Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવવધૂનું રૃપ નિખારો મેકઅપની ખાસ ટેકનિકથી

દરેક યુવતીનું સ્વપ્ન હોય છે કે તે તેના લગ્નપ્રસંગે બધાથી ખાસ, સૌથી સુંદર દેખાય. તે ઈચ્છતી હોય છે કે તેનો મેકઅપ ગ્લોઈંગ, નેચરલ અને લોંગલાસ્ટિંગ હોય.

એક કાર્યક્રમમાં મેકઅપ આર્ટિસ્ટે ગર્વિત ખુરાનાએ બ્રાઈડલ ટ્રેડિશનલ લુકનો મેકઅપ શીખવવાની સાથેસાથે ટીકા સેટિંગ, હેરસ્ટાઈલ અને સાડી ડ્રેપિંગ પણ શીખવ્યું. આવો, જાણીએ ટ્રેડિશનલ લુકના મેકઅપની ટેક્નિક :

ટ્રેડિશનલ બ્રાઈડલ લુક

મેકઅપ કરતા પહેલાં ફેસ પર સારી રીતે ક્લીઝિંગ કરો. ત્યાર પછી એક અંડરબેઝ લગાવો, જેથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે. તે આર્ટિસ્ટે ટ્રેડિશનલ બ્રાઈડલના મેકઅપમાં એક પ્રકારનો પેનકેક (લસ્ટર પેનકેક)નો ઉપયોગ કર્યો. તેમણે મેકઅપની શરૃઆતમાં  પ્રાઈમર લગાવ્યું. ત્યાર પછી બેઝ લગાવ્યો. પછી ટીએલ પાઉડર લગાવ્યો. તે પછી પેનકેક લગાવ્યો. ફેસ પરના ડાઘધબ્બા છુપાવવા કંસીલરનો ઉપયોગ કર્યો.

એણે કહ્યું કે આજકાલ બ્રાઈડલ મેકઅપમાં શિમર લુક ટ્રેન્ડમાં છે, તેથી જો કોઈ નવવધુ ઈચ્છે તો તેના મેકઅપમાં પોતાની મેકઅપ આર્ટિસ્ટને શિમર ફાઉન્ડેશનનો પ્રયોગ કરવાનું પણ કહી શકે છે. તેનાથી પૂરા ચહેરા પર ગ્લો આવી જાય છે. જો તમે શાઈનિંગ પાઉડર લગાવો છો તો લૂઝ પાઉડરનો ઉપયોગ ન કરો, કારણ કે તેનાથી ફાઉન્ડેશનની ચમક ફિક્કી પડી જાય છે.

ફેસકટિંગ અને કંટૂરિંગથી સામાન્ય ચહેરો પણ આકર્ષક લાગે છે. હાઈલાઈટરની મદદથી ચહેરાના આકર્ષક ભાગને હાઈલાઈટ કરો. બ્લશઓન નવવધૂના ડ્રેસ સાથે મેચ કરતા લગાવો. બ્લશમાં લાઈટ શેડ જેવા કે પિંક, પીચ કલરનો ઉપયોગ કરો.

આંખ : નવવધૂના મેકઅપમાં આંખના મેકઅપનું ખાસ મહત્ત્વ હોય છે. આંખ પર આઈશેડો લગાવતા પહેલાં આઈલિડ પર આઈવેક્સ લગાવો. તેનાથી આઈશેડો લાંબા સમય સુધી ટકશે. તે જ રીતે લોઅર આઈલિડ પર આઈશેડો આઈસિલર સાથે લગાવો, તો તે ફેલાશે નહીં. કાજલ પેન્સિલથી આંખને હાઈલાઈટ કરો. કાજલ લગાવ્યા પછી આઈલાઈનર લગાવો. મસકારા અંદરની લેશિઝ પર હળવા રંગનો અને બહારની તરફ ડાર્ક કલરને પ્રયોગમાં લો. બહારની તરફ તેને થોડી ઉપસાવવાનો પ્રયત્ન કરો અને ભ્રમર ઓછી ઊભારો.

જો આંખ નાની હોય તો તેને મોટી દર્શાવવા માટે પાંપણની બહારની બાજુ પર ઉપરની તરફ લાઈટ રંગનો પાઉડર શેડો નાના બ્લશરની મદદથી લગાવો. ક્રીઝ પાસે ડાર્ક કલરના શેડોનો ઉપયોગ કરો, પરંતુ નાકની તરફ આંખની અંદરના ભાગ પર કોઈ રંગનો ઉપયોગ ન કરો, નહીં તો નાની આંખ વધારે નાની દેખાશે. કિનારી પર શેડો લગાવવા માટે બ્રશનો ઉપયોગ કરો.

હોઠ : આજકાલ ગ્લોસી હોઠ ફેશનમાં છે. તે માટે પહેલા હોઠને લિપલાઈનરની મદદથી આકાર આપો. પછી ડ્રેસને મેચ કરતી લિપસ્ટિક લગાવો. લિપસ્ટિક બ્રશથી લગાવો. ત્યાર પછી લિપગ્લોસ લગાવો. ધ્યાન રાખો કે લિપસ્ટિકનો રંગ બ્રાઈડલ ડ્રેસથી ૧ કે ૨ નંબર ડાર્ક હોય.

બિંદી : બિંદી ટ્રેડિશનલ બ્રાઈડલનો મહત્ત્વનો ભાગ હોય છે. બ્રાઈડલ બિંદીની પસંદ ચહેરા મુજબ કરો. જો ચહેરો ગોળ હોય તો લાંબી બિંદી પસંદ કરો અને લાંબો હોય તો ગોળ બિંદી અને જો ચતુષ્કોણ હોય તો ડિઝાઈનર બિંદી લગાવો.

હેરસ્ટાઈલ : નવવધૂનો મેકઅપ ખાસ હો તો હેરસ્ટાઈલ પણ ડિફરન્ટ અને એલિગેન્ટ હોવી જોઈએ. બ્રાઈડને સ્ટાઈલિશ હેરસ્ટાઈલ આપવા માટે સૌ પ્રથમ ઈયર ટુ ઈયર વાળનો એક ભાગ બનાવો. પાછળના વાળની પોની બનાવો. ઈયર ટુ ઈયર ભાગથી એક રેડિયલ સેક્શન લો હવે ક્રાઉન એરિયામાં આર્ટિફિશિયલ બન લગાવી પિનથી સેટ કરો. પછી રેડિયલ સેક્શનના વાળની ૧-૧ લટ લઈને બેકકોંબિંગ કરી સ્પ્રે કરો. આ વાળનો ઊંચો પફ બનાવો અને પિનથી સારી રીતે સેટ કરો. બંને સાઈડના વાળમાં પણ સ્પ્રે કરી પોની ઉપર સેટ કરો.

હવે પોની પર આર્ટિફિશિયલ લાંબો ચોટલો કરો. પોની પર ગોળ આર્ટિફિશિયલ મોટો બન લગાવો. આર્ટિફિશિયલ વાળમાંથી ૧-૧ લટ લઈને બન ઉપર પિનથી સેટ કરો. પછી તે વાળની નોટ બનાવીને બન પર જ બોબ પિનથી સેટ કરો. આવો જ એક ચોટલો ૩ નોટ જૂડાની જેમ રાઉન્ડમાં તો બીજી બાજુ પણ તેવી જ નોટ લગાવો. હવે જૂડાની સાઈડમાં એક બીજો ચોટલો સાઈડમાં કરો. છેવટે વાળ પર બીડ્સથી એક્સેસરાઈઝ કરો. આગળ ફ્રન્ટ પર પણ એક્સેસરાઈઝ કરો.

નવવધૂનો શૃંગાર માંગટીકા વિના અધૂરો લાગે છે. તેને નવવધૂના સોળ શુંગારનો મહત્ત્વનો ભાગ મનાય છે. આ સમયે ચાંદબાલી સ્ટાઈલ અને સ્ટોન પેન્ડેંટ માંગટીકો  ટ્રેન્ડમાં છે. સેન્ટર પાર્ટિંગ હેરસ્ટાઈલ અને સિંપલ બ્રાઈડલ બન હેરસ્ટાઈલ સાથે માંગટીકો નવવધૂની સુંદરતાને નિખારે છે. જો કોઈ બ્રાઈડ મુગલ લુક ક્રિએટ કરવા ઈચ્છે છે. તો તે ઝુંમર સ્ટાઈલ કે શેડલેર સ્ટાઈલ માંગટીકો પણ લગાવી શકે છે.

માંગટીકા સાથે  અપડુ, હેર હાફ અપ અને સાઈડ બેગ જેવી હેરસ્ટાઈલ ખૂબ જ સુંદર દેખાય છે. આ હેરસ્ટાઈલ સાથે માથા પર ચમકતો માંગટીકો ખૂબ જ આકર્ષક લાગે છે. ગોળ ફેસવાળી યુવતીને ફ્રન્ટ પફ હેરસ્ટાઈલ સાથે માંગટીકો કેરી કરવો જોઈએ. દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જેવી અભિનેત્રી ખુલ્લા વાળમાં પણ ટીકો કરે છે અને યુવતીઓ તેમની સ્ટાઈલને ફોલો કરી રહી છે. જો નવવધૂનો ચહેરો ચતુષ્કોણ હોય તો તે ઝુંમર સ્ટાઈલ ટીકો કેરી કરી શકે છે.

જો કોઈનો ફોરહેડ નાનો હોય તો તેણે નાના આકારનો માંગટીકો લગાવવો જોઈએ. ધ્યાન રાખો માંગટીકા હેવી હોય તો નથ હળવી કેરી કરો અને માંગટીકો હળવો હોય તો નથ ભારે પહેરો. તેનાથી લુક બેલેન્સ રહે છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments