Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચહેરાને પ્રતિભાવંત બનાવતાં કપાળની ઉપેક્ષા શા માટે?

યુવતીઓ બહુ, ઝડપભેર પોતાના સૌંદર્યની ચાહક બનતી જાય છે, અને એટલે જ જ્યારે બેલાએ કપાળને સુંદર બનાવવાની વાત વિચારી ત્યારે તેની જાગૃતિ માટે ખુશી થઈ. કપાળને પણ પોતાનું આગવું સૌંદર્ય હોય છે. છતાં ચહેરાનો એ મહત્ત્વનો પ્રદેશ કંઈક ઉપેક્ષિત રહે છે.

એ રાત્રે ટેલિફોનની ઘંટડી રણકી. ''હું, બેલા બોલું છું.''

''અત્યારે શું કામ પડયું?''

''બસ, એક પ્રશ્ન બહુ દિવસથી મૂંઝવ્યા કરે છે! કંઈ મઝા આવતી નથી ને થાય છે કે બધું ભણતર નકામું છે!''

''પણ એવી કોઈ પહેલી કે કોયડા પૂછ્યા વિના સીધું કહીશ?''

''શરમ આવે છે કપાળની? કેવું કપાળ છે મારું.''

''સારું તું મને મળજે.''

આ વાર્તાલાપ પછી મન હજી આજે પણ વિચારે છે કે પેલા લલાટે લખેલા લેખને આધુનિક યુવતી કેવી સરસ રીતે ફેરવવા સભાન છે!

આપણે એવું માનતા હોઈએ છીએ કે વિધિના લેખ જન્મના છઠ્ઠા દિવસે લખાય અને એ લલાટે લખ્યા લેખ પ્રમાણે માનવી સુખદુ:ખના ચકરાવામાં જીવનભર ફર્યા કરે, બુદ્ધિશાળી ભણેલો વર્ગ કદાચ કર્મને મહત્ત્વ આપે અને આવી વાતને હસી કાઢે એવું બને. છતાં એ કોરા કપાળ અને ભાવિની ભીતરમાં શું લખ્યું હશે તે જાણવાની જિજ્ઞાાસા પણ તે રોકી શકતો નથી. ભાવિની ભીતરમાં કદાચ આપણે ન જઈ શકીએ પણ સુંદરતાની ભીતરમાં જરૃર જઈ શકીએ.

યુવતીઓ બહુ, ઝડપભેર પોતાના સૌંદર્યની ચાહક બનતી જાય છે, અને એટલે જ જ્યારે બેલાએ કપાળને સુંદર બનાવવાની વાત વિચારી ત્યારે તેની જાગૃતિ માટે ખુશી થઈ. કપાળને પણ પોતાનું આગવું સૌંદર્ય હોય છે. છતાં ચહેરાનો એ મહત્ત્વનો પ્રદેશ કંઈક ઉપેક્ષિત રહે છે.

કપાળ કેવું હોવું જોઈએ : કપાળ સ્વચ્છ વિશાળ, ડાઘ કે વાળ વગરનું, કરચલી કે રૃવાંટી વિનાનું અને સુંદર આકારવાળું હોવું જોઈએ. સુંદર કપાળ એ સ્ત્રીની મૂડી બની જાય છે. કેમ કે તેના પર સૌભાગ્યનો એક મોટો કુમકુમ ચાંદલો પણ કરવાનો હોય છે. આ બિન્દીથી શણગાર સંપૂર્ણ બને છે. ચુડી અને ચાંદલાને સૌભાગ્યના અસ્તિત્વની નિશાની માનતી સ્ત્રીઓએ હવે તેમાં અવનવા રંગો પણ પુર્યા છે. એટલે જ કપાળ સુંદર હોય તો શૃંગાર કરીને સજાવો અને જો કુરૃપ હોય તો કરામતોથી (મેક-અપ) ટ્રીકસથી દોષ છુપાવો.

હમણાંથી યુનિસેક્સ વેશભૂષાનો એક પ્રવાહ વહેવા લાગ્યો છે. પુરુષોના વસ્ત્રોને પહેરીને ફરતી યુવતીઓ કપાળમાં બિન્દી ન કરે તો ય કપાળની સ્વચ્છતાનું મહત્ત્વ સ્હેજે ઓછું અંકાતું નથી.

તમે કહેશો કપાળમાં વળી શું માવજત કરવાની! પોતાના દુર્ભાગ્યને માટે કપાળ કુટતી વ્યક્તિને તો વળી આવો સુંદરતાનો સથવારો હોય તોય શું? પણ આવું નથી.

