Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્ત્રીઓની સેક્સ સમસ્યાઓની ઉપેક્ષા કેમ કરવામાં આવે છે

મહિલાઓની જાતીય સમસ્યાઓનું સમાધાન કરવા એનાં કારણ અને નિવારણ સમજવાં જરૃરી છે
 

અમેરિકન  મેડિકલ અસોસિએશનના  સર્વે પ્રમાણે ૪૩ ટકા સ્ત્રીઓ એક યા બીજી જાતીય સમસ્યાથી પરેશાન છે. પુરુષોના સેકસ્યુઅલ પ્રોબ્લેમ્સ વિશે સૌથી વધુ પ્રસિદ્ધિ થતી રહી છે, પણ સ્ત્રીઓની સેક્સ સમસ્યાઓ પ્રત્યે મોટા ભાગે દુર્લક્ષ કરવામાં આવે છે.

સ્ત્રીઓની વિવિધ પ્રકારની જાતીય સમસ્યાઓને તબીબી ભાષામાં ફીમેલ સેકસ્યુઅલ ડિસફન્ક્શન કહે છે. પુરુષો કરતાં સ્ત્રીઓની સેક્સ્યુઅલ સમસ્યાઓને અલગ તારવી ન શકાય. સામાન્ય રીતે પચીસથી પચાસ વર્ષની વયની સ્ત્રીઓમાં સેક્સ્યુઅલ ડિસફન્ક્શન જોવા મળે છે.

ફીમેલ સેક્સ્યુઅલ ડિસફન્કશનનાં કારણો

ફીમેલ સેક્સ્યુઅલિટીની સમસ્યાઓને પારંપારિક રીતે સાઈકોલોજિકલ ગણી લેવામાં આવે છે. ઘણી જાતીય સમસ્યાઓનાં મૂળ મનોવૈજ્ઞાાનિક હોઈ શકે છે, પરંતુ છેલ્લા થોડા સમય દરમ્યાન થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓની કેટલીયે જાતીય સમસ્યાઓ શારીરિક હોય છે તથા અમુક સમસ્યાઓ સંબંધમાંથી સર્જાય છે.

શારીરિક કારણો

* જાતીય  સમસ્યાઓ માટે અનેક પ્રકારની શારીરિક અવસ્થાઓ કારણભૂત હોઈ શકે છે. બાળકના જન્મ પછી સ્ત્રીઓમાં જાતીય ઉત્તેજના કે પરાકાષ્ઠા (ઓર્ગેઝમ) ને લગતી સમસ્યા સર્જાય છે. રજોગુણની તકલીફો તથા રજોમુક્તિની સ્થિતિ દરમ્યાન સ્ત્રીના યોનિપ્રદેશમાં જલદી ભીનાશ નથી થતી, જેને પગલે સંભોગ મુશ્કેલ અને ઘણી વાર દરદભર્યો બને છે.

* સ્ત્રીઓમાં ચરમસીમાની વ્યાખ્યા બદલાતી રહે છે. આથી ફીમેલ સેકસ્યુઅલ ડિસફન્કસનનું નિદાન કરવું મુશ્કેલ બને છે. પુરુષોમાં પરાકાષ્ઠાની વ્યાખ્યા બહુ સરળ છે, પરંતુ જુદી-જુદી રીતે થતો હોય છે. ઓર્ગેઝમની તબીબી વ્યાખ્યા પ્રમાણે રુધિરાભિસરણમાં વધારો થવાથી યોનિ અને ગર્ભાશયમાં તીવ્ર સંકોચન થાય એટલે સ્ત્રીઓ પરાકાષ્ઠાએ પહોંચી ગણાય.

* ડિપ્રેશન (હતાશા)ની સારવાર લેતી ઘણી સ્ત્રીઓમાં એન્ટિડિપ્રેઝન્ટ દવાઓની આડઅસરરૃપે જાતીય ઈચ્છા મંદ થઈ જાય છે. તેમનામાં જાતીય ઉત્તેજના તથા ચરમસીમાએ પહોંચવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. ઘણી સ્ત્રીઓ મંદ જાતીય ઈચ્છાને ભોગે પણ હતાશામાંથી બહાર આવવા મળે એને ઉપકારક ગણે છે, પણ  અમુક સ્ત્રીઓમાં આવી આડઅસર વધુ તાણ પેદા કરનારી નીવડે છે.

* સ્ત્રીનું માસિકચક્ર શરીરની નાજુક સમતુલાને જાળવે છે. અને બીમારી, દવાઓ કે તાણને લીધે ઘણી વાર આ સંતુલન ખોરવાઈ જાય છે. એની સીધી અસર સ્ત્રીના મૂડ અને લાગણીતંત્ર પર થાય છે. હોર્મોન્સની અસમતુલાથી યોનિમાં ભીનાશ સર્જવાની ક્ષમતા પણ ઘટી શકે છે.

