Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કઇ બાબતો ધ્યાનમાં લેશો પહેલી વખત જાતીય સંબંધ બાંધતી વખતે

છેલ્લા ઘણાં સમયથી ફિલ્મો અને ટીવી પર સેક્સપ્રચૂર દ્રશ્યોની ભરમાર જોવા મળે છે. અંતરંગ દ્રશ્યો કે પોર્ન ફિલ્મો માટે ઇન્ટરનેટ હાથવગું  બની ગયું છે. આવી સ્થિતિમાં નાની વયમાં જ યુવાન-યુવતીઓની કામવાસના ભડકી ઊઠે તે સ્વાભાવિક છે. મહત્ત્વની વાત એ છે કે માત્ર પોર્ન દ્રશ્યો જ નહીં, સેક્સ વિષયક માહિતી પણ યુવા પેઢી માટે સહજ પ્રાપ્ય બની ગઈ છે. તેથી તેમને વિવાહથી પહેલાં જ જાતીય આનંદ માણી લેવામાં કાંઈ અજુગતુ નથી લાગતું.

જોકે સેકસોલોજિસ્ટો કહે છે કે સેક્સ વિષયક દ્રશ્યો જોવા કે તેનું સાહિત્ય વાંચવુ અને ખરેખર સમાગમ માણવો એ બન્ને બાબતોમાં આભ-જમીનનું છેટું છે. કોઈ પણ વ્યક્તિ પાસે સેક્સ વિશે ગમે તેટલું જ્ઞાાન હોય તોય તે પહેલી વખત સંભોગ માણવાનો પ્રયત્ન કરે ત્યારે તેને થોડી મુંઝવણ તો થાય જ. આવી સ્થિતિમાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી છોકરા-છોકરી બન્ને માટે જરૃરી છે. તેઓ કહે છે કે તમે સેક્સ વિશે ગમે તેટલું સાંભળ્યું કે જોયું હશે, તોય તે બધુ સાચું હશે કે તમને તે લાગુ પડશે એમ માની લેવાની ભૂલ ન કરવી. વાસ્તવમાં સ્ત્રીને સંખ્યાબંધ રીતે ઉત્તેજિત કરી શકાતી હોવાથી તમે જોયું-સાંભળ્યું હોય તેના કરતાં જુદી જ રીતે તે ઉત્તેજિત થઈ શકે. આ ઉપરાંત એ પણ જરૃરી નથી કે પ્રથમ શારીરિક સંબંધ દરમિયાન યોનિ પ્રવેશ કરી શકાય. આવી સ્થિતિમાં બન્નેમાંથી કોઈએ અકળાઈ જવાની, નારાજ થવાની કે સંકોચ અનુભવવાની આવશ્યકતા નથી. આ તદ્દન સહજ બાબત છે.

તમે તમારા પાર્ટનરને ગમે તેટલું ચાહતા હો કે તેના ઉપર ભરોસો કરતા હો તોય સમાગમ દરમિયાન સલામતી જાળવવામાં સંકોચ ન કરવો. આને માટે સૌથી સલામત માર્ગ છે કોન્ડોમનો ઉપયોગ.
પહેલી વખત શારીરિક સંબંધ બાંધવાથી પહેલા તમારી શારીરિક સ્વચ્છતા ચકાસી લો. જીવનસાથી કે પ્રેમીને મળવાથી પહેલા તમારા મોઢામાંથી કે શરીરના અન્ય કોઈ ભાગમાંથી વાસ તો નથી આવતી ને તે જોઈ લો. શક્યત : સમાગમ પહેલા સ્નાન કરી લો. તેવી જ રીતે સંભોગ પછી પણ દરેક અવયવ સારી રીતે સાફ કરો. શરીર પર ક્યાંય દાંત કે નખના નિશાન દેખાઈ ન આવે તેની કાળજી લો.

પહેલી વખત મળતાં યુવાન-યુવતીમાં ઉત્તેજના સાથે ભય પણ ભળેલો હોય છે. આવી સ્થિતિમાં ઇન્દ્રિયોત્થાનમાં મુશ્કેલી અનુભવવી કે ચરમસીમાથી પહેલા જ વીર્યસ્ત્રાવ થઈ જવો જેવી સમસ્યા સામાન્ય ગણાય છે. આવી સ્થિતિમાં યુવતીએ તેના પાર્ટનર વિશે ઊંધુચતુ ન ધારી લેવું કે તેને ટોણાંમહેણાં મારીને લઘુતાગ્રંથિનો અનુભવ ન કરાવવો. સેકસોલોજિસ્ટો કહે છે કે બન્ને પાર્ટનર એકમેકને શારીરિક અને માનસિક રીતે સારી રીતે સમજી લે ત્યાર પછી જ ચરમસીમાનો અનુભવ કરી શકે છે.

આજની તારીખમાં છોકરાઓ કે છોકરીઓને એક કરતાં વધુ લોકો સાથે યૌનસંબંધ બાંધવામાં કાંઈ અજુગતુ નથી લાગતું. આવી સ્થિતિમાં જો છોકરો નવોસવો હોય અને છોકરી અનુભવી હોય તોય તેણે તેના અગાઉના બેડ-પાર્ટનર સાથે વર્તમાન સાથીની તુલના ન કરવી જોઈએ. આ વાત છોકરાને પણ એટલા જ અંશે લાગુ પડે છે.

ઘણીવાર અતિઉત્તેજનામાં છોકરો ફોરપ્લે વિના સીધો જ યોનિપ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. પણ તેણે એ વાત સમજવી જોઈએ કે છોકરીને યોનિપ્રવેશ દરમિયાન જેટલો આનંદ થાય છે તેટલા જ આનંદની અનુભૂતિ ફોરપ્લે દરમિયાન પણ થાય છે. બલ્કે ફોરપ્લે પછીના યોનિપ્રવેશને તે વધુ સારી રીતે માણી શકે છે.

પ્રથમ સમાગમ પછી તમે ખુશી, આઘાત કે અપરાધ જેવી કોઈપણ લાગણી અનુભવી શકો છો. તેમાં કાંઈ અસામાન્ય નથી. જરૃરી નથી કે અત્યાર સુધી તમે જે કલ્પના કરી હતી તે બધી સાચી જ પડે. વાસ્તવિકતા તેનાથી તદ્ન વેગળી હોઈ શકે. તેથી દરેક સંવેદના-લાગણીને સહજતાપૂર્વક લેવાની તૈયારી રાખો. વળી પુરુષો રતિક્રીડા દરમિયાન જલદી થાકી જતાં હોવાથી બીજી વખત સેક્સ માણવાની ઇચ્છા હોય તોય તેને વચ્ચે થોડો સમય આપો. થાક લાગ્યા પછી તે તમને માત્ર આલિંગન આપવાનું જ પસંદ કરે. આવી સ્થિતિમાં અસંતોષ અનુભવવાને બદલે બીજી વખત મળવા માટે તેને સમય આપો.

- અમલા

Post Comments