કપાળનો આકાર અને રૃંવાટી.

પ્રત્યેક યુવતીઓના કપાળનો આકાર જુદો જુદો હોય છે. ચહેરાના આકાર સાથે તે ક્યારેક સુસંગત થાય, ક્યારેક ન પણ થાય. કપાળ ચહેરાના પ્રમાણ સાથે સુસંગત થાય તેવું હોવું જોઈએ. ઘણાંનું કપાળ અતિ નાનું કે મોટું હોય છે. વચ્ચેથી મોટું, અને લમણા કે ભ્રમર પાસે વાળથી આચ્છાદિત હોય છે. ક્યારે એટલું નાનું હોય છે કે જાણે બિન્દી કરવાની જગ્યા પણ રહે છે.

સાવ નાનું કપાળ હોય તે આપણે ત્યાં દુર્ભાગ્યની નિશાની ગણાય છે, પણ સાચું પૂછો તો તે અસુંદરતાની નિશાની પણ છે. આવા કપાળને આકાર માટે બે બાબત કરી શકાય. કપાળ ઉપર વાળ કે રૃંવાટી હોય તો તે નાનું લાગે છે. તેને દૂર કરવા બાળપણથી જ રૃંવાટીને ઘસવી જોઈએ. આપણે ત્યાં ચણાનો લોટ, લીંબુ અને મલાઈનો મિશ્રણને બાળપણથી કપાળ પર ઘસવામાં આવતા તેમાં લીંબુ બ્લીચીંગ જેવું કામ કરે છે તેથી વાળના રંગને સોનેરી કે ઝાંખો બનાવે છે.

એટલે કાળી રૃંવાટી કે વાળ એકદમ ઉડીને આંખે બાઝતા નથી, લીંબુથી નાના આછા ડાઘા પણ દૂર થાય છે. ચણાનો લોટ ઘર્ષણ માટે ઉપયોગી રહે છે, ઘસારાથી રૃંવાટી ઉપરથી ઉખડી જાય છે. અને એટલે ચણાનો લોટ ન હોય તો જવનો, ઘઉંનો કોઈ પણ લોટથી કામ ચાલી શકે છે. મલાઈનું કામ કપાળને સુંવાળું અને મુલાયમ બનાવવાનું છે.

આટલું કામ રૃંવાટી દૂર કરવા માટે કામિયાબી અપાવે પણ મોટી ઉંમરે પાકટ વાળ થઈ જતાં આ પ્રયોગ ઓછો પડે છે, કપાળ પરના વાળ અડચણ ઊભી કરે છે. અને ત્યારે તેને દૂર કરવા માટેના પ્રયત્નો પણ મોટા પાયે કરવા પડે.

એક બહેને મોટી ઉંમરે કપાળને મોટું કરવાના શોખમાં તેમણે તૈયાર મળતા હેર-રીમૂવીંગ ક્રીમ (વાળ દૂર કરવાનો લોશન)નો ઉપયોગ કરેલો. પહેલા પહેલા તો બહુ સુંદર લાગ્યું, બે દિવસ તો જાણે સંગેમરમર જેવું સ્વચ્છ ને મોટું કપાળ દેખાયું, ત્રીજી દિવસે વાળે ફરી દેખા દીધી, અને પછી તો પુરુષો જેમ રોજ કે એકાંતરે દાઢી કરે તેમ 'એન ફ્રેન્ચ'ની બોટોલો (જે મોંઘી પણ છે!) એક પછી એક ખાલી થવા લાગી! ને કપાળ કુટ પ્રશ્ન આવ્યા ત્યારે અહીં લખ્યું, 'હવે શું કરું?' આવી અજ્ઞાાનતા પેલી સુંદરતાના પ્રતિમા પ્રેમમાંથી જ ઉદ્દભવી છે તે સાચું પણ દીર્ઘદ્રષ્ટિના અભાવે અને બીન જાણકારીની ઊંચી કિંમત ચૂકવવી પડી.

આવા ચિંતાયુક્ત કિસ્સામાં છેવટનો ઉપાય ઇલેક્ટ્રોલિસિસ જ હોઈ શકે જેમાં વાળને કાયમ માટે દૂર કરી શકાય. આ લાંબી ને ખર્ચાળ પદ્ધતિ જો અનુકૂળ હોય તો કાયમી ઉકેલ લાવી દે છે, અને આકર્ષક આકાર આપે છે.

કપાળ પર કરચલી:

કપાળ ઉપરની રૃંવાટી જેમ કપાળનો આકાર બગાડે છે તે રીતે તેની ઉપર પડેલી કરચલીઓ પણ કપાળની સુંદરતાને બગાડી  મુકે છે. ખાસ કરીને ૪૦ વર્ષ પછી કે પ્રૌઢત્વના પગથિયે ઊભેલી યુવતીઓને કપાળ પર કરચલી પડે છે. ત્વચાની તૈલસ્ત્રાવ કરતી ગ્રંથિઓ તેલ ઓછું આપે છે, એટલે સૂકી ચામડીમાં કરચલી પડે છે.

આ ઉપરાંત ચિંતા, જવાબદારી, માનસિક પરિતાપ અને મુશ્કેલીઓના ખપ્પરમાં હોમાઈ ગયેલી બિચારી આપણી મહિલાઓને ભેટમાં કરચલી સિવાય બીજું શું મળે? કરચલી દૂર કરવા માટે મસાજ એ ઉત્તમ ઉપાય છે. કોઈ પણ તેલ કે મલાઈ ક્રીમ અથવા દિવેલથી આંગળીઓની મદદથી નિયમિત મસાજ કરવું જોઈએ. તેમ કરવાથી લોહી ફરતું થાય છે.

મસાજથી ચામડીમાં એક નવીન પ્રકારની ચમક આવે છે, ચામડી ખેંચાઈને સખત પણ બને છે. મસાજને કારણે આછી પાતળી રૃંવાટી પણ દૂર થાય છે. ભીના ટુવાલથી ઉપરની તરફ વજનદાર હાથે લુછવાથી થોડો ભેજ ભળે છે. અને આ ચામડી ભેજવાળી રહે છે.

કપાળ પરના ડાઘ:

કપાળ ઉપર કાળા ધબ્બા થઈ ડાઘ, મસા, તલ કે સફેદ ચકરડા શરીરની અંદરની ખામી સૂચવે છે. સારો પોષણવાળો ખોરાક, પુષ્કળ પ્રવાહી અને લીલા શાકભાજીથી પેટ સાફ રહે છે. ડાઘાને દૂર કરવા માટે કપાળ પર લીંબુ કે બ્લીચીંગ શક્ય છે. પ્યુમિક સ્ટોનથી હલ્કે હાથે ઘસવાથી પણ રૃંવાટી અને ડાઘ દૂર થાય છે. કરોળિયા કે બીજા ડાઘ હોય તો ચામડીનાં ડૉક્ટરને મળી લેવું જોઈએ.

મેક-અપની કરામતથી દોષ કેવી રીતે છુપાવશો?

કપાળને મેકઅપની કેટલીક કરામતોથી સુંદર દેખાવાનો ભ્રમ ઊભો કરી શકાય છે. જેમાં ફાઉન્ડેશનના વિવિધ રંગોના મિશ્રણનો ઉપયોગ થઈ શકે, આઈબ્રોને પણ ઉપરથી પ્લક કરી આકાર આપવાથી કપાળને થોડી જગ્યા વધુ મળે છે. ચાંદલાને ઉપર નીચે વચ્ચે એવી જગ્યાએ કરવો જોઈએ. જેથી કપાળ મોટું દેખાય.

હેરસ્ટાઈલ નાના કપાળવાળાએ ઊંચી કે ઊભી કરવી જોઈએ, જો અતિવિશાળ કપાળ હોય તો વાળને કપાળ પર ઢાળીને હેરસ્ટાઈલ કરવાથી તેનો આકાર બદલી શકાય છે.

વસ્ત્રોની પસંદગી સાથે કપાળમાં ચાંદલો કે બિન્દી શૃંગાર બને છે. લગ્ન સમયે કપાળ પર પિયળ કાઢવાનો રિવાજ સુંદરતાનું દ્યોતક છે, શૃંગાર, બિન્દી કંકુએ ચાંદલાની ફેશનમાં ગજબની વિવિધતા દાખલ કરી છે. વસ્ત્રોના રંગ સાથે, તમારા મૂડ અને મિજાજ સાથે સુંસગત થાય તેવા રંગોમાં બિન્દીઓ ઉપલબ્ધ બને છે.

ચહેરાની સમગ્ર સુંદરતામાં જો તમે માનતા હો તો કપાળ પ્રત્યે સહેજે દુર્લક્ષ્ય સેવશો નહીં. કાળજી રાખી માવજત કરશો તો ભાગ્ય ભલે ન બદલાય. દેખાવ તો જરૃર બદલાશે તે નિશ્ચિત!

- ઈશિતા
 

Post Comments