યુવાન સ્ત્રીઓમાં ફેમિલી પ્લાનિંગ માટેની બર્થકન્ટ્રોલ ગોળીઓ ઘણી વાર આવી આડઅસર કરે છે. અનેક સ્ત્રીઓમાં રજોમુક્તિ (મેનોપોઝ) પછી પણ યોનિમાં ભીનાશની સમસ્યા સર્જાય છે અને આના નિવારણ માટે તેઓ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી ભણી વળે છે. ક્યારેક ડાયાબિટીઝ પણ ભીનાશમાં ઘટાડો થવા માટે કારણભૂત નીવડી શકે છે.

જાતીય સ્વાસ્થ્ય અને સંબંધો

* સેક્સ્યુઅલ ડિસફન્ક્શન માટે સંબંધો પણ મોટો ભાગ ભજવે છે. સંબંધમાં મૂંઝવણ, અસંતોષ, ગુસ્સો કે હતાશાની લાગણીને કારણે સંતોષકારક સેક્સલાઈફ આડે પાટે ચડી શકે છે. આવા સંજોગોમાં એકબીજા પર ક્રોધ કે દોષારોપણ કરવો એ ઉકેલ નથી. આનો શ્રેષ્ઠ ઉપાય છે ખુલ્લા મને એકબીજા સાથે વાતચીત કરવી અને પરસ્પર સમજણ કેળવણી.

* ડોક્ટર સ્ત્રીની  મંદ  પડી ગયેલી જાતીય ઉત્તેજના કે ચરમસીમાએ પહોંચવાની ક્ષમતા માટે કોઈ શારીરિક કારણ આપી ન શકે ત્યારે સ્ત્રીએ તેના સંબંધમાં ડોકિયું કરવું જરૃરી બને છે. સ્ત્રીએ તેના પાર્ટનર સાથે અગાઉની હેલ્ધી સેક્સલાઈફ તેમ જ તેમના સંબંધમાં આવેલી ઓટ વિશે ચર્ચા કરવી જોઈએ.

* સ્ત્રી હોય કે પુરુષ, તેમના તંદુરસ્ત જાતીય જીવનનું બેરોમીટર છે ફીમેલ ઓર્ગેઝમ. સ્ત્રીમાં જાતીય પરાકાષ્ઠાનો અભાવ સર્જાય ત્યારે બેઉ પાર્ટનરોએ ગંભીર વિચાર કરવો આવશ્યક છે.
કેટલાક કિસ્સાઓમાં તો ચુંબન અને કામુક અડપલાં પણ દૂરની વાત થઈ જાય છે.

મનોવૈજ્ઞાાનિક કારણો

* સેક્સ થેરપિસ્ટો માને છે કે પુરુષ કરતાં સ્ત્રીની જાતીય ઈચ્છા (સેક્સ ડ્રાઈવ) વધુ કોમ્પિલકેટેડ હોય છે. સેક્સ એ પુરુષ અને સ્ત્રી બન્ને માટે શારીરિક ઈચ્છા તો છે જ, પરંતુ સ્ત્રીઓમાં સેક્સ ડ્રાઈવ શારીરિક જેટલી જ મનોવૈજ્ઞાાનિક હોય છે. જેમ કે સંબંધમાં ઓટ આવતાં સૌથી પહેલાં સ્ત્રીની જાતીય ઈચ્છા મંદ પડી જાય છે.

* પુરુષ કરતાં સ્ત્રીની જાતીય ઈચ્છા શરીર અને મન સાથે વધુ તીવ્રતાથી સંકળાયેલી હોય છે. ઘરની દેખભાળ, બાળકોની જવાબદારી, વર્કિંગ વુમન હોય તો ઓફિસનું ટેન્શન અને એમાં પાર્ટનર સાથેના સંબંધમાં વમળ સર્જાય ત્યારે એની સીધી અસર સ્ત્રીની જાતીય ઈચ્છા પર પડે છે. જાતીય ઉત્તેજનાની પ્રક્રિયાનું પહેલું પગલું છે સેક્સ માણવાની ઈચ્છા. આથી સ્ત્રીને સેક્સ વિશેની કલ્પના કે વિચારો કરવાની ક્ષમતા નબળી પડે એની સમગ્ર સેક્સ ડ્રાઈવ પર અસર થાય છે.

સ્ટ્રેસ (તાણ) અને હતાશા (ડિપ્રેશન) સ્ત્રીની જાતીય  ઉત્તેજનાની પ્રક્રિયા જ ખોરવી નાખે છે. મેનોપૉઝમાં પણ સ્ત્રીનું  મન લવમેકિંગ વિશે વિચાર કરતું અટકી જાય છે.

ફીમેલ સેક્સ્યુઅલ ડિસફન્કશનનું નિદાન બેઉ પાર્ટનરને  અસરકર્તા બને છે. આથી એનું અસરકારક નિવારણ કરતી સ્ત્રીની સાથે તેના પાર્ટનરનો સહયોગ પણ આવશ્યક છે.
 

Post Comments