Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્ટાઈલીશ શ્રગ

ભારતીય તેમજ વેસ્ટર્ન એમ બંને પ્રકારે સુંદર ઓપ આપનારું પરિધાન

આજકાલ  શ્રગની ફેશને માનુનીઓમાં ખાસ આકર્ષણ જગાવ્યું છે. શ્રગ સિમ્પલ દેખાવાની સાથે સ્ટાઈલિશ પણ દેખાય છે. સ્વયંમને શાલિનતાની સાથે ફેશનેબલ રીતે લોકોની સામે રજુ કરવા માટે શ્રગને એક ખાસ ટ્રેન્ડી ડ્રેસ માનવામાં આવે છે. શ્રગને વેસ્ટર્ન તેમજ ભારતીય એમ બંને પ્રકારના પરિધાનો સાથે સરળતાથી કેરી કરી શકાય છે. સ્લીવલેસ ટોપની ઉપર આરામદાયક 'ફીલ' કરવા માટે કેટલીક મહિલાઓ શ્રગનો ઉપયોગ કરે છે.

તમે પણ તમારી મનપસંદ કુર્તી સાથે શ્રગનો ઉપયોગ કરી શકો છો અને એની સાથે મેચિંગ ઈયરિંગ્સ પહેરીને દરેકનું ધ્યાન તમારા તરફ ખેંચી શકો છો. બજારમાં ડિઝાઈનર શ્રગ વિવિધ રંગો, મટિરિયલ અને સાઈઝમાં ઉપલબ્ધ છે. આજકાલ તો શ્રગની વિશાળ રેન્જ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.

અહિંયા શ્રગ વિશેની વિવિધ જાણકારી આપવામાં આવી છે. જેથી કરીને તમને હવે શ્રગની ખરીદી કરવામાં થોડી મદદ મળી રહે. જો શ્રગની પસંદગી ડ્રેસને અનુરૃપ કરવામાં આવે તો તે ડ્રેસની શોભા ઔર વધારે છે. આ પ્રકારનો ડ્રેસ તમારી ખુબશુરતી અને ડ્રેસિંગને  નિખારે છે.

ક્રોશિયા લેસથી બનેલું શ્રગ
ક્રોશિયાની મદદથી ખુબસુરત લેસની ડિઝાઈન બનાવીને શ્રગમાં મૂકવામાં આવે છે. આ પ્રકારનું શ્રગ કોઈ પણ રંગના ટોપની સાથે કેરી કરી શકાય છે. હાથની ગુંથણીથી બનાવેલા શ્રગને તમે પિકનિક કે ફરવા જવા જેવા અવસર પર પહેરવા માટે આ પ્રકારનું શ્રગ ઉત્તમ વિકલ્પ છે.

કવર અપ શ્રગ
કોટનના મટિરિયલમાંથી બનેલું શ્રગ ટોપ અથવા તો કુર્તી  બંને પર જચે છે. લોન્ગ સ્લીવ વાળુ કોટન શ્રગ બહેતરીન કવર અપ લૂક આપે છે. આ પ્રકારનું શ્રગ વચ્ચેથી એક બટન સાથે જોડાયેલું હોય છે. જે  સ્ટાઈલિશ લાગે છે.

પરફેક્ટ ટ્રાવેલ શ્રગ
સિમ્પલ ડિઝાઈન કરીને તૈયાર કરવામાં આવેલા ફુલ સ્લીવ શ્રગનો તમે ટ્રાવેલીંગમાં ઉપયોગ કરી શકો છો. જે તમારી મુસાફરીને આરામદાયક બનાવે છે. શ્રગની સાથે તમે સ્કાર્ફ પણ કેરી કરી શકો છો. જે  સ્ટાઈલિશ લુક આપે છે. આ પ્રકારના શ્રગને ખાસ શિયાળાના દિવસોમાં ઉપયોગ કરવામાં આવે છે. જોકે કેટલીક માનુનીઓ સૂર્ય પ્રકાશથી રક્ષણ મેળવવા માટે પણ ટ્રાવેલિંગ દરમિયાન ફુલ સ્લીવ શ્રગનો ઉપયોગ કરે છે. એટલા માટે જ આનું નામ ટ્રાવેલિંગ શ્રગ પાડવામાં આવ્યું છે.

ડેનિમ શ્રગ
ડેનિમ શ્રગનો ક્રેઝ કોલેજીયન ગર્લ્સમાં વધુ જોવા મળી રહ્યો છે. જેને સ્પેગેટી સ્ટ્રેપ ટોપની સાથે કેરી કરવામાં આવે છે. ડેનિમ શ્રગ મુલાયમ કાપડમાં પણ ઉપલબ્ધ છે. જેને સરળતાથી કેરી કરી શકાય છે. જે કિશોરીને વધુ જચે છે.

ટાઈ ઓફ શ્રગ
આ પ્રકારના શ્રગ બે ભાગમાં વહેંચાયેલા છે. એક તો શોલ રેપ જે તમારા ઉપરના ભાગને કવર કરે છે. આને શોર્ટ અથવા લોન્ગ કુર્તી બન્ને સાથે પહેરી શકાય છે. ડાર્ક કલરનું આ પ્રકારનું શ્રગ કોઈ પણ ટોપ અથવા કુર્તી સાથે બહેતરીન અને ફ્રેશલુક આપે છે. અને આમાં જ બીજુ ટ્રેપ શ્રગ આવે છે. જેની લંબાઈ ખુબ જ ઓછી હોય છે. ખભાથી લઈને બગલ સુધીના જ આ શ્રગ જોવા મળે છે. એટલે કે ફક્ત ફુલ સ્લીવ અને થોડી આગળ ડિઝાઈન. આ પ્રકારના શ્રગને ટેંક ટોપની સાથે કેરી કરી શકાય છે.

નેટનું ફેશનેબલ શ્રગ
નેટના કાપડમાંથી વિવિધ જાતના સ્ટાઈલિશ શ્રગ બનાવવામાં આવી રહ્યા છે. જે ટોપની સુંદરતા વધારે છે. આ પ્રકારનું નેટનું વ્હાઈટ શ્રગ ક્રિશ્ચયન શાદીમાં સ્પેગેટી સ્ટ્રેપ બ્રાઈડલ ગાઉનની ઉપર હલ્કી ગર્માહટ પ્રદાન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

આમ તમે પણ તમારા પરિધાન સાથે શ્રગનો ઉપયોગ કરી તમારું પોતાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવી શકો છો.

- રિધ્ધી કાપડિયા

Post Comments