Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વરસાદમાં આરોગ્યની તકેદારી

જો જરાક પણ બેદરકારી રાખીએ તો! એક તરફ ઉનાળાની આગ વરસાવતી ગરમીથી છુટકારો પ્રાપ્ત ખકો હોય,  તો બીજી તરફ વરસાદમાં પાણીને લીધે જાતજાતના જીવજંતુઓનો ઉપદ્રવ શરૃ થાય છે,  તેથી જ ચોમાસામાં તાવ, શરદી, મલેરિયા જેવી બીમારીનું પ્રમાણ વધી જાય છે.

વરસાદની મોસમ શરૃ થાય ને  વાતાવરણમાં એક અનેરી  માદકતા-મોહકતા પ્રસરી જાય છે, પરંતુ એજ વર્ષાઋતુ આરોગ્ય માટે જોખમ ઊભું  કરનારી છે.

જો જરાક પણ બેદરકારી રાખીએ તો! એક તરફ ઉનાળાની આગ વરસાવતી ગરમીથી છુટકારો પ્રાપ્ત ખકો હોય,  તો બીજી તરફ વરસાદમાં પાણીને લીધે જાતજાતના જીવજંતુઓનો ઉપદ્રવ શરૃ થાય છે,  તેથી જ ચોમાસામાં તાવ, શરદી, મલેરિયા જેવી બીમારીનું પ્રમાણ વધી જાય છે.

મલેરિયાઃ એનોફિલેસ ફિમેલા નામનો મચ્છર કરડે ત્યારે થાય છે, જેમાં દર્દીને ખૂબ ઠંડી લાગે છે,  તાવ આવે, માથું પણ દુખે, હાથ-પગ દુખે, તાવ પણ વિશિષ્ટ સમયે આવે.  એક દિવસે જો રાત્રે આઠ વાગે  તાવ આવ્યો હોય તો બીજે દિવસે પણ એ જ સમયે તાવ આવે. આ રોગની તપાસ માટે બ્લડ ટેસ્ટ કરવાનું અનિવાર્ય છે.

ટાઈફોઈડ: આ રોગને 'મન્થરક જ્વર' તરીકે પણ ઓળખાય છે. બેસિલસ ટાયફોસિસ જીવાણુને લીધે આ રોગ થાય છે.  આ જીવાણુ ઈંડાકાર હોવાથી  રોગીના રક્તમાં, મૂત્રાશયમાં, પિત્તાશયમાં પ્લીહા વગેરેમાં તેની હાજરી હોય છે. શિરશૂળ, અરુચિ, મળબદ્ધતા જેવાં લક્ષણો સાત દિવસ પહેલાં દેખાવા માંડે છે. 

આઠમા દિવસે  તાવ આવે છે, જે લગભગ ૧૦૩-૧૦૫ અંશ સુધી પહોંચી જાય છે. એકાદ મહિના સુધી આ તાવ શરીરમાં રહેતો હોવાથી દર્દી ખૂબ અશક્તિ અનુભવે છે.

કૉલેરા: કૉલેરા એ ચેપી રોગ છે. કોમા વાયબ્રિઓ નામના જીવાણુને લીધે આ રોગ  થાય છે.  દૂષિત જળ અને દૂષિત અનાજના સેવનથી આ રોગ થાય છે. આ રોગથી દ્રવ્યમાત્રનું નિઃસરણ થઈ જાય છે. આ રોગથી દ્રવ્યમાત્રનું નિઃસરણ થઈ જાય છે. 

મળનો રંગ ધોયેલા ચોખા જેવો હોય છે. અતિસાર બાદ થોડાક સમયમાં શરદી, ઊલટી વગેરે થાય. શરીરમાં પાણીનું પ્રમાણ  ઘટી જાય. દર્દી વારંવાર બેહોશ પણ થઈ જાય. તરસ, શોષ પડવો, નાડી દુર્બળ, બલ્ડપ્રેસર ઘટવું જેવાં લક્ષણો જોવા મળે.  શરીરમાં અસહ્ય વેદના થાય.

ઉપાયઃ

* ચોમાસામાં હવાની જેમ પાણીમાં પણ ફેરફાર થાય છે. અશુદ્ધ પાણીની માત્રા વધે છે. એટલે જ પાણી ઉકાળીને પીવું જરૃરી છે. પાણી ઓછામાં ઓછું ૨૦ મિનિટ ઉકાળવું જોઈએ.

* વાત પ્રકોપ હોવાને લીધે પાંઉ, વટાણા જેવા વાયુ વધારનારા પદાર્થો ન ખાવા જોઈએ.

* જુવાર, બાજરી,  ચોખા, ઘઉં વગેરે અનાજને શેકીને જ તેનો ઉપયોગ કરવો.

* દૂધી,  કોળું, ગુવાર, ટિંડોટા, કારેલાં, ભીંડા વગેરેનો ઉપયોગ કરવો.

* મગ, તુવેર વગેરે કડ ધાન્યનો આહારમાં સમાવેશ કરવો.

* ફળોમાં સફરજન,  પપૈયું, અંજીર, નારિયેળ વગેરેનો ઉપયોગ કરવો.

* દૂધ : તાજું દૂધ, ઘરનું તાજું ઘી.

* મીઠા પદાર્થ: ખીર, શિરો,  કેસરી ભાત, મગના લાડુ, મધ, ખડી સાકર.

* વધેલા વાયુને ઓછું કરવા તેમ જ રોગપ્રતિકારક શક્તિ વધારવા ચ્યવનપ્રાશનું સેવન કરવું તેમ જ યોગ્ય પ્રાણાયામ પણ લાભદાયી નીવડે છે.

* સ્નાન કરતા પહેલાં પણ વાતશામક પદાર્થોનું શરીર પર ઘસીને સ્નાન કરવું.

* પાચનપ્રક્રિયા વધારવા જમતા પહેલાં થોડું આદુ અને લીંબુના રસનું સેવન કરવું, જેમાં થોડું સંચળ અને જીરું પણ ઉમેરવું.

* સાદી ચા કરતાં ફુદિનો, આદુ, તુલસી, સાકર નાખીને બનાવેલી ચાનું સેવન કરવું. તેનાથી  શરદી ખાંસી થાય નહીં તેમ જ પાચનશક્તિ સુધરે.
ચોમાસામાં આરોગ્ય જળવાઈ રહે એ માટે આટલું કરવું અનિવાર્ય છે.

- નયના
 

Post Comments