Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મરદાની ઈમેજને બદલે 'ચોકલેટી' ચહેરો પસંદ કરતાં પુરુષો

ક્લીન શેવ્ડ ચહેરો, સપાટ છાતી, પાતળી કમર, ઓળેલા વાળ સાથે આધુનિક મરદોમાં સ્ત્રૈણ લક્ષણો જોવા મળે છે

આજથી લગભગ બેથી અઢી દાયકા પહેલા એક વાર્તા વાંચેલી. સારા ઘરની સહેલીઓનું એક જૂથ દરિયાકિનારે પિકનિક મનાવવા ગયેલું. આમાંની એક સીધીસાદી યુવતી ચાલતી ચાલતી આગળ નીકળી ગઈ. ત્યાં તેની નજર એક માછીમાર યુવક પર પડી. પોતાની ધૂનમાં મસ્ત થઈને ચાલ્યા જતાં આ યુવકે કમરે નાની પોતડી જેવું કપડું વીંટાળ્યું હતું. આ સિવાયનો તેનો સમગ્રપણે ઉઘાડો દેહ તેના પૂર્ણ પુરુષ હોવાની પ્રતીતિ કરાવી રહ્યો હતો. શ્યામ વર્ણ, વાંકડિયા વાળ મજબૂત-ગઠેલા સ્નાયુબધ્ધ બાવડા, પહોેળી છાતી પર ઉગેલા વાળ, ભરાવદાર મૂછો અને 'મર્દાના' સ્વરમાં ગવાતું ગીત.

સંબંધિત યુવતી પર તેેની 'મર્દાનગી' એ જાદુઈ અસર કરી હોય તેમ અનાયાસે તે તેની સાથે સુરક્ષિત અંતર રાખીને ચાલવા લાગી. તેની નજર આ માછીમાર યુવકને અપલક નિહાળી રહી હતી. થોડી વાર પછી તેને અચાનક ખ્યાલ આવ્યો કે તે માછીમારને જોતી જોતી ઘણી આગળ નીકળી આવી છે. તેણે આસપાસ નજર ફેરવી. દૂર દૂર સુધી કોઈ નહોતું દેખાતું. તે પળભર માટે થંભી. થોડો વિચાર કરતાં તેને પોતાની જાત પર શરમ ઉપજી.

''હું આ શું કરી રહી હતી? પેલા યુવકમાં એવું તે શું હતું કે હું આપોઆપ તેના તરફ ખેંચાઈ ગઈ?'' તે વિચારી રહી. પછી પોતે જ પોતાના પ્રશ્નનો ઉત્તર આપતી હોય તેમ મનોમન બોલી, ''આને કહેવાય અસલી પુરુષ. કેટલો ભરાવદાર, કેટલો મજબૂત. તેના અંગેઅંગમાંથી જાણે કે મર્દાનગી છલકાઈ રહી હતી.''

બે-અઢી દાયકા પહેલા આ વાર્તા લખાઈ ત્યારે સામાન્ય પુરુષો પણ મુછો રાખતાં. તેમની છાતી વાળથી ઢંકાયેલી રહેતી. કુદરતી રીતે જ કોઈ છોકરાની છાતી પર વાળ ન હોય તો તેને છોકરી જેવો કહેવામાં આવતો. તેમનું 'રફટફ' હોવું તેમની મર્દાનગીનું પ્રતિક ગણાતું. તેમની પ્રતિભાશાળી ચાલમાં પુરુષત્ત્વ છલકાતું. એકદમ પ્રતિભાશાળી વ્યક્તિત્ત્વ ધરાવતો પુરુષ કોઈ પરાક્રમ કરે ત્યારે તે 'મરદ મુછાળોે' કહેવાતો.

પણ હવે? આજની તારીખમાં પુરુષો, ખાસ કરીને મહાનગરમાં વસતા પુરુષોને જોઈને એમ લાગે કે આ વ્યક્તિમાંનો 'અસલી પુરુષ' ક્યાંક ખોવાઈ ગયો છે. અગાઉ પ્રતિભાશાળી ચાલ કે સ્પોર્ટ્સ કાર ચલાવવી એ મર્દાનગીની નિશાની ગણાતા. આ પુરુષો પોતે જ પોતાની ઉપર ફિદા થઈ જતાં. જ્યારે આજની તારીખમાં કોઈપણ પુરુષ પોતાની ઉપર જ ફીદા થવા માટે કાંઈક જુદું જ કરે છે. તે  જિમમાં જઈને વર્ક આઉટ કરે છે જેથી તેની કમર પાતળી રહે. સાથે સાથે બાવડા બનાવે છે.

ગમે તેવી ભાવતી વાનગી પણ એકદમ સંયમપૂર્વક ખાય છે. તેની છાતી ક્લિન શેવ કરેલી હોય છે. જિમમાં કસરત કરતાં કરતાં તેની છાતી  ફૂલીને છેવટે સ્ત્રીના વક્ષ:સ્થળ જેવી દેખાય છે. તે પોતાના વાળ હેર પ્રોડક્ટ લગાવીને 'ગોઠવી' રાખે છે. તેની હથેળી સ્ત્રીઓ જેવી પોચી હોય છે. તેની છાતી પરના મર્દાનીગીની નિશાની સમા વાળ ગાયબ હોય છે. તે ચહેરાને ગોરો બતાવવા ફેરનેસ ક્રીમ વાપરે છે. તેના બૂટ એકદમ હળવા વજનના હોય છે. તે લાઈટ પીંક કલરના શર્ટ પહેરે છે. કહેવાની જરૃર નથી કે એક સમયમાં આ રંગ માત્ર સ્ત્રીઓ જ પહેરતી. પુરુષો બ્લેક, ડાર્ક બ્લુ, ગ્રે, બ્રાઉન અને સફેદ જેવા રંગના શર્ટ પહેરતાં. તેઓ ચાલે ત્યારે તેમના પગરખામાંથી ચમ ચમ અવાજ આવતો.

અગાઉ પુરુષોને 'મર્દાના' દેખાવા માટે જરા સરખોય પ્રયત્ન નહોતો કરવો પડતો. જ્યારે આજે તેમને પર્સનલ ટ્રેનર, ડાયેટિશિયન, પ્રોટીન, સપ્લીમેન્ટ્સ છાતી પરના વાળ દૂર કરવા ચેસ્ટ વેક્સિંગ એક્સપર્ટની જરૃર પડે છે.  તેઓ તેમના કહ્યા પ્રમાણે પોતાની દિનચર્યા અને ખાણીપીણી ગોઠવે છે.  પોતાના દેખાવ  પ્રત્યે અત્યંત જાગૃત પુરુષો  પાર્ટીમાં જાય ત્યારે વ્હિસ્કી પીવાનું ટાળે છે. જો તેમના પર્સનલ ટ્રેનર કે ડાયેટિશિયન તેની જાણ થઈ જાય તો? વળી હાર્ડ ડ્રીંક પીધા પછી બીજી સવારે તેમની આંખ નીચેનો ભાગ ફૂલી ગયો હોય તો? તેઓ વ્હિસ્કી જેવુ ંહાર્ડ ડ્રિંક પીવાનું ટાળીને બિઅર પીએ છે. તે પણ એકદમ મર્યાદિત પ્રમાણમાં.

જો કે એવું નથી કે આજના પુરુષો સોહામણા નથી લાગતા. તેમના સિક્સ એબ પેક કે કસાયેલા બાવડાં

કોઈપણ સ્ત્રીને આકર્ષવા માટે પૂરતાં હોય છે. આમ છતાં તેમની સફાચટ અને ઉપસેલી છાતી તેમને સ્ત્રૈણ  દેખાવ આપે છે. તેમનો ક્લિન શેવ્ડ ચહેરો અને ગોરા દેખાવાની ઘેલછાને કારણે ચહેરા પર કરાવવામાં આવતી ટ્રીટમેન્ટ પણ તેમને વત્તાઓછા અંશે સ્ત્રીઓ જેવો દેખાવ આપે છે. આવા પુરુષો જ્યારે ડાયટીંગ કરતા હોય અને ગ્રીન સલાડ ખાતા હોય ત્યારે સસલા જેવા લાગે છે.

પહેલાના પુરુષો અને આજના પુરુષોની તુલના કરવા માટે સૌથી સહેલું અને સચોટ ઉદાહરણ છે કપૂર પરિવાર. હિન્દી ફિલ્મ ઉદ્યોગે કપૂર કુટુંબની ચાર પેઢી થી જોઈ છે. આજે આપણે પૃથ્વીરાજ કપૂરને યાદ કરીએ તો તેના પૌરુષત્વભર્યા વ્યક્તિત્ત્વ અને અવાજમાં જે પ્રભાવ હતો તે તેમના પૌત્ર ઋષિ કપૂરમાં શોધ્યો ન જડે. અને આજે હવે તેના પુત્ર રણબીર કપૂરની 'સાંવરિયા' ફિલ્મમાં ટુવાલ પહેરેલી ઉઘાડી કાયા જોઈએ તો તફાવત સ્પષ્ટ દેખાઈ આવે.  ક્લિન શેવ્ડ ચહેરો અને સફાચટ છાતી તેમાં પાછો ગોરોવાન વાન અને નખરાળી અદા. આમાં ક્યાંય પૃથ્વીરાજ કપૂર જેવા અસલ પુરુષના પચાસ ટકા પણ દેખાય છે ખરા?

આજની તારીખનું બીજું સત્ય છે પુરુષોની જેમ વર્તી રહેલી સ્ત્રીઓ. ટ્રાઉઝર અને શર્ટ, ટૂંકા વાળ, હાથમાં લેપટોપ બેગ, પગમાં ચામડાના ચમચમ કરતાં જૂતાં, પાર્ટીમાં એક હાથમાં હાર્ડ ડ્રીંક અને બીજા હાથમાં સિગારેટ, વાતચીત કરવાની બિન્દાસ સ્ટાઈલ, એંસીની સ્પીડમાં ડ્રાઈવ કરાતી કાર અથવા મોટરબાઈક અને હવે તો ટ્રેન સુધ્ધાં ચલાવતી માનુનીઓને ચોક્કસ 'મરદાની' કહી શકાય.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments