Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગ્રીષ્મની ફેશન ગાઈડ

ઉનાળો અને ફેશન બંને વચ્ચે સમતુલન લાવતાં ક્યારેક શું પહેરવું કે કયોે મેકઅપ કરવો એ તો પ્રશ્ન થઈ જાય છે. ઋતુ પ્રમાણે ફેશન બદલાતી જાય છે. આ ગ્રીષ્મમાં ડિઝાઈનરોએ ૫૦ ના દાયકાની ડિઝાઈનને ફરી અપનાવી છે.

ટોન્ડ પીંકને બદલે  કેન્ડી પીંક, લેમન અને સફેદ રંગ ચાલે છે. તે ઉપરાંત ફેડેડ બ્લુ જેવા વીન્ટેજ રંગની પણ સારી અસર છે. ગળાની ડિઝાઈનમાં પણ ઘણા ફેરફાર જોવા મળે છે. વધુ મોટા અને ખુલ્લા ગળાની ફેશન ફરી શરૃ થઈ જાય છે. બાંય પણ લગભગ ચાર ઈંચ લાંબી અને જુદી જુદી સ્ટાઈલની હોવી જોઈએ. પોણિયા બાંય લગભગ ૧૭ ઈંચ  લાંબી અને તેમાં કફ હોય તો તે  સુંદર લાગે છે.

શરીર પર ચપોચપ ફીટ બેસી જતાં સ્કર્ટ સ્ટાઈલ ગણાય છે. ઘુંટણ સુધીની લંબાઈવાળા સ્કર્ટ આઉટ ઓફ ફેશન ગણાય છે. અને મિનીની ઘણા વખતથી ફેશન છે. ટીનએજર માટે શોર્ટ ક્રોપ પેન્ટ અથવા સફેદ પેન્ટ અને ચીક કોટનનું સ્લીવલેસ ટોપ ઉત્તમ પર્યાય ગણાય છે.

નોકરિયાત સ્ત્રીઓએ વ્યક્તિત્ત્વ પસદંગી અનુસાર અને શોભે તે પ્રમાણે સ્ટાઈલ કરવી. જો કે, શોર્ટ કુર્તાની ફેશન છે અને હજી તે કારકિર્દીલક્ષી મહિલાઓ માટે ઉત્તમ પર્યાય સાબિત થાય છે.

અન્ય એક અગ્રણી ડિઝાઈનર અનુસાર ઓરેન્જ, ટર્કોઈસ, લાઈમગ્રીન, રેડ, બર્ગન્ડી અને તેના જેવા અન્ય બ્રાઈટ રંગો હજી પણ ફેશનમાં છે. ઉનાળામાં સુતરાઉ કપડા પહેરવા હિતાવહ છે. પરંતુ  પારદર્શક અને પાતળા કાપડ તરીકે શિફોનની ફેશન પણ છે.

બ્લાઉઝ અને વેસ્ટર્ન આઉટફીટમાં ગળાની ડિઝાઈનમાં પણ વિવિધતા જોવા મળે છે. સ્કેલોપ અને ટેઝલ જેવી ડિઝાઈન પણ કરી શકાય. ભૌમિતિક ડિઝાઈન અને પેચવર્ક ખાસ કરીને બ્રોકેડમાં સ્ટાઈલીશ કહેવાય છે. એમ્બ્રોઈડરીવાળા જીન્સની ફેશન પૂરી થઈ ગઈ. હવે તો નિતંબ પાસેથી ફેડેડ હોય તેવા જીન્સની ફેશન છે. અસીમટ્રીકલ હેમલાઈન અને સુતરાઉના સ્કર્ટ સાથે ટેન્ક અને પોન્ચો ટોપ સુંદર દેખાય છે.

નોકરિયાત મહિલાઓએ લિનન, કૉટન અને ખાદીના વસ્ત્રો પસંદ કરવા. આ ફેબ્રિકથી કાળઝાળ ગરમીને દૂર રાખી શકાશે. સ્લીવલેસ કૉટન/ લિનન શર્ટ અને ટ્રાઉઝર ખૂબ જ સુંદર લાગે છે. ચુડીદાર-કુર્તાની ફેશન પણ પાછી આવી છે.

ઉત્કૃષ્ટ બોર્ડર લગાડેલી કોટન સાડી પણ સરસ લાગે છે. સ્પિલટ સાડી પણ સરસ લાગે છે. ટ્રેન્ડી ચપ્પલ અને આકર્ષક પ્લાસ્ટિક બુટ્ટીમાં ચાંદી અથવા લાકડાનું કામ કર્યું હોય તો તે પણ આકર્ષક લાગે છે.

નાના છોકરાઓ માટે કાઉબૉય લુકનો ટ્રેન્ડ છે. ડૉ.સ્ટ્રીંગ્સ અથવા ટાઈ-અપ સ્ટ્રેપ્સવાળી કેપ્રી, ઘણા બધા પોકેટવાળી સફેદ કેપ્રી ઉપર હોલ્ટર ટોપ સુંદર લાગે છે. તે જ પ્રમાણે મીની સ્કર્ટ, સ્કોટીશ સ્કર્ટ અને ટેનીસ સ્કર્ટની પણ બોલબાલા છે. ફૂલોની ડિઝાઈનવાળી પ્રિન્ટ સરસ લાગે છે. નાના સીકવન્સ અને હળવી એમ્બ્રોઈડરી સરસ લાગે છે.

પાર્ટી 'વેર માટે પાર્ટી કેપ્રીઝની ફેશન છે, જેમાં એમ્બ્રોઈડરી અથવા ટેઝલ અને સીકવન્સ હોય. તેનો રંગ પણ ઘેરો જ લાગે. બ્લુ અને પીક રંગ પણ સરસ લાગે છે. અંદરનું ગુલાબી ટોપ તેના ઉપર સફેદ શર્ટ અને પેન્ટ અથવા કેપ્રી સરસ લાગે છે. ડ્રેસનો સંપૂર્ણ દેખાવ બદલાય તે માટે તેમાં બીડ્સ અને સીકવન્સ લગાડવા. થોડી મોટી ઉંમરની સ્ત્રીને ઘુંટણ સુધીની લંબાઈની અથવા પેન્સિલ ફીટ પેન્ટ સારી લાગે છે.

ઉનાળામાં વધારે મેકઅપ ન કરવો. બને ત્યાં સુધી નેચરલ જ રહેવું. માત્ર કાજળ વડે આંખે ઉઠાવ આપવો. હોઠ પણ આકર્ષક લાગવા જોઈએ. વધારે પડતું લીપગ્લોસ ન લગાડવું. પેટલ ટેક્સચર દેખાડવા ક્રીમવાળા ઉત્પાદનો વાપરવા.

સૂર્યના તાપથી ત્વચાનું રક્ષણ કરવા એસપીએફ ૫૦ સુધીનું સારું સનસ્ક્રીન વાપરવું. તેના પર તમારી ત્વચાના રંગ પ્રમાણેનો કોમ્પેક્ટ  પાવડર લગાડવો. આનાથી ત્વચાનું ટેક્સચર સુધરશે.

સાંજના પાર્ટીમાં જવા માટે આંખોને કાજળ વડે ઘેરી બનાવીને ખાસ સિલ્વરી  લુક આપવો. અને હોઠ પર ઘેરા રંગની લિપસ્ટિક લગાડવી.
- નીપા

Post Comments