Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંભલ કે રહના....નાજુક ત્વચા માટે જોખમી સાબિત થતા સૂર્યકિરણો

સૂર્યના  પ્રખર કિરણોને  ઝીલી સોળે કળાએ  ખીલવાનું ભાગ્ય તો પ્રકૃતિએ માત્ર સૂરજમુખીને જ આપ્યું છે.  મનુષ્યનું  એવું સદ્ભાગ્ય નથી  કે  તે   સૂર્યના  પ્રકાશમાં  પોતાની ત્વચાની કુમળાશ  જાળવી શકે.  જો કે, કુમળો તડકો ત્વચા તેમ જ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, પરંતુ સૂર્યના  સીધા કિરણોને  કારણે  ત્વચા પર કરચલી પડે છે તેમ જ ચામડીને  જરૃરી એવા ભેજ (મોઈશ્ચર) નું પણ બાષ્પીભવન થાય છે.

આને કારણે  ત્વચા શુષ્ક તેમ જ નિ :સ્તેજ બની અકાળે  લબડી પડે છે અને સૂર્યના  પ્રખર કિરણોને  કારણે  ત્વચાનું  કેન્સર થવાનો પણ ડર છે. આગળ  જણાવ્યું તેમ સૂર્યના  કિરણો લાભદાયક છે. વિટામીન 'ડી'  મેળવવાનો કુદરતી સ્રોત છે, પરંતુ તેને કારણે થતા નુકસાન સામે તેનાથી મળતો લાભ ખૂબ જ અલ્પ છે.   આ માટે અહીં દર્શાવેલી  કેટલીક સૂચનાઓનું પાલન કરો અને ત્વચાની નરમાશ અને  યૌવનસભર તાજગી જાળવી રાખો.

દરિયા કિનારાની  રેતી પર છત્રીની  આડશમાં બેસીને તમે એમ માનતા હો કે તમે સલામત છો, પરંતુ તમે ભૂલો છો, કારણ કે રેતી ૨૦ ટકા  અલ્ટ્રા વાયોલેટ કિરણો  પરાવર્તિત  કરે છે.
સ્વીમીંગ? તો જણાવવાનું  કે ૭૫ ટકા જેટલા  કિરણો પાણીમાં શોષાય છે. (દસ મીટર ઊંડાઈ સુધી)
તળાવ નજીક? પાણી ૩૫ ટકા પ્રકાશના કિરણોને પરાવર્તિત કરે છે.
ઝાડની હેઠળ? ઘાસ ત્રણ ટકા કિરણો પરાવર્તિત  કરે છે.
કપડા? સુતરાઉ ટી-શર્ટ ૬૦ ટકા જેટલા સૂર્યના જોખમી કિરણો શોષી શકે છે.

આ વાંચીને તમને   પ્રશ્ન થશે કે એવી કઈ જગ્યા બાકી રહી છે, જ્યાં  હું સૂર્યના  કિરણોની જોખમી અસરથી  બચી શકું? આનો ઊત્તર એ છે કે, સૂર્યના  સીધા કિરણોથી જેટલા દૂર રહો એ જ તમારે માટે લાભદાયક છે. આ ઉપરાંત એસ.પી.એફ (સન પ્રોટેક્શન ફેક્ટર) ધરાવતું  કોઈપણ એન્ટી સન મોઈશ્ચરાઈઝર તમારી ત્વચાની  સૂર્યના  પ્રખર કિરણોથી બચાવી તો શકે છે, પરંતુ તેની પણ સો ટકા ખાતરી ન આપી શકાય.

એસ.પી.એફ. સૂર્યના  જાલિમ કિરણો  સામે કેટલું રક્ષણ આપી શકે છે, તેનું  પ્રમાણ દર્શાવે છે. ત્વચા પર  કરચલી તેમ જ અન્ય  નુકસાનજનક અસરો ઉપજાવતા સૂર્યના પ્રખર કિરણોને રોકે છે. એસ.પી.એફ. -૧૫ લગભગ ૯૩ ટકા કિરણોને રોકે છે, જ્યારે  એસ.પી.એફ. ૩૦ લગભગ ૯૬ ટકા કિરણોને અવરોધે છે. આ પરથી ખ્યાલ તો આવી જ ગયો હશે કે  એસ.પી.એફ. નું  પ્રમાણ જેટલું વધારે એટલો જ ફાયદો વધુ અને તેમાં તમારી ત્વચા સંવેદનશીલ હોય તો એસ.પી.એફ.નું  વધુ પ્રમાણ તમારે  માટે ફાયદાકારક  છે. 

ભારતના ઉનાળા માટે એસ.પી.એફ. નું  ઓછામાં  ઓછું ૧૫ પ્રમાણ હોવું જરૃરી છે. જો કે આપણા  દેશમાં બનતા મોઈશ્ચરાઈઝર અને ક્રીમમાં  મોટેભાગે એસ.પી.એફનું પ્રમાણ દર્શાવવામાં આવતું નથી, પરંતુ ખ્યાતનામન કંપનીઓએ  બજારમાં મૂકેલા સનકન્ટ્રોલ મોઈશ્ચરાઈઝર અને ક્રીમમાં એસ.પી.એફ  રહેલું છે. આ ઉપરાંત કેટલીક વિદેશી બનાવટોમાં  પણ આ  ફેક્ટર છે અને તે બનાવટ પર જ આ ફેક્ટર કેટલા પ્રમાણમાં  છે તે દર્શાવવામાં આવે છે. ત્વચા ઉપરાંત હોઠને પણ સૂર્ય કિરણોથી  રક્ષણ જરૃરી છે. આ માટે સન બફર લિપસ્ટિક ઉપયોગી થઈ પડશે.

આંખની  નીચેની ત્વચા શુષ્ક હોવાને કારણે વધુ સંવેદનશીલ  છે. અહીંની ત્વચા પાતળી હોવાને કારણે કરચલીઓ ઝડપથી પડે છે અને વધતી જતી ઉંમરની  ચાડી ખાવામાં  પણ આ જ વિસ્તાર મોખરે છે. આંખ પછી  વારો આવે છે ગરદનનો. આ અંગ પણ તમારી વધતી  જતી  ઉંમરની જાણ  કરવામાં નેત્રને સાથ આપે છે.  આ  કારણે ગરદન પર પણ સનબ્લોક મોઈશ્ચરાઈઝર લગાડવાની જરૃર છે

લાંબો વખત સૂર્યના પ્રખર કિરણોની   હેઠળ રહેવાને કારણે  તમારી ઉંમરમાં  અડધો કે એક દાયકો વધી જાય છે, એટલે કે તમે ઉંમર કરતા વધુ પ્રૌઢ લાગો છો. સૂર્યના  કિરણો ત્વચાની સપાટીની અંદર રહેલું પાણી શોેષી લે છે, જેને કારણે ત્વચા શુષ્ક બને છે અને એ તો સૌ જાણે જ છે કે, શુષ્ક ત્વચા પર કરચલી પણ જલદી પડે  છે. આ ઉપરાંત  સૂર્યના  કિરણોની ત્વચા પર થતી અસરો પછી ત્વચાની સપાટી સખત અને બરછટ બની જાય છે અને તેમાં રહેલા પ્રાકૃતિક  તેલ અને મોઈશ્ચર ગાયબ થઈ જાય છે. સાથે સાથે યુવાની  સાથે સંકળાયેલી કુમળાશ અને તાજગી પણ અલોપ થઈ  જાય છે.

આ બધા કરતા પણ સૌથી વધુ ખતરનાક અસર ત્વચાનું કેન્સર  છે. ત્વચામાં થયેલા નાનકડા ફેરફાર પ્રત્યે પણ  દુર્લક્ષ દાખલો નહીં. ત્વચા પર તલના રંગ કે કદમાં જરા પણ ફેર પડે કે તરત જ  તબીબી સલાહ લો. ત્વચા પર કોઈપણ પ્રકારની  ગાંઠ કે  ત્વચાનો અમુક ભાગ સખત થયેલો લાગે તો સમય ગુમાવ્યા વગર ડોક્ટરની સલાહ લઈ સારવાર શરૃ  કરી  દો.
સૂર્યના  કિરણો હેઠળ પણ કઈ રીતે પોતાની જાતને સલામત રાખી શકાય છે.

- ઉનાળાની  મોસમમાં સવારે ૧૧થી  બપોરે ત્રણ વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાનું ટાળો.
- સૂર્યના  કિરણોને રોકતા સનગ્લાસીસ પહેરો અને  આ માટે  અલ્ટ્રા વાયોલેટ કિરણો રોકતા હોય તેવા જ ચશ્મા ખરીદો. હલકી બનાવટના ચશ્મા પહેરો નહીં.
- હેટ સૂર્યના કિરણો રોકે છે, આથી ફેશન ન હોય તો પણ નવી ફેશન શરૃ કરી  હેટ પહેરવાની  આદત રાખો. હેટ ન પહેરવી હોય તો સ્કાર્ફ  જરૃર પહેરો,  કારણ કે સૂર્ય માત્ર ત્વચા માટે જ નહીં, પરંતુ કેશ માટે પણ નુકસાનકારક છે. સૂર્યના  કિરણો વાળને બરછટ અને ઝડપથી તૂટી જાય એવા બનાવે છે એ વાત ધ્યાનમાં રાખો.
- ઘરની બહાર નીકળવાની પંદર મિનિટ પૂર્વે તેમ જ સ્વિમીંગ કરવાની ૩૦ મિનિટ પૂર્વે સનસ્ક્રીન લગાડવાની આદત પાડો. તરતી વખતે વોટરપ્રૂફ  સનસ્ક્રીન વાપરો. પાછું બહાર નીકળવું હોય તો દોઢ કલાક પછી ફરી સનક્રીમ લગાડો.
- બ્લિટેક્સ, લિવએઝ અથવા સનબફર લિપસ્ટિક વાપરો. સાદા વેસેલિનથી તેલ તો મળી રહે છે, પરંતુ મોઈશ્ચર મળતું નથી.
- સૂર્યમાં  લાંબો વખત બહાર રહેવાનું હોય તો પુષ્કળ પ્રમાણમાં  પાણી પીવાનું રાખો. મદ્યપાન પ્રણાલિ શુષ્ક થતી હોવાથી મદિરાપાન  કરવાનું ટાળો.

- જયવંતી

Post Comments