Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રધ્ધા કપૂરનો ફેશન મંત્ર

આપણી કેટલીક બોલીવૂડ અભિનેત્રીઓ વગર મેકઅપે પણ એટલી સુંદર દેખાતી હોય છે કે તેમના ચહેરા સામેથી નજર ખસેડવાનું મન ન થાય અને જ્યારે તેઓ મેકઅપ કરે ત્યારે તેમનું સૌંદર્ય  ઓર ખીલી ઉઠે. શ્રદ્ધા કપૂરની જ વાત કરીએ તો તે ગજબની ખૂબસુરત લાગે છે.

એકીટશે જોતા રહી જાઓ એવો ચહેરો અને શિલ્પીએ કંડારી હોય એવી દેહ્યષ્ટિ. શ્રદ્ધાને આ સૌંદર્ય ભલે ઈશ્વરની દેન હોય, પણ તેની જાળવણી તો તે જાતે જ કરે છે. તે તેના સૌંદર્યનું રહસ્ય ઉઘાડતાં કહે છે...

જ્યાં સુધી ત્વચાની વાત છે ત્યાં સુધી હું દ્રઢપણે  માનું છું કે વધારે પડતાં ફેશ્યલ, સ્ક્રબિંગ કે અન્ય ટ્રીટમેન્ટ ત્વચાને સુંદર બનાવવાને બદલે તેની દાટ વાળી દે છે. બહેતર છે કે આવી સૌંદર્ય સારવાર ઓછા પ્રમાણમાં લેવામાં આવે. હા, હંમેશા હસતા રહેવું, ખુશ રહેવું. જો તમે ખુશ હશો તો તેની ચમક તમારા ચહેરા પર અચૂક દેખાશે.

શ્રદ્ધા કેશની માવજત  માટે કહે છે કે વાળમાં નિયમિત રીતે તેલ માલિશ કરવાથી તે મજબૂત અને ચમકદાર રહે છે. હા, હેર સ્પા કરાવવાથી વાળના મૂળિયાં વધુ મજબૂત બને છે. તે વધુમાં કહે છે કે મારા વાળ વાંકડિયા હોવાથી હું નિયમિત રીતે હેર સિરમનો ઉપયોગ કરું છું.

અભિનેત્રીના મતે નૃત્ય, ખેલકૂદ ફિટનેસ જાળવી રાખવા અત્યંત મહત્ત્વના છે. ડાન્સ અને સ્પોર્ટસથી મળતો વ્યાયામ અંગેઅંગને સ્ફૂર્તિલું બનાવે છે. તે કહે છે કે મને ડાન્સ કરવાનું, બાસ્કેટબોલ અને વૉલીબોલ રમવાનું અત્યંત પ્રિય છે. આ ઉપરાંત સ્કૂબા ડાઈવિંગ જેવા એડવેન્ચર સ્પોર્ટસમાં પણ મને બહુ મઝા આવે છે. તેને કારણે મારી કાયા કસાયેલી અને એકવડી રહે છે.

સ્વસ્થ-સુંદર રહેવામાં આહાર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. શ્રદ્ધા કહે છે કે સૌંદર્ય જાળવવા સૌથી પહેલા તમારા ખોરાકમાંથી જંક ફૂડની બાદબાકી કરો. રાત્રે આઠ વાગ્યા સુધી જમી લો અને ભોજનમાં પૂરતા પ્રમાણમાં રેષાવાળો તેમ જ પ્રોટીનયુક્ત આહાર લો.

- સુરેખા


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Post Comments