પુષ્ટ નિતંબ-સાથળ ધરાવતી મહિલાના સંતાનો વધુ બુધ્ધિશાળી હોય
શરીરના આ ભાગની ચરબી મગજનો વિકાસ કરતાં ઘટકોથી પ્રચૂર
છેલ્લા ઘણાં સમયથી હૉલીવૂડ અને બૉલીવૂડની અભિનેત્રીઓ તેમ જ મોડેલોને જોઈ જોઈને સામાન્ય યુવતીઓ પણ પાતળી થવાને રવાડે ચડી છે.
તેમાંય જેના નિતંબ અને પગ પુષ્ટ હોય તેની મજાક ઉડાવવામાં આવે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જણાઈ આવ્યું હતું કે ભરાવદાર નિતંબ અને સાથળ ધરાવતી કીમ કર્દેશિયન અને જેનીફર લોપેઝ જેવી સ્ત્રીઓ વધુ બુદ્ધિશાળી સંતાનો પેદા કરી શકે છે. આનું કારણ એ છે કે બાળકના મગજના વિકાસ માટે નિતંબ અને સાથળમાં જમા થયેલી ચરબી જરૃરી છે.
સંશોધકોએ એવો દાવો કર્યો હતો કે નિતંબ અને સાથળમાં જમા થયેલી ચરબી બાળક સ્તનપાન કરે ત્યારે તેના મગજનો વિકાસ કરવામાં મદદ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શરીરના આ ભાગની ચરબીમાં પ્રચૂર માત્રામાં ડીએચએ (ડોકોસહેકસાએનોકિ એસિડ) હોય છે.
માનવીના મગજનું પણ આ મહત્ત્વનું ઘટક છે અને એમ લાગે છે કે સ્ત્રીઓ તેમના નિતંબ અને સાથળમાં થોડી થોડી કરીને ચરબી જમા કરે છે અને શિશુનો જન્મ થાય ત્યાં સુધી તેમના શરીરના આ ભાગમાં મગજને વિકસિત કરનાર ઘટકથી પ્રચૂર આ ચરબી જળવાઈ રહે છે.
પિટસબર્ગ યુનિવર્સિટીના સંશોધક પ્રોફેસર વિલ લાસેકના પ્રકાશિત થયેલા પુસ્તક 'વાય વુમન નીડ ફેટ'માં ડીએચએ અને શિશુની બુધ્ધિમત્તા વચ્ચે શું સંબંધ છે તેની માહિતી આપવામાં આવી છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે બાળક સ્તનપાન કરે છે ત્યારે જે તે સ્ત્રીના નિતંબ અને સાથળમાં જમા થયેલું ડીએચએ ગતિ કરે છે અને બાળકના મગજના વિકાસમાં મદદગાર બને છે. મહત્ત્વની વાત એ છે કે શિશુના માનસિક વિકાસ માટે જરૃરી ડીએએમાંનું ૮૦ ટકા ડીએચએ માતાના શરીરના આ ભાગમાં જમા થયેલી ચરબીમાંથી આવે છે.
વળી બાળક સ્તનપાન કરે ત્યારે નિતંબ અને સાથળની ચરબી ગતિ કરતી હોવાથી જ આ સમય દરમિયાન જે તે સ્ત્રીના શરીરનો આ ભાગ પાતળો બને છે. નિષ્ણાતો કહે છે કે સામાન્ય રીતે પુરુષોને આકર્ષક અંગવળાંકો કે પછી પુષ્ટ કાયા ધરાવતી સ્ત્રીઓ વધુ ગમે છે. તેનું કારણ પણ આ જ હોઈ શકે.
- ઈશિતા
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
ઐશ્વર્યા રાય બચ્ચન અને નણંદ શ્વેતા વચ્ચેની કોલ્ડ વોર એક લગ્નમાં ફરી દેખાઈ
શાહરૃખ ખાન યશરાજ ફિલ્મસ સાથે ફરી કામ કરશે
અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારી પૂજા ભટ્ટને યુઝર્સોએ ટ્રોલ કરી
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News