Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાર્તા - પ્રેમની કસોટી

'હવે મારા દિલમાં પ્રેમની જગ્યા રહી નથી. દર્દથી ભરાયેલું છે. ફરી હું દિલને દર્દ પહોંચાડી ઠેસ નથી લગાવવા માંગતી? એ તું જાણે છે કે મારા જીવનની ક્ષણોની વ્યથા શું છે. અને પિતાજી પણ મારી પસંદગીમાં ક્યારેય સામેલ ન થાય. માટે તું કોઈ બીજી છોકરીને પસંદ કરી જીવનગ્રંથીથી જોડાય જા.

જ્યારથી  આકાશે કોલેજમાં ભાર્ગવીને જોઈ ત્યારથી તેનાં દિલમાં ચાહતનું ઝરણું ફૂટી ગયું. પરંતુ મનમાં ચડેલા પ્રેમના ચકડોળની વાત ક્યારેય ભાર્ગવીને જણાવી નહોતી. તે પણ જાણતો હતો કે ભાર્ગવીને પણ પોતાનાં પ્રત્યે સ્નેહની દ્રષ્ટિ છે. આકાશ હંમેશા મિત્ર-મંડળને ખૂશ રાખતો. ''ખૂશ રહો હર ખૂશી હૈ તુમ્હારે લીયે છોડ દો  આંસુ હમારે લીયે'' જેવી વૃત્તિ ધરાવતો હતો.

એક દિવસ આકાશ ગાર્ડનમાં બેઠો-બેઠો વિચારમાં મગ્ન હતો. ''આજે હું મારા  મનની વાત ભાર્ગવીને જણાવી દઉં.'' ત્યાં અચાનક આકાશને કોઈએ આંખ બંધ કરી. આકાશે સામે આવવા કહ્યું. જોયું તો આકાશનો બેસ્ટ ફ્રેન્ડ પ્રણવ હતો. પ્રણવે આકાશને કહ્યું, ''હું તને આજ એક વાત કહેવા આવ્યો છું.'' આકાશે પૂછ્યું તો કહ્યું, ''હું ભાર્ગવી સાથે ફ્રેન્ડશીપ કરવા માંગુ છું, તું એને મારી જાણ કરી દે છે? આકાશ અડીખમ સ્તંભની જેમ સ્તબ્ધ થઈ ગયો. તે શું જવાબ આપે તે સમજ નાં પડી બેસ્ટ ફ્રેન્ડના દિલને ચોટના પહોંચે એટલે તે ભાર્ગવી અને પ્રણવની વચ્ચેથી નિકળી જવાનુું વિચારી કહ્યું 'તું કોઈ બીજા દ્વારા પૂછી લે એનાં કરતાં ખૂદ જ જાણી લે તો વધારે સારું!

પ્રણવે આકાશના કહ્યા પ્રમાણે ભાર્ગવીને જણાવી દીધું. ભાર્ગવીએ કહ્યું, ''જો હું તારી સાથે ફ્રેન્ડ તરીકે રહુ જ છું તો પછી ફ્રેન્ડશીપ કહેવાની શી જરૃર છે?'' ''હું તારી સાથે લાંબો સમય વિતાવવા માંગુ છું.'' તેમ પ્રણવે જણાવ્યું. ભાર્ગવીએ જવાબ આપ્યો, ''પરંતુ મારી ભૂતકાળની એક ઘટના બની ત્યારથી હું કોઈ સાથે ફ્રેન્ડશીપ કરવા નથી માંગતી''. પ્રણવ બોલ્યો, ''હાથની પાંચેય આંગળીઓ સરખી નથી હોતી ભાર્ગવી? ને એવી તે શું ઘટના છે કે તું ના પાડે છે.'' ભાર્ગવીએ કહ્યું ''એ ઘટના મેં બૂકનાં પાને-પાને લખી છે. કાલે હું તને આપીશ.''

બીજે દિવસે જ્યારે ભાર્ગવીએ બૂક આપી તો પ્રણવે વાંચી પરત કરી ને જણાવ્યું, ''ભાર્ગવી તારી બૂક વાંચી પછી લાંબો વિચાર કર્યો છે જો જીવનમાં કંઈ મેળવવું હોય તો તારા જેવી છોકરી સાથે લગ્ન કરી જીવન પૂરું કરવું એવું મેં નક્કી કર્યું છે. સૉરી, તમે ગમે કે 'ના' તે મને નથી ખબર''. ભાર્ગવી કંઈ જવાબ ન આપી શકી. થોડી ક્ષણો પછી બોલી. ''હું કદાચ તને હા પાડું તો પણ મારા લગ્ન તારી જોડે ક્યારેય મારા-પિતા નહિ કરે કારણ કે તું બીજી કાસ્ટનો છે તેમ જ આપણું ગામ પણ એક છે. છતાં હું તારી સાથે એક ફ્રેન્ડ તરીકે કાયમ રહીશ.

ધીમે ધીમે થતાં સમય ઘણો સરી ગયો ને ભાર્ગવીને ખબર ના રહી કે પ્રણવ તેનાં દિલમાં આવી બેસી ગયો. હવે આખો દિવસ પ્રણવ ભાર્ગવીના મનમાં રહેવા લાગ્યો. પ્રણવ તો પ્રેમ કરતો જ હવે આખો દિવસ તેનાં વિચારમાં રહેવા લાગ્યો. બંને આખો દિવસમાં એકવાર ફોન પર વાત ન કરે તો ચેન ન પડે.

કોલેજમાંથી છૂટા પડયા પછી ઘણો સમય વિતી ગયો. એક દિવસ પ્રણવે જણાવ્યું હું શહેરમાં હવે મારી નોકરી માટે જાઉં છું.

ભાર્ગવી ખૂબ રડવા લાગી. પ્રણવે જણાવ્યું, ''હું તને કંઈ ભૂલી જવાનો છું? હું ત્યાંથી પણ ફોન પર વાતો ચાલું જ રાખીશ. તારે તો ખૂશ થવું જોઈએ. હું નવા બિઝનેસ માટે જઈ રહ્યો છું.'' પ્રણવે શાંત કરી અને શહેર છોડી પ્રણવ ઘણા માઈલો દૂર ચાલ્યો ગયો. પ્રણવ ત્યાંથી પણ ભાર્ગવી સાથે વાતો કરવાનું છોડતો નહિં.

ધીમે-ધીમે પ્રણવ શહેરનાં વાતાવરણમાં ભળી ગયો. ભાર્ગવી સાથે વાતો કરવાનું ધીમે-ધીમે ઓછું થતું ગયું. ભાર્ગવીને બદલાયેલાં પ્રણવની જાણ થઈ ચૂકી હતી. પ્રણવ હવે ભાર્ગવીને ક્યારે-ક્યારે જ ફોન કરતો.

લાંબા સમય પછી એક દિવસ આખરે પ્રણવે ભાર્ગવીને જણાવ્યું ''પોતે બીજી છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તું શું કહે છે?''  ભાર્ગવીએ લગ્ન કરી લેવા જણાવ્યું ને ફોન નીચે રાખી દીધો. ભાર્ગવીએ મનને પૂછ્યું, ''પ્રણવ સાચે પરણી જશે? અંદરથી ખૂબ જ તૂટી પડી. દિલ પર વજન લાગ્યો. હૈયું કંપી  ઉઠયું. કંઈ જવાબ પણ નહોતો અને કંઈ સવાલ પણ ન-હોતો. મનોમન જ આંસુડાને હૈયામાં વહાવી કોરું કર્યું.  આંખોનાં ખૂણાં ભીનાં થયાં. બે હાથ વડે લૂછી રૃમમાંથી બહાર આવી કોઈને ખબર ના પડે એ રીતે કામમાં વ્યસ્ત થઈ ગઈ.

પ્રણવનાં લગ્ન નજીક આવ્યા. પ્રણવે ભાર્ગવીને ફોન કર્યો. ''જો હવે મારા લગ્ન થવાનાં છે. હું તારી સાથે કાયમ ફ્રેન્ડ તરીકે રિલેશન રાખીશ જ. મેં મારી પત્નીને તારા વિશે જણાવી દીધું છે. તે નારાજ નથી પરંતુ હવે રિલેશન રાખું ને નાહક જાણ થાય તો નારાજ થાય માટે હું હવે તારી સાથે ઓછા રિલેશન રાખીશ. પરંતુ જ્યારે પણતારે મારી જરૃર પડે ત્યારે રાત્રે પણ મારા દરવાજા ખટ ખટખટાવજે. કોઈપણ પ્રશ્નનો ઉકેલ હું આપીશ.

પરંતુ જીવનમાં ક્યારેય જિંદગીને અટકાવીશ નહિં કે જ્યાં પૂર્ણ થઈ જાય. તુ રડે છે મને ખ્યાલ છે. પરંતુ તું શું મારી સાથે લગ્ન કરવાની હતી? ભાર્ગવી તારા પિતા શું મારી સાથે તારા લગ્ન કરી દેવાના હતાં? ભાર્ગવીએ 'ના' કહી ફોન બંધ કર્યો. એક ખૂણામાં દિવાલે માથુ ટેકવી રડી-રડીને આંખોના પોપચામાં સોજો લાવી દીધો. બંધ કમરામાં અંધારાં હોવાથી તેની વેદના ભરેલી કોઈ જોઈ ન શક્યું.

સમય જતા એક દિવસ આકાશ ભાર્ગવીને રસ્તા પર મળ્યો. બંને આમતેમ થોડી વાતો કરી એકબીજાનાં નંબર લઈ છૂટા પડયા.

એક દિવસ આકાશનો ફોન આવ્યો. આકાશે તેની સાથે વાત કરી. પરંતુ દર્દથી ભરેલી ભાર્ગવી કશું બોલી ના શકી. આકાશ પણ જાણતો માટે એક ફ્રેન્ડ તરીકે વાત કરી.

ઘીમે-ધીમે થતાં આકાશે ભાર્ગવીને દર્દના દરિયામાંથી બહાર લાવ્યો. ભાર્ગવી પ્રેમને વિસરી પરંતુ પ્રેમના દિવસોને ક્યારેય ના વિસરી. ભાર્ગવી હસી. મજાક કરતી હવે આકાશ સાથે દિવસો પસાર કરવા લાગી.

એક દિવસ આખરે આકાશે પોતાના મનની વાત જણાવી દીધી. ભાર્ગવીનું હૃદય ભારે-ભારે થયું ને કહેવા લાગી, ''હવે મારા દિલમાં પ્રેમની જગ્યા રહી નથી. દર્દથી ભરાયેલું છે. ફરી હું દિલને દર્દ પહોંચાડી ઠેસ નથી લગાવવા માંગતી? એ તું જાણે છે કે મારા જીવનની ક્ષણોની વ્યથા શું છે. અને પિતાજી પણ મારી પસંદગીમાં ક્યારેય સામેલ ન થાય. માટે તું કોઈ બીજી છોકરીને પસંદ કરી જીવનગ્રંથીથી જોડાય જા. આકાશે બિલકુલ 'ના' કહી ને કહ્યું, ''ભાર્ગવી પાંચ વર્ષ પહેલાં જ મેં તને મારા દિલની ફ્રેમમાં મઢી લીધી છે. હવે એ ક્યારેય દૂર ન થાય.

થોડાં-થોડાં દિવસે આકાશ ફોન કરતો. ભાર્ગવી પ્રણવનાં દિવસોને ભૂલવા લાગી. આરે આકાશ ભાર્ગવીનાં દિલનાં દ્વારે પહોંચી ગયો. એક દિવસ આકાશે ભાર્ગવીને કહ્યું મારે તારી નજીક બેસી વર્ષોની વાત કહેવી છે તું મારા પર વિશ્વાસ રાખજે. તું મને મળવાની ના પાડે છે માટે કહું છું હું બીજા જેવો વાસનાનો માણસ નથી. હું તારા મનની સાથે જોડાયેલો છું તારે મારા પ્રેમની કસોટી કરવી હોય તો જે કસોટી કરવી હોય તે? હું તેમાંથી પસાર થવા તૈયાર છું.'' બસ એકવાર તું મળવા માટે આવ.''

ભાર્ગવીને હંમેશા આકાશે પોતાની વાત જણાવવાં રૃબરું મળવાનું કહ્યું હરેક વખતે ભાર્ગવીએ 'ના' જ કહી. ભાર્ગવીને લાગતું નાહક ખોટું બોલી બહાર નીકળવું? પોતાને શોભતું હોય તેમ વર્તન કરવું? પિતાજીનાં દિલને ચોંટ પહોંચાડવી ગમતી નહિં. ભાર્ગવીએ આકાશને પૂછ્યું 'તું શું કહેવા માંગે છે. અને આજ સુધી તે મને જણાવ્યું કેમ નહિં? આકાશે કહ્યું ''જ્યારે તને જાણ કરવાનો હતો તે જ દિવસે પ્રણવે જણાવ્યું કે તે તને પસંદ કરે છે માટે મારા દોસ્તનાં દિલને ચોંટ ના પહોંચે એટલે હું માર્ગમાંથી હટી ગયો. ને મારા મનની વાત મેં મનમાં જ દફનાવી દીધી.

આ મારા પ્રેમની કસોટી થઈ ગઈ'તી. હવે તારે મળવા માટે મને હા કે ના નો જવાબ આપવાનો છે હું તને સમય આપું છું તું વિચારીને મને કહેજે. ''ભાર્ગવીએ 'ના' કહી આકાશે કહ્યું તું એકવાર વિચારી મને પછી જ કહે જે આજે હું તારી હા કે 'ના' ને નહિં સ્વીકારું'' ભાર્ગવીએ કહ્યું, ''પિતાજી સમક્ષ જૂઠું બોલવું મને પસંદ નથી, લાગતું.'' આકાશે જણાવ્યું ''તું મારી સાથે ફોન પર વાત કરે છે ત્યારે જૂઠું બોલે છે તેવું નથી લાગતું? હસી, પડી ને ફોન નીચે રાખ્યો. આકાશને મજાક કરવી ખૂબ ગમતી.

એક દિવસ ભાર્ગવીએ ફોન કરવાનું વિચાર્યું અને મળવા માટે કહેવાની વાત મનમાં ઘડી. સંધ્યા કાળ હતો. પૂરું આા આછા લાલ-પીળા રંગથી છવાયેલું હતું. સૂરજનું તેજ આછુ-આછું હતું. અંજવાળું શમી જવા આવ્યું હતું. તે સમયે ભાર્ગવીએ આકાશને ફોન કર્યો. આકાશે ખૂબ ભારે અવાજમાં વાત કરી. ભાર્ગવી ખૂબ ગભરાય ગઈ. તેણે પૂછ્યું 'કેમ તબિયત ઠીક નથી?'

''ના'' હોસ્પિટલમાં એડમિટ થયો છું બોલ શું કામ છે?'' આકાશે પૂછ્યું ભાર્ગવી બોલી ''સાચું કહે શું થયું છે? આકાશે જવાબ આપ્યો, ''મારી સાથે ખોટો સમય ના, બગાડ? આકાશને કંઈ જવાબ ન મળતાં પ્રેમ ભર્યા શબ્દોથી પૂછ્યું, ''બોલ શું કામ છે? કંઈ કાં હતું? ભાર્ગવીએ જવાબ આપ્યો. કંઈ નહિ. સાજો થઈ જા પછી ફોન કરજે. 'હા' કહી આકાશે ફોન રાખ્યો, પરંતુ ભાર્ગવી ખૂબ ગળગળી થઈ ગઈ શું થયું હશે? કંઈ જવાબ ન આપ્યો? સ્વસ્થ થઈ ફરી વિચાર કરી બોલી. ''આમ પણ મજાક કરવાની તો ટેવ છે. કંઈ નહિં આકાશનો ફોન આવશે એટલે હું ખૂશી-ખૂશીનાં સમાચાર આપીશ.''

આઠ દિવસ સુધી ભાર્ગવીએ આકાશનાં ફોનની ચાતક પક્ષી જેમ રાહ જોઈ પરંતુ ફોન આવ્યો નહિ ને કર્યો પણ નહિ. ભાર્ગવી અને આકાશ સિવાય આમ પણ કોઈને ખબર પણ નહોતી. એટલે કોઈને જ જણાવવામાં બહેતર છું, તેમ સમજી આકાશનાં મિત્રને પણ ફોન ન કર્યો, નાહક કોઈને કહુ ને આકાશ ને મારા રિલેશન વચ્ચેની વાત ઘર સુધી જાણ થાય તો ખોટું લોકોમાં ફજેતી થાય એનાં કરતાં ન કહ્યામાં નવ ગુણ' સમજી કોઈને ન કહ્યું. છતાં ભાર્ગવીથી રહેવાયું નહિં.

સૂરજ ડૂબવા આવ્યો હતો. આકાશ અંધારામાં જવાની તૈયારીમાં હતી. સૂરજનું તેજ આચ્છાદિત હતું. સૂરજ આથમવાની તૈયારીમાં હતો. તે સમયે ભાર્ગવીએ આકાશમાં મિત્રને ફોન કર્યો. ને પૂછ્યું 'શું ચાલે છે? ''આટલા દિવસ કોલેજ પછી યાદ કર્યો? ''આકાશનાં મિત્રએ પૂછ્યું, ભાર્ગવી બોલી, કંઈ નહિ બસ. શું કરે મિત્ર મંડળ. કુશળ તો છે ને સહુ? આકાશનાં મિત્રએ જવાબ આપ્યો'' શું વાત કરું ભાર્ગવી.

