Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાચકની કલમે

તન્હાઈનું વાતાવરણ
છે વિરહની વેદના
તન્હાઈનું વાતાવરણ,
દીલ ઝુરાવે યાદમાં
જુદાઈનું વાતાવરણ.
ખાલિયાની ભીડમાં યાદો
સફાળી જાગીને,
સ્મૃતિઓ સર્જતી રહી
અંગડાઈનું વાતવરણ.
ચો તરફ સંભળાય છે,
'પગરવ' પૂરાણી પ્રીતના,
આહટો પણ ભાસમાં
છલકાઈ નું વાતાવરણ.
રુમઝુમ ચાલે ચાલતી
તું ઝાંઝરી ઝંકારતી,
ચોગમછે ઝંકાર એ
પડઘાઈનું વાતાવરણ.
આગમન તારૃં થતા ખીલી
ઉઠતા'તા બાગસૌ,
યાદ આવે હર કળી
હરખાઈનું વાતાવરણ.
હર્ષને ઉલ્લાસમાં ફુલો  
ઝુમતા'તા યાદ છે,
ખૂશ્બુ સાથે લૈ હવા
લેહરાઈનું વાતાવરણ.
મોરના ટહુકા મહી'તુ ને
કોયલની કુકમાં,
'તુ' જ આ 'કલરવ' તણી
વનરાઈનું વાતાવરણ.
સ્મરણો, સંભારણા સૌ
યાદોની બારાત થૈ,
ગુજતી ''અંજાન'' લઈ
શરણાઈનું વાતાવરણ.
અ.ગફુર અંજાન
 (શહેરા-પંચમહાલ)


પ્રથમ મિલનની યાદ
પ્રથમ  મિલનની યાદ,
તારી યાદ આવે છે,
મથુ ભૂલવાને ત્યાં,
તારીજ ફરિયાદ આવે છે!
જળ ભરવાને આવતી તું,
તાંબાના બેડલે,
નયન મળ્યાંને પ્રીત,
બંધાણી રૃમાલના છેડલે
મળ્યાં જ્યાં આપણે એ નદીનોય
નાદ આવે છે.
પ્રથમ મિલનની યાદ, તારી
યાદ આવે છે.
નથી  વ્યોમે વાદળને, આંખે
 વિયોગી વરસાદ,
એનેય માનું છું હું તારા
પ્રેમનો જ પ્રસાદ!
મારા કાળજે કોરાણી તારી
 યાદ સાદ આવે છે,
પ્રથમ મિલનની યાદ,
તારી યાદ આવે છે.
નથી હવે એ નદીમાંય પાણી
પથ્થરનો વાસ,
તારી યાદોના ત્યાં ઊગી ગયા
ઘણાય વાંસ!
''પ્રફુલ'' ઘડુ વાંસળી,
વગાડું તો તારોજ નાદ આવે છે,
પ્રથમ મિલનની યાદ,
તારી યાદ આવે છે.
રાઠોડ પ્રહલાદ કે. ''પ્રફુલ''
(કંબોસણી, વડાલી-સાબરકાંઠા)


સંભારતું કોઈ નથી
ગીતો ગઝલો છે ઘણાં
સંભળાવતું કોઈ નથી,
સૌ પડે છે પ્રેમમાં પણ
ફાવતું કોઈ નથી.
જઈને સૌ ઉદ્યાનમાં લે છે
મહેક ફૂલોની,
શાખથી તૂટેલાં પુષ્પો,
જોડતું કોઈ નથી.
કામ હોય તો કહેજો એવું
લોક સૌ કહેતાં ફરે,
કામ હોય ત્યારે નજીકમાં
આવતું કોઈ નથી.
મંઝિલ સૌની એક છે રસ્તા
ભલે જુદા જુદા,
રાહ ભૂલેલાને મારગ બતલાવતું
કોઈ નથી.
ધનિકોની કબરો પર ઘીના દીવા
થાય છે,
દીપ દયાના કૂબામાં પેટાવતું
કોઈ નથી.
જીવો જાગો ત્યાં સુધી સંબંધ છે
સૌ કોઈને,
આંખ મિંચાયા પછી સંભારતું
કોઈ નથી.
યોગેશ  આર.જોશી (હાલોલ-પંચમહાલ)

નશો
રાત ને દિવસ નશા માં રહું છું,
આજ ખુલ્લે આમ જગને કહું છું.
ક્યાં સુધી છુપાવું આ વાત તુજથી,
લાગણીઓ ના વમળમાં વહું છું.
દર્દ તારું છે હવે મારું સાજન,
દર્દ પોતાનું ગણીને સહું છું.
રાખજે વિશ્વાસ આ વ્હાલ પર તું,
ખુદથી તુજને વધારે ચહુ છું.
રાત તારાઓ ગણીને વિતાવું,
દિવસે બસ પ્રેમ કર્યા કરું છું.
દર્શિતા બી.શાહ
(અમદાવાદ)


કોને ખબર
માણસને માણસથી ડરવું પડે છે,
કોને ખબર ક્યાં રડવું અને
લડવું પડે છે.
ક્યાંક જોડવું તો ક્યાંક તોડવું પડે છે,
કોને ખબર ક્યારે કોને મળવું પડે છે.
ક્યાંક હસવું તો ક્યાંક હસાવું પડે છે,
કોને ખબર પછી ક્યારે ક્યાં
ખૂણે રડવું પડે છે.
ક્યાંક પ્રેમ લેવો તો ક્યાંક
આપવો પડે છે,
કોને ખબર પછી ક્યારે
અને ક્યાં પછતાવો પડે છે.
ક્યાંક દોડવું તો ક્યાંક ચાલવું પડે છે,
કોને ખબર પછી ક્યારે
અને ક્યાં રોકાવું પડે છે.
ધવલ આર. પરમાર
(અમદાવાદ)


તારી યાદમાં
રણની પ્યાસ લઈને ચાલ્યો,
ઓષધી  પ્યાસ ભુંજાવી બેઠો.
પાનખરની ઓથ લઈને ચાલ્યો,
એક વન  આખું વિસ્તારી બેઠો.
સાવ લગોલગ થઈને ચાલ્યો,
તરંગોમાં તરણાની ઓથ લઈ બેઠો.
અનુભૂતી શબ્દની લઈ ચાલ્યો,
કાવ્યની કેડી કંડારી બેઠો.
અલગારી 'નિશીથ' આમ ચાલ્યો,
ભરતી છલોછલ છલકાવી બેઠો.
'મનોજ' સંવેદના સજાવી ચાલ્યો,
'તારી યાદ' માં ગઝલ લખી બેઠો.
ચૌધરી નારસિંગ આર.
(માંડવી-સુરત)


બહાર આવી ગઈ
ફરી આંગણે મારે બહાર આવી ગઈ,
કહી છુપેલો સૌને,  પ્યાર લાવી ગઈ,
ફરી...
ગયો'તો એક નવા સંસારે,
નવી કોઈ આશાને આધારે,
જોઈ નવી દુનિયા, પાનખરે,
વહે નયન, દિલના અંધારે,
ઢળ્યા જો આંસુ દુનિયાની પાનખરે,
તો દુનિયામાં આજે
હાર આવી ગઈ...
ફરી...
ન્હોતાં સાથી એ સંસારે,
નહીં કોઈ આશા હૈયે મારે,
જોઈ નવી દુનિયા મઝધારે,
રડે હૈયું આ, પ્રભુને પોકારે,
મળ્યા આંસુ જો પ્રભુના દરબારે,
તો ખીલ્યા ફૂલ આજે,
બહાર આવી ગઈ...
ફરી...
કિરીટ મિસ્ત્રી (મીરારોડ)

Post Comments