચાંદામાં રોગીઓએ પાંચ દિવસ સુધી અન્ન ત્યાગી માત્ર કેસર અને હાફુસ જેવી સારી ગુણવત્તાવાળી અને સારી રીતે પકવ થયેલી કેરી પર જ રહેવું.
-   યુનાની ચિકિત્સકોને મતે પાકી કેરી મૂત્રમાં રહેલાં યુરિક એસીડ અને ક્રિએટીનીન જેવાં તત્વોનું શમીકરણ કરે છે તથા ક્ષય (ટીબી) જેવી રોગાવસ્થામાં લાભદાયક છે.
-   વૃધ્ધ વ્યક્તિઓ, લાંબી માંદગી બાદ વજન ઘટી ગયું હોય તેવી વ્યક્તિઓ અને વજન વધારવા ઈચ્છુક વ્યક્તિઓએ આખો ઉનાળો નિત્ય કેરીના રસનું સેવન કરવું.
- નયના

Post Comments