આપણી વચ્ચે હસીને હસાવનાર, સુખી કરીને સુખી થનાર, દુ:ખને દરિયા દિલમાં સમાવી લેનાર આકાશ જેવો વિશાળ આકાશ સ્વાઈન ફ્લૂનાં ઘેરામાં આઠ દિવસ રહી દુનિયા છોડી ચાલ્યો ગયો.'' સાંભળતાં જ ભાર્ગવીનાં હાથમાંથી ફોન સરકી ગયો. તેની આંખોમાંથી દડ-દડ આંસુડાં વહેવા લાગ્યાં. છૂપાવવા છતાં આ છૂપાવી ન શકે.  રડે તો પણ કોની સામે? કહે કો પણ કોને?

ભાર્ગવીને લાગ્યું ફરતી દુનિયામાં મેળામાં એકલી રહી ગઈ. સાચે આજ મારો સૂરજ આથમી ગયો? અંધકાર છવાઈ ગયો? આકાશ સૂરજ સાથે આથમ્યું ને મારા આકાશ સાથે મારી જીંદગી આથમી ગઈ? હૈયાને આંસુડાથી ભરી દીધું. તેમાં ન સચવાતાં આંખોમાંથી બહાર વહેવા લાગ્યા. દુ:ખોનાં ઘેરામાં છવાય ગઈ લાગણી જાણે પૂર સાથે તણાઈ ગઈ. પ્રેમ કરનાર દુનિયા છોડી 'દિનકર' પાસે ચાલ્યો ગયો. દર્દની પીડાએ ઘેરી લીધી. રૃમનાં એક ખૂણામાં દિવાલને માથું ટેકવી અવાજ ન આવે એ રીતે રડી-રડીને ફરી આંખોનાં પોપચામાં સોજો લાવી દીધો.

આઠ દિવસથી જાણે રોકી રાખેલું 'રુદન બધા બંધ તોડીને વહેવા લાગ્યું ડૂસકે-ડૂસકે રડતા કેટલા કલાક ગયા હશે તેની તેને ખબર 'ના' રહી વકી ગયેલાં બધાં જ કલાકો ભાર્ગવી સમેટી ના શકી. પરંતુ જે સમય સરી ગયો તે કેમ વિસરી શકાય? ભાર્ગવીને આકાશનાં શબ્દો કાન પર ગૂંજવા લાગ્યા. આકાશની સાથે વિતેલી ક્ષણો ભાર્ગવીને તાજી થવા લાગી. ને આકાશ સાથેનાં વિશાળ સોનેરી સપના દિલનાં દર્દને વધારવા લાગ્યા. વેદનાની કોઈ સીમા 'ના' રહી. ભાર્ગવી અને આકાશ વચ્ચેની વાર્તાની કટાર વહેવા લાગી.

ભાર્ગવી જાણે આકાશનું પરિમાણ પણ ન કરી શકી હોય તેમ દિવાલ સાથે બાથ ભીડી કહેવા લાગી. ''દુનિયાને અજવાળુ દેનાર આકાશને એક તરંગ આવી પહોંચ્યું ને ચાલ્યું ગયું. વિશાળ આકાશને બાહોમાં સમાવી લીધો કે! ભગવાન મને જાણ પણ ન થઈ? પ્રેમ કરનારની કસોટી શું આ રીતે જ તું લે છે? તારો જવાબ 'હા'માં હશે તો આ દુનિયા પ્રેમ કરવાનું છોડી દેશે. અને 'ના' હશે તો મને આકાશથી તે દૂર શા માટે કરી? મારી એવી કંઈ તકસીર હતી? કે તે મારા દિલનો અવાજ ન સાંભળ્યો? કહી ધૂ્રસકે ધૂ્રસકે દિવાલ સાથે રડવા લાગી. અંતે ભાર્ગવીને લાગ્યું પોતે હારી ગઈ, ને હૈયું આજે આંસુડાથી ભરેલું ખાલી કર્યું.

ભાર્ગવી ખૂબ જ ભારે સ્વરોમાં મનોમન તેને કહેવા લાગી. ''તું એકવાર પણ આકાશનો સ્પર્શ ન પામી શકી? અંત ઘડીએ તેનું મોઢું જોવાની પણ તક ન મળી?

Keywords Story,-,Love,test,

Post Comments