Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સહિયર સમીક્ષા

હું ૨૫ વરસની અપરિણીત યુવતી છું. મને ૨૮ વર્ષના એક પુરુષ સાથે પ્રેમ છે. અમારા સંબંધના એક મહિના પછી તેને બીજી એક યુવતી સાથે પ્રેમ હોવાની મને જાણ થઈ હતી. હું હજુ સુધી તેને પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરે છે. તે હવે એ છોકરીને મળતો નથી. એમ તે મને કહે છે, પરંતુ તેની વાત માનવા મારું મન તૈયાર થતું નથી. તો મારે શું કરવું?
 

હું ૨૯ વર્ષનો પ્રોફેશનલ છું. મને ૨૬ વરસની એક છોકરી સાથે પ્રેમ હતો. તે પણ મને પ્રેમ કરતી હતી. અમે લગ્ન કરવાના હતા, પરંતુ અચાનક જ એક દિવસ તેણે મારી સાથે પ્રેમમાં હોવાનો ઇન્કાર કર્યો હતો અને મારી સાથેના બધા સંબંધો કાપી નાખ્યા હતા. અમેરિકાના યુવાન તરફથી માગું આવ્યું હોવાથી તેણે મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે. મારે શું કરવું એ જણાવવા વિનંતી.
એક ભાઈ (મુંબઈ)

તમારી પ્રેમિકાના આ નિર્ણય પાછળ ઘણા કારણો કામ કરી શકે છે. પરિવાર તરફથી દબાણ, અમેરિકામાં રહેવાનો મોહ, તે વ્યક્તિ તમારા કરતા વધુ શ્રીમંત હોય અથવા તો તે તેને પહેલેથી જાણતી હોય કે તેને તમારી સાથેના સંબંધ વિશે ઘરે જણાવવાનો ડર લાગતો હોય. આથી કલત અનુમાન બાંધી તમારી જાતને દુ:ખી કરો નહીં. અને એ છોકરીને ભૂલી જાવ.

જીવનમાં આનાથી પણ વધુ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. આથી વાસ્તવિકતાનો સ્વીકાર કરી તેને ભૂલી તમારી જિંદગીમાં આગળ વધી જવામાં જ તમારી ભલાઈ છે. જે થાય છે તે સારા માટે જ થાય છે અને ભવિષ્યમાં તમને આના કરતા વધુ સારી જીવનસાથી મળશે એવો પોઝિટિવ અભિગમ અપનાવી ભૂતકાળ ભૂલી જાવ અને તેના પ્રત્યે કોઈ દ્વેષભાવ રાખો નહીં.
 

હું ૨૫ વરસની અપરિણીત યુવતી છું. મને ૨૮ વર્ષના એક પુરુષ સાથે પ્રેમ છે. અમારા સંબંધના એક મહિના પછી તેને બીજી એક યુવતી સાથે પ્રેમ હોવાની મને જાણ થઈ હતી. હું હજુ સુધી તેને પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરે છે. તે હવે એ છોકરીને મળતો નથી. એમ તે મને કહે છે, પરંતુ તેની વાત માનવા મારું મન તૈયાર થતું નથી. તો મારે શું કરવું?
એક યુવતી (અમદાવાદ)

પ્રેમ અને લગ્નની ઇમારત વિશ્વાસ પર જ ટકે છે. તમને એના પર પ્રેમ હોય તો તમારે એનો વિશ્વાસ કરવો જ જોઈએ. એ હવે એ છોકરીને મળતો નથી. એની તમારી રીતે ખાતરી કરી લો. થોડા દિવસ તેને મળવાનું બંધકરી લો એ પછી પણ તેનો પ્રેમ ટકે છે કે નહીં એ જુઓ.

આ ઉપરાંત તે તમારી જોડે લગ્ન કરવા તૈયાર છે કે નહીં એ વાતની પણ ખાતરી કરી લો. એ છોકરી હવે તેનો ભૂતકાળ બની ગઈ છે. આથી ભૂતકાળને વર્તમાન પર હાવી થવા દઈ તમારું વર્તમાન અને ભવિષ્યને બગાડો નહીં. ભૂતકાળ ભૂલવા માટે છે વારંવાર યાદ કરીને જીવન બગાડવા માટે નથી.
 

મારો ભાઈ એક યુવતીના પ્રેમમાં હતો. જે અમારી જ્ઞાાતિની નહોતી. આ કારણે મારા મમ્મી-પપ્પાએ જબરદસ્તીથી તેને લગ્ન અમારી જ્ઞાાતિની છોકરી સાથે પરણાવી દીધો હતો. તેના લગ્નને બે વર્ષ થયા છે. પરંતુ તે તેની પત્ની સાથે સંબંધ રાખતો નથી. હવે તેને તેની પ્રેમિકાની સાથે લગ્ન કરવા છે. આ કારણે અમારા ઘરમાં ઘણો તણાવ ચાલે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (વડોદરા)

તમારા મમ્મી-પપ્પાની જીદને કારણે તમારા ભાભીની જિંદગી હોમાઈ ગઈ છે. કોઈ પણ કારણ વગર તેમને સહન કરવું પડે છે. આમા તેનો વાંક ન હોવા છતાં તેની બલિ લેવામાં આવી છે. પ્રેમિકા સાથે લગ્ન કરતા પૂર્વે તમારા ભાઈએ એની પત્નીને છૂટાછેડા આપવા પડશે. શક્યહોય તો તમારી ભાભીને પુર્નલગ્ન કરાવી તમારી ભાઈની ભૂલ સુધારો અને તેની પડખે ઊભા રહો.

હું ૩૦ વર્ષનો છું. મારા લગ્ન થયે છ મહિના થયા છે. ઘણા પ્રયત્નો કરવા છતાં હું મારી પત્નીને સંતોષ આપી શકતો નથી. મારમાં કોઈ પણ ખરાબ આદત નથી. તેને ઉત્તેજીત કરવામાં ઘણો સમય લાગે છે કે તે સંતુષ્ટ થતી નથી. આ કારણે હું ઘણી માનસિક તાણ અનુભવું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક ભાઈ (સુરત)

તમારી આ સમસ્યા સામાન્ય છે. આ બાબતે તમારે તમારીપત્ની સાથે વિસ્તારથી વાતચીત કરી સેક્સ સંબંધી તેની ઇચ્છા-અનિચ્છા વિશે જાણવાની જરૃર છે. તેને શું પસંદ છે અને શું પસંદ નથી એ જાણી એ પ્રમાણે કરવાનો પ્રયાસ કરો. આ ઉપરાંત સેક્સ પૂર્વે ફોર પ્લે કરો.

આમ કરવાથી સ્ત્રીઓ જલ્દી ઉત્તેજીત થાય છે. સેક્સ એ કંઈ મેળવવાની નહીં, પરંતુ આનંદની વસ્તુ છે. આ વાત તમે બન્ને સમજી જશો તો જ તમારો સંબંધ વધુ મજબૂત બનશે. અને તમે તણાવ વગરની સ્વસ્થ સેક્સ લાઈફનો આનંદ મેળવી શકશો.

માસિક ધર્મ દરમિયાન સેક્સ લાઈફ માણવાથી કોઈ નુકસાન થઈ શકે છે? મને અને મારા પતિને આમ કરવાની ઇચ્છા છે. તો શું આ દરમિયાન સેક્સ માણવું સુરક્ષિત છે?
એક યુવતી (ગુજરાત)

વૈજ્ઞાાનિક દ્રષ્ટિએ જોઈએ તો માસિક દરમિયાન સંભોગ કરવાથી કોઈ નુકસાન થતું નથી. પરંતુ સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણાને આ ગમતું નથી. પરંતુ તમે અને તમારા પતિ રાજી હો તો માસિક દરમિયાન સંબંધ બાંધી શકાય છે. પરંતુ કંડોમ કે ટેમ્પૂનનો વપરાશ કરવો જરૃરી છે. માસિકના પ્રથમ બે દિવસ રક્તસ્ત્રાવ વધુ હોવાથી અસુવિધાનો અનુભવ થઈ શકે છે આથી ત્રીજે દિવસે સંબંધ બાંધવો વધુ યોગ્ય છે.

- નયના


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar

 Post Comments