Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભવિષ્યની સુરક્ષા માટે સેવિંગ કરો

ખુશહાલ વર્તમાન તેમ જ સુખ અને શાંતિપૂર્ણ ભવિષ્ય માટે કરવામાં આવેલા યોગ્ય  પ્રયત્નો જ લાભદાયક પુરવાર  થાય છે. માત્રા કમાવા- ખાવા અને  હિસાબ  વગરનો ખર્ચ કરવાનું  નામ જ જિંદગી નથી. જીવનમાં ભવિષ્યનું  પ્લાનિંગ પણ કરવું  પડે છે અને તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ ફાઈનાન્સિયલ પ્લાનિંગ છે.

સમયાંતરે આવનારી મોટી જરૃરિયાતો અથવા જવાબદારીઓને પૂરી કરવામાં પહેલાંથી બચત કરીને જમા કરેલી રકમ એક મજબૂત આધાર  હોય છે. તે હમેશાં  આર્થિક સલામતીનો અહેસાસ જાળવીને જીવનને સરળ બનાવે છે.

સુરક્ષિત ભવિષ્ય માટે જાણે કેટલીક જરૃરી બાબતો :

બચતની  ટેવ પાડો

દર મહિને તમારી આવકનો થોડોક ભાગ બચત ખાતામાં જમા કરાવો અને તે પછી બચેલા પૈસાથી પૂરા મહિનાનું બજેટ બનાવો. શક્ય હોય તો બચતના પૈસામાંથી રિકરિંગ ડિપોઝિટ કરાવતા રહો. રકમ ઓછી હોય કે વધારે કોઈ ફરક નથી પડતો. બચતની ટેવ પડતાં જ તમે વધારે રકમ મૂકવાનું  શરૃ કરી દેશો. ધીમે ધીમે  તેને  તમારી ટેવ બનાવી દો. જેમ જેમ તમારી બચતની રકમ વધતી જશે, તમને આનંદ મળવાની સાથે સાથે વધારે બચત કરવાની પ્રેરણા મળતી રહેશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનતી જશે.

યોગ્ય  આયોજન કરો

ભવિષ્યની  આર્થિક જરૃરિયાતોને  ધ્યાનમાં રાખીને યોગ્ય આયોજન બનાવવું ખૂબ જરૃરી છે. તમારા અને ઘરના દરેક ખર્ચનો હિસાબ કરો અને તમારી કુલ આવક પણ ગણો.  ખર્ચ અને આવકની સરખામણી કરો. હવે જુઓ કે  જેટલા  પૈસા બચી રહ્યા છે, તેનાથી ભવિષ્યની જરૃરિયતો પૂરી થઈ શકશે કે નહીં. જરૃર પ્રમાણે બિનજરૃરી ખર્ચમાં કાપ મૂકો.

આડેધડ  ખર્ચ કરવાની ટેવથી બચો

કમાણી આઠઆના, ખર્ચ  રૃપિયો વાળી કહેવત ત્યારે સાચી પૂરવાર થાય છે જ્યારે બિનજરૃરી વસ્તુઓ કે શોખમાટે પૈસા ખર્ચ કરતી વખતે એ વાતનું  ધ્યાન રાખવામાં આવતું નથી કે આપણે આપણી આવકથી  વધારે ખર્ચ કરતા પાછલી જમા રકમને  પણ લૂટાવવા જઈ રહ્યા  છે. તેથી તમારા  રોજિંદા  ખર્ચ પર નજરનાખો અને દરરોજના ખર્ચનો હિસાબ રાખો. તમે સ્વયંં  પર અને ઘર પર કેટલો ખર્ચ કરો છો, ઘરમાં એક દિવસનો  ખર્ચ  કેટલો છે, આ બધી વાતનો ધ્યાનમાં રાખો.

બજારમાં  જતાં  પહેલાં ખરીદીના સામાનની  એક યાદી બનાવો. બજારમાં  સામાન ખરીદતી વખતે ભાવતાલ કરો.  એવું  કરવાથી નિશ્ચિતરૃપે બચત થશે. જ્યાં સુધી શક્ય હોય  કેશથી બિલ ચૂકવો. ક્રેડિટ કાર્ડ પર નિર્ભર ન રહો. તેનો ઉપયોગ માત્ર જરૃર પડે ત્યારે જ કરો, કારણ કે ક્રેડિટ કાર્ડના લીધે બિનજરૃરી ખર્ચ પણ થઈ જાય  છે.

જુદા જુદા સેવિંગ એકાઉન્ટ્સ

બચતની  રકમને સેલેરી એકાઉન્ટમાં   રાખવાના બદલે  તેના માટે અલગ સેવિંગ એકાઉન્ટ ખોલો. બચત માટે પૈસાને જુદી જુદી જગ્યાએ ઈન્વેસ્ટ કરો. પોસ્ટ ઓફિસ અને બેંકો દ્વારા ચલાવાતી સેવિંગ સ્કીમનો લાભ ઉઠાવી શકો છો.

એનએસસી, એમઆઈએસ વગેરે સ્કીમ ઈન્વેસ્ટમેન્ટ માટે ઉત્તમ વિકલ્પ છે. સ્મોલ  સેવિંગ સ્કીમ લેવી શ્રેષ્ઠ  રહે છે. તે સિવાય 'પીપીએફ' માં પણ ઈન્વેસ્ટ કરીને લાભ  થઈ શકે છે. તેનાથી પૈસા સલામત રહેવાની સાથે સાથે ટેક્સમાં પણ છૂટ મળે છે. તેની સાથે ઈન્સ્યોરન્સ પણ ઊતરાવો.

યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ

ઈન્વેસ્ટમેન્ટની બાબતમાં સમજી-વિચારીને નિર્ણય લો. ઈન્વેસ્ટમેન્ટનો જ પણ વિકલ્પ પસંદ કરો તે તમારી જરૃરિયાત પ્રમાણે જ હોય. તે બાબતમાં  તમારી   જરૃરિયાતો, તમારી ઉંમર, ફાઈનાન્સિયલ રિસોેર્સ, રિસ્ક પ્રોફાઈલ, ઈન્વેસ્ટમેન્ટનું  લક્ષ વગેરે પર નિર્ધારિત હોય છે. ઈન્વેસ્ટમેન્ટ પ્લાન લેતી વખતે એ પણ ધ્યાન   રાખો કે તમે કેટલા સમય પછી, કેટલા રિટર્નની આશા રાખી રહ્યા  છો.

ફાઈનાન્સિયલ લક્ષ

સૌથી પહેલાં  એ જરૃરી છે કે  જરૃરિયાત મુજબ શોર્ટ  ટર્મ કે લોંગ ટર્મ ફાઈનાન્સિયલ  પ્લાન બનાવવામાં આવે. જેમ કે તમે કોઈ લાઈટનું  સાધન ખરીદવા ઈચ્છો છો  અથવા તો પછી કાર અથવા ઘર. વીજ ઉપકરણ અથવા એવી કોઈ અન્ય વસ્તુ ખરીદવા માટે તમારે વધારે લાંબા સમય સુધી રાહ નહીં જોવી પડે. આ વસ્તુઓ ૧  અથવા ૨ મહિનામાં  ખરીદવાની વ્યવસ્થા કરી શકાય છે, પણ કાર અથવા ઘર માટે એક લાંબા સમયગાળાની બચતની જરૃર પડે  છે અને  ત્યારે જ તમે  એ ખરીદી શકો છો, જે માટે ઘણા સમય અગાઉથી  પ્લાનિંગ કરો.

- નયના
 

Post Comments