Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિયાળો આવ્યો... શરીર સૌષ્ઠવ સુધારો

ઠંડીમાં તાજાં શાકભાજી અને ફળોને વધુ મહત્વ આપો

આજકાલ શિયાળાની સીઝન એટલે લીલા કાચા શાકભાજી અને અવનવા ફળોની સીઝન, બજારમાં પણ જ્યાં જોઇએ ત્યાં આખું માર્કેટ શાકભાજીથી અને રંગબેરંગી સ્વાદીષ્ટ ફળોથી ભરાયેલું હોય છે. માર્કેટમાં પ્રવેશતા જ ફળની સોડમથી મને પ્રફુલ્લિત થઇ જાય છે. લેવાની ઇચ્છા હોય કે ન હોય પરંતુ મનતો લલચાઇ જ જાય છે.

પરંતુ આ તો થઇ તમારા સ્વાદની વાત.તમે તો જાણો છો કે શાકભાજી અને ફળો ગુણોથી ભરપૂર છે. પરંતુ એ કઇ કઇ રીતે ફાયદાકારક છે. એ જો તમે જાણતા હોય તો સોનામાં સુગંધ ભળી જાય કેમ ખરું ને? કો વાચક મિત્રો, આ ફળોમાંથી આપણને શું શું ફાયદો થાય એ આજનો આપણો વિષય છે. તો તેમાંથી ક્યા ક્યા વિટામિન્સ આપણને એ અંગે જોઇશું.

સૌ પ્રથમ તો નારંગી અંગે જોઇએ. નારંગીની પહેલી મોસમ ઓક્ટોબરથી ફેબુ્રઆરી સુધીની અને બીજી મોસમ માર્ચથી મે સુધીની હોય છે. પહેલી મોસમના ફળ જરા ખાટા હોય છે. બીજી મોસમના ફળ મીઠા અને વધુ સારા ગણાય છે.

નારંગીમાં વિટામીન ''એ'', ''બી'' સામાન્ય પ્રમાણમાં ''સી'' વધુ પ્રમાણમાં અને ''ડી'' થોડા પ્રમાણમાં હોય છે. તેથી શરીરના વજન અને લોહીમાં વૃધ્ધિ થાય છે. અને લોહી લાલ રંગનું બને છે. દાંત અને હાડકાની મજબૂતી વધે છે. નારંગીમાં ફોસ્ફરસ વગેરે ખનીજ દ્રવ્યો પણ છે.

ચામડીના પોષણ માટે વિટામીન ''સી'' ઉપયોગી છે. નારંગીના સેવનથી સૂકી, બરછટ અને કાળી પડી ગયેલી ચામડીમાં ચેતન આવે છે. સુવાળય વધે છે. ચામડી મુલાયમ બને છે. ચહેરા પર ખીલ થયા હોય તો નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે.

નારંગીના છોડા મોસંબીના છોડા, લીબુંના છોડા સૂકવીને મીક્ષ કરી પાવડર બનાવી લેપ કરવાથી ખીલ મટે છે. તે જ પ્રમાણે અઠવાડિયામાં એકવાર લીમડાના પાંદડા, મોસંબીની છાલ, નારંગીની છાલ અને લીંબુના છોડા પાણીમાં મીક્ષ કરી તેની વરાળ લેવી તેનીથી ખીલ મટે છે. ચામડી કાળાશ પણ દૂર થાય છે. મો પર વરાળ ૧૦ મિનિટ લેવી ત્યારબાદ ચહેરો રૃ થી બરાબર સાફ કરી લેવો.

લાંબા સમયની બીમારી આવી ગઇ હોય અને તેને કારણે અશક્તિ ચક્કર આવતા હોય, ચહેરો નિસ્તેજ થઇ ગયો હોય આંખ નીચે કરચલી કે કાળા કુંડાળા થયા હોય એવી વ્યક્તિ જો સવાર-સાંજ ૧-૧ ગ્લાસ નારંગીનો રસ પીએ તો ખૂબ જ જલ્દી સારું થાય છે અને ઉત્સાહ વધે છે.

નારંગીના રસ પીવાથી સગર્ભા સ્ત્રીઓને ઉલ્ટી ઉબકા મટે છે. જો કોઇએ કોઇ પણ કારણે નકોરડા ઉપવાસ કર્યાં હોય તો ઉપવાસમાં થોડાં દિવસ નારંગીનો રસ લેવો અને ત્યારબાદ ખોરાક ઉપર ચડવું લોહીનું ભારે દબાણ, દમ, શરદી, ફ્લુ, ન્યુમોનિયા જેવા રોગોમાં નારંગીનો રસ લેવાથી ફાયદો થાય છે.

શરીરની ચરબી ઘટાડવાના પ્રયોગ દરમિયાન કેટલાક લોકો ડાયટીંગ કરે છે. ડાયટીંગ દરમિયાન નારંગીનો રસ શરીરને શક્તિ આપે છે. અને ખોરાકની કમીની અસર વર્તાવા દેતો નથી. પરંતુ કોઇએ આડેધડ ડાયટીંગ કરવું ન જોઇએ. તથા પોતાની તબિયતને ધ્યાનમાં રાખીને ડાયટીંગ કરવું.

જેમને દાંતમાંથી પૂરું આવતું હોય તેવા દર્દીઓને માટે સંતરાનો રસ ખૂબ જ ફાયદાકારક છે.

સવાર-સાંજ નારંગીનો રસ લેવાથી પાચન શક્તિમાં વધારો થાય છે. જેને પેટમાં ગેસ, આફરો વગેરે થતું હોય તેણે નારંગીના રસ સાથે તાજો હળવો ખોરાક લેવો. જેને વધુ પડતા ઝાડા થઇ ગયા હોય તેણે નારંગીનો રસ લેવો.

મોટેરા અથવા બાળકોને ખૂબ ઉલ્ટી-ઝાડા થઇ ગયા હોય અને શરીરમાં પાણઈ એકદમ ઓછું થઇ ગયું હોય તેવી પરિસ્થિતિમાં નારંગીનો રસ ખૂબ જ ફાયદો કરે છે.

નારંગીના જેવું જ એક બીજું ફળ છે. મોસંબી. મોસંબીમાં વિટામીન ''એ,બી,સી'' છે. મોસંબીના વિટામીનો મોટા માણસો કરતાં બાળકોને વધારે ફાયદો કરે છે તેનો રસ પીવાથી બાળકોની પાચન શક્તિ વધે છે. મોસંબીના સેવનથી લોહી અને શરીરની ક્રાંતિ (તેજ) વધે છે. તાવના દર્દીને મોસંબીનો રસ પીવાની ખાસ સલાહ આપવામાં આવે છે.

મોસંબીનો રસ લેવાથી શરીરની તાકાતમાં વધારો થાય છે. અને શરીરની ક્રાંતિ વધે છે.

આજકાલ આપણે ત્યાં કોઇ પણ મહેમાન ગતિ માટે તૈયાર શરબર પાઇએ છીએ. પરંતુ આ સરબતથી કોઇ ફાયદો તો નથી થતો ઉપરથી નુકસાન થાય છે. તેને બદલે મોસંબીના રસમાં ખાંડની ચાસણી. વિ.નાખી સરબત આપવામાં આવશે તો વધુ ફાયદો થશે અને તેને સ્વાદ પણ કંઇક અનેરો જ હશે.

બને ત્યાં સુધી મોસંબીને ચૂંસીને લેવું વધુહિતાવહ છે. મોસંબી ચૂસીને લેવાથી દાંત સાફ થાય છે અને તે પચવામાં સરળ બને છે. જે લોકોને શરદી-સળેખમ રહેતા હોય તો તેઓને મોસંબીનો રસ ફાવે નહીં તો તેને જરા ગરમ કરી આદુના ટીપા નાખીને લેતો માફક આવી જાય છે.

એ જ પ્રમાણે શિયાળાનું એક બીજું ફળ છે. સીતાફળને સુરતમાં અનુસ કહેવામાં આવે છે. આ ફળ નાના બાળકથી માંડીને મોટા સૌને ભાવે એવું ફળ છે. સીતાફળ ઠંડા હોય છે. તેથી શરીરની ગરમી ઓછી કરે છે. એટલે કે શરીરમાં ઉપત્તનો પ્રકોપ હોય તો તે શાંત કરે છે. પરંતુ વધુ પડતાં સીતાફળ ખાવામાં આવે તો માંદા પડાય છે. સીતાફળમાં કેલ્શિયમ ફોસ્ફરસ, લોહ, થાયામીન, રીબોફ્લોવીન, વિટામીન સી, બી-૧, બી-૨ નિયાસીન તેમજ સારા પ્રમાણમાં સાકરનું પ્રામાણ હોય છે.

કાચા સીતાફળનું ચૂર્ણ અથવા તેના બીજું ચૂર્ણ રાત્રે ઉંઘતી વખતે માથાનાવાળમાં ભરી ઉપર કપડું બાંધવાથી માથાના વાળમાં પડેલી લીખો મરી જાય છે. જૂ મારવા માટે તેના બી માથામાં ભરતી વખતે આંખમાં ન જાય તેની ખાસ કાળજી રાખવી સીતાફળના બી આંખમાં જવાથી દાહ (બળતરા) થાય છે. અને આંખો ખરાબ થાય છે. માટે ખાસ ખ્યાલ રાખવો.

સીતાફળના પાંદડાને ખાંડી ચટણી બનાવી સિંઘવ મેળવી ઘા પર પોટીસ બાંધવાથી ઘામાં પડેલા કીડા મરી જાય છે.

કીડા મારવા માટે કેટલાક લોકો સીતાફળના પાન, તમાકું અને કોરો ચુનો મધમાં મેળવી ઘા પર બાંધે છે. કાચા અપકવ ગુમડા પર તેની પોટીસ બાંધવાથી ગુમડાને જલ્દી પકડે છે અને અંદરનું પરૃ ખેચીંને ઘાનું શોધન કરે છે, પાકા સીતાફળની છાલમાં ઘાનું શોધન કરવાની અને કીડાઓનો નાશ કરવાનો ઉત્તમ ગુણ રહેલો હોય છે.

ગામેગામ અને વનવગડે બોર એ ગરીબોનો સસ્તો મેવો છે. બોર જેવું ગુણકારી અને સહેલાઇથી સસ્તામાં મળી શકતું ફળ ખરેખર જાણે ગરીબો માટે જ પેદા કરેલ છે.

બોરડીની છાલનો ટુકડો મોંમા રાખી તેનો રસ ચૂસવાથી અવાજ જો બેસી ગયો હોય તો બે-ત્રણ દિવસોમાં જ ઉઘડી જાય છે. અને અવાજ પહેલાં જેવોજ મધુર થઇ જાય છે જેમને આવી તકલીફ ન હોય તેઓ જો બોરડીની છાલના ટુકડા સાથે હાથ જેઠીમધનો ટુકડો મોંમા મૂકી ચૂસે તો પણ અવાજ સુંદર થાય છે.
બોરડીની છાલનું ચૂર્ણ પા-પા તોલો સવાર-સાંજ ગોળ સાથે આપવાથી સ્ત્રીને શ્વેતપ્રદર (સફેદ પાણી જેવું) અને રક્તપ્રદર (બહેનોને માસિક દરમ્યાન નોર્મલ પ્રમાણમાંજ જે રક્તસ્ત્રાવ થાય છે.

તેનાં કરતાં વધુ પ્રમાણમાં થવું અને માસિકના દિવસો પૂરા થવા છતાં પણ લાંબા સમય સુધી વધુ પ્રમાણમાં માસિક આવતું હોય તેને રક્તપ્રદર કહેવામાં આવે છે.) મટે છે. ચણીબોરની છાલનું ચૂર્ણ ગોળ અથવા મધ સાથે આપવાથી પણ શ્વેતપ્રદર અને રક્તપ્રદર મટે છે.

જેમને વારંવાર મોં આવી જતું હોય તેમણે બોરડીના પાનનો કવાથં કરી દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી મોં આવી ગયું હોય તો મટે છે. દાંતનાં પેઢાં ઢીલા પડી ગયા હોય અને મોંમાંથી લાળ પડતી હોયતો બોરડીની છાલ અને પાનનો ક્વાથં કરી કોગળા કરવાથી મટે છે.

હવે થોડા વખત પછી શીતળાની તકલીફ શરૃ થશે. શીતળામાં બોરડીના પાનનો રસ ભેંસના દૂધ સાથે આપવાથી તેનો રોગ ઓછો થઇ જાય છે. બોરડીના પાનનો કલ્ક ગોળ મેળવી ખવડાવવાથી પણ બે-ત્રણ દિવસમાં જ શીતળા શાંત થાય છે.

એજ પ્રમાણે આજકાલ બજારમાં ગાજર, ટામેટા, કાકડી, કોબીજ, મૂળા, ફ્લાવર છે. સાથે સાથે પાલખની ભાજી, તાદંળજાની ભાજી, મેથીની ભાજી વગેરે વગેરે શાકભાજીની તો વણઝાર હોય છે. તો ક્યા શાકભાજી ખાવાથી ક્યા ક્યા ફાયદા થાય છે. તેમજ તેના વિશે વિસ્તૃત માહિતી પણ આ અંકમાંથી આપને પ્રાપ્ત થઇ જશે અને તેના પૂરેપૂરા ગુણો જાણી લીધા પછી તમે તેનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરશો તો ખૂબ જ સુંદર પરિણામ મળશે.

ગાજર મીઠા, તીખા, કડવા, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, હલકા અને ઝાડાને રોકનાર છે. જેમને વિટામીન ''એ'' ની ખામી હોય છે. તેમને નીચે મુજબની તકલીફ થવા સંભવ રહે છે. શરીરનો વિકાસ બરાબર થતો નથી રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ ઘટે છે. પરિણામે ઘણી તકલીફો ઉભી થવા સંભવ રહે છે. ખાવાનું પાચન બરાબર થતુ નથી. ચામડી રફ થઇ જાય છે.

તેમજ ચામડીના રોગો થાય છે. રતાંધળાપણું, પાયોરિયા, પાથરી, ટી.બી. જેવા અનેક રોગો વિટામીન ''એ'' ની ખામીને કારણે થતા હોય છે. આ ખામીને પૂરી કરવા માટે ગાજર ખૂબ જ સારું કામ આપે છે. ગાજરના સેવનથી શરીર મુલાયમ અને સુંદર થાય છે. વિટામીન ''એ'' ને લીધે વાળ પણ લાંબા અને સુંવાળા થાય છે.

શરીરમાં નવી શક્તિનો સંચાર થઇ વજન વધે છે. આ ઉપરાંત ગાજરમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ ફોસ્ફરસ, આંખને ફાયદાકારક છે તેમજ શરીરમાં લોહી ઓછું હોય તેમને પણ ગાજર ખૂબ જ ફાયદાકારક છે. ગાજરમાં ગંધક હોવાથી લોહીની શુધ્ધી કરી ચામડીના રોગોમાં ફાયદો કરે છે. દાદર, ખુજલી, ફોલ્લીઓ, ગુમડામાં ખૂબ ફાયદો કરે છે. શારિરીક તેમજ બૌધ્ધિક વિકાસ માટે પણ ગાજર ખૂબ જ ફાયદાકારક છે.

પેટ તથા આંતરડાના રોગ માટે પણ ગાજરના પ્રયોગ સારા પરિણામ લાવી શકે છે. નાના બાળકોને પણ કાચા ગાજર અથવા ગાજરનો રસ આપવાથી દાંત નીકળવામાં કરળતા રહે છે. તેમજ લોહતત્વની ખામી દૂર થાય છે. બાળકવાળી માતાને ધાવણ વધુ લાવવા ગાજરનો ઉપયોગ કરાવવાથી ધાવણ વધે છે.

ગાજર હંમેશા કુમળા ઉપયોગમાં લેવા જોઇએ. જાડા ગાજરમાં પીળો ભાગ વધુ હોય છે. તેનો ઉપયોગ કરવો નહીં. કારણ કે પીળા ભાગના લાંબા સમયના ઉપયોગથી કાનમાં બહેરાશ, ઉધરસ થવા સંભવ છે. તેથી ગાજરની કતરીમાં લીબું, મીઠું, હળદર, ધણાજીરૃ, મીક્ષ કરી ખાવાથી કોઇ તકલીફ ઊભી થતી નથી.

ગાજર જેટલી જ ફાયદાકારક બીજી વસ્તુ છે ટામેટા લાલ લાલ ટામેટા એક બીજા ઉપર દુકાનદારે સરસ રીતે ગોઠવીને રાખેલા હોય એ જોઇને ખાવાનું મન થાય છે એ ખરેખર સ્વાભાવિક છે. ટામેટા જેટલા મોટા એટલાજ ગુણમાં પણ ઉત્તમ હોય છે. તેમજ ટામેટા સ્વાદિષ્ટ, ભૂખ ઉઘાડનાર અને પાચનકર્તા છે. ટામેટાની કાતરીમાં મીઠું, મરચું, ખાંડ, જીરૃનો ઉપયોગ કરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ અને રૃચિ ઉત્પન્ન કરનાર છે.

ટામેટાનો ઉપયોગ લોકો શાક બનાવવામાં દાળમાં, સૂપ બનાવવામાં કરતા હોય છે. પરંતુ મારા મતાનુસાર કોઇપણ વસ્તુને લાંબો સમય અગ્નિ પર રાખવાથી તેના ગુણો નષ્ટ પામતા હોય છે. તેથી આપણા હાથમાં સ્વાદ સિવાય બીજું કશુંય આવતું નથી. તેથી જો કાચી વસ્તુને ઉપયોગમાં લઇ શકાતો હોય તો ખૂબ જ સારું અને પૂરેપૂરા વિટામીન્સ પ્રાપ્ત કરી શકાય છે.

પાકા ટામેટામાં પણ લોહતત્વનું પ્રમાણ હોય છે. તેથી જેમને શરીરમાં લોહીની ઓછપ હોય, શરીરમાં ફીકાશ હોય છે, ચામડીમાં પણ ફીકાશ હોય, લોહીની ઓછપને કારણે વારવાર ચક્કર આવતા હોય તેમણે ટામેટાનો ઉપયોગ કરવો. તેનાથી રક્તકણો વધે છે.

આંખ નીચે કાળા કુંડાળા રહેતા હોય તેમને પણ ટામેટા ફાયદાકારક છે. લોહીની ઓછપને કારણે પણ કેટલીકવાર વાળ ઉતરે છે. તેમને પણ ટામેટા ફાયદાકારક છે. પાકા ટામેટા ખાવાથી રૃચિ ઉત્પન્ન થાય છે. જઠારાગ્નિ પ્રદીપ્ત થાય છે. પાચન શક્તિ વધે છે. ટામેટામાં વિટામીન ''સી'' હોવાથી સ્કર્વી નામનો રોગ મટે છે.

તેમજ ટામેેટાથી કબજીયાત પણ ઓછી થાય છે.  ટામેટા આટલા ફાયદાકારક હોવા છતાં પણ કેટલીક વ્યક્તિને નુકશાન કર્તા છે. તેથી બીજા લોકો કહે અને આ લેખ વાંચીને સીધા ટામેટાનો ઉપયોગ શરૃ ન કરવો તો હવે જોઇએ ટામેટા કોને કોને ગેરફાયદો કરે છે. એક તો જેમને સંધિવા, આમવાત હોય તેમણે ટામેટાનો ઉપયોગ સદંતર બંધ કરવો કારણ કે ટામેટાં ખટાશ આનતી હોવાથી દુ:ખાવો વધે છે.

એસિડીટી (અમ્લપિત્ત) ના રોગી જેમને છાતીમાં બળતરા થતી હોય, ખાટા ઓડતાર આવે, પેટમાં દુખતું હોય, એસીડીટીને કારણે માથું દુખતું હોય તેમને પણ ટામેટાની ખટાશને કારણે એસીડીટી વધે છે. ટામેટાને બીને કારણે પથરીની તકલીફ વધુ થવા સંભવ રહે છે તેથી તેમણે પણ ટામેટાનો ઉપયોગ સદંતર બંધ કરવો.

શીળવા એટલે કે લાલ લાલ ચકામા પડી જાય તેમજ ખૂબ જ ખંજવાળ આવે તેમણે પણ ટામેટાનો ઉપયોગ સદંતર બંધ કરવો. જેમને પેપ્ટીક અલ્સરગેસટ્રીક અલ્સર હોય તેમણે પણ ટામેટાનો ઉપયોગ બંધ કરવો, નહીંતો ફાયદો કરતા ગેરફાયદો થવા સંભવ છે. ટામેટાનો તાજો રસ પીવાથી ચામડી પર ખુજલી તેમજ નાનીનાની ફોડલીઓ વગેરે લોહીવિકાર મટે છે.

ટામેટાનો એક ગ્લાસ રસ દરરોજ પીવાથી આંતરડામાં જામેલો મળ છૂટો પડે છે અને કબજીયાતમાં ફાયદો થાય છે. ટામેટાના રસથી દાંતના પેઢા મજબૂત બને છે. તેમજ રક્તસ્ત્રાવ,રક્તપિત્તમાં પણ ફાયદો થાય છે. ટામેટામાં છ વિટામીનો પૈકીનાં પાંચ વિટામીનનો હોય છે. પાકા ટામેટામાં વિટામીન એ, બી, સી નું પ્રમાણ વધુ હોય છે. આ ુપરાંત ખનીજ, ક્ષારો, લોહ, કેલ્શિયમ, સાઇટ્રીક એસિડ પણ છે.
- જયવંતી


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments