Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વ્યવસ્થિત રીતે રોજિંદો મેક-અપ કરવાની ચાવી

છ મુદ્દાનો ખ્યાલ રાખવામાં આવે તો સારો મેક-અપ કરવાનું કામ ડાબા હાથનો ખેલ

વ્યક્તિના દેખાવનો મોટો આધાર તેણે કરેલા મેક-અપ પર હોય છે. સારી રીતે કરેલા મેક-અપની મદદથી સરેરાશ દેખાવની વ્યક્તિ પણ અત્યંત સુંદર લાગી શકે છે અને અયોગ્ય મેક-અપથી ગમે તેટલી સુંદર વ્યક્તિ પણ ખરાબ લાગી શકે છે. જોકે સારો મેક-અપ કરવાનું કામ ધારવામાં આવે છે એટલું અઘરું પણ નથી અને જો પાયાના છ મુદ્દાનો ખ્યાલ રાખીને તબક્કાવાર મેક-અપ કરવામાં આવે તો સારો મેક-અપ કરવાનું કામ ડાબા હાથનો ખેલ છે.

સ્ટેપ ૧ :
 ચહેરા પર યોગ્ય મોઇશ્ચરાઇઝર લગાવીને સ્પન્જ અથવા તો બ્રશની મદદથી ત્વચાના રંગને મેળ ખાય એવા શેડવાળું ફાઉન્ડેશન લગાવો.

સ્ટેપ ૨ :
 આંખ નીચે કન્સિલર લગાવીને ગાલ પર ફાઉન્ડેશન કરતા એક શેડ લાઇટ બ્લેમિશ લગાવો અને હળવે હાથે એને ફાઉન્ડેશન સાથે મિક્સ કરી દો. એના પર પારદર્શક પાઉડર લગાવો.

સ્ટેપ ૩ :
 પોપચાં પર ક્રીમ આધારિત આઇશેડો ઉપરની તરફ સ્ટ્રોક આપતા લગાવો. આની પર પાઉડર આઇશેડો લગાવી દો. આ સિવાય પાંપણો પર મસ્કરાનો ઉપયોગ કરવાથી આંખો મોટી અને આકર્ષક દેખાશે.

સ્ટેપ ૪ :
 ત્યારબાદ ચહેરા પર પસંદગીના રંગનું ક્રીમ બ્લશ ઇન લગાવો. આ લગાવતી વખતે હળવા હાથે બ્રશ સ્ટોક લગાવીને ચીક બોન્સ તરફથી હેરલાઇન તરફ બ્લશ ઇનનો ઉપયોગ કરવાથી ચહેરાનો આખો લુક જ બદલાઈ જશે.

સ્ટેપ ૫ :
 ત્યારબાદ હોઠ પર કુદરતી રંગની ગ્લોસી લિપસ્ટિક અથવા તો શિમર (ચળકતો) ગ્લોસ લગાવવાથી એની સુંદરતા વધી જાય છે. જોકે હોઠ જેટલા સ્વાભાવિક લાગશે એટલા જ વધારે સુંદર લાગશે.

સ્ટેપ ૬ :
 જો આમ છતાં લુકમાં થોડું ગ્લેમર ઉમેરવું હોય તો નીચેની પાંપણો પાસે સફેદ પેન્સિલના ઉપયોગનો પ્રયોગ કરવો જોઈએ. ત્યારબાદ જે જરૃર પડે તો ગ્લોસ અને પાઉડરથી રિટચ આપી દેવો જોઈએ.     
-સુરેખા


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments