Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાર્તા-આડો સંબંધ

રમા,  જ્યારથી હું તારા સંપર્કમાં આવ્યો ત્યારથી જીવન એટલું મધુર  અને સુખદ બની ગયું હતું કે હું  ભૂલી જ ગયો હતો કે આ સંબંધનો અંત કેવો હશે. આપણે બંને  આપણી સામાજિક નિયતિને  દગો  દઈ રહ્યા હતા. આન અંજામ  ઘણો ભયાનક હોય. બીજું,  હવે હું ઉઁમરના એવા  દોરમાં પ્રવેશી ચૂક્યો છું જ્યારે મારે કાયમી સાથીદારની જરૃર  છે.

રમેશ, બુધવારે હું ફોઈ પાસે દહેરાદૂન  જવાની છું.  '' રમાએ   રસોડામાં  નાસ્તો બનાવતાં કહ્યું.

''અરે ભાઈ, અમને  ફોઈ સાથે ઓળખાણ કરાવો તો.'' રમેશે જવાબમાં  કહ્યું.

''જો  રમેશ, હું કેટલીય વાર કહી ચૂકી છું કે  ફોઈ ેવી સ્થિતિમાં નથી કે હું  તમારી  સાથે મુલાકાત કરાવી  શકું. તેમની આર્થિક સ્થિતિ ખૂબ નાજુક છે અને તે પોતાના જમાઈને આવી સ્થિતિમાં મળવાની ઈચ્છા રાખતી નથી અને એ વળી મારી સગી ફોઈ તો છે  નહીં, પપ્પાની માનેલી બહેન છે. ફુઆજીના  અવસાન પછી  પપ્પાએ  જ તેની દેખભાળ કરી હતી અને પપ્પાના કહેવા મુજબ પપ્પાના અવસાન પછી હું તેની દેખભાળ લઉં  છું. અને દર બે-ત્રણ  મહિને   બેચાર દિવસ દહેરાદૂન  જઈ આવું છું. પોતાની આર્થિક પાતળી  સ્થિતિમાં  એ તને મળશે  અને શરમ અનુભવશે  એ શું  તને   ગમશે?  રમાએ પૂછી  લીધું.

''સારું. તું એકલી જ જઈ આવ. હું તો એટલા માટે  કહેતો હતો કે કદાચ હું ફોઈને કામ આવું.'' રમેશે કહ્યું.

રમેશ  બરેલીમાં જાણીતો   અને પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  છે. તેની એક શાનદાર પોતાની  ઓફિસ  છે,  જેમાં તેના બે આસિસ્ટન્ટ ચાર્ડર્ડ એકાઉન્ટન્ટ છે, જેમાં એક સુંદર યીવતી  પણ છે તથા બીજો સ્ટાફ પણ  છે. રમા અને રમેશનાં  લગ્નને આશરે ૨૦ વર્ષ થયાં  છે. રમેશ બરેલીનો  છે જ્યારે  રમા દહેરાદૂનની  છે.

રમા માતાપિતાનું  એક માત્ર સંતાન  છે.  રમાને ૧૭ વર્ષનો પુત્ર અને ૧૫ વર્ષની એક પુત્રી છે. લગ્નજીવન સુખરૃપ પસાર કરી રહ્યાં  છે. રમેશનાં લગ્ન પછી  ચારેક  વરસમાં  રમાના પપ્પાનું  અવસાન થયું હતું. ત્યાર પછી  ફોઈ વિશે તેને જાણ  થઈ હતી. ત્યારથી રમા બે-ત્રણ મહિને  ફોઈનાં  ખબર્તર લેવા દહેરાદૂન  જવા લાગી  છે.

''હલ્લો  રમા ડાર્લિંગ''  કર્નલ સિંહે દહેરાદૂનર બસસ્ટેશન  પર  બસમાંથી  ઊતરતી  રમાનું જોરદાર સ્વાગત કર્યું.

''હોય ફોઈબા, કેમ  છો તમે?'' રમાએ ખડખડાટ હાસ્ય સાથે  કહ્યું. પછી બંને કારમાં ગોઠવાઈ કર્નલ સિંહના ફાર્મહાઉસ પર આવી ગયા. કર્નલ કંવલજીત સિંહ લગભગ ૫૫ વરસની  સુંદર બાંધાની  વ્યક્તિ છે. તેમનું વ્યક્તિત્વ આર્મી ઓફિસર  જેવું  ઘણું જ સુગઠિત છે. તે વિધુર  છે. તેમને બે પુત્રીઓ છે. બંને પરણેલી છે. લગ્ન પછી બંને અમેરિકા તેમના પતિઓ અને  બાળકો સાથે સેટ થઈ ગયેલા  છે. કર્નલ સિંહ દહેરાદૂનથી  આશરે દસ કિ.મી. દૂર પોતાના શાનદાર ફાર્મહાઉસમાં રહે   છે.

૪૧ વરસની રમાની કર્નલ સિંહ સાથેની મુલાકાત લગ્નનાં ત્રણ વર્ષ પછી એકવાર બરેલીથી દહેરાદૂન  જતાં બસમાં થઈ હતી. કર્નલ સિંહના આકર્ષક વ્યક્તિત્વ તથા મસ્ત સ્વભાવ પર   રમા  એકદમ મોહી પડી હતી અને દહેરાદૂન  જતાં સુધીમાં બંને વચ્ચે ઘણી આત્મીયતા  બંધાઈ ગઈ હતી. ત્યાર પછી પરસ્પર પત્રવ્યવહાર ચાલતો રહ્યો અને કર્નલ સિંહ જ્યારે પણ  બરેલી આવતા, રમાને અચૂક મળતા.  પરંતુ બરેલીમાં તેમને સચેત રહેવું પડતું હતું.

આખરે  એક ફોઈનાં ઓઠાં હેઠળ રહેવાનું શરૃ કર્યું. આથી દર બે-ત્રણ મહિને  રમા ફોઈનું  બહાનું  બતાવી  બેચાર દિવસ માટે દહેરાદૂન  જઈ શકે. અને કર્નલ સિંહની સાથે રહી શકે. શરૃઆતમાં   નાનાં બાળકો હોવાને કારણે  રમાને થોડી મુશ્કેલી પડતી હતી, પરંતુ ઘરમાં આયાબાઈ હોવાને કારણે  બધું  પાર પડતું હતું. કર્નલ સિંહની પુત્રીઓ  તો શરૃથી જ બોર્ડિંગ સ્કૂલોમાં ભણી હતી.

''કંવલ દર બે -ત્રણ મહિનામાં મળતા બે-ચાર દિવસ જ જીવનમા મધુરમય દિવસ હોય છે અને આ બે-ચાર દિવસોની યાદના સહારે પછીના બે-ત્રણ મહિના કાઢી નાખું  છે. મારો પતિ   રમેશ  જો કે મારી ઘણી કાળજી રાખે  છે, પરંતુ ઘણો બોરિંગ છે. તે માત્ર એકાઉન્ટની જ વાત કરી શકે  છે.''

રમાએ  કંવલના  આલિંગનમાં  છૂટા પડતાં કહ્યું.

''હા, રમા. તું પણ કામિનીના અવસાન પછી જ્યો હું  સાવ એકલો  પડી   ગયો   હતો ત્યારે  મારા જીવનમાં એક આધાર બનીને આવી હતી. હું તો ક્યારનોય તૂટી ચૂક્યો   હતો.  કાશ, તુ મારા જીવનમાં હંમેશ માટે આવી ગઈ હોત. ''' કર્નલ સિંહે કહ્યું.

''હવે  આ શક્ય નથી. હું પરણેલી  છું. મારા બે બાળકો છે.  એક સામાજિક પ્રતિષ્ઠા છે.  આમ પણ હું સુખી અને સંતુષ્ટ છું.  આ વ્યવસ્થા સારી છે.'' રમાએ જવાબમાં  કહ્યું.

''આ  બે ત્રણ દિવસ કેવી રીતે નીકળી ગયા એ ખબર જ ન પડી. કંવલ જ્યારે હું તારી સાથે હોઉં  છું ત્યારે સમયને  જાણે પાંખો આવી  જાય છે. હા, આવખતે  તું જરા મૂંઝવણમાં દેખાય છે. શું વાત છે કંવલ? રમાએ  સવાલ   કર્યો.

''કશું નથી. આ માત્ર તારો વહેમ છે. જ્યારે તારે જવાનું  થાય છે ત્યારે આવું જ બને છે.''
કર્નલે જવાબ આપ્યો.

''સારી  વાત છે, પરંતુ શું કરું.

હા, કાલે સવારે  તું મને રેલવે સ્ટેશન પર ઉતારી દે જે.  ''  રમાએ  કહ્યું.

બીજા  દિવસે સવારે દહેરાદૂન  રેલવે સ્ટેશન પર કર્નલ સિંહે રમાને કહ્યું, ''રમા, મારે  જરૃરી  કામ હોવાથી જાઉં છું. હા, તારા માટે એક નાનકડી  ભેટ છે.'' આમ કહીને તેણે સુંદર મજાનું પેકેટ રમાના હાથમાં  મૂક્યું.  અને તરત તે ચાલ્યો ગયો.

રમાએ  આતુરતાપૂર્વક પેકેટ જોયું. તેને સમજાયું નહીં, કારણ કે આજ  દિવસ સુધી કર્નલ સિંહે તેને કશી પણ  ભેટ આપી નહોતી.

રમા ટ્રેનના એરકન્ડિશન્ડ  કોચની પોતાની સીટ  પર જઈને બેસી ગઈ. પેકેટને ખૂબ જ ઉત્કંઠા સાથે આમતેમ  ફેરવીને જોયું. કોચમાં બીજા મુસાફરો સામે તે પેકેટ ખોલવા ઈચ્છતી નહોતી.

પરંતુ ઉત્સુકતા એટલી વધી ગઈ કે તે ટોયલેટમાં  ચાલી ગઈ. ત્યાં પેકેટ ખોલ્યું. તેમાં એક પત્ર હતો અને સુંદર જ્વેલરી બોક્સ હતું. જ્વેલરી બોક્સમાં  એક સુંદર મજાનો સોનાનો  જડતરનો હાર હતો. ઘણો કિંમતી  લાગતો હતો. રમાએ હારને હાથમાં લીધો, અભિભૂત થઈ જોવા લાગી. હારને ગળામાં પહેર્યો, અરીસામાં નજર કરી. તે પોતાની જાત પર મુગ્ધ થઈ ગઈ.

હાર  ઘણો  ભારે હતો. તેમાં મૂલ્યવાન  રત્નો જડેલા હતાં. હારની કિંમત આશરે ૩૫-૪૦ હજાર રૃપિયાની હશે. અચાનક રમાને  પત્ર યાદ આવ્યો. હારને પેકેટમાં મૂકી પત્ર કવરમાંથી કાઢી વાંચવા લાગી.
ડાર્લિંગ રમા,

' તને  આશ્ચર્ય તો થશે જ કે આજ દિવસ સુધી મેં  તને કોઈ ભેટ આપી નથી અને  આજે શા માટે આપી રહ્યો છું. હકીકત એવી  છે કે આ આપણી અંતિમ મુલાકાત હતી. મેં મારી દહેરાદૂનની તમામ પ્રોપર્ટી વેચી કાઢી  છે. ફાર્મહાઉસમાં મારો  આ  છેલ્લો  દિવસ  છે. કાલે સવારે હું મારી પુત્રીઓ પાસે  અમેરિકા ચાલ્યો જઈશ.

રમા,  જ્યારથી હું તારા સંપર્કમાં આવ્યો ત્યારથી જીવન એટલું મધુર  અને સુખદ બની ગયું હતું કે હું  ભૂલી જ ગયો હતો કે આ સંબંધનો અંત કેવો હશે. આપણે બંને  આપણી સામાજિક નિયતિને  દગો  દઈ રહ્યા હતા. આન અંજામ  ઘણો ભયાનક હોય. બીજું,  હવે હું ઉઁમરના એવા  દોરમાં પ્રવેશી ચૂક્યો છું જ્યારે મારે કાયમી સાથીદારની જરૃર  છે. હવે મારી પુત્રીઓના પરિવારથી સારો સ્થાયી સાથી બીજો કોણ હશે?

છેલ્લા ૧૬-૧૭  વર્ષોેમાં જે પ્રેમ  અને સુખ તે મને આપ્યું છે, તેની  કિંમત થઈ  શકે તેમ નથી. તેને ભરપાઈ કરી શકું તેમ નથી. એટલે કામિનીની નિશાની રૃપનો આ હાર મેં તને  ભેટ આપ્યો  છે. આશા  છે, તું મને ભૂલીને તારા સંસારમાં, તારા  પતિ અને બાળકોને સમર્પિત રહીશ.
સારું, આ  છેલ્લી મુલાકાત, છેલ્લો પ્રેમ.,

તારો કંવલ.

નોંધ :  આ હાર વિષયમાં તું તારા પતિને કહે જે કે ફોઈએ તને આપ્યો છે.
રમા  પત્ર વાંચી અવાક બની ગઈ. ટ્રેન ચાલવા લાગી હતી.  એટલે  ઊતરીને કર્નલ સિંહે પાસે જઈ શકે તેમ નહોતી.
હવે તે બીજી ચિંતાથી ઘેરાઈ  ગઈ હતી કે આ હારના વિષયમાં  રમેશને  શં કહેશે. તેના કહેવા મુજ ફોઈ એટલી ગરીબ  છે કે તેને ખાવાનાં  પણ ઠેકાણાં નથી તો પછી આટલો મોંઘો  હાર કેવી રીતે આપે. રમેશને કહ્યા વિના તો તે ખરીદી પણ   શકે નહીં. જો ખરીદી ન શકે તો પહેરે કેવી રીતે. હવે શું

કરવું? તેણે પત્રના નાના  ટુકડા કરી ટોયલેટમાં  વહાવી દીધા. હારને પેકેટમાં મૂકી પોતાની સીટ પર આવીને બેસી ગઈ.   તે ચિંતામાં હતી કે હવે  કરવું  શું. હારને છોડી પણ શકતી નહોતી અને પહેરી  શકે તેમ પણ નહોતી. વિચારતાં તેના  મગજમાં  એક યોજના ઘડાઈ. તે પછી તે નિશ્ચિંત બની ગઈ.  ટ્રેન બરેલી સ્ટેશન પર આવી. રમા સ્ટેશનમાંથી બહાર આવી. રિક્ષામાં બેટી અને સીધી રઘુવીર   દયાળ એન્ડ સન્સ જ્વેલર્સની  દુકાન તરફ રિક્ષાને લેવા કહ્યું. દુકાન પર આવીને સીધી જ માલિક પાસે ગઈ અને  બોલી, ''શેઠજી હું દહેરાદૂનથી  આવી છું. રસ્તામાં મારું પર્સ ચોરાયું છે. હવે મારી પાસે એક પૈસો પણ રહ્યો નથી. મારી પાસે માત્ર એક હાર છે. તેેને તમારી પાસે ગીરવે રાખો  અને મને એક હજાર રૃપિયા આપો.

એકાદ- બે દિવસમાં દહેરાદૂનથી પૈસા મંગાવી હું તમને તમારા પૈસા આપી  હાર  પાછો લઈ  જઈશ.''  રમાએ  હારનું બોક્સ શેોઠને આપી વિનંતી કરી.

શેઠે  હાર જોયો અને તની કિંમતનો અંદાજ લગાવ્યો ત્યારે  કદાચ દગો તો નથી કરાઈ રહ્યો ને તે જાણવાની ઈચ્છા થઈ, પરંતુ હાવભાવ,  વાતચીત અને પહેરવેશ પરથી તે ખાનદાન લાગતી હતી અને રૃપિયા પણ વધુ માંગ્યા નહોતા. બે-ચાર દિવસમાં રૃપિયા પાછા  આપી હાર પાછો લઈ જવાનું કહેતી હતી. શેઠ અનુભવી હતા, તેમને સોદો યોગ્ય લાગ્યો.

''સારું બહેન, તમને રૃપિયા  તો મળી જશે પરંતુ વ્યાજ ત્રણ ટકા મહિનાનું  થશે. વ્યાજ ે એડવાન્સમાં  આપવાનું રહેશે.'' શેઠે દાણો દબાવી જોયો.

સારુ મને પૈસા આપો. રમાએ કહ્યું.

શેઠે રસીદ બુક કાઢી, જે ડુપ્લીલેકટ હતી.   એક રસીદ દુકાનના  રેકોર્ડ માટી હતી અને એક ગ્રાહક માટેની નકલ હતી.

''બહેન તમારું નામ અને સરનામું કહો.'' શેઠે કહ્યું.

''જુઓ શેઠ, નામઠામ   છોડો. તમે માત્ર રૃપિયા લખી આપો અને સહી કરો. ે એકાદ બે દિવસમાં નાણાં ચૂકવી મારો હાર પાછો લઈ જઈશ.'' રમાએ કહ્યું.

''આ તો બહેન, ઘણાં જોખમની વાત છે. જો રસીદ તમારાથી ખોવાઈ જશે તો રસીદ બતાવી કોઈપણ હાર લઈ જશે  અને  તમને નુકસાન  થશે. અમે કોઈની જવાબદારી લેતા નથી.'' શેઠે કહ્યું.

''શેઠ, તમે ચિંતા ના કરો. હું રસીદ નહીં  ખોઈ કાઢું.''  રમાએ  શેઠને ધરપત બંધાવી. જો  ગ્રાહક રાજી હતો ત્યારે વળી શેઠને શો વાંધો હતો? તેમણે તેમની પહોંચ પર દાગીનાનું નામ, રૃપિયા  લખ્યા, પોતાની સહી કરી તથા રસીદ ફાડીને, હાર સાથે રાખીને પોલિથીન બેગમાં બંધ કરી દીધો. રમાની  પહોંચમાં  શેઠે  રૃા. ૧૦૦૦  લખ્યા અને પોતાની સહી  રમાના હાથમાં પકડાવી દીધી,  'લ્યો બહેન હવે રમી તમારી જવાબદારી. જો તમારું નામ - સરનામું લખાવ્યા હોત તો જોખમ ન રહેત, પરંતુ   તમારી મરજી.'' આટલું કહી  શેઠે રમાને, ૯૭૦ હાથમાં આપી દીધા.

રમાએ   પૈસા લીધા અને દુકાનની બહાર આવી રિક્ષા કરી અને પોતાના ઘરે પહોેંચી ગઈ.

''કહે રમા, કેમ છે? ક્યારે આવી? તારી ફોઈને કેમ છે?' રમેશે  રમાને જોતાં પૂછ્યું.

''સાંજના આવી ગઈ હતી. ફોઈને ઋષિકેશના વૃધ્ધાશ્રમમાં મોકલી આપ્યા  છે. આ વૃધ્ધાશ્રમમાં કોઈએ  તો તેની પાસે  રહેવું જોઈએ.  હવે તેનું પોતાનું તો કોઈ  છે નહીં. રમાએ કહ્યું.

વૃધ્ધાશ્રમમાં   શા માટે મોકલી આપી? અહીં સાથે લાવી હોત તો.'' રમેશે કહ્યું.

''મેં તો ઘણો આગ્રહ કર્યો, પરંતુ ફોઈ માન્યા  નહીં. રમેશ, તું તારો ખ્યાલ કેમ નથી  રાખતો, જો  તો ચાર દિવસમાં જ કેવા હાલ બનાવી રાખ્યા  છે તે.'' રમાએ  વાત બદલવાના હેતુથી કહ્યું.

''સારું તું નથી હોતી ત્યારે  હું જરા અપસેટ થઈ જાઉં  છું.''  રમેશે કહ્યું.

''હા, રમેશ જો તો ટ્રેનમાં મને આ એક રસીદ મળી છે. કોણ જાણે  કોની  છે. તેમાંનથી કોઈનું નામ  કે નથી સરનામું. લાગે  છે કે કશું ગીરવે મૂકયાની રસીદ છે.'' રમાએ રમેશને રસીદ આપતાં કહ્યું.

રમેશે રસીદને ધ્યાનથી જોઈ.  પછી બોલ્યો, આ  તો ગીરવે મૂકયાની રસીદ છે. કોઈએ   રઘુવીર  દયાળ  એન્ડ  સન્માં કોઈ વસ્તુ મૂકી રૃપિયા એક હજાર લીધા છે. નામ- સરનામું  લખ્યા નથી  કે શોધીને તેનેપાછી આપીએ. જો શેઠને આપીને કહીએ કે રસીદ  તેને આપી દો જેની રસીદ છે. તો કોણ જાણે  તે આપે કે પછી દબાવી  દે અથવા પોતે સામાન દબાવી દે તો શું થશે અથવા થઈ શકે છે તે પોેતે પણ કદાચ ન જાણતો હોય કે વસ્તુ કોણે રાખી  છે.  શું કરવું જોઈએ.''  રમેશે રસીદ જોયા પછી કહ્યું.

''એમ  કરીએ કે આપણે એક હજાર રૃપિયા આપી આ વસ્તુ પાછી લઈ  લઈએ.''  રમાએ મમરો મૂક્યો.

'' એ તો બિલકુલ  ખોટું  છે, એવું કરવું   એ અપ્રમાણિકતા કહેવાય. '' રમેશે કહ્યું.

''કેવી  અપ્રમાણિકતા  કહેવાય. જ્યરે કોેઈનુું નામ-સરનામું  નથી તો આપણે  વસ્તુ લઈ આવીએ કે બીજું, એક જ વાત  છે. હા, જો વસ્તુ તેના મૂળ માલિકને મળી જાય તો વાત જુદી છે, પરંતુ  આ શક્ય નથી. એટલે  સારી વાત તો  એ છે કે  આપણે  આ વસ્તુ લઈ આવીએ. એવું કરીએ કે કાલે   કે પરમ દિવસે હું  જાતે  રઘુવીર દયાળ એન્ડ સન્સની  દુકાન પર ચાલી જઈશ અને એક હજાર રૃપિયા આપીશ. જે પણ વસ્તુ હશે તે લઈ આવીશ.''  રમાએ રમેશને  કહ્યું.

''મારી  દ્રષ્ટિએ આ અપ્રમાણિકતા છે. જોે તને યોગ્ય લાગતું  હોય તો તેમ કર, પરંતુ તું ક્યા દુકાન પર જઈશ.?'' હું જાતે જ કોઈ  દિવસે વસ્તુ લઈ આવીશ. '' રમેશે  કહ્યું.

''અરે, તું શા માટે આ ઝંઝટમાં  પડે છે?  હું જાતે  જઈને લઈ આવીશ.'' રમાએ  કહ્યું.

''ઝંઝટ વળી કેવી? હું તો રોજ બજારમાં જાઉં છું. એક બે દિવસમાં જ્યારે  બજારમાં જઈશ ત્યારે વસ્તુ લઈ આવીશ. રસીદ તો આપણા બે પાસે જ  છે. બની શકે કે વસ્તુનો મૂળ માલિક રઘુવીર દયાળ એન્ડ સન્સનો   સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરે. તો જ્યારે દુકાન પર જઈશ અને જો શેઠ  એવું  કંઈ જણાવશે તો મારું નામ-સરનામું  દુકાન પર કહેતો આવીશ જેથી મૂળ માલિક મારો સંપર્ક કરે. અને રસીદ આપીને લઈ જાય.  નહીં તો  વસ્તુ હું જાતે જ લઈ આવીશ.'' રમેશે કહ્યું.

''સારું જેમ તને યોગ્ય લાગે તેમ,  પરંતુ  મને ઘણી ઉત્કંઠા   છે કે ન જાણે કઈ વસ્તુ હશે. જરૃર  કોઈ સોનાનો દાગીનો હશે. જે પણ કરે તે જલદીથી કરજે.'' રમાએ તાકીદ કરી.

બે -  ત્રણ  દિવસ પછી....

''અરે,  રમેશ, તું રઘુવીર  દયાળ એન્ડ સન્સમાં ગયો હતો કે નહીં? રમાએ પૂછ્યું.

