Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડ્રેસ સાથે મેળ ખાતાં પગરખાં

ફેશનના આજના યુગમાં દરેક કોઈ ઈચ્છે છે એટ્રેક્ટિવ અને સ્ટાઈલિશ દેખાવનું. આ કારણે બજારમાં પગરખાં અનેક પ્રકારનાં હાજર હોય છે, પરંતુ ક્યા ડ્રેસ સાથે સૌથી વધુ સારું શું દેખાશે, તે તમે ન જાણતાં હો તો અહીં નજર કરી લો.

પ્લેટફોર્મ અથવા વેજ સેંડવ્સ : આ પ્રકારનાં સેંડલ્સ ઘણો ફેશનેબલ લુક આપે છે અને પેન્સિલ હીલની સરખામણીમાં વધુ આરામદાયક હોય છે, પરંતુ તેની આ હોટ ઈફેક્ટ માત્ર કેઝુઅલ આઉટફિટ, લોંગ, બૂટકટ અથવા પ્લેયર્ડ જીન્સ, ફ્લીઈંગ ફેબ્રિકમાંથી બનેલા ડ્રેસ પર જ સારી લાગે છે.

તેને ક્યારેય કેપ્રીઝ પેન્સિલ સ્કર્ટ, સ્ટ્રેટ લેગ પેંટ્સ, હેવી  આઉટફિટ અને ડિઝાઈનર સૂટની સાથે ન પહેરશો અને ન તો પાતળા પગવાળી છોકરીઓ તેને પહેરશે, કારણ કે તેનું હેવી સોલ જ્યાં તેના હેવી ડ્રેસિસ સાથે મેળ ખાતું નથી ત્યાં પાતળા પગ પણ પથ્થર જેવા બાંધેલા લાગે છે.
 

ફ્લોવરી ફ્લેટ : સમર સિઝનમાં આ પ્રકારની પ્લેટ્સ રાખવી જરૃરી છે, કારણ કે તેથી તેને આખો દિવસ પહેરી રાખવા અનુકૂળ રહે છે અને તેમાંની સુંદર એમ્બ્રોઈડરી, સ્ટોનવર્ક અને તીરિંગ અને એંકલ સ્ટ્રેપ તેને ફેશનેબલ બનાવે છે. તેને તમે બ્રાઈટ કલરના ફેબ્રિક, કેપ્રીઝ, કોપ્ડ પેંટ્સ, લોંગ અને શોર્ટ સ્કર્ટ્સ પર પહેરીને કૂલ દેખાશો, પરંતુ કોઈ બુશી પ્રિંટેડ ડ્રેસ, હેવી ટેલર્ડ અથવા હેવી વેટ ફેબ્રિક્સને આ બેલેંસ કરી શકાશે નહીં.
 

કેઝુઅલ થોંગ સેંડલ્સ : આ કેઝુઅલ અને બેક સ્ટ્રેપ ફ્રી સેંડલ પણ સમર સિઝન માટે શ્રેષ્ઠ છે. તેને તમે સુંદર એમ્બ્રોઈડરી કરેલી સાડી, ડિઝાઈનર સૂટ, વાઈડ લેગ અથવા પ્લેયર્ડ જીન્સ, સ્કર્ટ્સ પર પહેરી ગર્વ લઈ શકો છો, જ્યારે ટ્રાઉઝર, લોંગ સ્કર્ટ્સ અને વધુ ટેલર્ડ ડ્રેસ પર એ ખરાબ લાગશે.

હાઈ હીલ્સ : દરેક મહિલાને આ ખૂબ ગમે છે, કારણ કે તેને પહેરી વ્યક્તિત્વમાં ગજબનો નિખાર આવે છે, વળી તે ક્લાસ લુક પણ આપે છે. પગના પ્રશ્નોને નજરમાં રાખી તેને ફુલ લેંથ ગાઉન, ડિઝાઈન સાડી, ડેલિકેટ ડ્રેસિસ અને સ્કર્ટ્સ, ક્લચ પર્સ તથા બંગડીઓ વગેરે ગિલીટરી જ્વેલરી સાથે મેચ કરી પહેરવાથી તમારા રૃપને નિખારી શકો છો, પરંતુ કોઈ કેઝુઅલ આઉટફિટ, શોર્ટ ડ્રેસ, કેપ્રીઝ, ઓવરસાઈઝ પર્સ, ટાઈટ ફિટિંગ ડ્રેસ પર આ પહેરવાથી તમે લોકો સામે હાસ્યાસ્પદ બની રહેશો.

વાઈટ સ્ટ્રેપ સેંડલ્સ : તમે જો ફેશનને અનુરૃપ અપટૂડેટ રહેવા ઈચ્છો છઓ તો તમારી પાસે તે હોવા જરૃરી છે. ભલે આ શૂઝની જેમ ફુલ કવર્ડ હોય અથવા તો પછી એક અથવા બે સ્ટ્રેપવાળા, જો આ સિઝનમાં ડિફરન્ટ અને ટર્ન ઓન દેખાય છે તો આવાં એક જોડી સેંડલ જરૃર તમારી પાસે રાખો. તેમાં ટીશેપ સ્ટ્રેપ સેંડલ્સ પણ સામેલ છે, જે પર્ફેક્ટ છે, કારણ કે થોડી એવી હીલ અને સ્મૂધ લેધર અપર તેને આકર્ષક બનાવે છે.

તેમાં રહેલા સ્ટોનની સજાવટ તેને સેક્સી બનાવે છે. પ્લેન ટીશેપ સ્ટ્રેપ પણ તમને બોલ્ડ એન્ડ બ્યૂટિફુલ દેખાડે છે. આ સેંડલ્સને વાઈડ લેગ અથવા ફ્લેયર્ડ જીન્સ અથવા પેંટ્સ, કેપ્રીઝ, શોર્ટ્સ, બોલ્ડ કલર એન્ડ પ્રિંટ્સ સાથે પહેરી શખો છો. બસ, નાના અને સરસ પ્રિન્ટેડ ડ્રેસિસ અને સ્ટ્રેટ લેગ પેન્ટ્સ અને જીન્સની સાથે તેને પહેરશો નહીં.

- નયના


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar

 



Post Comments