''રમા, હું આજકાલ કામમાં ઘણો વ્યસ્ત રહું છું એટલે સમય નહોતો  મળ્યો. કાલે  જરૃર જઈ આવીશ. '' રમેશે જવાબ આપ્યો.

ચોેથા દિવસે રમાએ રમેશને તેની ઓફિસ પર ફોન કરી કહ્યું, ''રમેશ આજે રઘુવીર દયાળ એન્ડ  સન્સની  દુકાન  ચોક્કસ જઈ આવજે.''

''હા, રમા, હું હમણાં જ નીકળવાનો  હતો. બપોરે લંચ સમયે વસ્તુ  પાછો ઓફિસ આવીશ.'' રમેશે કહ્યું.

''સારુ, રમેશ, હું લંચ પછી ઓફિેસે આવીશ. મને વસ્તુ જોવાની ઘણી ઉત્સુકતા  છે.'' રમાએ કહ્યું.

લંચ પછી  રમા રમેશની ઓફિસે પહોંચી ગઈ. ત્યારે તેને જાણ થઈ કે  રમેશ તેની આસિસ્ટન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચંદ્રિકા સાથે તેની કેબિનમાં  છે. રમેશની કેબિન તરફમા ચાલવા લાગી. ત્યાં રમેશ ચંદ્રિકા સાથે ફાઈલમાં  ઉલઝેલો  હતો. રમા પર નજર પડતાં રમેશે ચંદ્રિકાને કહ્યું, ''ચંદ્રિકા તું જરા  બહાર જઈશ.  મારે મારી પત્ની સાથે થોડી વાત કરવી છે.''

ચંદ્રિકા  કેબિન બહાર ચાલી ગઈ.

''સારું રમેશ, શું થયુ? રમાએ સવાલ કર્યો. 

''હા,  હું રઘુવીર દયાળ એન્ડ સન્સમાં ગયો હતો.  ત્યાં રસીદ અંગે કોઈએ પૂછપરછ કરી નથી, કારણ કે જ્યારે મેં રસીદ શેઠને બતાવી ત્યારે કોઈ સવાલ જ ન  કર્યો. માત્ર એટલું જ કહ્યું કે કોઈ મેડમ આવી હતી. તેનો સામાન કદાચ  ચોરાઈ ગયો  હતો. તે વીંટીગીરે મૂકી રૃપિયા એક હજાર લઈ ગઈ હતી. અને કહેતી ગઈ હતી કે બે-ત્રણ દિવસમાં  તે કે તેનો પતિ પૈસા આપી વીંટી પાછી લઈ જશે. મેં કહ્યું, હું એ મેડમનો  પતિ છું. ત્યારે રૃપિયા એક હજાર લઈ આ વીંટી આપી  છે.''  રમેશે  નંગ જડેલી વીંટી રમાના હાથમાં મૂકી.

વીંટીની  વાત સાંભળી રમા દંગ રહી ગઈ.  જોે કે વીંટીની કિંમતી તો હતી જ. આશરે ચાર હજારની  હશે.  રમાને ક્રોધ આવ્યો કે શેઠે તેની સથે જબરી દગાબાજી કરી છે. ૩૫-૪૦ હજાર રૃપિયાની કિંમતનો  હાર લઈ વીંટી પધરાવી છે, પરંતુ  તે કરે પણ શું?

વીંટી લઈ ચૂપચાપ રમા ઓફિસ બહાર નીકળી ગઈ.

રમા ચાલી ગઈ  એ પછી ચંદ્રિકા કેબિનમાં  પાછી આવી  ત્યારે રમેશે ઘણા પ્રેમથી તેનો હાથ હાથમાં લીધો અને તેને હારનું બોેક્સ આપી કહ્યું  ''ડાર્લિંગ આ લે આપણા પ્રેમની ભેટ.''

ચંદ્રિકાએ બોક્સ  ખોલીને  નજર કરી તો ઘણો સુંદર અને કિંમતી જડાઉ હાર   ઝગમગી રહ્યો હતો. 

Post Comments